હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે
ડેબિયન લિનક્સ છે. ભાષા, ટેકનોલોજી, મિડિયાવિકિ અને સંબંધિત એક્સટેન્સન મારા હાલના કાર્યક્ષેત્રોમાં આવે છે. તે ઉપરાંત મિડિયાવિકિ, કેડીઇ, ટક્સપેઇન્ટ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિયાને જીવંત રાખવાનો, ગુજરાત સંબંધિત (ખાસ કરીને ભૂગોળ અને ઇતિહાસ) લેખો સુધારવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇનો (ભાંગફોડિયા, જાxખ, પ્રચાર દૂર કરવો) છે. આ ઉપરાંત
KartikBot વડે ગુજરાતી વિકિમાં કંટાળાજનક અને સમય માંગે એવા કામોને ઝડપી બનાવી રહ્યો છું.
નોંધ: હું
વિકિમીડિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું, પરંતુ આ ખાતાં વડે થતા કોઇપણ ફેરફારો વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સમર્થિત નથી કે તેને રજૂ નથી કરતા, સિવાય કે જ્યાં તેમ સ્પષ્ટ કરેલું હોય. આ મારું
અંગત સભ્ય ખાતું છે. વિકિમીડિયા ફાઉન્ડેશનના કામ માટે હું મોટાભાગે
KMistry (WMF) ખાતું વાપરું છું.