અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
== હિંદુ શાસ્ત્રોમાં અહિંસા ==
 
'''હિંદૂ શાસ્ત્રો'''ની માન્યતા પ્રમાણે "અહિંસા"નો અર્થ છે સર્વદા તથા સર્વદા (મનસા, વાચા અને કર્મણા) સૌ પ્રાણીઓ સાથે દ્રોહદ્રોહબ ન હોવો (અંહિસા સર્વથા સર્વદા સર્વભૂતાનામનભિદ્રોહ: - વ્યાસભાષ્ય, યોગસૂત્ર ૨;૩૦). અહિંસાની અંદર આ પ્રકારે સર્વકાળમાં કેવળ કર્મ અથવા વચનથી જ સહુ જીવોની સાથે દ્રોહ ન કરવાની વાત સમાવિષ્ટ નથી હોતી, પ્રત્યુત મન દ્વારા પણ દ્રોહના અભાવનો સંબંધ રહેલો છે. યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ યમ તથા નિયમ અહિંસામૂલક જ માનવામાં આવે છે. જો એના દ્વારા કોઈપણ પ્રકારની હિંસાવૃત્તિનો ઉદય થતો હોય તો સાધનાની સિદ્ધિમાં ઉપાદેય તથા ઉપકાર માનવામાં આવતા નથી. "સત્ય"નો મહિમા તથા શ્રેષ્ઠતા સર્વત્ર પ્રતિપાદિત કરવામાં આવેલો છે, પરંતુ જો ક્યાંય અહિંસા સાથે સત્યનો સંઘર્ષ થાય ત્યારે ત્યાં સત્યને વસ્તુત: સત્ય નહીં પણ સત્યાભાસ જ માનવામાં આવે છે. કોઈ વસ્તુ જેવી જોવામાં આવી હોય તથા જેવી અનુમિત હોય તેનું તેવાજ રૂપમાં વચન દ્વારા પ્રગટ કરવાને તથા મન દ્વારા સંકલ્પ કરવાને "સત્ય" કહેવામાં આવે છે, પરંતુ તે વાણી પણ બધા ભૂતોના ઉપકાર માટે પ્રવૃત્ત હોય છે, ભૂતોના ઉપઘાત માટે નહીં. આ પ્રકારે સત્યની પણ કસોટી અહિંસા જ છે. આ પ્રસંગમાં વાચસ્પતિ મિશ્રાએ "સત્યતપા" નામક તપસ્વીનાં સત્યવચનને પણ સત્યાભાસ જ માન્યાં હતાં, કેમ કે એમણે ચોરો દ્વારા પૃચ્છા કરવામાં આવતાં તે માર્ગથી જવા વાળા સાર્થ (વ્યાપારીઓનો સમૂહ)નો સાચો પરિચય આપ્યો હતો. હિંદુ શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અસ્તેય (ન ચોરવું), બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એમ પાંચેય યમ ને જાતિ, દેશ, કાળ તથા સમય વડે અનવચ્છિન્ન હોવાને કારણે સમભાવેન સાર્વભૌમ તથા મહાવ્રત કહેવામાં આવ્યાં છે, (યોગવૂત્ર ૨;૩૧) અને એમાં પણ, સહુનો આધાર મળવાથી, "અહિંસા"ને જ સૌથી અધિક મહાવ્રત કહી શકાય તેમ યોગ્યલાગે છે.
 
==અહિંસા પર જૈન દૃષ્ટિ==