એપ્રિલ ૧૨
તારીખ
૧૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
- ૧૯૬૧ – યુરિ ગાગારિન (Yuri Gagarin), બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃ'વસ્તોક ૧'(Vostok 1).
- ૧૯૮૧ – અવકાશ યાનનું (Space Shuttle) પ્રથમ પ્રક્ષેપણ : મિશન ('STS-1') પર કોલંબિયા (Columbia)નું પ્રક્ષેપણ.
જન્મ
ફેરફાર કરો- ૫૯૯ ઇ.પૂ. – મહાવીર સ્વામી, જૈન ધર્મનાં ૨૪માં તિર્થંકર. (અ. ૫૨૭ ઇ.પૂ.)
- ૧૪૮૨ – રાણા સાંગા, મેવાડના સિસોદીયા વંશના રાજા. (અ. ૧૫૨૮)
- ૧૮૮૫ – રાખલદાસ બેનર્જી, ભારતીય પુરાતત્ત્વવિદ અને સંગ્રહાલય નિષ્ણાત, મોહેં-જો-દડોના શોધકર્તા. (અ. ૧૯૩૦)
- ૧૯૧૬ – હીરા પાઠક, ગુજરાતી કવયિત્રી અને વિવેચક. (અ. ૧૯૯૫)
- ૧૯૧૭ – વિનુ માંકડ, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૭૮)
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૬ – ડૉ.રાજકુમાર, કન્નડ ભાષી ચલચિત્ર અભિનેતા અને ગાયક.(જ. ૧૯૨૯)
- ૨૦૧૮ – બ્રીજ ભુષણ કાબરા, ભારતીય સંગીતકાર (જ. ૧૯૩૭)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડ્ડયન દિવસ (en:International Day of Human Space Flight) યુરી ગાગરિન દ્વારા પ્રથમ સમાનવ અવકાશયાત્રાની આંતરરાષ્ટ્રીય ઉજવણી.