સામાજિક વિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડી
નાનું Inserted link.
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સામાજિક વિજ્ઞાન''' અથવા '''સમાજવિદ્યા''' એ [[વિજ્ઞાન]]ની એક શાખા છે, જેમાં મુખ્યત્વે 'માનવસમાજ અને માનવસબંધો'નો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર, [[સમાજશાસ્ત્ર]], [[મનોવિજ્ઞાન]], રાજ્યશાસ્ત્ર, [[ભૂગોળ]], [[ઇતિહાસ]], [[સામાજિક મનોવિજ્ઞાન]] વગેરેનો સમાવેશ થાય છે.<ref name="જાની૨૦૦૭">{{cite encyclopedia|last=[[ગૌરાંગ જાની]]|first=ગૌરાંગડો.|title=સમાજવિદ્યા|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|year=2000|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|edition=પ્રથમ|volume=ખંડ ૨૨ (સ – સા)|publication-location=અમદાવાદ|page=૨૨૩–૨૨૪|oclc=213511854}}</ref>
 
પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. સામાજિક વિજ્ઞાનના ઉદભવ પાછળ ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને લીધે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપને કારણે ત્રીજા વિશ્વના દેશોમાં આવેલાં અનેકવિધ પરિવર્તનો વગેરે પરિબળોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સામાજિક વિજ્ઞાનના વિકાસ પહેલાં સમાજ અને માનવસંબંધો અંગે ધર્મશાત્રો અને તત્ત્વજ્ઞાનનાં મંતવ્યો મહત્ત્વના ગણાતાં હતાં, પરંતુ સામાજિક વિજ્ઞાનોએ પોતપોતાના ક્ષેત્રમાં સમાજની પરિસ્થિતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાનો અભ્યાસ કર્યો અને એમાં નિરીક્ષણ જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસપદ્ધતિનો તર્ક અપનાવ્યો.<ref name="જાની૨૦૦૭"/>