વારંગલ ભારત દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા તેલંગાણા રાજ્યના ઉત્તરી ભાગમાં આવેલું મહત્વનું નગર છે. વારંગલ વારંગલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર ચેન્નઈ - કાઝિપેટ - દિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ છે.

નકશીદાર કોતરણી ધરાવતો ૧૦૦૦ સ્તંભોવાળા મંદિરનો એક સ્તંભ

૧૨મી સદીના સમયકાળમાં આંધ્ર પ્રદેશના કાકતીયા સામ્રાજ્યની પ્રાચીન રાજધાની આ શહેર ખાતે હતી[૧]. વર્તમાન શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં સ્થિત વારંગલનો કિલ્લો કે જે એક સમયમાં બે દિવાલો વડે બનાવવામાં આવ્યો હતો, તેની અંદરની દિવાલના પત્થરનાં દ્વાર તથા બાહય દિવાલના અવશેષો મોજૂદ છે. આ ઉપરાંત ૧૨મી સદીના સમયમાં નિર્મિત ૧૦૦૦ સ્તંભોવાળું મંદિર પણ આ શહેરમાં આવેલ છે.

સંદર્ભોફેરફાર કરો