વિકિપીડિયા:માહિતીચોકઠું
માહિતીચોકઠું એટલે એવું ખાનું જેમાં જે-તે વિષયની અગત્યની માહિતીનો સારાંશ સમાવેલો હોય. જેમ વર્તમાનપત્રો કે સામયિકોમાં મૂળ લેખમાંથી મહત્વનો એકાદ સંવાદ કે વાક્ય ઊડીને આંખે વળગે તે રીતે પાનાંની વચ્ચે ચોકઠામાં કે ખાનામાં લખવામાં આવે છે, તેમ વિકિપીડિયામાં પણ આવી માહિતી એક ચોકઠામાં મુકવામાં આવે છે અને આ ચોકઠું એક ઢાંચા સ્વરૂપે ઉમેરવામાં આવે છે. જેમકે, કોઈ ગામ, નગર કે શહેર વિષે લેખ લખાતો હોય ત્યારે તેમાં તે શહેર કયા દેશ, રાજ્ય, જિલ્લામાં આવેલું છે, તેની વસ્તી, નક્શામાં તેનું સ્થાન, વિસ્તાર, વગેરે માહિતી એક અલાયદા ખાનામાં આપવામાં આવે તો વાંચકને તે વધુ ઉપયોગી થાય છે. અથવા તો કોઈ વ્યક્તિ વિષે લેખ હોય ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ વ્યક્તિનું જન્મસ્થાન, જન્મ તારીખ, માતા-પિતા, પરિવારની વિગતો, તેનો વ્યવસાય, મૃત્યુ પામેલી વ્યક્તિ હોય તો તેના મૃત્યુની વિગતો, વગેરે લેખમાં તો વિવિધ વિભાગો હેઠળ આપેલી જ હોય છે, પણ જો તે એક જ જગ્યાએ અલાયદી પણ આપવામાં આવે તો ઉપર-ઉપરથી માહિતી મેળવવા માટે તે સવિશેષ ઉપયોગી થાય છે.
કેવી રીતે ઉમેરવું
ફેરફાર કરોઆવું માહિતીચોકઠું મોટે ભાગે લેખની શરૂઆતમાં જમણી બાજુએ ગોઠવાયેલું હોય છે. ઉદાહરણ તરીકે જુઓ અમદાવાદ. તેમાં જમણી બાજુએ તસવીરો વાળું જે વાદળી રંગનું લંબચોરસ ચોકઠું દેખાય છે, તે છે માહિતીચોકઠું. એક જ વિષયવસ્તુ પર લખાતા લેખોમાં સમાનપ્રકારની માહિતી વખતો વખત ઉમેરવાની હોય છે, માટે તે માહિતીના પરિમાણો દર વખતે સભ્યએ લખીને તેને ફોર્મેટ ના કરવા પડે માટે થઈને આવા માહિતીચોકઠાં ઢાંચા સ્વરૂપે સંગ્રહી રાખવામાં આવે છે. લેખમાં જ્યારે માહિતીચોકઠું ઉમેરવું હોય ત્યારે તેનો ઢાંચો ઉમેરવાથી કામ થઈ જાય છે. જેમકે કોઈ વ્યક્તિ વિષેના લેખમાં માહિતીચોકઠું વ્યક્તિ ઉમેરવામાં આવે છે. ઢાંચા સ્વરૂપે ઉમેરવાનું હોવાથી તેને બે છગડીયા કૌંસમાં મુકવામાં આવે છે. ઉદાહરણ તરીકે નીચે ડાબી બાજુએ બતાવ્યા પ્રમાણે ઢાંચો ઉમેરતાં જમણી બાજુ દેખાય છે તેવું ચોકઠું લેખમાં જોવા મળશે.
{{માહિતીચોકઠું વ્યક્તિ |નામ = અબક |ફોટો = Example.jpg |ફોટોસાઇઝ= 75px |ફોટોનોંધ = અબકની તસવીર |જન્મ તારીખ = ૩૧/૦૨/૨૧૧૨ |જન્મ સ્થળ = અદ્ધરપુર |મૃત્યુ તારીખ = ૧૩/૧૩/૩૧૧૩ |મૃત્યુ સ્થળ = નિમ્નપુરી |મૃત્યુનું કારણ = વધુ હસવાથી |હુલામણું નામ = ગબો |રહેઠાણ = મધ્યમનગર |વ્યવસાય = સલાહસૂચન |સક્રિય વર્ષ = ૨૦ |રાષ્ટ્રીયતા = સ્વર્ગલોક |નાગરીકતા = ભારત , યુ.કે. |અભ્યાસ = બપોર સુધી |વતન = સારા જહાં |ખિતાબ = નર્કોદ્ધારક |પગાર = ૦૦૦૦૦ |વાર્ષિક આવક = ૦૦૦૦૦૦૦ |ઉંચાઇ = ૧.૫ મી. |વજન = ૨૮૫ કિ.ગ્રા. |મુદત = ૫ વર્ષ |પક્ષ = સ્વપક્ષ |વિરોધીઓ = સહુકોઈ |ધર્મ = માનવ ધર્મ |જીવનસાથી = હળક્ષજ્ઞ |ભાગીદાર = યરલવ |સંતાન = ૫ |માતા-પિતા = માતા-પિતા |હસ્તાક્ષર = Example.jpg |વેબસાઇટ = http://gu.wikipedia.org |નોંધ = જરૂરી હોય તેટલી વિગતો ભરવી. }} |
|
મહત્વનાં માહિતીચોકઠાં
ફેરફાર કરોઅહિં અમુક મહત્વનાં માહિતીચોકઠાઓની યાદિ કક્કાવારીના ક્રમમાં આપી છે.
વધુ માહિતીચોકઠાં
ફેરફાર કરોઉપર જણાવ્યા સિવાયના પણ અન્ય માહિતીચોકઠાં અસ્તિત્વમાં છે. અહિં ઉપલબ્ધ એવા બધા જ માહિતીચોકઠાંની યાદી શ્રેણી:માહિતીચોકઠાંમાં મળી રહેશે. દરેક માહિતીચોકઠાંનો મૂળ ઢાંચો જોતા તેમાં કયા પરિમાણોનો સમાચેશ થાય છે તે તથા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માહિતી મળી રહેશે.