વ્યાપાર ચક્ર
ઢાંચો:Economics sidebar ઢાંચો:Citations missing
વ્યાપાર ચક્ર (અથવા આર્થિક ચક્ર ) શબ્દનો ઉલ્લેખ અમુક મહિનાઓ અથવા વર્ષો દરમિયાન ઉત્પાદન અથવા આર્થિક પ્રવૃત્તિમાં થતી વધઘટના સંદર્ભમાં કરવામાં આવે છે. આ વધઘટ લાંબા ગાળાના વૃદ્ધિના ટ્રેન્ડ પર થાય છે અને સામાન્ય રીતે તેમાં પ્રમાણમાં ઝડપી આર્થિક વૃદ્ધિ (વિસ્તરણ અથવા તેજી) અને પ્રમાણમાં સ્થિરતા અથવા ઘટાડા (સંકોચન અથવા મંદી) વચ્ચેના સમયગાળામાં થતા ફેરફાર સામેલ હોય છે.[૧]
આ વધઘટ ઘણી વાર વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદનના વૃદ્ધિદરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. ચક્રિય ગણવામાં આવતા હોવા છતાં આર્થિક પ્રવૃત્તિમાં આવી મોટા ભાગની વધઘટ કોઇ મિકેનિકલ કે ધારણા બાંધી શકાય તેવા સમયગાળાની પેટર્નનું પાલન કરતી નથી.[૨]
ઇતિહાસ
ફેરફાર કરોથિયરી
ફેરફાર કરોઆર્થિક સંતુલનની પ્રવર્તમાન થિયરીથી વિરુદ્ધ સામયિક આર્થિક કટોકટીનું પ્રથમ આયોજનબદ્ધ પ્રદર્શન 1819માં જીન ચાર્લ્સ લિયોનાર્ડ ડી સિસ્મોન્ડીના Nouveaux Principes d'économie politique માં થયું હતું.[૩] તે અગાઉ પરંપરાગત અર્થશાસ્ત્રમાં વ્યાપાર ચક્રના અસ્તિત્વને નકારવામાં આવ્યું હતું અથવા યુદ્ધ જેવા બાહ્ય પરિબળને દોષ અપાયો હતો અથવા લાંબા ગાળાનો જ અભ્યાસ થતો હતો. સિસ્મોન્ડીને 1825ના ગભરાટ વખતે સમર્થન મળ્યું જે નિશ્ચિતપણે પ્રથમ આંતરિક આર્થિક કટોકટી હતી જે શાંતિકાળ દરમિયાન સર્જાઇ હતી. સિસ્મોન્ડી અને તેમના સમકાલિન રોબર્ટ ઓવેન, જેમણે આ પ્રકારના જ પરંતુ ઓછા આયોજનબદ્ધ વિચારો 1817માં રિપોર્ટ ટુ ધી કમિટી ઓફ ધી એસોસિયેશન ફોર ધી રિલિફ ઓફ ધી મેન્યુફેક્ચરિંગ પુઅર માં રજૂ કર્યા હતા, બંનેએ આર્થિક ચક્રના સર્જન માટે વધુ પડતા ઉત્પાદન અને ઓછા વપરાશને જવાબદાર ગણ્યા હતા જે સંપત્તિની અસમાનતાથી પેદા થતા હતા. તેમણે ઉકેલ માટે અનુક્રમે સરકારની દરમિયાનગીરી અને સમાજવાદની તરફેણ કરી હતી. પરંપરાગત અર્થશાસ્ત્રીઓમાં આ કામ કોઇ રસ જગાવી ન શક્યું જોકે ઓછા વપરાશની થિયરી અર્થશાસ્ત્રની બિનપ્રચલિત શાખા તરીકે વિકાસીત થઇ અને 1930ના દાયકામાં કિનેસિયન અર્થશાસ્ત્ર તરીકે આયોજનબદ્ધ સ્વરૂપ ધારણ કર્યું.
સિમોન્ડીની સામયિક કટોકટીની થિયરીમાંથી ચાર્લ્સ ડુનોયરની અનિયમિત ચક્ર ની[૪] અને બીજી થિયરીનું સર્જન થયું જેમાં સિસ્મોન્ડીનો પ્રભાવ હતો, જે જોહાન કાર્લ રોડબર્ટ્સ દ્વારા વિકસાવાઇ હતી. મૂડીવાદમાં સામયિક કટોકટી પરથી કાર્લ માર્ક્સની થિયરીનો આધાર બન્યો જેમણે દાવો કર્યો કે આ કટોકટીની તીવ્રતા વધી રહી છે અને સામ્યવાદી ક્રાંતિની આગાહી કરી. દાસ કેપિટલ માં તેમણે આર્થિક કટોકટી માટે સેંકડો પાનાં ફાળવ્યાં હતા.
સમયગાળાનું વર્ગીકરણ
ફેરફાર કરોઢાંચો:Economic Waves 1860માં ફ્રેન્ચ અર્થશાસ્ત્રી ક્લેમેન્ટ જગ્લરએ 8થી 11 વર્ષ લાંબા આર્થિક ચક્રની હાજરી ઓળખી બતાવી હતી, જોકે તેમણે સાવચેતી રાખીને કોઇ ચુસ્ત સમયગાળાનો દાવો કર્યો ન હતો.[૫] ત્યાર બાદ ઓસ્ટ્રીયાના અર્થશાસ્ત્રી જોસેફ સ્કમપીટરએ દાવો કર્યો હતો કે જગ્લર ચક્ર ચાર તબક્કાનું બનેલું હોય છે. (i) વિસ્તરણ (ઉત્પાદન અને ભાવમાં વધારો, નીચા વ્યાજદર), (ii) કટોકટી (સ્ટોક એક્સ્ચેન્જમાં કડાકો અને અનેક કંપનીઓનું દેવાળું ફુંકવું), (iii) મંદી (ભાવ અને ઉત્પાદનમાં ઘટાડો, ઊંચા વ્યાજદર), (iv) રિકવરી (ભાવ અને આવકમાં ઘટાડાના કારણે સ્ટોકમાં રિકવરી થાય). આ મોડલમાં રિકવરી અને સમૃદ્ધિને ઉત્પાદન, ગ્રાહક વિશ્વાસ, એકંદર માંગ અને ભાવ સાથે સાંકળવામાં આવે છે.
20મી સદીની મધ્યમાં સ્કમપીટર અને અન્યોએ સમયગાળાના પ્રમાણમાં વ્યાપાર ચક્રની ટાઇપોલોજી રજૂ કરી હતી જેથી સંખ્યાબંધ ચોક્કસ ચક્રને તેમના શોધકર્તા અથવા પ્રસ્તાવ કરનારનું નામ અપાયું હતું.[૬]
- 3-5 વર્ષનું કિચિન ઇન્વેન્ટરી ચક્ર (જોસેફ કિચિનના નામે),[૭]
- 7-11 વર્ષનું જગ્લર નિશ્ચિત રોકાણ ચક્ર (ઘણી વાર ‘ધ’ બિઝનેસ સાઇકલ તરીકે ઓળખાય છે.)
- 15-25 વર્ષ માટે કઝનેટ્સ માળખાકીય રોકાણ ચક્ર (સાઇમોન કઝનેટના નામે)
- 45-60 વર્ષ માટે કોન્ડ્રાઇટીવ વેવ અથવા લાંબું ટેકનોલોજિકલ ચક્ર (નિકોલાઇ કોન્ડ્રાઇટીવના નામે)[૮]
નિયમિત સામયિક ચક્રના વિચારને સમર્થન ન આપતા આધુનિક મેક્રોઇકોનોમિક્સના વિકાસ સાથે આ વિવિધ ચક્રના ટાઇપોલોજીમાં રસ ઉડી ગયો છે.
ઉદભવ
ફેરફાર કરો19મી સદીમાં અને 20મી સદીના પૂર્વાર્ધમાં, ખાસ કરીને 1815-1939 દરમિયાન યુરોપ અને અમેરિકામાં વારંવાર કટોકટી સર્જાઇ હતી જેનો ઉદભવ 1815માં નેપોલિયનિક યુદ્ધના અંતથી થતો હતો અને ત્યાર બાદ યુનાઇટેડ કિંગ્ડમમાં નેપોલિયન પછીની મંદી (1815-30) આવી હતી, છેવટે 1929-39માં તેનો મહામંદી સાથે અંત આવ્યો હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઇ હતી. જુઓ નાણાકીય કટોકટીઃ લિસ્ટીંગ અને માહિતી માટે 19મી સદી. યુદ્ધ સાથે સંકળાયેલ ન હોય તેવી પ્રથમ કટોકટી 1825નો ગભરાટ હતો.
બીજા વિશ્વયુદ્ધ પછી OECDના વ્યાપાર ચક્ર અગાઉના વ્યાપાર ચક્રની સરખામણીમાં વધુ મર્યાદિત હતા, ખાસ કરીને મૂડીવાદના સુવર્ણયુગ (1945/50–1970) દરમિયાન અને 1945–2008ના ગાળામાં કોઇ વૈશ્વિક મંદી અનુભવાઇ ન હતી, છેલ્લે 2000ના દાયકાના અંતે મંદી આવી હતી. રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિનો ઉપયોગ કરીને આર્થિક સંતુલન નીતિથી વ્યાપાર ચક્રના નુકસાન ઘટાડી શકાયા છે અને સરકારના બજેટના કારણે સ્થિરતા આવવાથી નીતિ ઘડવૈયાઓના સક્રિય પ્રયાસો વગર પણ ચક્રને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી છે.
આ ગાળામાં - કમ સે કમ મંદી વખતે- આર્થિક ચક્રને બે વખત મૃત જાહેર કરાયું હતું. પ્રથમ 1960ના દાયકાના અંતમાં જ્યારે ફિલિપ્સ વક્રને અર્થતંત્ર માટે સંચાલન સક્ષમ ગણવામાં આવ્યું હતું, ત્યાર બાદ 1970ના દાયકામાં સ્ટેગફ્લેશન આવ્યું હતું બીજું, 1980 અને 1990ના સ્થિરતા અને વૃદ્ધિના ગ્રેટ મોડરેશન દરમિયાન 2000ના દાયકાની શરૂઆતમાં જેના અંતે 2000ના દાયકાના અંતે મંદી આવી હતી. 2003માં રોબર્ટ લ્યુકાસએ અમેરિકન ઇકોનોમિક એસોસિયેશનન સમક્ષ પ્રમુખ સ્થાનેથી પ્રવચનમાં જણાવ્યું હતું કે “તમામ વ્યવહારુ હેતુથી મંદી રોકવાને લગતી મધ્યસ્થ સમસ્યા ઉકેલાઇ ગઇ છે.”
અહીં નોંધવું જરૂરી છેકે કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી મંદી રહી છે તેમાં 1989માં સોવિયેત યુનિયનના પતન બાદ ભૂતપૂર્વ ઇસ્ટર્ન બ્લોકના દેશોમાં આવેલી આર્થિક મંદી તેમાં સૌથી નાટ્યાત્મક છે. કેટલાક દેશો માટે 1989-2010નો ગાળો મંદીનો રહ્યો છે અને તેમની વાસ્તવિક આવક 1989 કરતા પણ નીચી છે.
ઓળખ
ફેરફાર કરો1946માં અર્થશાસ્ત્રીઓ આર્થર એફ. બર્ન્સ અને વેસ્લી સી. મિશેલે તેમના પુસ્તક મેઝરિંગ બિઝનેસ સાઇકલ્સ માં વ્યાપારી ચક્રની હાલની સ્ટાન્ડર્ડ વ્યાખ્યા આપી.[૯]
Business cycles are a type of fluctuation found in the aggregate economic activity of nations that organize their work mainly in business enterprises: a cycle consists of expansions occurring at about the same time in many economic activities, followed by similarly general recessions, contractions, and revivals which merge into the expansion phase of the next cycle; in duration, business cycles vary from more than one year to ten or twelve years; they are not divisible into shorter cycles of similar characteristics with amplitudes approximating their own.
એ. એફ. બર્ન્સના કહેવા પ્રમાણેઃ[૧૦]
Business cycles are not merely fluctuations in aggregate economic activity. The critical feature that distinguishes them from the commercial convulsions of earlier centuries or from the seasonal and other short term variations of our own age is that the fluctuations are widely diffused over the economy--its industry, its commercial dealings, and its tangles of finance. The economy of the western world is a system of closely interrelated parts. He who would understand business cycles must master the workings of an economic system organized largely in a network of free enterprises searching for profit. The problem of how business cycles come about is therefore inseparable from the problem of how a capitalist economy functions.
યુનાઇટેડ સ્ટેટ્સમાં એવું સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે કે નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ (એનબીઇઆર) વ્યાપારી ચક્રની ટોચ અને તળિયાની તારીખ નક્કી કરવાની અંતિમ સત્તા ધરાવે છે. વિસ્તરણ એટલે ખાઇથી ટોચ સુધીનો ગાળો અને મંદી એટલે ટોચથી ખાઇ સુધીનો સમયગાળો. એનબીઇઆર પ્રમાણે મંદી એટલે “સમગ્ર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો, જે કેટલાક મહિનાઓ સુધી ચાલે, વાસ્તવિક જીડીપી, વાસ્તવિક આવક, રોજગારી, ઔદ્યોગિક ઉત્પાદનમાં દૃશ્યમાન થાય.”[૧૧]
ચક્ર કે વધઘટ?
ફેરફાર કરોતાજેતરના વર્ષોમાં આર્થિક થિયરી વ્યાપાર ચક્રના બદલે આર્થિક વધઘટ ના અભ્યાસ તરફ વળી છે.[સંદર્ભ આપો] જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓ સરળ ટૂંકાક્ષર તરીકે ‘વ્યાપાર ચક્ર’નો ઉપયોગ કરે છે. મિલ્ટન ફ્રિડમેનને વ્યાપાર ચક્રને ચક્ર ગણાવવું એ ખોટું અર્થઘટન માને છે કારણ કે તે ચક્રીય લક્ષણો ધરાવતું નથી. ફ્રિડમેન માને છે કે અત્યંત મોટા પૂરવઠાના આંચકાને બાદ કરતા બિઝનેસમાં ઘટાડો નાણાકીય પ્રક્રિયાને લગતી બાબત છે.[૧૨]
તાર્કીક અપેક્ષાની થિયરી કાર્યક્ષમ બજારની કલ્પના તરફ દોરી જાય છે જે જણાવે છે કે નિર્ધારિત રીતે કોઇ ચક્ર ચલાવી શકાય નહીં કારણ કે તે સતત આર્બિટ્રેજની તક પેદા કરે છે.[સંદર્ભ આપો] ઘણી આર્થિક થિયરીમાં જણાવાય છે કે અર્થતંત્ર સામાન્ય રીતે સંતુલન પર હોય છે અથવા નજીક હોય છે.[સંદર્ભ આપો] આ મતના કારણે એવા વિચારની રચના થઇ કે આર્થિક વધઘટને સિસ્ટમ માટે આંચકા સમાન માની શકાય.
સ્લટ્સ્કી પરંપરામાં વ્યાપાર ચક્રને સ્ટોકેસ્ટિક આંચકાના પરિણામ તરીકે જોવામાં આવે છે જે એકંદરે મૂવિંગ એવરેજ સિરિઝની રચના કરે છે. જોકે સ્પેક્ટરલ પૃથક્કરણ કરતા તાજેતરના રિસર્ચમાં જાણી શકાયું છે કે વિશ્વના જીડીપી ડાયનેમિક્સમાં વ્યાપાર (જગ્લર) ચક્રની હાજરી આંકડાકીય મહત્વના સ્વીકૃત સ્તર પર છે.[૧૩]
સ્પષ્ટતા
ફેરફાર કરોએકંદર આર્થિક પ્રવૃત્તિમાં વધઘટની સમજણ મેક્રોઇકોનોમિક્સની મુખ્ય ચિંતાઓ પૈકી એક છે. આવી વધઘટની સ્પષ્ટતા કરવાનું એક ફ્રેમવર્ક કિનેસિયન અર્થશાસ્ત્ર છે. કિનેસિયન મત પ્રમાણે પૂર્ણ રોજગારથી નીચે અથવા ઉપરના સ્તરે અર્થતંત્ર ટૂંકા ગાળા માટે સંતુલનના ધોરણે પહોંચી શકે છે તેવી શક્યતા વ્યાપાર ચક્ર દર્શાવે છે. અર્થતંત્ર જો પૂર્ણ રોજગારથી નીચેના સ્તરે કામ કરતું હોય તો, એટલે કે બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય તો કિનેસિયન થિયરી પ્રમાણે વ્યાપાર ચક્રની વધઘટને હળવી કરવામાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.
વ્યાપાર ચક્ર માટે અસંખ્ય વૈકલ્પિક બિનપ્રચલિત આર્થિક થિયરીઓ છે, જે મોટા ભાગે ચોક્કસ વિચારધારા કે થિયરીસ્ટ સાથે સંકળાયેલી છે. મુખ્યધારાના અર્થશાસ્ત્રમાં પણ કેટલાક વિભાગ અને વૈકલ્પિક થિયરીઓ છે જેમાં રિયલ બિઝનેસ સાઇકલ થિયરી અને ધિરાણ આધારિત સ્પષ્ટતા મુખ્ય છે જેમ કે ઋણમાં ઘટાડો અને નાણાકીય અસ્થિરતાની પૂર્વધારણા.
બહિર્જાત વિ. અંતર્જાત
ફેરફાર કરોમુખ્યધારાના અર્થશાસ્ત્રમાં આર્થિક ચક્ર માટે બાહ્ય (બહિર્જાત) વિરુદ્ધ આંતરિક (અંતર્જાત) કારણોનો મુદ્દો સદીઓ જૂનો છે જેમાં પરંપરાગત વિચારધારા (હવે નિયો-ક્લાસિકલ)ની દલીલ બાહ્ય પરિબળો તરફી છે જ્યારે અંડરકન્ઝમ્પશનિસ્ટ (હવે કિનેસિયન) વિચારધારા આંતરિક કારણોને જવાબદાર માને છે. તેને વિસ્તૃત અર્થમાં ‘પૂરવઠાની બાજુ’ અને ‘માંગની બાજુ’ તરીકે વર્ગીકૃત કરી શકાય. પૂરવઠાની બાજુની સ્પષ્ટતા સેઝના લો પર આધારિત છે જે મુજબ ‘પૂરવઠો પોતાની માંગ પેદા કરે છે’. જ્યારે માંગની બાજુની દલીલ છે કે પૂરવઠા કરતા અસરકારક માંગ ઓછી હોઇ શકે છે જેનાથી મંદી અથવા ડિપ્રેશન સર્જાય છે.
આ ચર્ચાથી મહત્વપૂર્ણ નીતિવિષયક પરિણામો આવે છે. કટોકટી માટે બહિર્જાત કારણોને જવાબદાર ગણતા નિયોક્લાસિકલ્સ મોટા ભાગે લઘુત્તમ સરકારી નીતિ અથવા નિયમન (લેઇસેઝ ફેર)ની હિમાયત કરે છે. જે બાહ્ય આંચકા અને માર્કેટની વધઘટ ઘટાટે છે. જ્યારે કિનેસિયન જેવા અંતર્જાત કારણોની તરફેણ કરતા લોકોની દલીલ છે કે સરકારે નીતિ વિષયક ફેરફાર કરવા જોઇએ તથા નિયમન લાદવા જોઇએ કારણ કે નિયમનની ગેરહાજરીમાં બજાર એક કટોકટીથી બીજી કટોકટી તરફ જશે. આ ડિવિઝન સંપૂર્ણ નથી- કેટલાક રૂઢિવાદી (સે સહિત) બાહ્ય કારણોમાં માનતા હોવા છતાં કહે છે કે આર્થિક ચક્રના નુકસાનને ઓછું કરવા સરકારી નીતિ જરૂરી છે જ્યારે ઓસ્ટ્રીયન સ્કૂલના અર્થશાસ્ત્રીઓ આંતરિક કારણોમાં માનતા હોવા છતાં તેમની દલીલ છે કે સરકારી હસ્તક્ષેપથી કટોકટી વધુ વકરશે.
આર્થિક ચક્ર બહિર્જાત કારણોથી થાય છે તેવો મત સેનો કાયદો જેટલો જૂનો છે સેના કાયદાને ટેકો આપવા કે તેને ફગાવી દેવા માટે બહિર્જાત અથવા અંતર્જાત કારણો વિશે ઘણી ચર્ચા થઇ છે. તેને જનરલ ગ્લટ ડિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહામંદી પછી મુખ્યધારાના અર્થશાસ્ત્રમાં કિનેસિયન ક્રાંતિ આવી ત્યાં સુધી રૂઢિવાદી અને નિયોક્લાસિકલ સ્પષ્ટતા (બહિર્જાત કારણો) આર્થિક ચક્ર માટે મુખ્યધારાની સ્પષ્ટતા હતી. કિનેસિયન ક્રાંતિ પછી નિયોક્લાસિકલ મેક્રોઇકોનોમિક્સને મોટા ભાગે ફગાવી દેવાયું હતું. રિયલ બિઝનેસ સાઇકલ (આરબીસી) થિયરીના સ્વરૂપમાં નિયોક્લાસિકલ વલણમાં ફરી નવચેતન આવ્યું છે. 2007ની મંદી પછી કિનેસિયન અને નિયો-ક્લાસિકલની તરફેણ કરનારાઓ વચ્ચેની ચર્ચા ફરીથી જાગી હતી.
કિનેસિયન પરંપરાથી કામ કરનારાઓથી વિરૂદ્ધ એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોની નિયોક્લાસિકલ પરંપરા પર કામ કરતા મુખ્યધારાના અર્થશાસ્ત્રીઓએ માર્કેટ અર્થતંત્રના સુમેળભર્યા કામની ગેરહાજરી માટે મુખ્યત્વે બાહ્ય પરિબળો જેમ કે સરકાર અથવા તેના નિયમનો, કામદાર સંઘો, બિઝનેસ મોનોપોલી અથવા ટેકનોલોજી કે કુદરતી કારણોથી આઘાત (વિલિયમ સ્ટેનલી જેવોન્સ માટે સનસ્પોટ્સ, હેનરી લુડવેલ મૂર માટે પ્લાનેટ વિનસ મુવમેન્ટ) જવાબદાર માનવામાં આવ્યા છે.
જીન ચાર્લ્સ લિયોનાર્ડ ડી સિસ્મોન્ડી, ક્લેમેન્ટ જગ્લર અને માર્ક્સની બિનપ્રચલિત પરંપરાથી વિરુદ્ધ બજારની વ્યવસ્થામાં નિયમિત આવતી તેજી અને ઘટાડો બહિર્જાત લક્ષણો ધરાવે છે.[૧૪]
19મી સદીની અન્ડરકન્ઝમ્પશનની વિચારધારાએ વ્યાપાર ચક્ર માટે અંતર્જાત કારણોને પણ જવાબદાર માન્ય હતા જેમાં કરકસરનો વિરોધાભાસ મુખ્ય છે અને અગાઉની બિનપ્રચલિત વિચારધરાએ કિનેસિયન ક્રાંતિ દ્વારા કિનેસિયન અર્થશાસ્ત્રના સ્વરૂપમાં મુખ્યધારામાં પ્રવેશ કર્યો છે.
કિનેસિયન
ફેરફાર કરોકિનેસિયન અર્થશાસ્ત્ર પ્રમાણે એકંદર માંગમાં વધઘટના કારણે અર્થતંત્ર એવા સ્તરે ટૂંકા ગાળાના સંતુલન પર પહોંચે છે જે આઉટપુટના કુલ રોજગાર રેટથી અલગ હોય છે. આ વધઘટને નિર્દેશિત વ્યાપાર ચક્ર તરીકે જોવામાં આવે છે. કિનેસિયન મોડલ અનિવાર્યપણે સામયિક વ્યાપાર ચક્ર આધારિત હોતું નથી. જોકે સરળ કિનેસિયન મોડલ જેમાં કિનેસિયન મલ્ટીપ્લાયર અને એક્સિલરેટરનો સમન્વય હોય તે પ્રારંભિક આંચકા સામે ચક્રીય પ્રતિભાવ આપે છે. પોલ સેમ્યુઅલ્સનનું 'ઓસસિલેટર મોડલ'[સંદર્ભ આપો] વ્યાપાર ચક્ર પર આધારિત હોવાનું કહેવાય છે જેના માટે મલ્ટીપ્લાયર અને એક્સિલરેટર કારણભૂત માનવામાં આવે છે. આર્થિક આઉટપુટમાં વિવિધતાની મોકળાશ રોકાણના સ્તર પર આધારિત છે. રોકાણ પરથી જ એકંદર આઉટપુટ (મલ્ટીપ્લાયર)નું સ્તર નક્કી કરે છે અને તે એકંદર માંગ (એક્સિલરેટર) દ્વારા નક્કી થાય છે.
કિનેસિયન પરંપરામાં રિચાર્ડ ગુડવિન[સંદર્ભ આપો] વ્યાપારી નફો અને કામદારોના પગાર વચ્ચે આવકની વહેંચણીના આધારે આઉટપુટનું ચક્ર જણાવે છે. રોજગારમાં થતી વધઘટ અને પગારની વધઘટ લગભગ સમાન છે (રોજગારના ચક્રથી પગારનું ચક્ર એક ગાળો પાછળ ચાલે છે.) અર્થતંત્રમાં રોજગારનું પ્રમાણ વધુ હોય ત્યારે કામદારો વેતનમાં વધારાની માંગણી કરી શકે છે જ્યારે બેરોજગારી વધારે હોય ત્યારે વેતનમાં ઘટાડો થાય છે. ગુડવિનના જણાવ્યા પ્રમાણે બેરોજગારી અને વ્યાપારી નફો વધે ત્યારે આઉટપુટમાં વધારો થાય છે.
ધિરાણ/ઋણ ચક્ર
ફેરફાર કરોએક વૈકલ્પિક થિયરી એમ જણાવે છે કે ધિરાણ ચક્રના કારણે આર્થિક ચક્ર સર્જાય છે. ધિરાણમાં ચોખ્ખા વિસ્તરણ (ખાનગી ધિરાણ, સમકક્ષ ડેટમાં જીડીપીના ટકાવારીના પ્રમાણમાં વૃદ્ધિ)થી આર્થિક વિસ્તરણ થાય છે જ્યારે ચોખ્ખા સંકોચનથી મંદી આવે છે અને તે ચાલુ રહે તો મહામંદી આવે છે. ખાસ કરીને ધારણા આધારિત પરપોટા ફુટવાથી મહામંદી સર્જાવાની શક્યતા રહેલી હોય છે અને આ થિયરી પ્રમાણે ફાઇનાન્સ અને બેન્કોને વ્યાપાર ચક્રમાં કેન્દ્ર સ્થાને મૂકવામાં આવે છે.
ઇરવિન ફિશરની ડેટ ડિફ્લેશન થિયરી આ દિશામાં પ્રાથમિક થિયરી છે જેનાથી તેમણે મહામંદીની સ્પષ્ટતા કરી હતી. વધુ તાજેતરની પૂરક થિયરી ફાઇનાન્શિયલ હાઇપોથિસિસ ઓફ હાઇમેન મિન્સ્કી છે અને આર્થિક ચક્રની ધિરાણ થિયરી ઘણી વાર સ્ટીવ કીન જેવા પોસ્ટ-કેનેસિયન અર્થશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે.
પોસ્ટ-કિનેસિયન અર્થશાસ્ત્રી હાઇમેન મિન્સ્કીએ ધિરાણ, વ્યાજદરમાં વધઘટ અને નાણાકીય નબળાઇ અંગે ચક્રોની સ્પષ્ટતા આપી છે જે ફાઇનાન્શિયલ ઇનસ્ટેબિલિટી હાઇપોથિસિસ તરીકે ઓળખાય છે. વિસ્તરણના ગાળામાં વ્યાજદર નીચા હોય છે અને કંપનીઓ રોકાણ માટે બેન્કો પાસેથી સરળતાથી ધિરાણ મેળવે છે તેથી મૂડી પ્રવાહ વધે છે અને તેનાથી તેઓ સરળતાથી બેન્કને પુનઃચૂકવણી કરી શકે છે. આ પ્રક્રિયાના કારણે કંપનીઓ પર દેવું વધી જાય છે તેથી તેઓ રોકાણ અટકાવી દે છે અને અર્થતંત્ર મંદી તરફ ધકેલાય છે.
ધિરાણના કારણો મુખ્યધારામાં આર્થિક ચક્રની પ્રાથમિક થિયરી ન હોવાથી તેનો સમયાંતરે ઉલ્લેખ કરવામાં આવે છે(Eckstein & Sinai 1986) જેમ કે દ્વારા ટાંકવામાં આવવું.(Summers 1986)
વાસ્તવિક વ્યાપાર ચક્ર થિયરી
ફેરફાર કરોમુખ્યધારાના અર્થશાસ્ત્રમાં કિનેસિયન મતને વાસ્તવિક વ્યાપાર ચક્ર મોડલ દ્વારા પડકારવામાં આવ્યા છે જેમાં વધઘટનું કારણ ટેકનોલોજીના આંચકા છે. આ થિયરી મોટા ભાગે ફિન ઇ. કિડલેન્ડ અને એડવર્ડ સી. પ્રેસ્કોટ સાથે અને શિકાગો સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (ફ્રેશવોટર ઇકોનોમિક્સ) સાથે સંકળાયેલી છે. તેઓ માને છે કે આર્થિક કટોકટી અને વધઘટ નાણાકીય આંચકાથી આવતી નથી, બાહ્ય આંચકાથી આવે છે જેમ કે નાવીન્યતા.
આરબીસી થિયરીને મુખ્યધારાના કિનેસિયન પરંપરાના કેટલાક અર્થશાસ્ત્રીઓએ સદંતર નકારી કાઢી છે, જેમ કે (Summers 1986) અને પૌલ ક્રુગમેન.
વૈકલ્પિક પૂર્વધારણાઓ
ફેરફાર કરોઅહીં આપવામાં આવેલી બાકીની સ્પષ્ટતાઓને મુખ્યધારાના અર્થશાસ્ત્રીઓ દ્વારા સામાન્ય રીતે વિશ્વસનીય માનવામાં આવતી નથી.
રાજકીય-આધારિત વ્યાપાર ચક્ર
ફેરફાર કરોઅન્ય એક મોડલ પ્રમાણે રાજકીય નિર્ણયોના કારણે વ્યાપાર ચક્ર સર્જાય છે. ટેકેદાર વ્યાપાર ચક્ર સૂચવે છે કે એક પછી એક ચૂંટણીમાં વિવિધ નીતિ ધરાવતા વહીવટીતંત્રને ચૂંટવામાં આવવાથી ચક્રનું સર્જન થાય છે. સત્તાધીશ A વિસ્તરણની નીતિ અપનાવે છે જેનાથી વૃદ્ધિ અને ફુગાવો સર્જાય છે. પરંતુ ફુગાવો જ્યારે વધુ પડતો વધી જાય ત્યારે મતદાન દ્વારા સત્તા પરથી દૂર કરાય છે. તેની જગ્યાએ આવતા સત્તાધીશ B સંકોચનની નીતિ અપનાવે છે જેનાથી ફુગાવો અને વૃદ્ધિ ઘટે છે અને ચક્ર નીચે તરફ જાય છે. બેરોજગારી બહુ વધી જાય ત્યારે તેને સત્તા પરથી હટાવાય છે અને A પાર્ટીને ફરી ચૂંટવામાં આવે છે.
રાજકીય વ્યાપાર ચક્ર એક વૈકલ્પિક થિયરી છે જેમાં જણાવાયું છે કે જ્યારે કોઇ વહીવટદારની પસંદગી કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તે ફુગાવો ઘટાડવા અને આર્થિક સક્ષમતાની પ્રતિષ્ઠા મેળવવા માટે સંકોચનની નીતિ અપનાવે છે. ત્યાર પછીની ચૂંટણી આવવાની હોય ત્યારે ચૂંટણીના દિવસ સુધીમાં ફુગાવાનો દર નીચો લાવવા અને બેરોજગારી ઘટાડવા માટે તે વિસ્તરણની નીતિ અપનાવે છે.
રાજકીય વ્યાપાર ચક્રની થિયરી માઇકલ કેલેકી[૧૫]ના નામ સાથે નિકટતાથી જોડવામાં આવે છે જેની દલીલ છે કે મૂડીવાદ હેઠળ કોઇ લોકતાંત્રિક સરકાર આગ્રહપૂર્વક પૂર્ણ રોજગારને છુટ નહીં આપે જેથી રાજકીય નિર્ણયોથી મંદી સર્જાશે. આગ્રહપૂર્વક પૂર્ણ રોજગારનો અર્થ થશે વેતન વધારવા માટે કામદારોની બાંધછોડ કરવાની શક્તિ વધે છે અને વેતન વગર શ્રમ ટાળવામાં આવે છે જેનાથી નફાકારકતાને અસર થાય છે. (તેમણે આ થિયરીને ફાસીવાદ હેઠળ જોઇ ન હતી જે શ્રમિકની શક્તિ ખતમ કરવા માટે સીધા બળનો ઉપયોગ કરતા હતા.) તાજેતરના વર્ષોમાં ચૂંટણી આધારિત વ્યાપાર ચક્રની થિયરીમાં દલીલ કરવામાં આવી છે કે સત્તાધીશ રાજકારણીઓ ફરીથી ચૂંટાઇ આવવા માટે ચૂંટણી અગાઉ સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને ત્યાર બાદ નાગરિકો મંદીનો સામનો કરીને ભોગ આપે છે.
માર્ક્સવાદી અર્થશાસ્ત્ર
ફેરફાર કરોમાર્ક્સ પ્રમાણે બજારમાં વેચવાની કોમોડિટીના ઉત્પાદન પર આધારિત અર્થતંત્ર અનિવાર્યપણે કટોકટીનો ભોગ બની શકે છે. માર્ક્સવાદી મત પ્રમાણે બજાર આધારિત અર્થતંત્ર નફાથી જ ચાલે છે પરંતુ વ્યાપાર (મૂડી) નફો ઘટવા તરફી ઝોક ધરાવે છે જેથી કટોકટી સમયાંતરે સર્જાય છે જેમાં મોટા પ્રમાણમાં બેરોજગારી પેદા થાય છે, વ્યાપાર ઘટે છે, બાકીની મૂડી કેન્દ્રિત અને સંગઠીત થાય છે અને નફાકારકતા ફરી રિકવર થાય છે. લાંબા ગાળો આ કટોકટી વધુ તીવ્ર બને છે અને વ્યવસ્થા પડી ભાંગે છે.[૧૬] રોસા લક્ઝમ્બર્ગ સહિત કેટલાક માર્ક્સવાદી લેખકોના માનવા પ્રમાણે કામદારોની ખરીદશક્તિમાં ઘટાડો થવાથી માંગ કરતા પૂરવઠો વધી જાય છે અને કટોકટી સર્જાય છે જે એવા મોડલમાં હોય છે જે કિનેસિયનની સાથે સમાનતા ધરાવે છે. હકીકતમાં ઘણા આધુનિક લેખકોએ માર્ક્સ અને કિનિસની થિયરીને સંલગ્ન કરવા પ્રયાસ કર્યો છે. બીજાએ માર્ક્સવાદી અને કિનેસિયન દૃષ્ટિકોણ વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો છે. કિનેસ પ્રમાણે મૂડીવાદ એક ટકાવવા યોગ્ય સિસ્ટમ છે કેટલાક કાર્યક્ષમ નિયમનને આધિન છે. માર્ક્સ માનતા હતા કે ઐતિહાસિક રીતે મૂડીવાદ એક વિનાશકારી સિસ્ટમ છે જેને સામાજિક નિયંત્રણ હેઠળ લાવી શકાય નહીં.[૧૭]
ઓસ્ટ્રીયન સ્કૂલ
ફેરફાર કરોબિનપ્રચલિત ઓસ્ટ્રીયન સ્કૂલના અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે વધારે પડતું બેન્ક ધિરાણ- અથવા ફિડ્યુસિયરી મિડિયા સર્જવાથી વ્યાપાર ચક્ર પેદા થાય છે અને વ્યાજના દર ઘણા નીચા હોય ત્યારે મધ્યસ્થ બેન્ક દ્વારા તેનું સર્જન થાય છે ખાસ કરીને જ્યારે તેને આંશિક રિઝર્વ બેન્કિંગની પદ્ધતિ સાથે સાંકળવામાં આવે.
લુડવિગ વોન માઇસિસ અને ફ્રેડરિક વોન હાયેક આ થિયરીના મુખ્ય પ્રણેતા હતા.
ઓસ્ટ્રીયન વ્યાપાર ચક્રીય થિયરીની મુખ્ય ટીકામાં કહેવાય છે કે અમેરિકાએ 19મી સદીમાં નિયમિત આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો જેમાં લાંબી મંદી મુખ્ય છે જે 1873ના ગભરાટ પછી જોવા મળી હતી જેના પછી 1907માં અમેરિકન મધ્યસ્થ બેન્કની સ્થાપના થઇ હતી. થોમસ વુડ્સ જેવા ઇતિહાસકાર તેમના પુસ્તક મેલ્ટડાઉન માં આ ટીકાને ફગાવી દેતા કહે છે કે અગાઉની નાણાકીય કટોકટી સરકાર અને બેન્કર્સના ધિરાણ વિસ્તારવાના પ્રયાસના કારણે પેદા થઇ હતી જે તેઓ પ્રવર્તમાન સોનાના ધોરણો લાગુ પાડવા છતાં કરતા હતા અને તેથી તે ઓસ્ટ્રીયન વ્યાપાર ચક્રની થિયરી સાથે મેળ ધરાવે છે.
હેનરી જ્યોર્જ
ફેરફાર કરોહેનરી જ્યોર્જની થિયરી પ્રમાણે મોટા ભાગના વ્યાપાર ચક્ર માટે જમીનના ભાવમાં વધઘટ મુખ્ય કારણ હોય છે. આજે આ વિષય પર થતી મોટા ભાગની ચર્ચામાં આ થિયરીને સામાન્ય રીતે અવગણવામાં આવે છે.[૧૮]
જ્યોર્જ જણાવે છે કે લગભગ તમામ ઉત્પાદન માટે એકદમ જરૂરી હોય તેવા પરિબળો પૈકી એક જમીનના ભાવ અર્થતંત્રમાં વૃદ્ધિની સાથે વધવાનું વલણ ધરાવે છે. તેનું કારણ જમીનનો જથ્થો (સ્થળનો જથ્થો અને કુદરતી ભંડાર) નિશ્ચિત છે. તેનો પૂરવઠો વધી શકતો નથી. તેથી જમીનની માંગ વધે ત્યારે ભાવ વધે છે.
અર્થતંત્ર વધે તેમ રોકાણકારો આ વલણ જુએ છે અને તેજીના ક્ષેત્ર અગાઉ જમીન ખરીદે છે ભવિષ્યમાં તેના વધેલા મૂલ્યનો ફાયદો લેવા માટે તેનો ઉપયોગ અટકાવી રાખે છે. જમીનના દરેક તેજીભર્યા ઇકોનોમી ભાવમાં મકાન અને ભાડાના દર એકંદર ફુગાવાની સરખામણીમાં ઘણા વધુ ઝડપથી વધે છે. જમીનના ભાવ અંગે અનુમાન થવાથી જમીનધારકો પાસે નફો એકત્ર થાય છે અને આર્થિક સ્રોત જમીનમાં અનુમાન તરફ ખેંચાય છે પરિણામે આ જમીન પર ઉત્પાદનમાંથી જે નફો મળતો હોય તે ઘટે છે.
અસરકારક રીતે જોવા જતા જમીનના અનુમાનથી બિલ્ટ-ઇન સપ્લાય આંચકો સર્જાય છે તેનાથી આર્થિક ઉત્પાદન વધવાની સાથે અર્થતંત્રને નીચોવે છે. અર્થતંત્ર માટે આ આયોજનબદ્ધ અવરોધ છે જે ભવિષ્યના આર્થિક વિસ્તરણ પર બ્રેક મૂકે છે. જમીન વિશે અનુમાન ચાલુ હોય ત્યાં સુધી અર્થતંત્રને આ આંચકો ચાલુ રહે છે જેના કારણે ફુગાવા તરફી વલણ સર્જાય છે અને વ્યાપાર ચક્રના વૃદ્ધિના તબક્કામાં અંતે મંદી આવે છે. જ્યોર્જ મુજબ જમીનનું અનુમાન હંમેશા આર્થિક મંદીનું કારણ હોય છે. તેમાં ઘણા અસરકર્તા પરિબળો હોય છે જેમ કે ઓઇલના ભાવમાં આંચકો, ગ્રાહકના વિશ્વાસમાં કટોકટી, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધઘટ, કુદરતી આપત્તિઓ- પરંતુ આમાંથી કોઇ ચીજ અંડરલાઇંગ નબળાઇ પેદા કરતી નથી.
જમીનના અનુમાન અર્થતંત્રને બે રીતે ધીમા કરે છે. તે સામાન્ય રીતે જમીનને વધુ મોંઘી બનાવીને ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. (એએસ વક્રને ઉપરની બાજુએ લઇ જઇ) તથા શ્રેષ્ઠ સ્થળ ન આપીને ઉત્પાદકતામાં ઘટાડો કરે છે તેથી એએસ વક્ર ડાબી બાજુ વળીને ‘સંભવિત આઉટપુટ’ ઘટાડે છે.[૧૯]
શમન
ફેરફાર કરોમોટા ભાગના સામાજિક સૂચકાંકો (માનસિક સ્વાસ્થ્ય, અપરાધ, આત્મહત્યા) આર્થિક મંદી વખતે વધી જાય છે. નોકરી ગુમાવતા લોકો માટે આર્થિક બંધિયારપણાનો સમય પીડાદાયક બને છે. ઘણી વાર મંદીનું શમન કરવા માટે રાજકીય દબાણ પણ પેદા થાય છે. 1940ના દાયકાથી, કિનેસિયન ક્રાંતિ પછી વિકસીત દેશોની મોટા ભાગની સરકારોએ વ્યાપાર ચક્રની અસર હળવી કરવાને સરકારની જવાબદારીનો હિસ્સો ગણ્યું છે જે તેની સ્થિરતાની નીતિ હેઠળ સામેલ છે.
કિનેસિયન મત પ્રમાણે મંદી અપૂરતી એકંદર માંગના કારણે પેદા થાય છે તેથી મંદી સર્જાય ત્યારે સરકારે એકંદર માંગનું પ્રમાણ વધારવું જોઇએ અને અર્થતંત્રને ફરી સંતુલન પર લાવવું જોઇએ. સરકાર બે રીતે આ કામ કરી શકે છે, પ્રથમ નાણાકીય પૂરવઠો વધારીને (વિસ્તરણવાદી નાણાકીય નીતિ) અને બીજું સરકારી ખર્ચ વધારીને અથવા ટેક્સ ઘટાડીને (વિસ્તરણવાદી રાજકોષીય નીતિ)
તેનાથી વિપરીત કેટલાક અર્થશાસ્ત્રીઓ, ખાસ કરીને નવા ક્લાસિકલ અર્થશાસ્ત્રી રોબર્ટ લ્યુકાસની દલીલ છે કે વ્યાપાર ચક્રનો કલ્યાણ ખર્ચ બહુ ઓછો અને નગણ્ય છે અને સરકારે સ્થિરતા પર ધ્યાન દેવાના બદલે લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન આપવું જોઇએ.
પરંતુ કિનેસિયન થિયરી પ્રમાણે પણ જટિલ અર્થતંત્ર ધરાવતા સમાજમાં ચક્રમાંથી બહાર નીકળવાની આર્થિક નીતિનું સંચાલન કરવું એક મુશ્કેલ કામ છે. કેટલાક થિયરીવાદીઓ, ખાસ કરીને માર્ક્સવાદી અર્થશાસ્ત્રમાં માનનારાઓનું કહેવું છે કે આ મુશ્કેલી અનિવાર્ય છે. કાર્લ માર્ક્સનો દાવો હતો કે સમયાંતરે વ્યાપાર ચક્ર કટોકટી મૂડીવાદી સિસ્ટમની કામગીરીનું અનિવાર્ય પરિણામ હોય છે. કાલ માર્ક્સનો દાવો હતો કે સરકાર વધુમાં વધુ આર્થિક કટોકટીના ટાઇમિંગ માં ફેરફાર કરી શકે છે. કટોકટી અલગ સ્વરૂપ માં પણ જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે તીવ્ર ફુગાવો અથવા સરકારી ખાધમાં સતત વધારાના સ્વરૂપમાં. સૌથી ખરાબ સ્થિત એ છે કે કટોકટી ટાળીને સરકાર તેને વધુ નાટ્યાત્મક અને આ રીતે વધુ પીડાદાયક બનાવે છે.
આ ઉપરાંત, 1960ના દાયકાથી નિયોક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રના સંચાલનમાં કિનેસિયન નીતિઓની ક્ષમતાને ઓછી આંકી હતી. 1960ના દાયકાથી નોબેલ પારિતોષિક વિજેતા મિલ્ટન ફ્રિડમેન અને એડમંડ ફેલ્પ્સ જેવા અર્થશાસ્ત્રીઓએ દલીલ કરી છે કે ફુગાવાની અપેક્ષાના કારણે લાંબા ગાળે ફિલિપ્સ વક્રનો છેદ ઉડી જાય છે. 1970માં સ્ટેગફ્લેશન વખતે આ થિયરીને જોરદાર ટેકો મળ્યો હતો અને મંદી અને ફુગાવો એકસાથે પેદા થતા નથી એવી સરળ કિનેસિયન આગાહી ખોટી સાબિત થઇ હતી.ઢાંચો:Or ફ્રિડમેનએ એટલી હદે દલીલ કરી છે કે દેશની મધ્યસ્થ બેન્કએ મોટી ભૂલો કરવાનું ટાળવું જોઇએ. 1929માં વોલ સ્ટ્રીટના કડાકા પછી તેમણે મૂડી પૂરવઠો બહુ ઝડપથી ઘટાડીને બેન્કોએ ભૂલ કરી હતી જેના કારણે મંદી વધીને મહામંદીમાં ફેરવાઇ ગઇ હતી.[સંદર્ભ આપો]
આ પણ જોશો
ફેરફાર કરો- ગતિશીલ સ્ટોકેસ્ટિક સામાન્ય સંતુલન
- વ્યાપાર ચક્રનો કલ્યાણ ખર્ચ
- વૈશ્વિક સિસ્ટમનું વલણ
- માહિતીની ક્રાંતિ
- નાવીન્યતાની સંતૃપ્તી
- માર્કેટનો ટ્રેન્ડ
- સ્કાયસ્ક્રેપર ઇન્ડેક્સ
- વ્યાપાર ચક્ર પર ઇન્વેન્ટરી રોકાણ
નોંધ
ફેરફાર કરો- ↑ O'Sullivan, Arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Prentice Hall. પૃષ્ઠ 57, 310. ISBN 0-13-063085-3. મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-01. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)CS1 maint: location (link) - ↑ Korotayev, Andrey V., & Tsirel, Sergey V. A Spectral Analysis of World GDP Dynamics: Kondratieff Waves, Kuznets Swings, Juglar and Kitchin Cycles in Global Economic Development, and the 2008–2009 Economic Crisis. Structure and Dynamics. 2010. Vol. 4. no. 1. pp. 3–57.
- ↑ ઓવર પ્રોડક્શન એન્ડ અંડર કન્ઝમ્પશન, સ્કારલેટ, હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થિયરી એન્ડ થોટ
- ↑ ચાર્લ્સ ડુનોયેર એન્ડ ઇમર્જન્સ ઓફ ધી આઇડિયા ઓફ એન ઇકોનોમિક સાઇકલ , રાબાહ બેન્કેમોન, હિસ્ટ્રી ઓફ પોલિટિકલ ઇકોનોમી 2009 41(2):271-295; DOI:10.1215/00182702-2009-003
- ↑ એમ. ડબલ્યુ. લી, ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન . હોમવુડ, આઇએલ, રિચાર્ડ ડી. ઇરવીન, 1955
- ↑ Schumpeter, J. A. (1954). History of Economic Analysis. London: George Allen & Unwin. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Kitchin, Joseph (1923). "Cycles and Trends in Economic Factors". Review of Economics and Statistics. The MIT Press. 5 (1): 10–16. doi:10.2307/1927031. Cite has empty unknown parameters:
|month=
and|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Kondratieff, N. D. (1935). "The Long Waves in Economic Life". Review of Economics and Statistics. The MIT Press. 17 (6): 105–115. doi:10.2307/1928486. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Cite has empty unknown parameter:|month=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ એ. એફ. બર્ન્સ એન્ડ ડબલ્યુ. સી. મિશેલ, મેઝરિંગ બિઝનેસ સાઇકલ્સ , ન્યુયોર્ક, નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ, 1946
- ↑ એ. એફ. બર્ન્સ, ઇન્ટ્રોડક્શન. ઇનઃ વેસ્લી સી. મિશેલ, વોટ હેપન્સ ડ્યુરિંગ બિઝનેસ સાઇકલ્સઃ એ પ્રોગ્રેસ રિપોર્ટ . ન્યુયોર્ક, નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ, 1951
- ↑ "US Business Cycle Expansions and Contractions". NBER. મેળવેલ 2009-02-20.
- ↑ ફ્રિડમેન, મિલ્ટનઃ એના જેકોબસન સ્કવાત્ઝ (1993). મોનેટરી હિસ્ટ્રી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, 1867-1960. પ્રિન્સટનઃ પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસ. pp.678
- ↑ જુઓ. કેરોટાયેવ, એન્ડ્રી વી. અને ટીસાઇરેલ, સર્ગે વી. એ સ્પેક્ટરલ એનાલિસિસ ઓફ વર્લ્ડ જીડીપી ડાઇનેમિક્સઃ કોન્ડાટિફ વેવ્ઝ, કુઝનેત્સ સ્વીંગ્સ, જગ્લર અને કિચન સાઇકલ્સ ઇન ગ્લોબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એન્ડ ધી 2008-2009 ઇકોનોમિક કટોકટી. સ્ટ્રક્ચર એન્ડ ડાયનેમિક્સ . 2010. ભાગ 4. #1. P.3-57.
- ↑ મેરી એસ. મોર્ગન, ધી હિસ્ટ્રી ઓફ ઇકોનોમેટ્રીક આઇડિયાઝ , કેમ્બ્રિઝ યુનિવર્સિટી પ્રેસ, 1991.
- ↑ "માઇકલ કેલેકી, 1899-1970". મૂળ માંથી 2008-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ હેન્રીક ગ્રોસમેન Das Akkumulations- und Zusammenbruchsgesetz des kapitalistischen Systems (Zugleich eine Krisentheorie) , હિર્ચફેડ, લિપઝિગ, 1929
- ↑ પૌલ મેટિક, માર્ક્સ એન્ડ કિન્સઃ ધી લિમિટ્સ ઓફ મિક્સ્ડ ઇકોનોમી , બોસ્ટન, પોર્ટર સાર્જન્ટ, 1969
- ↑ હેન્સન, એલ્વીન એચ. બિઝનેસ સાઇકલ્સ એન્ડ નેશનલ ઇન્કમ. ન્યુયોર્કઃ ડબલ્યુ ડબલ્યુ નોર્ટન એન્ડ કંપની, 1964, p 39
- ↑ "વ્યાપાર ચક્રના વાસ્તવિક કારણો વિશે હેનરી જ્યોર્જનું અવતરણ". મૂળ માંથી 2011-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
સંદર્ભો
ફેરફાર કરો- (2008)માંથી ધી ન્યુ પેલગ્રેડ ડિક્શનરી ઓફ ઇકોનોમિક્સ , બીજી આવૃત્તિ
- ક્રિસ્ટોફર જે એરસેજ. "મોનેટરી બિઝનેસ સાઇકલ મોડેલ્સ (સ્ટીકી પ્રાઇસિસ એન્ડ વેજીસ)." [javascript:void(0); અમૂર્ત.]
- Eckstein, Otto (1990). "1. The Mechanisms of the Business Cycle in the Postwar Period". માં Robert J. Gordon (સંપાદક). The American Business Cycle: Continuity and Change. University of Chicago Press. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) - Summers, Lawrence H. (1986). "Some Skeptical Observations on Real Business Cycle Theory" (PDF). Federal Reserve Bank of Minneapolis Quarterly Review. 10 (Fall): 23–27. More than one of
|number=
and|issue=
specified (મદદ)CS1 maint: discouraged parameter (link)