મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬૨:
 
રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે '''પ૭૧, ર૦ કે રર એપ્રિલ'''ના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે.
 
== નિકાહ ==
આપના નિકાહ પચ્ચીસ (રપ) વર્ષ બે મહીના, દસ દિવસની ઉમરે થયા, હઝરત ખદીજા (રદી.)ની ઉમર એ વખતે ચાલીસ (૪૦) વર્ષની હતી.
 
રિવાયત છે કે હઝરત ખદીજાને ૧ર ઓકિયા સોનું મહેર આપી, ( ૧, ઓકિયા ૧૧૧ ગ્રામ, ૪૭ર મી. ગ્રામ).
 
વહી પહેલાં ૧પ વરસ  અને વહી પછી  હિજરતના પૂર્વે ત્રણ વષ્ર્ા સુધી તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે રહયા, એમની વફાત થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઉમર ૪૯ વરસ, આઠ મહીનાની હતી, તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના નિખાલસ સલાહકાર અને મદદગાર હતાં.
 
== અવલાદ ==
હઝરત ખદીજા રદિ.ની કુખે નુબુવ્વત પછી એક બાળક 'કાસિમ' પેદા થયા, જેમના નામ ઉપરથી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની કુન્નિયત 'અબુલકાસિમ' પડી હતી. અને બીજા પુત્ર અબ્દુલ્લાહ પેદા થયા, એમનું જ બીજું નામ તય્યિબ હતું. એમને જ તાહિર કહેતા હતા. અમુકના મત મુજબ તય્યિબ અને તાહિર અલગ છે.
 
અને પુત્રીઓ : ઝયનબ, રૂકય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ.
 
મુહમ્મદ બિન ઇસ્હાક રહ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બધી જ અવલાદ નુબુવ્વત પૂર્વેની છે. અને પુત્રો બધા જ 'દુગ્ધાશી' એટલે કે દૂધપીવાની ઉમરે જ વફાત પામ્યા. સીરતકારોનું એક કથન એવું છે કે કાસિમ બે વરસની ઉમરે વફાત પામ્યા, એમના વિશે જ અમુકનું કહેવું છે કે સીધી સવારી પર સવાર થઈ શકે એટલી ઉમરે આપની વફાત થઈ. અલબત્ત પુત્રીઓએ ઇસ્લામનો ઝમાનો જોયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન પણ લાવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ પણ કયુઁ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે હિજરત પણ ફરમાવી. અમુકનું કહેવું છે કે અબ્દુલ્લાહ સિવાયની બધી અવલાદ નુબુવ્વત પૂર્વેની છે.
 
સૌથી મોટા પુત્ર કાસિમ, પછી તય્યિબ અને ત્યાર બાદ તાહિર.
 
પુત્રીઓમાં સૌથી મોટાં ઝયનબ, પછી રૂકય્યા. અમુકના કથન મુજબ રૂકય્યા મોટાં પછી ઝયનબ. ત્યાર બાદ ફાતિમહ અને પછી ઉમ્મે કુલ્ષૂમ. એક કથન આ પણ છે કે ફાતિમહ સહુથી નાનાં છે. '''આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ સઘળી અવલાદ હઝરત ખદીજા રદિ.ની કુખે મક્કા મુકર્રમામાં પેદા થઈ.'''
 
મદીનામાં એક સાહબઝાદા, ઇબ્રાહીમ, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ગુલામડી, મારિયહ કિબ્તીયહ રદિ.ના કુખે પેદા થયા અને મદીનામાં જ વફાત પામ્યા. સત્તર દિવસ એમની ઉમર હતી. એક કથન મુજબ સાત માસની વયે વફાત પામ્યા. એક કથન ૧૮ માસની વય હોવાનું પણ છે.
 
હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં.