કારડીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
== વ્યુત્પત્તિ ==
તેઓએ કર ચૂકવણી કરી હોવાથી ''કર'' + ''દિયા'' નો અર્થ ''કર દિયા'' પરથી ''કારડીયા'' નામ પડ્યું છે.
[[ચિત્ર:Karadiya Rajputs of Wadhwan 2014-05-06 15-52.jpg|thumb|વઢવાણ રજવાડાના કારડીયા રાજપૂત પુરુષોની છબી]]
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૬ રાજપૂત કુળો છે, જેમાંથી ડોડીયા,વૈંશ ( વાઇસ , બૈશ),ગોહિલ, દાહિમા, મોરી, ભટ્ટી, તનવર, જાદવ, કામળિયા, સિંઘવ, નિકુંભ, બારડ, પરિહાર, વગેરે કારડીયા રાજપૂત જ્ઞાતિની શાખાઓ કે પેટાજ્ઞાતિઓ છે. અપરજી ડોડીયા કારડીયા રાજપૂત હતા અને તેઓ જૂનાગઢના રા' માંડલિકના મુખ્ય સરદાર હતા. મોરી રાજપૂતોનો બાપા રાવળ સાથે સંબંધ હતો, કારણ કે તેઓ બાપા રાવળના મામાના કુટુંબમાં થતા હતા. મોરી રાજપૂતો સૌરાષ્ટ્ર, કચ્છ, [[રાજસ્થાન]] અને [[ઉત્તર પ્રદેશ]]માં જોવા મળે છે. ભટ્ટી રાજપૂતો અને જાદવ રાજપૂતો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.મહાવીર રામદેવજી મહારાજ તનવર હતા. અનંગ પાલ તનવર દિલ્હીના રાજા હતા. તનવર રાજપૂતો સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ જોવા મળે છે. સિંઘવ રાજપૂતો રાજા પુષ્પદેવ સિંઘવના વંશજો છે. નકુમ અને નિકુંભ સમાનાર્થી પ્રયોગો છે, તેઓ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળે છે. દહિમા શાખા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળે છે. પરિહાર રાજપૂતો અગ્નિવંશી રાજપૂતો છે અને પીંગળગઢ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ રામ અને લક્ષ્મણના વંશજો ગણાય છે.{{સંદર્ભ}}