વિનુ માંકડ

ભારતીય ક્રિકેટ ખેલાડી

વિનુ માંકડ (English: Vinoo Mankad) (૧૨ એપ્રિલ ૧૯૧૭ – ૨૧ ઓગસ્ટ, ૧૯૭૮) એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.

વિનુ માંકડ
Vinoo Mankad 1996 stamp of India.jpg
જન્મ૧૨ એપ્રિલ ૧૯૧૭ Edit this on Wikidata
જામનગર Edit this on Wikidata
મૃત્યુ૨૧ ઓગસ્ટ ૧૯૭૮ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata

એમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હતી. તેમણે ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે બીજાં ૫૨ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય.[૧]

સંદર્ભોફેરફાર કરો

  1. Frindall, Bill (૨૦૦૯). Ask Bearders. BBC Books. પૃષ્ઠ 131–132. ISBN 978-1-84607-880-4. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો