વિશ્વકર્મા

આર્કિટેક્ચર હિન્દુ ભગવાન

વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે. વિશ્વકર્માને સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક માનવામાં આવે છે.

વિશ્વકર્મા

વાસ્તુના અઢાર ઉપદેશકોમાંથી વિશ્વકર્માને પ્રમુખ માનવામાં આવે છે. ઉત્તરમાં જ નહીં દક્ષિણ ભારતમાં પણ જયાં ‘મય’ના ગ્રંથોને સ્વીકૃત કરવામાં આવે છે. વિશ્વકર્માના મતમાં સહજ લોકમાન્યતા પ્રાપ્ત થાય છે. વરાહમિહિરે પણ કેટલીક જગ્યાએ તેમના મતોનો ઉલ્લેખ કર્યો છે.

દેવતાઓના શિલ્પકાર

ફેરફાર કરો

વિષ્ણુપુરાણના પહેલા અંશમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે તથા શિલ્પાવતારના રૂપમાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. આવી માન્યતા અનેક પુરાણોમાં પણ જૉવામાં આવે છે. જયારે શિલ્પગ્રંથોમાં તેમને સૃષ્ટિકર્તા માનવામાં આવ્યા છે. સ્કંદપુરાણમાં તેમને દેવભવનોના નિર્માતા કહ્યા છે. વિશ્વકર્મા શિલ્પકળામાં એટલા નિપુણ હતા કે, તેઓ જળ ઉપર માર્ગનું નિર્માણ કરી શકે છે. સૂર્યની માનવજીવનને નુકસાન કરતી જવાળાઓનો સંહાર પણ વિશ્વકર્માએ કર્યો હતો. રાજવલ્લભના વાસ્તુશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ જૉવા મળે છે. આ ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વકર્મા કંબાસૂત્ર, જલપાત્ર, પુસ્તક અને જ્ઞાનસૂત્ર ધારણ કરે છે. હંસ ઉપર બિરાજમાન, સર્વસૃષ્ટિના ધરતા, શુભ મુકુટ તથા વૃદ્ધકાય જોવામાં આવે છે.

શિલ્પગ્રંથોના નિર્માતા

ફેરફાર કરો

વિશ્વના સૌથી પ્રથમ શિલ્પગ્રંથો ‘વિશ્વકર્મીય ગ્રંથો’ માનવામાં આવે છે. વિશ્વકર્માના ગ્રંથો સૌથી જૂના માનવામાં આવે છે. જેમાં કેવળ વાસ્તુશાસ્ત્ર જ નહીં પરંતુ રથ બનાવવા, રત્નોની જાણકારી, રત્નોનો ઉપયોગ વગેરે આપવામાં આવ્યું છે. ‘વિશ્વકર્મા પ્રકાશ’ જેને વાસ્તુતંત્ર પણ કહેવામાં આવે છે. આ વિશ્વકર્માના મતોનો જીવંત ગ્રંથ છે.

ૐ વિશ્વકર્મણે સુત્રવિદ્યાધારિણે વેદાય નમઃ |