હંસ
હંસ એક લાંબી ડોકવાળું, લાંબા પગવાળું તેમ જ મોટું કદ ધરાવતું પક્ષી છે. તે આકાશમાં ઉડવા ઉપરાંત પાણીમાં તરી પણ શકે છે. આ પક્ષી દેખાવમાં અત્યંત સુંદર હોય છે. હંસનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે.
સામાન્યત: આ પક્ષીઓ નર અને માદાનું જોડું બનાવ્યા પછી સમગ્ર જીવન સાથે જ રહેતું હોય છે, પરંતુ ક્યારેક અપવાદ પણ જોવા મળે છે. અપવાદનું મુખ્ય કારણ માળો બનાવવાની નિષ્ફળતા જવાબદાર હોય છે. તે ત્રણ થી આઠની સંખ્યામાં ઇંડા મુકે છે. સામાન્ય રીતે હંસ ઋતુઓ પ્રમાણે પોતાના રહેવાની જગ્યા બદલે છે.
હિંદુ ધર્મના પુરાણો અનુસાર વિદ્યાની દેવી માતા સરસ્વતીનું વાહન હંસ છે તેમ જ તે માનસરોવરમાં રહે છે. હંસ અત્યંત વિવેકી હોય છે, તે નીર અને ક્ષીરને પણ અલગ કરી શકે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |