ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ઉદ્યોગ using HotCat
No edit summary
લીટી ૧૧:
==નવમો ઓટો એક્સ્પો ૨૦૦૮==
ભારતીય વાહન ઉદ્યોગના સૌથી વિશાળ નવમા ઓટો એક્સ્પોનું આયોજન (વાહન પ્રર્દશન) દિલ્હીમાં થયું હતું. ભારત દ્વીચક્રી વાહનોની ખપતમાં દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ બજાર છે. ૧૨ હજાર વર્ગમીટરમાં ઓટો એક્સ્પોનુ ભવ્ય આયોજન થયું હતુ. જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી તે ટાટા કંપનીના નેનો મોડલનુ પ્રક્ષેપણ પણ અહિં જ કર્યું હતું. આ મેળામાં ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી ૨૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આમા ૬૦ ટકા ભારતીય અને ૪૦ ટકા વિદેશી ભાગીદારી હતી. આ મેળો [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]]થી [[જાન્યુઆરી ૧૭|૧૭ જાન્યુઆરી]] ૨૦૦૮ સુધી ચાલ્યો હતો. ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગની પ્રગતિના પ્રતિક ઓટો એક્સ્પોના નવમાં સંસ્કરણમાં વિભિન્ન વર્ગોમાં ૩૦ નવા વાહનોને ઉતારવામા આવ્યાં હતાં.
 
==બારમો ઓટો એક્સ્પો ૨૦૧૪==
આ વખતે પ્રગતિ મેદાન દિલ્હીને બદલે ૧૨મો ઓટો એક્સ્પો ૫ ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી ગ્રેટર નોઇડા માં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમા [[મારુતિ સુઝુકી]] સિલૈરિયો, મારુતિ સુઝુકી વાઇએલ૭ (એ-વિન્ડ કોન્સેપ્ટ), મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટ, શેવરલે બીટ ફેસલિફ્ટ, ડેટસન ગો, હોન્ડા ઝાઝ, અને અબાર્થ પુન્ટો જેવી અનેક નવી કારોના મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા.
 
આ કારો સિવાય ઓટો એક્સ્પોમાં દર્શકો ને ટ્રમ્ફ મોટરસાઇકલ જેવા ઘણા દ્વિચક્રિ વાહનો પણ જોવા મળ્યા. દેશ-વિદેશ ના વાહનોનુ આ પ્રદર્શન જાહેર જનતા માટે ૭ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ.
 
[[શ્રેણી:ઉદ્યોગ]]