સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિમહત્વનું તીર્થસ્થાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તીર્થયાત્રાની સમાપ્તિ આ ગામમાં કરે છે.દ્વારકાની યાત્રાએ જતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંવત ૧૮૫૬ માં સવારે લોજ ગામની વાવ પર પહોંચે છે . અહીં સ્નાન કરીને નિત્યવિધિબાદ ધ્યાનમાં બેસે છે.તેઓની ધ્યાનમુદ્રા ચિત્તાકર્ષક હતી.સવારે નિત્ય નિયમ પ્રમાણે અહીં નજીકમાં આવેલા આશ્રમમાંથી સુખાનંદ સ્વામી નામના સંત સ્નાન કરવા આવે છે.સ્નાન કરવા આવેલા આ સંત મહાતપસ્વી શ્રીનિલકંઠ વર્ણીને જોઇને આશ્રમમાં પધારવા પ્રાર્થના કરે છે.
પ્રભૂ કહે છે અમે વસ્તીમાં જતા જ નથી.ત્યારે તે સંત કહે છે કે,તો આપ મને વચન આપો કે ,હું મારા વડીલ ગુરુભાઈ શ્રી મુક્તાનંદ સ્વામી ને લઇને આવું ત્યાં સુધી આપ અહિંથી જશો નહિ.એક સંતની આવી ભાવના જોઇને ભગવાન શ્રી સ્વામિનારાયણ એ લોજ ગામમાં પ્રવેશ કરે છે .
આ ગામમાં શ્રી રામાનંદ સ્વામીનો આશ્રમ હતો તેના મહંત શ્રીમુક્તાનંદ સ્વામી હતા.સ્વામી વિદ્વાન હતા છતા ગુરુશ્રી રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તીર્થયાત્રીઓની સેવા કરતા-કરાવતા.આજે તેમની સેવાના ફળસ્વરુપે તીર્થયાત્રીના સ્વરુપમાં સાક્ષાત ભગવાન તેમના આશ્રમમાં પધાર્યા.આશ્રમમાં સાત્વિક વાતારણ અને સાધુઓની નિખાલસતા જોઇને ભગવાન પ્રસન્ન થયા.આચરણ શુદ્ધ આ સંતોનું જ્ઞાન કેવું છે તે ચકાસવા ભગવાન શ્રી નિલકંઠ વર્ણીએ પાંચ પ્રશ્નો પુછ્યા.જીવ,ઇશ્વર,માયા,બ્રહ્મ અને પરબ્રહ્મ; તેમના સ્વરુપ કેવા છે? આ પ્રશ્નોના જવાબ સદ્ ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ આપ્યાઅને આગળ કહ્યુ વધુ જાણવાની ઇચ્છા હોય તો અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે જાણી શકાશે. સ્વામી હાલ ભુજ માં છે. સ્વામી અહીં આવે ત્યાં સુધી આપ આ આશ્રમમાં રહો.અહીં રહેતા સંતોના મન આ તપસ્વીમાં ખેંચાતા હતા અને પ્રભુને જેવા જોઇએ તેવા સંત મળી ગયા,તેથી આશ્રમમાં રહેવા તૈયાર થયા.એક તીર્થયાત્રીના રુપમાં ભગવાન સ્વામિનારાયણ અહીં એક વર્ષથી વધુ સમય રહ્યા છે.અને આશ્રમમાં રહેતા અન્ય સંતોની જેમ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વાળવું,લીપવું,રસોઇ બનાવવી,છાણ વીણવું,રસોઇ માટે લાકડા લાવવા ,માંદા સાધુની સેવા કરવી વિગેરે સેવા કાર્યો કરતા.જેથી આ લોજ ગામની ગલી ગલી તેમના ચરણોથી પાવન થયેલી છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીં રહ્યા પછિ ભગવાન તરીકે પ્રસિધ્ધ થયા તે પહેલા તો એક તીર્થયાત્રીના સ્વરુપમાં હતા. માટે આ સંપ્રદાયમાં લોજપુરને અતિ મહત્વનું તીર્થ માનવામા આવે છે.