વિકીમેપિયાનકશા (map)ઓ અને ઉપગ્રહ તસવીરો (satellite imaging) સુલભ બનાવતો એક ઓનલાઈન સ્રોત છે. ગુગલ મેપ્સ (Google Maps)ના સ્રોત-સુવિધાઓને વિકી (wiki) વ્યવસ્થા સાથે સાંકળીને બનાવવામાં આવેલી આ ઓનલાઈન સુવિધાથી, વપરાશકર્તા પૃથ્વી (Earth) પરના ગમે તે સ્થળને નિશાની કરીને, તેના માટે નોંધ રૂપે સાઈટ પર માહિતી ઉમેરી શકે છે. []અલેકઝાન્ડર કોરિયાકિને (Alexandre Koriakine) અને ઈવજેની સેવલિઍવે (Evgeniy Saveliev) વિકીમેપિયાની રચના કરી છે. 24 મે (May 24), 2006 (2006)ના આખા વિશ્વને આંગળીને ટેરવે મૂકવાના લક્ષ્ય સાથે તેને શરૂ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં લોકો આ સાઈટ પર 90 લાખ સ્થળો પર નિશાની કરી ચૂકયા છે. []કશુંક સુધારવા કે ઉમેરવા માટે વિકીમેપિયા પર રજિસ્ટ્રેશન કરવું (નોંધણી કરાવવી) આવશ્યક નથી. છતાં વિશ્વભરમાંથી 200,000 વપરાશકર્તાઓએ તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.[]

વિકીમેપિયા
ચિત્ર:Wikimapia.png
WikiMapia as seen in Firefox with fullscreen mode
પ્રકાર
Collaborative mapping
પ્રાપ્ત છે93 languages, including English
બનાવનારAlexandre Koriakine and Evgeniy Saveliev
આવકFrom AdSense
વેબસાઇટwww.wikimapia.org
વ્યવસાયિક?Yes
નોંધણીYes (not compulsory)
શરૂઆતMay 24, 2006
હાલની સ્થિતિActive

લાક્ષણિકતાઓ

ફેરફાર કરો

સ્થળ પસંદ કરો/સ્થળ પર નિશાની કરો

ફેરફાર કરો

વિકીમેપિયા પર વપરાશકર્તા કોઈ પણ સ્થળ પસંદ કરીને તેના પર નિશાની કરી શકે છે. આમ કરવા માટે તેણે સ્થળની આસપાસ દર્શાવેલ બહુકોણ ચિહ્ન પર કિલક કરીને પછી તે જે-તે ભાષા, શીર્ષક, વિવરણ અને એક કે તેથી વધુ વિભાગોમાં માહિતી ઉમેરી શકે છે. [] જો વપરાશકર્તા ઇચ્છે તો વૈકલ્પિક નોંધનો ઉપયોગ પણ કરી શકે છે, તે ઉપરાંત જે-તે સ્થળ વિશે માહિતી આપતી તસવીરો, ઈમ્બેડેડ યૂ ટ્યુબ (YouTube) વિડીઓ, વગેરે પણ તરત બાજુમાં સુલભ હોય છે.[]

તમે તમારી નિશાની સાથે બહુવિધ વિભાગોમાં માહિતી ઉમેરી શકો છો. આમ કરવા માટે જયારે તમે એક વિભાગ પર તમારું માઉસ લઈ જાવ અને ક્ષણેક વાર માટે ત્યાં તોળાઈ રહો ત્યારે દેખાતા "ઉમેરો" બટન પર કિલક કરવું રહે છે. (વિભાગની સાથે દેખાતો આંકડો એ તે વિભાગ સાથે જોડાયેલી નોંધોનો આંકડો છે.) જો તમે નિશાની કરેલા સ્થળ માટે વિકીપીડિયા પર અલગ પૃષ્ઠ હોય તો તમે તેની લિન્ક પણ અહીં દર્શાવી શકો છો.

વિકીપીડિયાથી વિપરીત, વિકીમેપિયા પર મુકાયેલી તમામ વપરાશકર્તાઓ માટેની માહિતીનો હક વિશેષ રૂપે વિકીમેપિયાને આધીન છે.વિકીમેપિયા જીએફડીએલ (GFDL) લાયસન્સનો ઉપયોગ કરતું નથી, તેનાથી બાધિત નથી. એટલે એકવાર વિકીમેપિયા પર માહિતી મુકાયા બાદ રોયલ્ટી તથા અનેક ઉપયોગને લગતા હક નાબૂદ થાય છે.[]સાઈટની સેવા માટેની શરતો અનુસાર, આ વેબસાઈટ પર પોતાના અંગત અથવા બિન-વ્યાપારી શૈક્ષણિક હેતુઓ માટે વપરાશકર્તાઓએ રજૂ કરેલી માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવે છે. []

ભારત (India) જેવા વિશ્વના એવા દેશો જયાં નકશા જૂના છે અને નકશા આલેખનની કામગીરી અત્યંત મોંઘી છે, ત્યાં વિકીમેપિયાનો વિકાસ ખૂબ ઝડપી રહ્યો છે. જો કે આ ઝડપી વિકાસ સાથે કેટલીક સમસ્યાઓ પણ આવી.શહેરી વિસ્તારો અંગત રહેઠાણો દર્શાવવા કરાયેલી સમચોરસ નિશાનીઓથી ખીચોખીચ ભરાઈ ગયા. હવે આ રહેઠાણોને દર્શાવતી નિશાનીઓ અને જાહેર જરૂરિયાતનાં સ્થળોની નિશાનીઓ એકબીજાથી જુદી પડી શકે તેવી કોઈ જોગવાઈ વિકીમેપિયામાં ત્યારે રાખવામાં આવી નહોતી. તાજેતરમાં જો કે વિભાગ/પ્રકાર મુજબ બ્રાઉસિંગ કરવાની સવલત ઉમેરવામાં આવી છે. આ સવલતના કારણે વપરાશકર્તા જે વિભાગની લાક્ષણિકતાઓ જોવા ઇચ્છે તે પસંદ કરી શકે છે.

ચિત્રો/તસવીરો

ફેરફાર કરો

તમે જે-તે સ્થળ સાથે તસવીરો/ચિત્રો પણ જોડી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે શેફિફલ્ડ (Sheffield)ના ટીન્સલે કુલિંગ ટાવર્સ (Tinsley Cooling Towers)નું વિવરણ ઉમેરી રહ્યા હો, તો તમારે ખૂણામાં સ્થળના વિવરણ માટેની જગ્યાએ દર્શાવેલા મેનૂ પર કિલક કરવું. એ પછી ત્યાં "તસવીર ઉમેરો/ગોઠવો" વિકલ્પની પસંદગી કરીને તમે તસવીર/ચિત્ર જોડી શકો છો.

તે સ્થળ પર માહિતી ઉમેરવાનું અનેક ભાષાઓમાં શક્ય છે. અત્યારે વિકીમેપિયાની સાઈટ પર કુલ 93 ભાષાઓમાં કામ થઈ શકે છે અને તેની તમામ સુવિધાઓ 56 ભાષામાં અનુવાદિત કરવામાં આવી છે. રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ વિકીમેપિયાની સુવિધાઓને એક અલગ પૃષ્ઠ પર ભાષાંતરિત કરવામાં મદદરૂપ શઈ શકે છે. http://wikimapia.org/translate/).

વપરાશકર્તાઓનાં ખાતા અને સ્તરો

ફેરફાર કરો

ઑકટોબર, 2006માં વપરાશકર્તા માટે વૈકલ્પિક ખાતાની સુવિધા શરૂ કરવામાં આવી.[]ઑકટોબર, 2007 માં રજિસ્ટર્ડ વપરાશકર્તાઓનું એક ફોરમ શરૂ કરવામાં આવ્યું. એકબીજાને અંગત સંદેશાઓ મોકલવા માટે પણ રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ આ ફોરમનો ઉપયોગ કરી શકે છે. []નકશાના અમુક ચોક્કસ વિસ્તારોમાં આવતા બદલાવો પર નજર રાખવા માટે રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ વિકીમેપિયા પર ધ્યાન દોરવાપાત્ર યાદી પણ બનાવીને મૂકી શકે છે. આ વિકલ્પ પસંદ કરવા માટે વિકીમેપિયા->પ્રોફાઈલ-> ધ્યાન દોરવાપાત્ર યાદી પર કિલક કરવું અને પછી જે-તે વિસ્તારના ક્ષેત્રફળને અનુરૂપ ધ્યાન રાખવા પાત્ર યાદી ઉમેરવી.

વિકીમેપિયા પર વપરાશકર્તાઓ માટે ત્રણ સ્તરો રાખવામાં આવ્યા છે, જે દરેકની વિગતવાર સમજણ વિકીમેપિયાના એફએકયૂ (વારંવાર પૂછાતા પ્રશ્નો) વિભાગ હેઠળ આપવામાં આવી છે. એ ઉપરાંત, વપરાશકર્તાઓ, બીજા વપરાશકર્તાના યોગદાનની તરફેણમાં કે વિરોધમાં પોતાનો મત પ્રદર્શિત કરી શકે છે, જેથી વપરાશકર્તાઓ પોતાની કમ્યુનિટીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી શકે છે. તે ઉપરાંત, વિકીમેપિયા પર વપરાશકર્તાને તેના યોગદાનના આધારે આપમેળે ક્રમાંક આપતું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, જે વપરાશકર્તાના આંકડા અને ક્રમાંક દર્શાવે છે.

વિકીમેપિયા બીટા

ફેરફાર કરો

ઑકટોબર 2008માં, રજિસ્ટર્ડ વપરાશકર્તાઓના પરીક્ષણ માટે વિકીમેપિયાનું બીટા વૃત્તાન્ત (વર્ઝન) ખુલ્લું મુકાયું. આ નવા વૃત્તાન્તમાં "વિકીમેપિયા મેપ" નામનું નવું સ્તર અને "ટૅરેઈન પેચીઝ" જેવી નવી લાક્ષણિકતાઓ ઉમેરવામાં આવી.વિકીમેપિયા મેપના લેયર પર માત્ર વપરાશકર્તાઓએ ઉમેરેલી માહિતી જેમ કે બહુકોણ અને રસ્તાઓ જ દેખાય છે, અને આ બહુકોણ પણ નિશાની કરેલા વિભાગ અનુસાર જુદા જુદા રંગના હોય છે, જેમ કે તળાવ અથવા સરોવર માટે ભૂરો રંગ, અથવા બગીચા માટે લીલો રંગ. ઘણા બધા વિભાગોમાંથી તમે તમારા જોઈતા વિભાગોની માહિતી જ દેખાય તેવી પસંદગી કરી શકો છો. દસ્તાવેજીકરણ અને સુમેળ-સહયોગથી કામમાં મદદરૂપ થવાના આશયથી વિકીમેપિયા વિકી[૧]ની શરૂઆત કરવામાં આવી હતી.

વ્યાપારી માળખું

ફેરફાર કરો

આ સાઈટ ગુગલની જાહેરાતો (Google ads) થકી થોડી આવક પેદા કરે છે.પોતાના આયોજનને સંપૂર્ણ ઓપ આપવા માટે જુલાઈ 2007 (July 2007)માં વિકીમેપિયાના સંસ્થાપકોએ કોઈ રોકાણકર્તા શોધવાનું નક્કી કર્યું.[૧૦]

આંતરવ્યવહાર ક્ષમતા

ફેરફાર કરો

પ્લગ-ઈન પ્રોગ્રામનો ઉપયોગ કરીને જીપીએસ (GPS) રિસીવર (receiver) વિકીમેપિયા સાથે જોડાણ સાધી શકે છે. (બીટા, વિકીમેપિયાની સાઈટ પરથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ડાઉનલોડ કરી શકાય છે[૨])

વિકીમેપિયાની સુવિધાઓનો મર્યાદિત ઉપયોગ નીચેની સાઈટ પર ઉપલબ્ધ છેઃ

આ પણ જોશો

ફેરફાર કરો

અન્ય લિન્ક

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ઢાંચો:Cite-web
  2. ઢાંચો:Cite-web(ઉપર ડાબા ખૂણે જુઓ)
  3. ઢાંચો:Cite-web
  4. ઢાંચો:Cite-web
  5. ઢાંચો:Cite-web
  6. http://wikimapia.org/terms_reference.html
  7. "Wikimapia Terms of Service". 2007-10-27. મેળવેલ 2008-06-24.
  8. ઢાંચો:Cite-web
  9. ઢાંચો:Cite-web
  10. "બ્લોગસ્પોટ પર વિકીમેપિયાની એન્ટ્રી". મૂળ સંગ્રહિત માંથી 2007-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-31.