વિકિપીડિયા:એશિયાઈ માસ ૨૦૨૧

વિકિપીડિયા એશિયાઈ માસ એ વિવિધ ભાષાના વિકિપીડિયા પ્રકલ્પ પર એશિયન સામગ્રીના પ્રોત્સાહન પર કેન્દ્રિત વાર્ષિક વિકિપીડિયા સ્પર્ધા છે. દરેક સહભાગી સમુદાય દર નવેમ્બર માસમાં તેમની ભાષાના વિકિપીડિયા પર એક મહિના સુધી ઓનલાઇન સંપાદન ચલાવે છે જેથી, તેમના પોતાના દેશ સિવાયના અન્ય એશિયન વિષયો વિશે નવા લેખો બનાવી શકે અથવા હાલના લેખોમાં સુધારો કરી શકે.

આ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી અને દર વર્ષે લેખોની સંખ્યામાં વધારો થયો છે અને સહભાગીઓએ વૈવિધ્યપૂર્ણ વિષયો પર નવા લેખોનું સંપાદન અને વિસ્તરણ કર્યું છે. છેલ્લાં છ વર્ષમાં ૨,૯૦૦થી વધુ વિકિપીડિયા સંપાદકો દ્વારા ૬૦થી વધુ ભાષા પ્રકલ્પો પર વિકિપીડિયામાં ૩૭,૫૦૦થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા લેખો ઉમેરવામાં આવ્યા છે.

વિકિપીડિયા એશિયન સમુદાયની મિત્રતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ભાગરૂપે, ઓછામાં ઓછા ચાર લેખો બનાવનારા સહભાગીઓને અન્ય ભાગ લેનારા સમુદાય તરફથી વિશેષ વિકિપીડિયા પોસ્ટકાર્ડ મળશે.

આશ્ચર્યચકિત થવા માટે તૈયાર થઈ જાઓ! તમે ક્યારેય જાણતા નથી કે કયો વિકિ સમુદાય તમને પોસ્ટકાર્ડ મોકલશે! દરેક વિકિપીડિયા પર સૌથી વધુ લેખો બનાવનાર વિકિપીડિયન સભ્યને "વિકિપીડિયા એશિયન એમ્બેસેડર" તરીકે સન્માનિત કરવામાં આવશે.

  • નવા બનાવેલાં લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અને ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ.
  • લેખ સંપૂર્ણ રીતે મશીન ભાષાંતર ન હોવો જોઇએ.
  • બધા જ લેખો ૧ નવેમ્બર ૨૦૨૧, ૦:૦૦ અને ૩૦ નવેમ્બર ૨૦૨૧, ૨૩:૫૯ (IST) વચ્ચે નવા બનાવેલા હોવા જોઇએ
  • લેખ વિષયવસ્તુને અનુરૂપ પોતાના દેશ સિવાયના અન્ય એશિયન વિષયો (લોકો, સ્થળ, સંસ્કૃતિ વગેરે) સંબંધિત હોવા જોઈએ.
  • લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલ ન હોવો જોઇએ.
  • લેખમાં યોગ્ય સંદર્ભ હોવો જોઇએ.
  • આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઇએ.
  • દરેક ભાષાના નિર્ણાયક નક્કી કરશે કે કયો લેખ સ્વીકારાશે કે નહી.
  • જ્યારે તમે ઉપરોક્ત નિયમોને પૂર્ણ કરતા ૪ લેખો બનાવો છો, ત્યારે તમને એશિયન સમુદાયોમાંથી કોઈ એક પાસેથી પોસ્ટકાર્ડ મળશે.
  • વિકિપીડિયા એશિયન એમ્બેસેડર્સને એશિયન સહયોગી તરફથી સહી કરાયેલું પ્રમાણપત્ર અને વધારાનું પોસ્ટકાર્ડ મળશે. વધુ માહિતી માટે આ પણ જુઓ.

લેખ રજૂ કરો

ફેરફાર કરો

નિર્ણાયક

ફેરફાર કરો

પૂર્વ આવૃત્તિઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો