વિકિપીડિયા:સભ્ય પાનું

સભ્ય પાનાંઓ એ પાનાં છે જે સભ્ય અને સભ્યની ચર્ચા નામસ્થળો હેઠળ આવે છે, અને તે સભ્યો વિકિપીડિયા પર જે કામગીરી કરે છે તેના આયોજન અને સહાયતા માટે ઉપયોગી છે, અને સભ્યો વચ્ચે વાર્તાલાપ અને આદાન-પ્રદાન (કાર્ય, વિચાર, આવડત વ.)ની સગવડ પૂરી પાડે છે. સભ્ય પાનાંઓ મુખ્યત્વે આંતરવૈયક્તિક ચર્ચા, ધ્યાનાકર્ષણ, પ્રયોગો અને મુસદ્દાઓ (જુઓ: પ્રયોગસ્થળ), અને, જો ઇચ્છા હોય તો, મર્યાદિત આત્મકથનાત્મક અને ખાનગી સંપર્ક માટે હોય છે. વિકિપીડિયા પર વિકિસભ્ય માટે વ્યક્તિગત રીતે ઉપલબ્ધ સભ્ય પાનાંઓ વિકિપીડિયા પરિયોજના સાથે સુસંગત અને વિકિપીડિયા સમુદાય દ્વારા માન્ય હોવાના હેતુથી હોય છે; વિકિપીડિયા બ્લૉગ, વેબસ્પેસ ફાળવનાર, કે સામાજીક નેટવર્કિંગ સાઈટ નથી. અન્ય પાનાંઓને લાગુ પડતી વિકિપીડિયા નીતિઓ સામાન્ય રીતે સભ્ય પાનાંઓને પણ લાગુ પડે છે, અને સભ્યોએ એ નીતિઓનું પણ નિરીક્ષણ કરી લેવું જોઈએ. જો કોઈ સભ્ય આ નીતિનો ભંગ કરતા લાગે અને અન્ય ત્વરિત પગલાંઓ લેવાનું જરૂરી ન હોય તો પ્રથમ જે તે સભ્યના ચર્ચાના પાને આ વિશે સલાહ કે સૂચના આપવી.

પરિભાષા અને પાનાંના સ્થાનો

નોંધ: અહીંના સંદર્ભમાં "તમારું" એટલે તમારી સાથે સંકળાયેલું, નહીં કે તમારી સાથે જોડાયેલું.
સભ્ય પાનું
તમારા સભ્ય પાનાનું નામ આ રીતે હશે: સભ્ય:ઉદાહરણ. (આ તમારી કડી છે.) તે સામાન્ય રીતે પ્રાથમિક માહિતીઓ, જો તમે ઇચ્છો તો, તમારા વિશે કે તમારી વિકિપીડિયા પરની પ્રવૃતિઓ વિશે માહિતી આપે છે. જો તમે એ પાને કશું મુકવા માંગતા ન હો તો, અન્ય સંપાદકોની સગવડ માટે તમે તે પાનાને તમારી ચર્ચાના પાના પર દિશાનિર્દેશીત (રિડાયરેક્ટ) કરી શકો છો.
સભ્યનું ચર્ચાનું પાનું
તમારું ચર્ચાનું પાનું (ટુંકનામ-ચર્ચા) આ રીતે દર્શાવાશે: સભ્યની ચર્ચા:ઉદાહરણ. (આ તમારી કડી છે.) તે સામાન્ય રીતે અન્ય સંપાદકો તરફથી મળતા સંદેશા, અને તેની સાથે ચર્ચા, માટે વપરાશે.

Duration: 2 minutes and 12 seconds.Subtitles available.
સભ્ય પાનું પ્રયોગસ્થળ બનાવતા શીખવતું ચલચિત્ર
પેટાપાનાંઓ
તમે તમારા સભ્ય પાનું અને ચર્ચાના પાનાનાં પેટાપાનાઓ પણ બનાવી શકો છો. પેટાપાનું બનાવવા માટે કોઈપણ સંપાદન યોગ્ય જગ્યાએ નીચે પ્રમાણેનું લખાણ વાપરો:
સભ્ય:તમારું સભ્યનામ/પેટાપાનું

પછી તે લખાણને કોપી કરી "શોધો" બોક્સમાં પેસ્ટ કરો અને એન્ટર આપો. એથી તમે સભ્ય:તમારું સભ્યનામ/પેટાપાનું મથાળું ધરાવતા પાને પહોંચશો. હવે શોધો ચોકઠાની ડાબી બાજુ દેખાતા બનાવો બટન પર ક્લિક કરીને તમે તમારું નવું પેટાપાનું બનાવી શકો છો. તમે જોઈ શકશો કે, તમારા સભ્ય પાનાથી અલગ રીતે, તમારું પેટાપાનું આપોઆપ જ તમારા સભ્ય પાનું પરની વળતી કડી દર્શાવશે જે નીચે મુજબ હશે:

સભ્ય:તમારું સભ્યનામ

આ વળતી કડી પર ક્લિક કરતાં તમે તમારા સભ્ય પાનું પર જઈ શકશો. પણ, તમારી અપેક્ષાથી વિપરીત, પેટાપાનાઓ માટે કોઈ નવી ટેબ બનશે નહિ, ઉદાહરણ તરીકે, તમારા સઘળાં પેટાપાનાઓની યાદી; તમારા સભ્ય પાનું પર કશું જ બદલાશે નહીં. તો પછી તમે ફરી તમારા પેટાપાના પર કઈ રીતે જઈ શકશો ? એક ઉપાય એ છે કે તમારે તમારા સભ્ય પાના પર બધાં પેટાપાનાઓની, લિંક્સ સાથેની, યાદી બનાવીને રાખવી:

તમારા હોમપેજનું સરનામું: 
https://gu.wikipedia.org/wiki/સભ્ય:તમારું_સભ્યનામ
તમારા પેટાપાનાનું નામ ઉમેરો:
* https://gu.wikipedia.org/wiki/સભ્ય:તમારું_સભ્યનામ/પેટાપાનું

જો કે અન્ય એક સહેલી રીત પણ છે, પણ તે જાતે કરવી પડશે. નીચેના લખાણને તમારી વિગતોથી બદલી અને તમારા સભ્ય પાના પર કોપી-પેસ્ટ કરી દો:

[[વિશેષ:ઉપસર્ગ/સભ્ય:તમારું_સભ્યનામ]]

તમારા સભ્ય પાનાને સેવ કર્યા પછી, એ કડી પર ક્લિક કરતાં જ તમને તમારા સઘળાં પેટાપાનાંઓની યાદી મળશે.

સભ્ય પાનાંઓ કે સભ્ય અવકાશો
આ બધાં જ પાનાઓ તમારા સભ્ય પાનાંઓ કે સભ્ય અવકાશો છે. જો કે તમે તેનાં માલિક નથી પણ પરંપરાનુસાર, વાજબી રીતે અને આ માર્ગદર્શિકાઓને અનુસરીને તમે તમારી ઈચ્છા પ્રમાણે તેની વ્યવસ્થા કરી શકો છો.

આ ઉપરાંત તમારાં .js અને.css થી અંત પામતા પેટાપાનાં પણ હશે જે તમારી યુઝર સ્ક્રિપ્ટ (user scripts) અને સ્કિન કસ્ટમાઈઝેશન (skin customizations)ને સંઘરવા માટે હોય છે. તમારાં આ પ્રકારનાં પેટાપાનાંઓ માત્ર તમે અને પ્રબંધકો જ સંપાદિત કરી શકે છે, હા અન્ય સભ્યો એ પાનાંઓ જોઈ શકે છે ખરા.

આ પણ જુઓ