અપૂર્વી ચંદેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૦:
ચંદેલાનો જન્મ 4 જાન્યુઆરી 1993 ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો. તેઓ એવા પરિવારમાંથી આવે છે જે રમતગમત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમનાં માતા બિંદુ ચંદેલા બાસ્કેટબૉલ ખેલાડી હતાં અને તેમના પિતા કુલદીપસિંહ ચંદેલા પણ રમતગમતના ઉત્સાહી છે. તેમના એક પિતરાઈ ભાઈએ અમુક સમય માટે રમતગમત ક્ષેત્રે શૂટિંગમાં ભાગ લીધો હતો. <ref>https://www.bbc.com/gujarati/india-55963344</ref>
 
શરૂઆતનાં વર્ષોમાં ચંદેલાને રમતગમત ક્ષેત્રનાં પત્રકાર બનવાની ઈચ્છા હતી પરંતુ વર્ષ 2008 માં બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભારતના શૂટર અભિનવ બિન્દ્રને ગોલ્ડ મેડલ હાંસલ કરતા જોઈને તેમને રમતક્ષેત્રે શૂટિંગ શીખવાની પ્રેરણા મળી. તેમના પિતાએ તેમને એક રાઇફલ ભેટમાં આપી હતી. <ref>https://www.bbc.com/gujarati/india-55963344</ref> શરૂઆતના દિવસોમાં જયપુરમાં શૂટિંગ રેંજ સુધી પહોંચવા માટે તેમને દરરોજ 45 મિનિટની મુસાફરી કરવી પડતી હતી. તેથી તેમનાં માતાપિતાએ ઘરમાં જ પ્રૅક્ટિસ માટે 10-મીટર ઍર રાઇફલ શૂટિંગ રેંજ ગોઠવી દીધી હતી.<ref>https://www.bbc.com/gujarati/india-55963344</ref>
ચંદેલાએ 2009માં ઑલ ઇન્ડિયા સ્કૂલ શૂટિંગ પ્રતિસ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. ડૉમેસ્ટિક શૂંટિગ પ્રતિસ્પર્ધાઓમાં તેમનું પ્રભાવી પ્રદર્શન જારી રહ્યું અને પછી તેઓ રાષ્ટ્રીય કક્ષાની સિનિયર શૂટિંગ ચૅમ્પિયનશિપમાં 2012 માં પણ વિજયી થયાં હતાં. 2012 થી 2019 વચ્ચે તેમણે રાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ્સમાં કમ સે કમ છ વખત જીત્યાં હતાં.<ref>https://www.youtube.com/watch?v=slgSzMAVvsE</ref>