વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦


  • માત્ર ઑનલાઇન સ્પર્ધા

સમયગાળો

ફેરફાર કરો
  • ૧૬મી નવેમ્બર ૨૦૨૦, ‌સોમવાર (૦૦.૦૦ રાત્રે) - ૩૦મી નવેમ્બર ૨૦૨૦, સોમવાર (૧૧.૫૯ રાત્રે) (૧૫ દિવસ)

સ્પર્ધા વિશે

ફેરફાર કરો

આ પૃષ્ઠ ચોતરા પર થયેલી ચર્ચાનું અનુગામી પૃષ્ઠ છે. આપ સૌ જાણો છો કે ગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા વિશેનાં પૃષ્ઠો પ્રમાણમાં ઓછાં છે; સાથે જ જે ઉપલબ્ધ છે તેમાં ગુણવત્તાસભર માહિતીનો અભાવ છે અને વિકિપીડિયાના ધારાધોરણો મુજબ તે યોગ્ય કક્ષાના નથી. તેથી ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા (કે જેમાં તહેવારો, ખોરાક, વેશભૂષા, નૃત્યો, સંગીત, કળાઓ, સ્થાપત્યો, ઈતિહાસ, ઐતિહાસિક રાજાઓ, પૌરાણિક કથાઓ-પાત્રો અને તેને લાગતું-વળગતું બધું જ સમાવિષ્ટ થઈ જાય)ના વિશે નવાં ગુણવત્તામય અને સસંદર્ભ પૃષ્ઠો બનાવવાં તથા જૂનાં અપડેટ કરવાં આ એડિટાથોનનો મૂળ ઉદ્દેશ્ય છે.

ખાસ નોંધ: અત્યાર પૂરતું ગુજરાતી સાહિત્ય આમાંથી બાકાત રાખ્યું છે કારણ કે તેનો સમાવેશ આગામી સમયમાં યોજાનારી અન્ય ઍડિટાથોનમાં કરવાની યોજના છે.

  • નવો લેખ બનાવવો હોય તો તે ઓછામાં ઓછા ૪૦૦૦ બાઈટ્સ અને ૧૫૦ શબ્દોનો હોવો જોઈએ. સાથે જ, તે પ્રકાશનાધિકાર, નામાંકિતતા, તટસ્થતા, પ્રારંભિક સંશોધન નહિ, ચકાસણી જેવી પાયાની નીતિઓ પર પાર ઉતરતો હોવો જોઈએ. આવા જોઈતા લેખો માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
  • જૂનો લેખ અપડેટ કરવો હોય તો ઓછામાં ઓછા ૩૦૦૦ બાઈટ્સ (છબી સિવાય) ઉમેરીને અપડેટ કરી શકાય. લેખની ગુણવત્તા જો નોંધપાત્ર રીતે બદલાઈ હોય તો નિર્ણાયક વિવેકે ગુણ આપશે.
  • વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે. સ્પર્ધાની નવી શરતો સમુદાય વડે આગળ સધાતી સંમતિને આધારિત રહેશે.
  • લેખમાં યોગ્ય શ્રેણી(ઓ) હોવી જોઇએ તેમજ કોઇ આંતરિક ક્ષતિઓ ન હોવી જોઇએ (દા.ત. સ્ક્રિપ્ટ એરર).
  • વધુ યોગદાનને પ્રોત્સાહન આપવા માટે, ઇનામો માટે ઓછામાં ઓછા પાંચ (૫) લેખો રજૂ કરવાના રહેશે.

સ્પર્ધાનાં ઇનામો

ફેરફાર કરો

(બદલાવને અવકાશ)

  1. પ્રથમ ક્રમાંક- ૩૦૦૦/-
  2. દ્વિતીય ક્રમાંક- ૨૫૦૦/-
  3. તૃતીય ક્રમાંક- ૨૦૦૦/-
  4. ચતુર્થ ક્રમાંક- ૧૫૦૦/-
  5. પંચમ ક્રમાંક- ૧૦૦૦/-

ભાગ લેનાર સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

સ્પર્ધકો

ફેરફાર કરો

આ સ્પર્ધામાં વિકિ પર ખાતું ધરાવતા હોય તેવા દરેક સંપાદકો ભાગ લઈ શકશે. જો આપ પણ ભાગ લેવા માગતા હોવ તો અહીં ક્લિક કરો:

લેખ રજૂ કરો

ફેરફાર કરો

નિર્ણાયક

ફેરફાર કરો