વેમ્બલી સ્ટેડિયમ લંડનના વેમ્બલી વિસ્તારમાં આવેલું મુખ્યત્વે ફુટબોલનું મેદાન છે. આ ઇંગ્લેન્ડનું રાષ્ટ્રીય સ્ટેડિયમ છે અને ઇંગ્લેન્ડની ફૂટબોલ અને ક્રિકેટ ટીમો માટે મુખ્ય મેદાન છે. [૧]

વેમ્બલી સ્ટેડિયમ
Wembley Stadium
ચિત્ર:Wembley Stadium EE logo.png
નકશો
સ્થાનલંડન, ઇંગ્લેન્ડ
બેઠક ક્ષમતા૯૦,૦૦૦
બાંધકામ
ખાત મૂર્હત૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૨
શરૂઆત૯ માર્ચ, ૨૦૦૭
બાંધકામ ખર્ચ£૭૮.૯ કરોડ
ભાડુઆતો
ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ
વેબસાઇટ
www.wembleystadium.com

સ્ટેડિયમ અને નિર્માણ ફેરફાર કરો

આ સ્ટેડિયમનું મૂળ નિર્માણ પ્રખ્યાત સ્ટેડિયમ આર્કિટેક્ટ સર જૉન સ્ટીવન્સે ૧૯૨૩માં કર્યું હતું. ૨૦૦૭માં £૭૮.૯ કરોડ (૭૮૯ મિલિયન બ્રિટિશ પાઉન્ડ)ના ખર્ચે સ્ટેડિયમને પુનઃવિકસિત કરવામાં આવ્યું હતું.[૨] હવે તે ૯૦,૦૦૦થી વધુ પ્રેક્ષકોને સમાવી શકે છે. [૩]

વેમ્બલી સ્ટેડિયમ ફક્ત યુનાઇટેડ કિંગડમનું જ નહીં પરંતુ સમગ્ર યુરોપનું પણ સૌથી મોટું સ્ટેડિયમ છે જેની ૯૦ હજાર બેઠકોની ક્ષમતા છે. તેની ડિઝાઇન આર્કિટેક્ટ્સ પોપ્યુલસ અને ફોસ્ટર એન્ડ પાર્ટનર્સે તૈયાર કરી છે. તેમાં વેમ્બલી આર્ચ સામેલ છે જે ૧૩૪ મીટરની (૪૪૦ ફૂટ) ઊંચાઈને આંબે છે.[૪] સ્થાપત્યનો આ અજોડ નમુનો લંડનના આકાશમાં નોંધપાત્ર લેન્ડમાર્ક તરીકે જ નહીં પરંતુ સ્ટેડિયમના છતના ૭૫% થી વધારે ભાર માટે આધાર પૂરો પાડે છે. [૫]

ઇતિહાસ ફેરફાર કરો

વેમ્બલી સ્ટેડિયમનો ઇતિહાસ ગૌરવશાળી છે. ૧૯૨૩માં પૂરું થયા પછી તેણે ઘણા ઐતિહાસિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને આવકાર્યા છે. ૧૯૬૬માં અહીં વર્લ્ડ કપ ફાઇનલ રમાઈ હતી. ઘણી ઐતિહાસિક ફૂટબોલ મેચો અહીં રમાઈ છે.[૩] [૬]

નિયમિત ઇવેન્ટ્સ ફેરફાર કરો

વેમ્બલી સ્ટેડિયમ વર્ષભર અનેક સ્પોર્ટ્સ, મ્યુઝિક અને કલ્ચરલ ઇવેન્ટ્સને આવકારે છે. [૭] [૮] તે ઇંગ્લેન્ડના મુખ્ય ફૂટબોલ ટૂર્નામેન્ટ જેવા FA કપ, ફૂટબોલ લીગ કપ[૯] અને કોમ્યુનિટી શીલ્ડના ફાઇનલ માટે મેજબાની કરે છે. [૧૦]

પરિવહન જોડાણ ફેરફાર કરો

વેમ્બલી સ્ટેડિયમ માટે પહોંચવું સરળ છે. વેમ્બલી સેન્ટ્રલ અને વેમ્બલી પાર્ક સ્ટેશન ટ્યુબ અને ટ્રેન દ્વારા સ્ટેડિયમને સીધું જોડે છે. નજીકની મુખ્ય સડકો પર પણ સરળતાથી પહોંચી શકાય છે.[૧૧] [૧૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Wembley at 100: "There Was Colour and Movement All Over the Place"". Esquire (અંગ્રેજીમાં). 2023-05-22. મેળવેલ 2023-09-11.
  2. "FA receives £900m offer to sell Wembley". BBC Sport (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-11.
  3. ૩.૦ ૩.૧ Solution, Dalia Web & Soft. "યુરો કપ ફાઇનલમાં 90,000 હજારની ક્ષમતાવાળુ વેમ્બલી સ્ટેડિયમ ફુલ પેક". www.loksattanews.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-11.
  4. Howard, Alice (2023-04-28). "100 Years of Wembley: Designing an Icon". Populous (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-11.
  5. Dubois, Pierre (2022-12-05). "Wembley Stadium: The Grand Icon of London's Sporting Legacy - Stadiums World" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-11.
  6. "Euro 2020: ઇટાલી અને ડેનમાર્ક ટોપ-8 માં પહોંચ્યા, આજે બેલ્જિયમ-પોર્ટુગલ વચ્ચે જોરદાર મેચ". News18 Gujarati. 2021-06-27. મેળવેલ 2023-09-11.
  7. "UNOમાં પ્રમુખસ્વામી મહારાજનો ડંકો! વિશ્વવિખ્યાત વેમ્બલી સ્ટેડીયમની ભવ્ય આર્ક કેસરી રંગમાં ઝળહળી, PHOTOs". Zee News. મેળવેલ 2023-09-11.
  8. "Modi at Wembley: PM delivers his speech to 60,000 Indians". Divya Bhaskar. મેળવેલ 2023-09-08.
  9. "Wembley Stadium: Know why it is the home of all FA Cup Semi-Finals". The Economic Times. 2023-03-19. ISSN 0013-0389. મેળવેલ 2023-09-11.
  10. "Wembley Stadium" (અંગ્રેજીમાં). 2021-12-03. મેળવેલ 2023-09-11.
  11. "The best ways to get to Wembley Stadium using the Tube, bus and car". Yahoo Sports (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-09-11.
  12. "Wembley Stadium Rail Station". Transport for London. મેળવેલ 2023-09-08.