વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટર

વિરાટ કોહલી (audio speaker iconઉચ્ચાર  (જન્મ: ૫ નવેમ્બર ૧૯૮૮) ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે. તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે,[૨] ESPNની યાદી મુજબ કોહલીને ૨૦૧૬નો ૮મો સૌથી લોકપ્રિય ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.[૩] તે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને ૨૦૧૩થી ટીમનો કપ્તાન છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી પ્રો કબડ્ડીના ઉદ્ધાટન વખતે, જૂન ૨૦૧૬
અંગત માહિતી
પુરું નામવિરાટ કોહલી
જન્મ૧૧ મે ૧૯૮૮
દિલ્હી, ભારત
હુલામણું નામચીકુ[૧], કિંગ ઑફ ક્રિકેટ(ક્રિકેટનો મહારાજા), રન મશીન.
ઉંચાઇ5 ft 9 in (1.75 m)
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી મધ્યમ ઝડપી
ભાગબેટ્સમેન, ભારતીય કપ્તાન
વેબસાઇટwww.viratkohli.club
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap 269)૨૦ જૂન ૨૦૧૧ v વેસ્ટ ઇન્ડિઝ
છેલ્લી ટેસ્ટ2-6 સપ્ટેમ્બર 2021 v ઇંગલેન્ડ
ODI debut (cap 175)૧૮ ઓગસ્ટ ૨૦૦૮ v શ્રી લંકા
છેલ્લી એકદિવસીય28 માર્ચ 2021 v ઇંગલેન્ડ
એકદિવસીય શર્ટ ક્રમાંક18
T20I debut (cap 31)12 જૂને 2010 v ઝિમ્બાબ્વે
છેલ્લી T20I20 માર્ચ 2021 v ઇંગલેન્ડ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૨૦૦૬–હાલ પર્યંતદિલ્હી
૨૦૦૮–હાલ પર્યંતરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (squad no. 18)
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એકદિવસીય ટી૨૦ પ્રથમ કક્ષા
મેચ 66 208 57 85
નોંધાવેલા રન 5554 9588 1983 6458
બેટિંગ સરેરાશ 53.40 58.11 50.85 51.66
૧૦૦/૫૦ 27/16 43/46 0/18 27/22
ઉચ્ચ સ્કોર 254* 183 90* 211
નાંખેલા બોલ 163 641 146 618
વિકેટો 0 4 4 3
બોલીંગ સરેરાશ 166.25 49.50 108.00
ઇનિંગમાં ૫ વિકેટો 0 0 0 0
મેચમાં ૧૦ વિકેટો 0 0 0 0
શ્રેષ્ઠ બોલીંગ n/a 1/15 1/13 1/19
કેચ/સ્ટમ્પિંગ 50/– 85/– 21/– 81/–
Source: ESPNcricinfo, 25 માર્ચ 2018

દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા, કોહલીએ 2006 માં પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યા પછી વિવિધ વય જૂથ સ્તરોમાં શહેરની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે મલેશિયામાં 2008 ના અંડર -19 વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો અને થોડા મહિનાઓ બાદ, 19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યો હતો, ત્યારબાદ ટૂંક સમયમાં તેણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમ નો તે ભાગ હતો. તેણે 2011 માં પોતાની ટેસ્ટ કારકીર્દિની શરૂઆત કરી હતી અને 2013 માં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદીઓ સાથે "વનડે સ્પેશિયાલિસ્ટ" ના ટેગને ઉતારી દીધો હતો. 2013 માં પ્રથમ વખત વનડે બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આઈ.સી.સી. ટ્વેન્ટી 20 ફોર્મેટમાં પણ તેણે સફળતા મેળવી અને આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી (2014 અને 2016) ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેંટની ટ્રોફી જીતી. 2014 માં, તે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે ટી 20 બેટ્સમેન બન્યો હતો અને તે 2017 સુધી સતત ત્રણ વર્ષ સુધી પોઝિશન ધરાવતો હતો અને વર્તમાનમાં ફેબ્રુઆરી 2018માં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. ઓક્ટોબર 2017 થી તે વન ડે આઈસીસી રેન્કિંગ માં પણ ટોચનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમાંકનો ટેસ્ટ બેટ્સમેન છે.

કોહલીની વર્ષ 2012 માં વન-ડે ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 2014 માં મહેન્દ્રસિંહ ધોનીની ટેસ્ટ નિવૃત્તિ પછી ટેસ્ટ કપ્તાની આપવામાં આવી હતી. 2017 ની શરૂઆતમાં તે મર્યાદિત ઓવરનો કેપ્ટન બન્યો હતો અને ધોની કપ્તાનપદ પરથી નીકળી ગયો હતો. વનડેમાં, કોહલીએ વન ડે માં સચિન તેંડુલકર બાદ બીજા નંબરે સૌથી વધારે 35 સદીઓ ફટકારેલી છે.કોહલીએ સૌથી વધુ ઝડપી વન-ડે સદી સહિત અનેક ભારતીય બેટિંગ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં 5000 રન કરનાર સૌથી ઝડપી બેટ્સમેન અને સૌથી ઝડપી 10 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સામેલ છે. તે ચેઝ કરવામાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો વિશ્વરેકોર્ડ ધરાવે છે. વિશ્વનો તે માત્ર બીજો બેટ્સમેન છે,કે જેણે સતત ચાર કેલેન્ડર વર્ષોમાં 1,000 કે તેથી વધુ વનડે રન કર્યા હોય. આઇસીસી ના ટી -20 વર્લ્ડ રેકોર્ડ્સમાં તે સૌથી ઝડપી 1000 રન , સૌથી વધુ અર્ધસદી અને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન વગેરે રેકોર્ડસ ધરાવે છે. તે વિશ્વ ટ્વેન્ટી 20 અને આઈપીએલની એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રનના રેકોર્ડ ધરાવે છે. આઈસીસી રેંકિંગમાં વનડે (909 પોઈન્ટ) અને ટી 20 (897 પોઇન્ટ્સ) માં ભારતીય બેટ્સમેન માટે પણ તે સૌથી વધુ ઐતિહાસિક રેટિંગ પોઈન્ટ ધરાવે છે. ટેસ્ટમાં માત્ર સુનિલ ગાવસ્કરથી પાછળ છે અને 912 પોઇન્ટ સાથે બીજા સૌથી વધારે ભારત માટે ઐતિહાસિક રેટિંગ્સ ધરાવે છે. ઇતિહાસમાં તે એકમાત્ર બેટ્સમેન છે, જે ટેસ્ટ મેચો ઓડીઆઈ મેચો અને ટી 20 મેચોમાં એક સાથે 50 કરતા વધારે સરેરાશ( એવરેજ) ધરાવે છે.

કોહલીને 2016 માં વર્લ્ડમાં વિસ્ડન લીડિંગ ક્રિકેટર, આઈસીસી વર્લ્ડ ક્રિકેટર ઓફ ધ યર 2017, આઇસીસી વનડે પ્લેયર ઓફ ધ યર 2012 અને 2017 માં, અને બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર 2011-12, 2014-15 અને 2015-16 વગેરે એવોર્ડસ મળ્યા છે . 2013 માં, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2017 માં સ્પોર્ટ્સ કેટેગરી હેઠળ પદ્મશ્રી એવોર્ડ તેને એનાયત કરવામાં આવ્યો હતો. તેની ક્રિકેટ કારકિર્દીની સાથે, કોહલી આઇએસએલમાં એફસી ગોવાની માલિકી ધરાવે છે, આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી યુએઇ રોયલ્સ અને પીડબલ્યુએલ ટીમ બેંગલુરુ યોધાસની માલિકી પણ તે ધરાવે છે. તેની પાસે અન્ય બિઝનેસ સાહસો અને 20 થી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે; 2016 માં તેની બ્રાન્ડ વેલ્યુ $ 92 મિલિયન હોવાનો અંદાજ હતો, જે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ્સની યાદીમાં બીજુ સ્થાન છે.

પુરસ્કાર ફેરફાર કરો

  • આઈસીસી વન-ડે પ્લેયર ઓફ ધ યર : ૨૦૧૨[૫]
  • આઇસીસી વર્લ્ડ વન-ડે XI: ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬
  • બીસીસીઆઇ થી વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, પોલી ઉમરીગર એવોર્ડ : ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬
  • અર્જુન એવોર્ડ: ૨૦૧૩[૬]
  • સિયેટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર : ૨૦૧૧-૧૨, ૨૦૧૩-૧૪[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Kohli will take Indian cricket places". Rediff. મેળવેલ ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.
  2. *"ICC World Twenty20: Virat Kohli best batsman in the world, says Sunil Gavaskar". India Today. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૬.
  3. "ESPN's World Fame 100". ESPN. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૬.
  4. પદ્મશ્રી એવોર્ડ 2017[૧]
  5. "Virat Kohli named ICC ODI Cricketer of the Year - Times of India". The Times of India. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૭.
  6. NDTVSports.com. "Arjuna Award for Virat Kohli, PV Sindhu; Ronjan Sodhi gets Khel Ratna – NDTV Sports". NDTVSports.com. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૭.
  7. "Virat Kohli wins Ceat Cricketer of the Year award | Latest News & Updates at Daily News & Analysis". dna (અંગ્રેજીમાં). ૨ જૂન ૨૦૧૪. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૭.