અનિલ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Anil Chavda" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૭:૪૦, ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધીનાં પુનરાવર્તન

અનિલ ચાવડાએ ગુજરાત, ભારતના ગુજરાતીભાષાના લેખક, કવિ, અને કતારલેખક છે.

તેમનો જાણીતો ગઝલ સંગ્રહ સવાર લઈને (2012), જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરષ્કાર-2014 આપવામાં આવ્યો। એમને તે ઉપરાંત શાયદા એવોર્ડ 2010 (INT-Mumbai), ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને ગુજરાત સમાચાર અને સમન્વયનો રાજીવ પટેલ એવોર્ડ મળ્યો છે.ગઝલ સિવાય તેમણે કવિતાના બીજા પ્રકાર જેવાકે ગીત, અછાંદસ કવિતા અને સોનેટ પર પણ કામ કર્યું છે. એક હતી વાર્તા એ તેમની ટૂંકી વાર્તા સંગ્રહ છે. તેઓ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીઓના ઘણાં ટીવી અને રેડીઓના કાર્યક્રમોમાં આવી ગયા છે.

શરૂઆતનું જીવન

અનિલ ચાવડાનો જન્મ 10મે, 1985માં મણીબેન અને પ્રેમજીભાઈના ઘરે કરેલા (લખતર) ગામે, સુરેન્દ્રનગર જિલ્લામાં (ગુજરાત, ભારત) થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શાળાનો અભ્યાસ કરેલા પ્રાથમિક શાળા, લખતરમાં કર્યો। તેમણે 2002માં ધોરણ 10 સિદ્ધાર્થ ઉચ્ચ માધ્યમિક શાળા, વઢવાણમાં કર્યો અને ધોરણ 12એ નવસર્જન ઉચ્ચ માધ્યમિક શાળા, અમદાવાદથી કર્યો। તેમને 2005માં એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાંથી ગુજરાતી સાહિત્યમાં સ્નાતક થયા, 2007માં સરસપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજમાંથી ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતક થયા અને ચાણક્ય વિદ્યાલય અમદાવાદ થી તેમણે 2008માં ગુજરાતી સાહિત્યમાં બી.એડ કર્યું। તેમણે 2009માં  પત્રકારત્વ પર ડિપ્લોમા ભવન કોલેજમાંથી કર્યું। 2011માં તેમણે 2011માં રંજન સાથે લગ્ન કર્યા। તેમના દીકરાનું નામ અર્થ છે.

કારકિર્દી

અનિલ ચાવડાએ કોલેજના દિવસોથી કવિતાઓ લખવાની શરૂઆત કરી અને તે જાણીતા ગુજરાતી કવિઓ જેવાકે ચિનુ મોદી, આદિલ મન્સૂરી, સિતાંશુ યશાસ્ચંદ્ર, અને લાભશંકર ઠાકરથી પ્રભાવિત હતા.2004માં ગુજરાતી કવિતા જનરલ કવિલોકમાં તેમની ગઝલ પેહલી વખત પ્રકાશિત થઈ. પછી તેમના લખાણ જાણીતા ગુજરાતી સાહિત્ય સામયિકો જેવાકે ગઝલવિશ્વ, ધબક, પરિવેશ, શબ્દસૃષ્ટિ, કવિલોક,કુમાર, નવનીત સમર્પણ,પરબ, શબ્દસર અને તદાર્થયમાં પ્રકાશિત થતી રહી. 2007માં તેમની ગઝલો વીસ પંચામાં ગુજરાતી યુવા કવિઓ અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, અને ચંદ્રેશ મકવાણા સાથેના સંકલનમાં પ્રકાશિત થયો. 2014થી  તેમણે 'સંવેદના સમાજ' માસિક ગુજરાતી સામાયિકમાં અમલીકરણ સંપાદક તરીકે કામ કર્યું। 2014થી દર રવિવારે સંદેશ છાપામાં તેમની 'મનની મોસમ' લેખ નિયમિત આવે છે.

સર્જન

Kem gumshum thai gayo? Kain bol; ne aa ghav shana chhe?

Shu thayun, tadko tane vagyo? Jara zakal lagavi daun?
English Translation:
Why so silent? Say something at least, what are these wounds made of?
Did sunray hurt you? Shall I smear the dews drops?


સન્માન

 
Anil Chavda At New Delhi

2010માં ઇન્ડિયન નેશનલ થિયેટર- મુંબઈએ તેમને શાયદા એવોર્ડ આપ્યો અને ગુજરાતી સાહિત્ય એકેડેમીએ યુવા ગૌરવ પુરષ્કાર આપ્યો। તેમનો ગઝલ સંગ્રહ 'સવાર લઈને' માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખતસિંહ પરમાર ઇનામ 2012 - 2013 અને  સાહિત્ય એકેડેમી દિલ્હી દ્વારા યુવા પુરષ્કાર -2014 આપ્યો। ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત 2016માં રાવજી પટેલ એવોર્ડ તેમને મળેલો છે.

પ્રકાશિત પુસ્તકો

  • વીસ પંચા -2007 (ગઝલ સંકલન બીજા યુવા કવિઓ અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી અને ચંદ્રેશ મકવાણા સાથે)
  • સવાર લઈને - 2012 (ગઝલ સંગ્રહ)
  • એક હતી વાર્તા -2012 (ટૂંકી વાર્તાઓ)
  • મિનિગફૂલ જર્ની - 2013 (નિબંધ)
  • આંબેડકર: જીવન અને ચિંતન -2015 (આંબેડકરની આત્મકથા)

સંકલન

  • સુખ-દુઃખ મારી દ્રષ્ટિએ - 2009
  • શબ્દ સાથે મારો સબંધ (હર્ષ બ્રહ્મભટ્ટની સાથે) -2012
  • પ્રેમ વિશે (હર્ષ બ્રહ્મભટ્ટણી સાથે)- 2014 (જાણીતા કવિ અને લેખકો દ્વારા લખાયેલા લેખો)
  • આકાશ વાવનારા - 2013 (એવોર્ડના વિજેતા શિક્ષકોનો જાત અનુભવ)
  • આચરે તે આચાર્ય - 2013 (એવોર્ડ વિજેતા આચાર્યનો જાત અનુભવ)

References

  1. Chavda, Anil (2012). Savaar Laine. Ahmedabad: Navbharat Sahitya Mandir. પૃષ્ઠ 29. ISBN 978-81-8440-680-1. OCLC 843085313.