ઇડર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૫૫:
* રણમલ ચોકી 
* ભુરાબાવાની ગુફા 
*Laloda
 
આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું ''શ્રીમદ રાજચન્દ્ર વિહાર'' નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે. શહેરમાં અનેકો મંદિરો જોવાલાયક છે. સાથે ઇડર ઘાંટી ઉતરતા પૌરાણિક વાવ આવેલી છે. રાણીના સ્નાન માટે બનાવવામાં આવેલું રાણી તળાવ આવેલું છે જ્યાં હાલ મધ્યમાં જૈન મંદિર બનેલું છે. મંદિરની પાછળ પાંજરાપોળ જોવાલાયક છે. આ ઉપરાંત ઇડરમાં આશરે ૮થી ૧૦ હજાર વર્ષ જૂના શીલાચૈત્રી ગુફાના અવશેષો પણ જોવાલાયક છે. જે સાપવાડા, લાલોડા, ગંભીરપુરામાં આવેલા છે. શહેરની વચ્ચે આવેલો ટાવર શહેરની શોભા વધારે છે જે જોવાલાયક છે. ટાવરની બાજુમાંથી જઈએ તો લાકડાનું રામકડાં બજાર આવેલું જે ઇડરને આગવી ઓળખ અપાવે છે. ઇડરમાં આવેલા શીલા ઉદ્યાન અને આયુર્વેદ વનની મુલાકાત હર કોઈ અવશ્ય કરે છે. શહેરમાં આવેલી ૧૩૦ વર્ષ ઉપર જૂની ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ પણ જોવા લાયક છે, જ્યાં ઉમાશઁકર જોશી તેમજ પન્નાલાલ પટેલ અભ્યાસ કરી ચુક્યા છે. સદાતપુરામાં આવેલ અરવિંદ ત્રિવેદીનું મકાન જ્યાં તે અવારનવાર આવતા જતા હોય છે. ઇડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ ''બાળ-ગંગા'' નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે. સાથે ગોધમજીમાં સદ્દગુરુનું સ્થાન અને ત્યાંથી સાબલી જઈએ ત્યાં મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક છે.
"https://gu.wikipedia.org/wiki/ઇડર" થી મેળવેલ