શંકર આંતરરાષ્ટ્રીય ઢીંગલી સંગ્રહાલય, દિલ્હી

શંકર આંતરરાષ્ટ્રીય ઢીંગલી સંગ્રહાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. આ સંગ્રહાલયની સ્થાપના મશહૂર વ્યંગ્ય ચિત્રકાર (કાર્ટૂનિસ્ટ) કે. શંકર પિલ્લાઈ- (૧૯૦૨-૧૯૮૯) દ્વારા કરવામાં આવી હતી. અહીંયા વિભિન્ન પરિધાનોમાં સજાવવામાં આવેલી ઢીંગલીઓનો સંગ્રહ વિશ્વના સૌથી મોટા સંગ્રહોમાંથી એક છે. આ સંગ્રહાલય બહાદુર શાહ ઝફર માર્ગ પર ચિલ્ડ્રન બુક ટ્રસ્ટના ભવનમાં આવેલું છે. આ ઢીંગલી ઘરના નિર્માણની પાછળ એક રોચક ઘટના રહેલી છે. જવાહરલાલ નેહરુ જ્યારે દેશના વડા પ્રધાન હતા ત્યારે દેશના પ્રસિદ્ધ વ્યંગ્ય ચિત્રકાર કે. શંકર પિલ્લાઈ એમની સાથે દરેક જગ્યાએ જતા પત્રકારોના જૂથના સદસ્ય હતા. તેઓ દરેક વિદેશ યાત્રામાં નેહરૂજીની સાથે સામેલ હતા. વ્યંગ્ય ચિત્રકાર કે. શંકર પિલ્લાઇને ઢીંગલીઓમાં ખાસ રસ હતો. આથી તેઓ યાત્રા દરમિયાન પ્રત્યેક દેશની અલગ-અલગ પ્રકારની ઢીંગલીઓ એકત્ર કરતા રહેતા હતા. ધીરે-ધીરે એમની પાસે ૫૦૦ જાતની ઢીંગલીઓ એકઠી થઈ ગઈ. તેઓ એમ વિચારતા હતા કે આ ઢીંગલીઓને આખા દેશનાં બાળકો જોઈ શકે. આથી તે અલગ-અલગ સ્થળો પર પોતાનાં કાર્ટૂનોના પ્રદર્શનની સાથે સાથે આ ઢીંગલીઓનું પણ પ્રદર્શન ખુલ્લું મુકતા હતા. વારંવાર આ રીતે ઢીંગલીઓને પ્રદર્શન માટે લાવવા અને પરત લઇ જવાના સમયમાં કેટલીક વાર ઢીંગલીઓમાં તોડફોડ પણ થઈ જતી હતી. એક વાર પંડિત નેહરૂ પોતાની પુત્રી ઈન્દિરા ગાંધીની સાથે આ પ્રદર્શન જોવા માટે આવી ગયા હતા અને જાતભાતની ઢીંગલીઓને જોઈ તેઓ ખુબજ ખુશ થયા. આ સમયે શંકરે ઢીંગલીઓને લાવવા અને લઈ જવામાં થતી પરેશાની તરફ નેહરૂજીનું ધ્યાન ખેંચ્યું હતું. ચાચા નેહરૂએ આ ઢીંગલીઓના સંગ્રહ માટે એક સ્થાયી ઘર માટે સુઝાવ આપ્યો હતો.

શંકર આંતરરાષ્ટ્રીય ગુડીયા સંગ્રહાલય, દિલ્હી

દિલ્હીમાં જ્યારે ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ માટે મકાનનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એના એક ભાગમાં આ ઢીંગલીઓ માટે પણ મકાન બનાવવામાં આવ્યું હતું. આ રીતે દુનિયાભરની ઢીંગલીઓના સંગ્રહને સાચવીને રાખવાને માટે એક અનોખું ઘર મળી ગયું. દિલ્હી ખાતે બહાદુર શાહ ઝફર માર્ગ પર બનેલા આ સંગ્રહાલયનું નામ "ગુડીયા ઘર" છે. અહિંયાં વિભિન્ન પરિધાનોમાં સજાવવામાં આવેલી ઢીંગલીઓનો સંગ્રહ વિશ્વના સૌથી વિશાળ સંગ્રહોમાંથી એક છે. ૫૧૮૪.૫ ચોરસ ફુટ જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલા આ સંગ્રહાલયમાં ૧૦૦૦ ફુટ જેટલી લંબાઈ ધરાવતી દીવાલો પર ૧૬૦ થી અધિક કાચ વડે સુરક્ષિત બનેલા ખાનાંઓ બનાવી તેમાં આ ઢીંગલીઓ ગોઠવવામાં આવેલી છે.[૧] આ સંગ્રહાલય બે ભાગોમાં વહેંચાયેલો છે. જેમાં એક હિસ્સામાં યૂરોપિયન દેશો ઇંગ્લૈંડ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રાષ્ટ્ર મંડળ દેશોની ઢીંગલીઓ પ્રદર્શન માટે રાખવામાં આવી છે. જ્યારે બીજા ભાગમાં એશિયાઈ દેશો, મધ્યપૂર્વ, આફ્રીકા અને ભારતની ઢીંગલીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઢીંગલીઓને ખૂબ સજાવીને રાખવામાં આવી છે. આ ગુડીયા ઘરનો પ્રારંભ ૧૦૦૦ જેટલી ઢીંગલીઓના સંગ્રહથી થયો હતો. વર્તમાન સમયમાં અહિયાં ૮૫ દેશોમાંથી લાવવામાં આવેલી આશરે ૬૫૦૦ ઢીંગલીઓના સંગ્રહને નિહાળી શકાય છે.[૨]

આ સંગ્રહાલય સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી દર્શકો માટે ખુલ્લું રાખવામાં આવે છે. આ સંગ્રહાલયની મુલાકાત લેવા માટે પ્રવેશ શુલ્ક વયસ્કો માટે ૧૫ રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ તથા બાળક દીઠ ૫ (પાંચ) રૂપિયા છે. બાળકો જો ૨૦ના સમૂહમાં ગુડીયા ઘર જોવા માટે આવે તો પ્રતિ બાળક દીઠ ટિકિટનું મૂલ્ય માત્ર ૩ (ત્રણ) રૂપિયા છે. દરેક સોમવારના દિવસે ગુડીયા ઘર બંધ રહેતું હોય છે.


સંદર્ભો ફેરફાર કરો

  1. "શંકર્સ ઇંટરનેશનલ ડૉલ્સ મ્યૂઝિયમ" (અઁગ્રેજ઼ીમાં). સંસ્થાનું અધિકૃત વેબસાઇટ. મૂળ (એચટીએમએલ) માંથી 2008-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonthday= ignored (મદદ)CS1 maint: unrecognized language (link)
  2. કુ. ઈપ્સા (૨૦૦૭). ભાષા મંજરી, ભાગ-૨. સહારનપુર: બંસલ પ્રકાશન. પૃષ્ઠ ૩૧ થી ૩૨. Unknown parameter |accessday= ignored (મદદ); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Unknown parameter |accessmonth= ignored (|access-date= suggested) (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો