વર્તુળનો વ્યાસ
ગણિતશાસ્ત્રની ભૂમિતિ વિભાગમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વર્તુળના પરિઘ પર આવેલાં કોઈ પણ બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડની લંબાઈના માપને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે.
વ્યાસ = ૨ X ત્રિજ્યા
ત્રિજ્યા= વ્યાસ/ ૨
પરિઘ = π X વ્યાસ
પરિઘ = π X ૨ X ત્રિજ્યા
વ્યાસ = પરિઘ / π
પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. આમ વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસથી બનતા ગુણૉત્તર (રેશીયૉ - ratio)ને પાઈ (π) કહેવાય છે.
આ ગણિત સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |