વિલુપ્ત જાતિ
પ્રજાતિ જે અંત થવાની અણી પર છે
જીવવિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાનમાં, વિલુપ્ત એટલે સજીવ કે સજીવના સમૂહનો અંત, સામાન્ય રીતે એ પ્રજાતિનો અંત. વિનાશની ક્ષણ ત્યારે આવે છે જ્યારે એ પ્રજાતિના છેલ્લા એકમાત્ર જીવિત સભ્યનું અવસાન કે નાશ થાય છે. જો કે એ પ્રજાતિની પ્રજોપ્તિ અને બચાવની તકો તો આની બહુ જ પહેલાં સમાપ્ત થઈ ચૂકી હોય છે. કારણ કે, જે તે પ્રજાતિનો સંભાવ્ય વિસ્તાર ઘણો જ વિશાળ હોય શકે છે, આથી આ ક્ષણનો નિશ્ચય કરવો ઘણું જ અઘરું પડે, એટલે સામાન્ય રીતે આ નિર્ણય પશ્ચાદ્વર્તી અસરથી કરવાનો રહે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |