લોહિત નદી ભારત દેશના અરુણાચલ પ્રદેશ અને આસામ રાજ્ય વચ્ચે વહેતી એક નદી છે. તે બ્રહ્મપુત્રા નદીની એક ઉપનદી છે. લોહિત નદી પૂર્વી તિબેટ ખાતેની જ્યાલ છુ પર્વતમાળામાંથી ઉદ્દભવે છે અને અરુણાચલ પ્રદેશમાં બસો કિલોમીટર સુધી તોફાની વેગથી વહેતી પછીથી આસામ રાજ્યનાં મેદાનોમાં આવે છે. લોહી એટલે કે રક્તની નદી તરીકે ઓળખાતી આ નદી તોફાની અને અશાંત છે અને તેનું લોહિત નામ અંશતઃ તેની લાલ માટીને કારણે પડ્યું છે. તે મિશ્મી પર્વતમાળામાંથી વહેતી બ્રહ્મપુત્રા ખીણના મુખ પાસે બ્રહ્મપુત્રા નદીમાં (અરુણાચલ પ્રદેશમાં જેને સિયાંગ નદી તરીકે ઓળખવામાં આવે છે) મળી જાય છે.

લોહિત નદી પર ભુપેન હજારિકા સેતુ

પરશુરામ કુંડ લોહિત નદીના નીચાણ વાળા વિસ્તારમાં આવેલો છે. દર વર્ષે આશરે ૭૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ આ કુંડમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરે છે.[][]

  1. "70,000 devotees take holy dip in Parshuram Kund". Indian Express. ૧૮ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૪.
  2. "Arunachal Pradesh planning to promote tourism at Parsuram Kund". Daily News & Analysis. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૪.