નકશો
નકશો એ ભૌગોલિક વિસ્તારનું ચિત્ર નિરૂપણ છે- તે જે તે સ્થળના પદાર્થો, ક્ષેત્ર અને સૂર જેવા ઘટકો વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્વરૂપમાં નિરૂપણ કરે છે.
ઘણા નકશા ત્રીપરિમાણીય જગ્યાનું ભૂમિતિની દ્રષ્ટએ ચોકક્સ (અથવા ચોક્કસની નજીક) સ્થિર દ્વીપરિમાણીય નિરૂપણ છે, જ્યારે કેટલાક અન્ય ક્રિયાશીલ અથવા અરસપરસ અને ત્રિપરિમાણીય પણ હોય છે. નકશાનો મોટે ભાગે ભૂગોળનું ચિત્ર રજૂ કરવા માટે ઉપયોગ થતો હોવા છતાં તેના દ્વારા કોઇ પણ જગ્યા, વાસ્તવિક કે કાલ્પનિક જગ્યાનું સંદર્ભ અથવા માપ વગર પણ ચિત્ર નિરૂપણ કરી શકાય છે. દા.ત. બ્રેઇન મેપિંગ, ડીએનએ મેપિંગ અને એક્સ્ટ્રાટેરિસ્ટરિયલ મેપિંગ.
ભૌગોલિક નકશા
ફેરફાર કરોમાનચિત્રકળા અથવા નકશા બનાવવા એક અભ્યાસ છે અને પૃથ્વીને એક સપાટ સપાટી પર રજૂ કરવાની પદ્ધતિ છે (માનચિત્ર કળાનો ઇતિહાસ જુઓ) અને જે નકશા બનાવે છે તેને માનચિત્રકાર કહેવાય છે.
આજે રોડ મેપ કદાચ સૌથી વધુ વપરાતા નકશા છે. તે નેવિગેશન મેપનું એક પેટાજૂથ પણ રચે છે જેમાં એરોનોટિકલ અને નોટિકલ ચાર્ટ, રેલરોડ નેટવર્ક નકશા અને હાઇકિંગ અને બાઇસિકલિંગ નકશાનો સમાવેશ થાય છે. જથ્થાની દ્રષ્ટિએ જોઇએ તો સૌથી મોટી સંખ્યામાં નકશા સ્થાનિક સર્વેક્ષણો, સુધરાઇઓ, સુવિધા પુરી પાડતી સંસ્થાઓ, કર આકરણીકાર, ઇમરજન્સી સર્વિસ પ્રોવાઇડર અને અન્ય સ્થાનિક સંસ્થાઓનો દ્વારા કરાયા છે. ઘણા રાષ્ટ્રીય સર્વેક્ષણો પ્રોજેક્ટ લશ્કર દ્વારા હાથ ધરાયા છે. જેમ કે, બ્રિટીશ ઓર્ડનન્સ સર્વેક્ષણો (જે અત્યારે એક નાગરિક સરકારી એજન્સી છે જેની તેના વિગતવાર અભ્યાસ માટે આંતરારાષ્ટ્રીય સ્તરે સરાહના થઇ છે).
સ્થળની માહિતી મેળવવા ઉપરાંત નકશો સમોચ્ચ રેખા દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે જે એલિવેશન, ટોપોગ્રાફી, તાપમાન, વરસાદ વગેરેનું અચળ મૂલ્ય દર્શાવે છે.
નકશાનું પુર્વાભિમુખીકરણ
ફેરફાર કરોનકશાનું પુર્વાભિમુખીકરણ નકશાની દિશા અને હોકાયંત્ર દ્વારા વાસ્તવમાં દર્શાવવામાં આવતી દિશા વચ્ચેનો સંબંધ છે. ઓરિએન્ટ (orient) શબ્દ લેટિન શબ્દ ઓરિએન્સ (oriens) પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પૂર્વ. મધ્ય યુગમાં ટી (T) અને ઓ (O) નકશા સહિતના ઘણા નકશામાં પૂર્વને ટોચમાં દર્શાવવામાં આવતું હતું (એટલે કે, નકશામાં દર્શાવેલી ઉપરની તરફની દિશા હોકાયંત્રમાં દર્શાવાયેલી પૂર્વ દિશા બતાવે છે). આજે મોટા ભાગના નકશામાં ઉત્તરને નકશાની ટોચમાં દર્શાવવામાં આવે છે. કેટલાક પ્રકારના નકશામાં ઘણીવાર પરંપરાગત રીતે ઉત્તર દિશાને ટોચ પર નથી દર્શાવાતી:
- બિન પશ્ચિમી પરંપરાઓમાં નકશામાં દિશા નિર્દેશ અલગ અલગ રીતે કરેલો છે. ઇડોના જૂના નકશા જાપાનના સમ્રાટના મહેલને ટોચ તરીકે દર્શાવે છે પરંતુ તેને નકશાના કેન્દ્રમાં દર્શાવે છે. નકશામાં દર્શાવેલા સ્થળોનો એવી રીતે દિશા નિર્દેશ કરેલો હોય છે કે તમે સમ્રાટના મહેલને તમારા માથા પર ના મૂકો ક્યાં સુધી તમે તેનું યોગ્ય રીતે વાંચી ન શકો.[સંદર્ભ આપો]
- હિયરફોર્ડ મેપ્પા મુન્ડી જેવા મધ્યયુગીન યુરોપીયન ટી (T) અને ઓ (O)નકશા પૂર્વને ટોચ અને જેરુસલેમને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરાયા હતા. 1400ની આસપાસ, ટોલેમીની ભૂગોળ ની ફેરરજૂઆત પુર્વે પશ્ચિમમાં કોઇ સામાન્ય નિયમ ન હતો. દાખલા તરીકે, પોર્ટોલાન ચાર્ટ તેઓ જે વિસ્તારનું નિરૂપણ કરે છે તેનો દરિયાકિનારાની દિશાના સંદર્ભમાં નિર્દેશ કરે છે.
- દરિયાકિનારા પર આવેલા શહેરોના નકશામાં ઘણીવાર પરંપરાગત રીતે દરિયાને ટોચ પર દર્શાવવામાં આવે છે.
- રૂટ અને ચેનલ નકશાઓમાં પરંપરાગત રીતે દિશા નિર્દેશ સામાન્ય રીતે તેઓ જે રસ્તા અને દરિયાઇ માર્ગો દર્શાવે છે તેના સંદર્ભમાં કરાય છે.
- આર્કટિક અથવા એન્ટાર્ટિકના ધ્રુવીય નકશા સામાન્ય રીતે ધ્રુવને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયા હોય છે અને અહીં દિશાનિર્દેશના સિદ્ધાંતનો અમલ થતો નથી. નકશામાં ઉત્તર દિશા નકશાના કેન્દ્રની તરફ અથવા કેન્દ્રથી દૂર હશે.
- રિઝર્વ્ડ નકશા કે જે અપસાઇડડાઉન નકશા અથવા સાઉથ અપ નકશા તરીકે ઓળખાય છે, તેમાં 'ઉત્તર ઉપર હોય છે' તેવા નિયમથી વિપરિત જાઓ અને તમને દક્ષિણ ટોચ પર મળશે.
- બકમિન્સ્ટર ફુલરના ડાયમેક્સન નકશામાં પૃથ્વીના ગોળાનું વીસ પાસાવાળા ઘન પદાર્થ પર નિરૂપણ કરવામાં આવ્યું છે. તેનાથી બનતા ત્રિકોણ ટુકડાઓને કોઇ પણ ક્રમમાં અથવા કોઇ પણ દિશામાં ગોઠવી શકાય છે.
માપ અને ચોક્સાઇ
ફેરફાર કરોકેટલાક નકશા 1:10,000 જેવા ગુણોત્તરના માપમાં દોરવામાં આવ્યા છે. તેનો અર્થ તે થયો કે નકશા પર કોઇ પણ માપનું એક એકમ, વાસ્તવમાં જમીન પર તે જ માપના 10,000 એકમ જેટલું માપનું નિરૂપણ કરે છે. નકશો જે વિસ્તારનો તૈયાર કરવાનો હોય, તે વિસ્તાર જો નાનો હોય અને તેમાં પૃથ્વીની ગોળાઇને ધ્યાનમાં ન લેવાઇ હોય તો તે નકશાનું માપ લગભગ ચોક્કસ હોય છે. દાખલા તરીકે ટાઉન પ્લાનરના શહેર નકશામાં પૃથ્વીની ગોળાઇને ધ્યાનમાં લેવાતી નથી. મોટા વિસ્તાર કે જેમાં પૃથ્વીની ગોળાઇ અવગણી ન શકાય તેવું હોય તેમના નકશા તૈયાર કરવા આપણે પૃથ્વી(મંડલ અથવા દીર્ઘવૃત્તીય)ની ગોળાકાર સપાટીનું સપાટ સપાટી પર આલેખન કરવું પડે છે. ગોળાની ગોળાઇને સપાટ સપાટી પર રજૂ કરવું અશક્ય છે તેનો અર્થ તે થયો કે કોઇ પણ નકશા આલેખનમાં માપ અચળ ના હોઇ શકે. નકશા આલેખનમાં આપણે એક કે બે રેખા (જે સીધી હોવી જરૂરી નથી) પર ચોક્કસ માપ મેળવી શકીએ છીએ. માટે નકશા આલેખન માટે આપણે બિંદુ માપનો વિચાર રજૂ કરવો પડશે જે સ્થાનનું વિધેય છે અને તે તેનું ચલન લઘુત્તમ રાખવા પ્રયત્ન કરે છે. માપનો ઉલ્લેખ નામ માત્ર કરાય છે તેમ છતાં તે પુરતા ચોક્કસ હોય છે.
1:10,000 જેવા મોટા માપના નકશા, નાના પ્રાંતોની વિગતવાર માહિતી આપે છે જ્યારે 1:10,000,000 જેવા નાના માપના નકશા દેશ, ખંડ અને સમગ્ર વિશ્વ જેવા મોટા વિસ્તારોની માહિતી આપે છે. ‘નાના’ ‘મોટા’ જેવા શબ્દો નકશાના માપને દર્શાવતા અપૂર્ણાંક પરથી આવ્યા છેઃ 1/10,000 1/10000000 કરતા મોટું છે. નાના નકશા અને મોટા નકશાને છૂટા પડતી કોઇ સ્પષ્ટ ભેદરેખા નથી પરંતુ 1/100000ને મધ્યમ માપ ગણી શકાય. હાઇકર્સ માટે તૈયાર કરાતા 1:25000 માપના નકશા મોટા માપના નકશા કહી શકાય જ્યારે વાહન ચાલકો માટે 1:250,000 અથવા 1: 1,000,000 માપના નકશા નાના માપના નકશા ગણી શકાય.
તે સ્વીકારવું જરૂરી છે કે સૌથી ચોક્કસ નકશા પણ તેના વપરાશકારને સારી સચિત્ર માહિતી પુરી પાડવા માટે માપની ચોકસાઇમાં અમુક હદ સુધી બાંધછોડ કરે છે. દાખલા તરીકે, જ્યારે રસ્તા અને ઝરણાની પહોળાઇ નકશામાં સાચી રીતે દર્શાવવા માટે અત્યંત નાની હોય, ત્યારે વપરાશકારને રસ્તાની દિશાની ચોક્કસ માહિતી આપવા તેની પહોળાઇ વાસ્તવિક કરતા મોટી દર્શાવવામાં આવે છે. જો રસ્તા અને ઝરણાને તેની મૂળ પહોળાઇના પ્રમાણમાં નકશા પર દર્શાવવામાં આવે તો તે એટલા ઝીણા થઇ જશે કે કદાચ નરી આંખે જોઇ પણ ન શકાય. આવુ જ કમ્પ્યુટર નકશા સાથે થાય છે જેમાં સૌથી નાનું એકમ પિક્સલ છે. ઝરણાની પહોળાઇનું નકશામાં નિરૂપણ કરવામાં ઝરણાની વાસ્તવિક પહોળાઇ એક પિક્સલ કરતા નાની હોય તો પણ તેને પિક્સલની પહોળાઇ જેટલી જ રાખવામાં આવે છે કારણકે કમ્પ્યુટર નકશામાં એક પિક્સલથી નાનું માપ દર્શાવી શકાતું જ નથી.
કેટલીકવાર નકશાના માપમાં ઇરાદાપૂર્વક ફેરફાર લાવવામાં આવે છે. દાખલા તરીકે અહીં દર્શાવવામાં આવેલો યુરોપનો નકશો વસ્તી વહેંચણી દર્શાવવા માટે ફેરફાર કરીને રજૂ કરેલો છે. ખંડના કાચા આકાર માટે મૂળભૂત માપ લગભગ સમાન જ છે તેમ છતાં તે દેખી શકાય તેવું છે. આ માનચિત્રનું એક ઉદાહરણ છે.
વિરૂપ માપનું અન્ય જાણીતું ઉદાહરણ લંડન અંડરગ્રાઉન્ડ નકશો છે. મૂળ ભૌગોલિક માળખાઓનું ધ્યાન રખાયુ છે પરંતુ ટ્યુબ લાઇન (અને થેમ્સ નદી)ને સ્ટેશનો વચ્ચે સંબંધ દર્શાવવા માટે આછી કરીને દર્શાવાઇ છે. નકશાના કેન્દ્રની નજીકમાં સ્ટેશનને નકશાની ધારી પર રહેલા સ્ટેશન કરતા વધુ જગ્યા અપાઇ છે.
વધુમાં, અચોકસાઇ ઇરાદાપૂર્વક હોઇ શકે છે. દાખલા તરીકે, માનચિત્રકાર નકશાની સ્પષ્ટતા વધારવા માટે લશ્કરી થાણા નહીં દર્શાવે. દાખલા તરીકે, રોડ મેપ હાઇવેને સ્પષ્ટપણે દર્શાવશે, જ્યારે રેલરોડ, નાના જળમાર્ગો અથવા અન્ય મુખ્ય નોનરોડ ઓબજેક્ટ્સને નકશામાં દર્શાવે અને ના પણ દર્શાવે, જો દર્શાવે તો તેને ઓછી સ્પષ્ટતા સાથે દર્શાવશે (જેમકે ડેશ અથવા ટપકાવાળી લાઇન અથવા આઉટલાઇન). ડિક્લટરીંગ તરીકે ઓળખાતી પદ્ધતિમાં વપરાશકારને જેમાં રસ હોય તે બાબતોને નકશાની કુલ ચોકસાઇનો ભોગ આપ્યા વગર વાંચવામાં સરળ બનાવવામાં આવે છે. સોફ્ટવેર આધારિત નકશા ઘણી વખત વપરાશકારને જરૂર મુજબ ON, OFF અને AUTO વચ્ચે ડિક્લટરિંગ કરવાની છૂટ આપે છે. ઓટોમાં વપરાશકાર જેમ માપમાં ફેરફાર કરે છે તેમ ડિક્લટરિંગની ડિગ્રીમાં વધઘટ થાય છે.
વિશ્વ નકશા અને આલેખનો
ફેરફાર કરોવિશ્વ અથવા મોટા વિસ્તારના મોટા ભાગના નકશા રાજકીય અથવા ભૌતિક હોય છે. રાજકીય નકશાનો સૌથી મહત્ત્વનો ઉદેશ ક્ષેત્રીય સરહદો દર્શાવવાનો હોય છે, જ્યારે ભૌતિક નકશાનો ઉદેશ ભૂગોળની માહિતી આપવાનો હોય છે. જેમકે પર્વતો, જમીનનો પ્રકાર અથવા જમીનનો ઉપયોગ. ભૂગોળ નકશા ભૌતિક સપાટી દર્શાવવા ઉપરાંત પેટાળમાં રહેલા ખડકો, ફોલ્ટ લાઇન અને પૃથ્વીની સપાટી પરના માળખાની માહિતી પણ આપે છે.
પૃથ્વીની સપાટીનું નિરૂપણ કરતા નકશા પણ આલેખનનો ઉપયોગ કરે છે- તે ભૂખંડની ત્રીપરિમાણીય વાસ્તવિક સપાટીને દ્વીપરીમાણીય ચિત્રમાં રજૂ કરવાનો રસ્તો. વિશ્વનું સૌથી જાણીતું વિશ્વ-નકશા આલેખન મર્કેટર આલેખન છે, જે મૂળે નોટિકલ ચાર્ટના સ્વરૂપમાં ડિઝાઇન થયું હતું.
વિમાનના પાયલટો લેમ્બર્ટ કનફોર્મલ કોનિક આલેખનને આધારે તૈયાર થયેલા એરોનોટિકલ ચાર્ટનો ઉપયોગ કરે છે જેમાં પૃથ્વીના જે ભાગનો નકશો તૈયાર કરવાનો હોય છે તેના પર શંકુ મુકવામાં આવે છે. શંકુ પૃથ્વીને પ્રમાણભૂત રેખા તરીકે પસંદ કરાયેલા એક કે બે રેખા પર છેદે છે. તેનાથી પાયલટો સપાટ તળ પર ગ્રેટ-સર્કલ રૂટ એપ્રોક્સિમેશન નિરૂપણ, દ્વીપિરમાણીય ચાર્ટ તૈયાર કરી શકે છે.
- એઝિમુથલ અથવા ગ્લોમોનિક નકશા આલેખનોનો એર રૂટ આયોજનમાં ઘણીવાર ઉપયોગ થાય છે કારણકે તે ગ્રેટ સર્કલને સીધી રેખા તરીકે દર્શાવવાની ક્ષમતા ધરાવે છે.
- રિચાર્ડ એડિસ હેરિસનએ વિશ્વ યુદ્ધ II દરમિયાન અને બાદમાં ફોર્ચ્યુન મેગેઝિન માટે નકશાની જોરદાર શ્રેણી તૈયાર કરી હતી. તેમાં હવાઇ યુગમાં વૈશ્વિક વ્યૂહાત્મક મોરચા પર ભાર મુકવા વિહંગાવલોકન આલેખનોનો ઉપયોગ કર્યો હતો અને સૂચવ્યું હતુ્ કે વિશ્વના પરંપરાગત લંબચોરસ આલેખનમાં નિકટતા અને અવરોધો દેખાતા નથી.
ઇલેક્ટ્રોનિક નકશા
ફેરફાર કરો20મી સદીના છેલ્લા ક્વાર્ટરથી કમ્પ્યુટર માનચિત્રકારનું અનિવાર્ય સાધન બની ગયું છે. મોટા ભાગની માનચિત્રકળા, ખાસ કરીને માહિતી-અકત્રીકરણ સર્વેક્ષણો સ્તરની, જીયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (જીઆઇએસ) (GIS) દ્વારા નિયમમાં મુકાઇ છે. ટેકનોલોજી સરળ બનતા તેમજ વર્તમાન ભૌગોલિક નકશા પર સ્પેશિયલ લોકેટેડ વેરિયેબલ્સ સુપરઇમ્પોઝિશનને કારણે નકશાની કામગીરી વધુ આધુનિનક બની છે. વરસાદનું સ્તર, વન્યજીવનનું વિતરણ અથવા વસ્તીને લગતી માહિતી જેવી સ્થાનિક માહિતી નકશા સાથે સંકલિત કરવાથી જેતે વિસ્તારનું સારી રીતે વિશ્લેષણ થઇ શકે છે અને તેનાથી નિર્ણય લેવામાં મદદ મળે છે. ઇલેક્ટ્રોનિક યુગ પહેલા ડેટાનું આવું સુપરઇમ્પોઝિશન, ડો. જ્હોન સ્નોને કોલેરાનું મૂળ શોધવા તરફ લઇ ગયું હતું. આજે દુનિયાભરમાં તેનો માનવ સંસ્થાઓ, વન્યજીવન સંરક્ષકો અને લશ્કર દ્વારા ઉપયોગ થાય છે.
જીઆઇએસ (GIS) સંકળાયેલું નથી ત્યારે પણ મોટા ભાગના માનચિત્રકારો નવા નકશા તૈયાર કરવા વિવિધ પ્રકારના કમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરે છે.
ઇન્ટરેક્ટિવ કમ્પ્યુટરાઇઝ્ડ નકશા વેપારી ધોરણે ઉપલબ્ધ છે જે વપરાશકારને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરવાની સુવિધા આપે છે, કેટલીક વાર તે અલગ અલગ માપના નકશાને એકબીજા સાથે બદલવામાં પણ મદદ કરે છે. ઇન-કાર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ્ડ નકશા છે જેમાં રૂટ પ્લાનિંગ અને સલાહની સુવિધા હોય છે જે ઉપગ્રહની મદદથી વપરાશકારના ઠેકાણા પર નજર રાખે છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ઝૂમિંગ ઇનથી એક અથવા વધુ સુવિધા મળે છે જેમકેઃ
- વધુ વિગતોવાળા એકથી વધુ નકશા મેળવી શકાય છે
- પિક્સલને મોટા કર્યા વગર તે જ નકશાને મોટા કરી શકાય છે, આમ નકશાની ઓછી વિગતવાળી આવૃત્તિની તુલનાએ ઓછી માહિતી દૂર કરવીને વધુ માહિતી મેળવી શકાય છે.
- તે જ નકશાને પિક્સેલને મોટા કરીને (પિક્સલના લંબચોરસ બદલીને) મોટો બનાવવામાં આવે તો વધારાની માહિતી મળતી નથી પરંતુ દ્રષ્ટિની ગુણવત્તાને આધારે વધુ વિગતો જોઇ શકાય છે. જો કમ્પ્યુટર ડિસપ્લે, નજીકના પિક્સલને જો વાસ્તવિક રીતે અલગ પાડી શકતું ન હોય પરંતુ તેના સ્થાને ઓવરલેપિંગ કરતું હોય (આ બાબત એલસીડીને લાગુ પડતી નથી પરંતુ કેથોડ રે ટ્યુબને લાગુ પડી શકે છે) તો પિક્સેલને પિક્સલના લંબચોરસ દ્વારા બદલવાથી વધુ માહિતી દર્શાવે છે. આ પદ્ધતિમાં ફેરફારને ઇન્ટપોલેશન કહેવાય છે.
ઉદાહરણ તરીકે:
- (2) પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ)(PDF) ફાઇલ અથવા વેક્ટર ગ્રાફિક્સ આધારિત અન્ય ફોર્મેટને લાગુ પડે છે. ફાઇલમાં રહેલી માહિતીની વિગતોમાં વધારો મર્યાદિત છેઃ વક્રરેખાને મોટી કરવાથી સીધી રેખા, વર્તુળના ચાપ અથવા સ્પ્લાઇન જેવી પ્રમાણભૂત ભૌમિતિક આકૃતિઓની શ્રેણી બને છે.
- (2) શબ્દોને અને (3) જંગલ અથવા ઇમારતો જેવી નકશાની વિગતોની આઉટલાઇનને લાગુ પડી શકે છે
- (1) વધુ વિગત માટે લેબલ દર્શાવતા શબ્દોને લાગુ પડે છે, જ્યારે (2) બાકીની ઇમેજને લાગુ પડે છે. ઝૂમ ઇન કરીએ છીએ ત્યારે શબ્દો મોટા થતા નથી. તેવી જ રીતે બેવડી રેખા દ્વારા દર્શાવેલા રસ્તા જ્યારે ઝૂમ ઇન કરીએ ત્યારે વધુ પહોળા થાય કે ના પણ થાય.
- નકશા લેયર પણ ધરાવે છે જે આંશિક રોસ્ટર ગ્રાફિક અને આંશિક વેક્ટર ગ્રાફિકસ છે. એક રોસ્ટર ગ્રાફિકસ ઇમેજ માટે (2) ત્યાં સુધી લાગુ પડે છે કે જ્યાં સુધી ઇમેજ ફાઇલના પિક્સેલ ડિસપ્લેના પિક્સેલ સુધી સુસંગત ના થાય, ત્યાર બાદ (3) લાગુ પડે છે.
આ પણ જુઓઃ વેબપેજ (ગ્રાફિક્સ), પીડીએફ (PDF) (લેયર), મેપક્વેસ્ટ, ગૂગલ મેપ્સ, ગૂગલ અર્થ, ઓપનસ્ટ્રીટમેપ અથવા યાહુ! મેપ્સ.
પરંપરાગત ચિહ્નો
ફેરફાર કરોનકશામાં દર્શાવવામાં આવેલી વિવિધ વિગતો પરંપરાગત સંકેત અથવા ચિહ્નો દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે રસ્તાઓના વર્ગીકરણ માટે રંગનો ઉપયોગ થઇ શકે છે. આ સંકેતોને નકશાના ખાલી રહેલા ભાગમાં અથવા અલગથી પ્રસિદ્ધ કરેલી લાક્ષણિકતા યાદીમાં સમજાવવામાં આવે છે.[૧]
લેબલિંગ
ફેરફાર કરોસ્થાન અંગેની માહિતી અસરકારક રીતે આપવા નદીઓ, તળાવો અને શહેરો જેવી માહિતીને લેબલ આપવા જરૂરી બને છે. માનચિત્રકારોએ સદીઓના અનુભવ બાદ એકદમ ગીચ નકશામાં પણ નામ મુકવાની કળા વિકસાવી છે. લેબની સંખ્યા અને નકશાની ગીચતા જેમ વધે તેમ શબ્દ અથવા નામ મુકવાની કામગીરી ગણિતની દ્રષ્ટિએ વધુ જટીલ બને છે. શબ્દો મુકવાની કામગીરી ઘણો સમય અને શ્રમ માગી લે તેવી છે માટે માનચિત્રકારો અને જીઆઇએસ (GIS) ઉપયોગકર્તાઓએ આ પ્રક્રિયા સરળ બનાવવા ઓટોમેટિક લેબલ પ્લેસમેન્ટની સુવિધા વિકસાવી છે.[૨][૩]
બિન ભૌગોલિક અવકાશી નકશા
ફેરફાર કરોસૌર મંડળ અને તારા નકશા જેવા અન્ય વિશ્ચશાસ્ત્રના નકશા અસ્તિત્વમાં છે. વધુમાં ચંદ્ર અને અન્ય ગ્રહ જેવા ઉપગ્રહના નકશા તકનિકી દ્રષ્ટિએ ભૌ ગોલિક નકશા નથી.
બિન અવકાશી નકશા
ફેરફાર કરોગેન્ટ ચાર્ટ જેવા ઘણા ચિત્રો વસ્તુઓ વચ્ચેનો તાર્કિક સંબંધ દર્શાવે છે અને સહેજ પણ સ્થાન સંબંધ દર્શાવતા નથી.
ઘણા નકશા ટોપોલોજીકલ પ્રકારના હોય છે અને અંતરનું સહેજ પણ મહત્ત્વ હોતું નથી અને માત્ર કનેક્ટિવિટી જ નોંધપાત્ર હોય છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- જનરલ
- નકશાની ડિઝાઇન અને પ્રકાર
- આધુનિક નકશા
- નકશાની સેન્સરશિપ
- ગુગલ નકશાઓ (મેપ્સ)
- જાપાની નકશા પ્રતીક
- ઓનલાઇન મેપ સર્વિસની યાદી
- મેપક્વેસ્ટ
- યુકે અને આયર્લેન્ડના નકશા
- અમેરિકાના નકશા
- નાસા વર્લ્ડ વાઇન્ડ
- ઓર્થોફોટોમેપ- ઓર્થોફોટોગ્રાફી દ્વારા તૈયાર કરાયેલો નકશો
- એબીમેપ્સ
- નકશાનો ઇતિહાસ
- શરૂઆતના વિશ્વ નકશા
- બ્રિટીશ રેલવે નેટવર્કના નકશા સહિતના જ્યોર્જ બ્રાડશો સૌપ્રથમ 1839માં પ્રસિદ્ધ થયા હતા.
- માનચિત્રકલાનો ઇતિહાસ
- માનચિત્રકારોની યાદી
- ઓર્ડનન્સ સર્વેક્ષણો યુકે મેપ એજન્સી
- સેનબોર્ન નકશા -વિગતવાર અમેરિકન આગ વીમા નકશા
- સંબંધિત વિષયો
નોંધ
ફેરફાર કરો- ↑ ઓર્ડનન્સ સર્વેક્ષણો, એક્સપ્લોરર મેપ સિમ્બોલ્સ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૪ ના રોજ વેબેક મશિન; સ્વિસટોપો, પરંપરાગત ચિહ્નો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન; યુનાઇટેડ સ્ટેટ જીયોલોજીકલ સર્વેક્ષણો, ટોપોગ્રાફી નકશાના ચિહ્નો સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૧ ના રોજ વેબેક મશિન.
- ↑ ઇહોફ, ઇ., “ડાઇ એનોરબડંગ જક નમેન ઇન ડર કાર્ટે,” અનોરી ઇન્ટરનેશનલ ડી કાર્ટોગ્રાફી II, ઓરેલ-ફુસલી વર્લાન્ગ, ઝુરિચ 93-129, 1962.
- ↑ ફ્રીમેન, એચ.,, મેપ ડેટા પ્રોસેસિંગ એન્ડ એનોટેશન પ્લોબ્લેમ, પ્રોક. ઇમેજ એનાલિસિસ પર ત્રીજી સ્કેન્ડિનેવિયન પરિષદ, ચાર્ટવેલ-બ્રાટ લિમિટેડ. કોપનહેગન, 1983.
સંદર્ભો
ફેરફાર કરો- ડેવિડ ભુઝરેટ, ઇડી., ' મોનાર્ક્સ, મિનિસ્ટર્સ એન્ડ મેપ્સ: પ્રારંભિક આધુનિક યુરોપના સમયમાં વહીવટના સાધન તરીકે માનચિત્રકલાનો ઉદભવ શિકાગો: યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ, 1992, ISBN 0-226-07987-2
- ડેનિસ ઇ. કોસગ્રો (ઇડી.) મેપિંગ્સ . રીએક્શન બૂક્સ, 1999 ISBN 1-86189-021-4
- ફ્રીમેન, હર્બર્ટ, ઓટોમેટિક કાર્ટોગ્રાફિક ટેક્સ્ટ પ્લેસમેન્ટ. સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન વ્હાઇટ પેપર
- એહ્ન, જે. અને ફ્રીમેન, એચ., “એ પ્રોગ્રામ પોર ઓટોમેટિક નેમ પ્લેસમેન્ટ,” પ્રોક. ઓટો-કાર્ટો 6, ઓટાવા, 1983. 444-455.
- ફ્રીમેન, એચ., “કમ્પ્યુટર નેમ પ્લેસમેન્ટ,” સીએચ. 29, ભૌગોલિક માહિતી વ્યવસ્થામાં, 1, ડી. જે. મેગ્યુર, એમ.એફ. ગૂડચાઇલ્ડ, અને ડી. ડબલ્યુ. રહાઇન્ડ, જોન વીલી, ન્યૂ યોર્ક, 1991, 449-460.
- માર્ક મોન્મોનીયર, હાઉ ટુ લાઇ વીથ મેપ્સ , ISBN 0-226-53421-9
- ઓ'કોન્નોર, જે.જે. અને ઇ.એફ. રોબર્ટસન, માનચિત્રકલાનો ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન . સ્કોટલેન્ડ : સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટી, 2002.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ભૂગોળ અને નકશા, સચિત્ર માર્ગદર્શક, U.S. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના સ્ટાફ દ્વારા
- હરગ્રેટ લાઇબ્રેરી કલેકશનના ઐતિહાસિક નકશા
હરગ્રેટ લાઇબ્રેરી કલેકશનના ઐતિહાસિક નકશા સંગ્રહિત ૨૦૦૫-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન (યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા) - 1000થી વધુ નકશાની માહિતી મેળવો, ઇ. સ. 1544 જેટલા જૂના ડીજેવુ ફોર્મે; ફ્રી પ્લગઇન અથવા જાવાની જરૂર
- નકશા ઇતિહાસ પ્રોજેક્ટ - યુનિવર્સિટી ઓફ ઓરેગોન
- નકશાનું માનચિત્રણ લિયોનલ પિન્કસ અને પ્રિન્સેસ ફિર્યાલ મેપ ડિવિઝન, ન્યૂ યોર્ક પબ્લિક લાઇબ્રેરી
- ઓનલાઇન મેપ કલેકશન લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ખાતે
- જોહ્ન. એચ. ડબલ્યુ. સ્ટકનબર્ગ મેપ ડિઝીટલ કલેકશન, ગેટ્ટીસબર્ગ કોલેજ ખાતે