કે. શંકર પિલ્લાઈ
ભારતીય વ્યંગચિત્ર (કાર્ટૂન) કળાના પિતામહ તરીકે ઓળખાતા કેશવ શંકર પિલ્લાઈનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૦૨ના રોજ કેરળ રાજ્યમાં થયો હતો. શિક્ષણ મેળવવા માટે મુંબઈ અને ત્યારબાદ પોતાની કાર્ટૂનિસ્ટ તરીકેની નોકરી ચાલુ થતાં જ શંકરે સપરિવાર દિલ્હી શહેરમાં વસવાટ કર્યો. ૨૬ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ શંકરનો દેહાંત થયો હતો.
કે. શંકર પિલ્લાઈ | |
---|---|
જન્મની વિગત | કયમકુલમ, કેરળ | 31 July 1902
મૃત્યુ | 26 December 1989 | (ઉંમર 87)
શિક્ષણ સંસ્થા | યુનિવર્સિટી સાયન્સ કૉલેજ, ત્રિવેન્દ્રમ |
વ્યવસાય | વ્યંગચિત્રકાર, લેખક |
સક્રિય વર્ષો | ૧૯૩૨–૧૯૮૬ |
પ્રખ્યાત કાર્ય | શંકર વીકલી ચિલ્ડ્રન બુક ટ્રસ્ટ શંકર ઇન્ટરનેશનલ ડૉલ મ્યુઝીયમ |
પુરસ્કારો | પદ્મવિભૂષણ (૧૯૭૬) |
શિક્ષણ
ફેરફાર કરોશાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ કાયદાનું શિક્ષણ મેળવવા માટે મુંબઈ શહેરમાં આવેલા શંકરે એક વર્ષ પછી ભણવાનું છોડીને એક શિપિંગ કંપનીમાં નોકરીની શરૂઆત કરી.
કાર્ટૂનની શુરુઆત
ફેરફાર કરોમુંબઈમાં ભણતર દરમિયાન શંકરે કેટલાક સમાચારપત્રોમાં પોતાનાં કાર્ટૂન મોકલવાની શરૂઆત કરી હતી, જેમાં ફ્રી પ્રેસ જનરલ, ક્રોનિકલ, વીકલી હેરાલ્ડ મુખ્ય હતાં. ઈ. સ. ૧૯૩૨માં ધ હિન્દુસ્તાન ટાઈમ્સ નામના અખબાર તરફથી શંકરને સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
પ્રકાશન
ફેરફાર કરોઇ. સ. ૧૯૪૨માં શંકરે ધ હિંદુસ્તાન ટાઈમ્સની નોકરી છોડીને પોતાના જેવી પહેલી અને અનોખી પત્રિકા શંકર્સ વીકલીની શુરુઆત કરી. શંકર્સ વીકલી રાજનૈતિક વ્યંગચિત્રો પર આધારિત એક સાપ્તાહિક પત્રિકા હતી, જે બહુજ લોકપ્રિય થઇ અને ઘણાં કાર્ટૂનિસ્ટો માટે શીખવા તેમજ કાર્ય કરવાનું માધ્યમ બની. ૨૭ વર્ષ પછી ઇ. સ. ૧૯૭૫માં શંકર્સ વીકલીનું પ્રકાશન બંધ થઇ ગયું. બાળકો સાથેના અનહદ પ્રેમના કારણે શંકરે બાળકો માટે ચિલ્ડ્રન્સ વર્લ્ડ નામની માસિક પત્રિકાનું પણ પ્રકાશન કર્યું.
પુરસ્કાર
ફેરફાર કરોકે. શંકર પિલ્લાઇને કલાના ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૬૬માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યા હતા.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Shankar at ચિલ્ડ્રન'સ બુક ટ્રસ્ટ સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન
- The Ingenious Cartoonist with an Aching Heart સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૯ ના રોજ વેબેક મશિન
- શંકર આંતરરાષ્ટ્રીય ગુડીયા સંગ્રહાલય (Shankar's International Dolls Museum) સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૨ ના રોજ વેબેક મશિન