વાંદરૂ
વાંદરો
સ્થાનિક નામવાંદરો,હનુમાન લંગુર
અંગ્રેજી નામCOMMON LANGUR
વૈજ્ઞાનિક નામpresbytis entellus, Semnopithecus entellus
આયુષ્ય૨૫ વર્ષ
લંબાઇ૧૧૦ સેમી. (પુંછડી ૯૦-૧૦૦ સેમી.)
ઉંચાઇ૭૫ સેમી.(બેઠી સ્થિતિમાં)
વજન૧૫ થી ૨૦ કિલો
સંવનનકાળઉનાળો
ગર્ભકાળ૬ માસ શિયાળામાં બચ્ચા આપે છે.
પુખ્તતામાદા ૩.૫ વર્ષ,નર ૪ વર્ષ
દેખાવસફેદ રાખોડી વાળ વાળું શરીર,મોઢું,હાથ પગ કાળા તથા લાંબી પુંછડી.
ખોરાકશુદ્ધ શાકાહારી,ફળ-ફૂલ,પાન,કંદ-મુળ.
વ્યાપસમગ્ર ગુજરાતના શહેરો તથા ગામડાઓ, ગીર તથા ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે.
રહેણાંકઆછું જંગલ તથા માનવવસ્તી નજીક ઝાડીવાળો વિસ્તાર
ઉપસ્થિતિ ના ચિન્હોહુપાહુપી જેવા અવાજ,પગના ચિન્હો.
ગુજરાતમાં વસ્તી૧,૦૦,૮૬૫ (૨૦૦૧)
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧ ના આધારે અપાયેલ છે.

વર્તણૂક

ફેરફાર કરો
 
શિમલા, હિમાચલ પ્રદેશનું ભૂખરું લંગુર

આ પ્રાણી ૧૦ થી ૨૦ ના ટોળામાં રહે છે. જેમાં મોટો નર વાંદરો સરદાર તરીકે વર્તે છે. સવાર અને સાંજે ખોરાક શોધવા નીકળે છે, બપોરના સમયે ઝાડ પર આરામ કરે છે. ફળ આવેલા વૃક્ષો પર વધુ જોવા મળે છે. મોટા ભાગે વૃક્ષો પરથી જ ખોરાક મેળવે છે અને જમીન પર લાંબો સમય બેસતા નથી.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો