ખાંટ રાજપૂત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ખોટી જાણકારી
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ખોટી જાણકારી
ટેગ્સ: Replaced Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
 
== ઇતિહાસ ==
 
બીજા એક કથન મુજબ મહંમદ ગઝની ભારતની ૧૬મી સવારીએ [[સોમનાથ]]ના મંદિર પર હુમલો કરીને મંદિરની સંપત્તિ લુંટી અને ત્યા પોતાનો સુબો મુકીને ગઝની પરત ગયો હતો. આ સુબો આસપાસના ગામો પર ખુબ જ અત્યાચાર કરતો હતો. જેની ખબર લાઠીના રાજા ભીમસિંહ ગોહિલના બાવીસ વર્ષના પુત્ર [[હમીરજી ગોહિલ]]<nowiki/>ને પડતા સંવત ૧૪૭૦ (ઇ.સ. ૧૪૧૪)માં હમિરસિંહ ગોહિલ બસ્સો યુવાન સૈનિકોને લઇને સોમનાથની સખાતે જઈ રહ્યા હતા. રસ્તામાં વેગડા ભીલ નામના એક ભીલ સરદારના ગામની નજીક રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે વેગડાજીએ કહ્યુ કે કુંવારા યુવાનો યુદ્ધમાં જાય એ તો અપશુકન કહેવાય. આથી હમિરસિંહ ગોહિલ અને તેમના અનુગામીઓએ ભીલ કન્યાઓ સાથે ગાંધર્વ વિધીથી લગ્ન કર્યા અને સોમનાથના યુદ્ધમાં હમિરસિંહ અને વેગડાજીના સંયુક્ત સૈન્યએ હુમલો કર્યો અને ગુજરાતી શબ્દ ''ખાંટ્યા'' એટલે કે જીત્યા તે ઉપરથી ''ખાંટ'' કહેવાયા.
 
તેઓના પ્રખ્યાત સરદારોમાં જેસિંગ મેર, સોનાંગ મેર, ધાંધલ ખાંટ (સોનાંગ મેરના પુત્ર કે જેમણે [[ધંધુકા]] વસાવ્યુ હતું), પાતલ ખાટ (જેમણે [[પેટલાદ]] વસાવ્યુ હતુ), વીરોજી ખાંટ, ખીમોજી ખાંટ, મેપાજી મકવાણા, ભાયાજી મેર વગેરે હતા. તેમના સરદારો ''મેર'' તરિકે ઓળખાયા હતા જે જુના ગુજરાતી શબ્દ ''મ્હેર'' પરથી લેવાયો છે જેનો અર્થ ''હારની અંદર સૌથી મોટો હીરો'' એવો થાય છે.
 
== સંદર્ભ ==