વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
B.dadhaniya (talk)એ કરેલો ફેરફાર 137123 પાછો વાળ્યો. copied from http://www.gurjari.net/details_print.php?id=1736
લીટી ૧:
{{stub}}
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ માન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
 
પ્રાચીનકાળથી વૈદિક દેવ વિષ્‍ણુની ઉપાસના થતી આવી છે. ભાગવત ધર્મમાં વિષ્‍ણુ, નારાયણ અને વાસુદેવ એક જ ગણાયા છે. વિષ્‍ણુના અનુયાયીઓ વૈષ્‍ણવો કહેવાયા. પરંતુ કાળક્રમે વિષ્‍ણુના અવતાર મનાતા વાસુદેવ કૃષ્‍ણની આરાધના થવા માંડી. છેવટે કૃષ્‍ણને જ સર્વસ્વ માની વૈષ્‍ણવ સંપ્રદાયનો ભક્તિમાર્ગ પૂર્ણતઃ વિકાસ પામ્યો. વૈષ્‍ણવ સંપ્રદાય ગુજરાતમાં મહદ્ અંશે વલ્લભાચાર્યના સંપ્રદાયથી ઓળખાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં આજે પણ જેનો વિશાળ અનુયાયીવર્ગ છે તે ‘પુષ્ટિમાર્ગ‘ના સ્થાપક, અગ્નિના અવતાર મનાતા વલ્લભાચાર્યનો જન્મ આંધ્ર પ્રદેશના કાંકર પરગણામાં એક નાનકડા પર્વત પાસે હાલ નષ્‍ટ થયેલા નાના ગામડામાં ઈ. ૧૪૭૯માં એટલે કે વિ. સં. ૧૫૩૫ના ચૈત્ર વદી ૧૧ને રોજ રાત્રિની ૬ ઘડી અને ૪૪ પળના શુભમુહૂર્તે થયો. પિતા લક્ષ્‍મણ ભટ્ટ અને માતા તે વિજયનગર (વિદ્યાનગર)ના રાજાના પુરોહિતની પુત્રી યલ્લમાગારુ. તે દંપતીએ ૧૦૦ સોમયજ્ઞ પૂરા થતાં કાશીમાં જઈ સવાલક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. લક્ષ્‍મણ ભટ્ટને પ્રબળ શ્રદ્ધા હતી કે આ સોમયજ્ઞ પૂરા થતા હોઈ કુળમાં અવશ્ય દેવાંશી પુરુષનો જન્મ થશે.
કાશીમાં યવનોનો ત્રાસ હોવાથી વતન પાછા ફરતાં સગર્ભા યલ્લમાગારુને મહાનદીના કિનારાના પ્રદેશમાં ચંપારણ્યમાં સાતમા અધૂરા માસે પુત્રજન્મ થયો. જન્મસમયે બાળક નિશ્ચેતન હોવાથી મૃત માનીને શમીવૃક્ષની બખોલમાં મૂકી દીધો. સવારે બાલકને વૃક્ષની બખોલમાં હર્ષથી રમતો જોઈ માતાના આનંદની કોઈ સીમા ન રહી. ત્યાંથી વતન પહોંચી લક્ષ્‍મણ ભટ્ટે યજ્ઞ અને જાતકકર્માદિ સંસ્કાર પતાવી ફરીથી કાશીનિવાસ કર્યો. બાળક વલ્લભની વય ત્યારે ચાર વર્ષની હતી. તેની પ્રતિભા આંજી નાખે તેવી હતી. એમની બુદ્ધિપ્રભા સૌ કોઈને આકર્ષતી હતી. પાંચ વર્ષ અને ત્રણ મહિને પિતાએ અક્ષરારંભ કરાવ્યો. પોતાનો પુત્ર દેવાંશી હોવાની પરમ શ્રદ્ધાએ સાતમે કે આઠમે વર્ષે યજ્ઞોપવીતસંસ્કાર કરવાને બદલે પાંચમે વર્ષે ઉપવીતસંસ્કાર કરાવ્યો. સાતમે વર્ષે પિતાએ વલ્લભને ગોપાલમંત્રની દીક્ષા આપી. કાશીમાં વલ્લભને અનેક સંતો-વિદ્વાનો સાથે પરિચય થયો. વેદ, વેદાંગ, ગીતા, ભાગવત્ ઇત્યાદી ગ્રન્થોના મનનથી એમની વિચારશક્તિ સંપૂર્ણતાઃ ખીલી.
વિ. સં. ૧૫૫૦માં લક્ષ્‍મણ ભટ્ટ સકુટુંબ યાત્રાએ નીકળ્યા ત્યારે ચૈત્ર વદ નોમને દિવસે તે અક્ષરધામ પધારી ગયા. વલ્લભાચાર્યની ઉમર ત્યારે ૧૬ વર્ષની વૈષ્‍ણવ અને શૈવ ઉભય સંપ્રદાયોનું ઊંડાણથી અધ્યયન કરી ભાગવતધર્મ તત્વને જનસમાજમાં પ્રચલિત કરવાની મનીષાએ, માતાની આજ્ઞા લઈ તીર્થાટને નીકળ્યા. સાદું, સદાચારીને સંયમી જીવન જીવનારા વલ્લભાચાર્યે પરિભ્રમણમાં લોકોની પ્રીતિ સંપાદન કરી હતી. પ્રવાસમાં વિરામસ્થાનોએ તેઓ ભાગવત-પારાયણ કરતા. એમણે જ્યાં જ્યાં ભાગવત-પારાયણ કરી તે સ્થાને સ્મરણરૂપ ‘બેઠક‘ રાખવામાં આવેલી છે.
પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુજીની ૮૪ બેઠકો છે જે આજે પણ પવિત્ર લેખવામાં આવે છે. વિજયનગરના રાજાએ એમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ ‘કનકાભિષેક‘ કર્યો. એમણે પ્રસ્થાપિત કરેલી વિચારણાને કારણે આચાર્ય તરીકે સર્વમાં સ્વીકૃત બન્યા. કેવલાદ્વૈતના વિદ્વાન આચાર્ય મધુસૂદન સરસ્વતી અને ચૈતન્ય પ્રભુ પણ એમને પ્રવાસ દરમિયાન મળ્યા હતા. વિ.સં.૧૫૬૩ના શ્રાવણ સુદ અગિયારસે મધ્ય રાત્રિએ એમને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો. પછી લોકોને પ્રભુના ચરણમાં આત્મનિવેદન કરાવ્યું જે ‘બ્રહ્મસંબંધ‘ તરીકે ઓળખાય છે. એમણે ગોવર્ધનધરણ કૃષ્‍ણને શ્રીનાથજી તરીકે સ્થાપ્‍યા. લગભગ ૮૧ ગ્રન્થોની એમણે સ્થાપના કરી હતી.
ભાગવતધર્મનો પ્રચાર કરી પુષ્ટિમાર્ગી સંપ્રદાયનું સ્થાપન કરનાર આ અવતારી પુરુષે વિ. સં. ૧૫૫૭ના અષાઢ સુદ બીજ-ત્રીજે મધ્યાહને બાવન વર્ષની વયે આ લોકની લીલા સમાપ્‍ત કરી. "પુષ્ટિ એટલે પોષણ અને પોષણ એટલે શ્રીહરિનો અનુગ્રહ" – આ પુષ્ટિમાર્ગનો સાદો, સરળ અર્થ છે.
 
લક્ષમણ ભટ્ટજીની પત્ની ઈલ્લમાગારૂજીએ પોતાના અધૂરા માસે જ્ન્મેલાબાળકને મૃત સમજીને એ બાળકને વૃક્ષની બખોલમાં પોતાની સાડીમાં વીંટાળીને મૂકી દીધુ અને ઉપર સૂકાપાંદડાં ઢાંકી દીધા.ચૌડા ગામમાં રાત્રીનાં મુકામ વખતે ઊંઘમાં પ્રભુની આજ્ઞાથી તેઓ જ્યાં બાળકને મૂક્યું હતું ત્યાં પાછા ફ્રર્યાં. પ્રભુનાં આ પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર વદ એકાદશી. સાલ 1535ની હતી. રવિવારના દિવસે મધ્યાંતરે થયું હતુ. આ બાળક એટલે પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.
 
અગ્યાર વર્ષની વયે આપશ્રીએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કાશીથી કરી. આપશ્રીએ ત્રણ વખત ચાલીને દેશભરમાં ભ્રમણ કરીને પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં આપે ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરીને શ્રી ભાગવતનું પારાયણ કર્યું તેને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે. આવી બેઠકો આપણા દેશમાં 84 છે. તેમાં ઘણી અપ્રગટ છે. એમાં મુખ્ય ચંપારણ્યની ગણાય છે.
 
 
આપે અષ્ટાક્ષરી મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણં મમ આપ્યો.
 
 
શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.
 
[[Category:ધાર્મિક વ્યક્તિત્વ]]