વિશ્વ પર્યટન દિન (અંગ્રેજી: World Tourism Day) સપ્ટેમ્બર ૨૭ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે.

વિશ્વ પર્યટન દિન
ઉજવવામાં આવે છેવિશ્વગામી
પ્રકારપર્યટન
મહત્વઆંતરરાષ્ટ્રીય સમુદાય અને પર્યટન વચ્ચેનો સેતુ
ધાર્મિક ઉજવણીઓસભા, ચર્ચા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉત્સવ, સરઘસ, પોસ્ટર
તારીખ૨૭ સપ્ટેમ્બર

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરુકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે.

ઇતિહાસ ફેરફાર કરો

દ્વિતિય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તરણ સાથે વિશ્વભરમાં પ્રવાસનક્ષેત્રમાં પણ વિસ્તરણ થયેલ છે. આ પરિસ્થિતિમાં યાત્રા સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ અને ગ્રાહક વર્ગના સંયોજનથી બન્યા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એજન્સીઓના સંગઠનની સંસ્થા ખાતે વિશ્વભરમાં પ્રવાસનો ઉપયોગ, વિકાસ અને વિસ્તરણ વિવિધ દેશો દ્વારા આર્થિક વિકાસ અને નાણાકીય આવક તેમ જ ખાસ કરીને યોગદાન બાબતે એક વિશિષ્ટ પ્રતિષ્ઠાન રચાયેલ છે. પર્યટન પ્રવૃત્તિઓ મજબૂત કરવા માટેના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર વાર્ષિક કોન્ફરન્સ સમયે આ સંસ્થા સભ્ય દેશોમાં વિવિધ મુદ્દાઓની વિગતવાર ચર્ચા-સમીક્ષા દ્વારા ખાસ યોગદાન આપે છે.

 
વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા વ્યાખ્યાયિત વિશ્વમાં ૬ પ્રવાસન ક્ષેત્રો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો