શક્કરપારા

ગુજરાતી-મરાઠી નાસ્તો

શક્કરપારાઘઉંના લોટને તેલ અથવા ઘીમાં તળીને બનાવવામાં વાનગી છે.[] સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.

શક્કરપારા, નજીકથી
શક્કરપારા
શક્કરપારા

બનાવવાની રીત

ફેરફાર કરો

સામગ્રી

ફેરફાર કરો
  • ૧ કપ ઘઉંનો લોટ,
  • અડધો કપ રવો,
  • અડધો કપ મેંદો,
  • મોવણ માટે અડઘો કપ ઘી,
  • દુઘ,
  • એક ચમચી એલચી પાવડર,
  • એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.

લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. ૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Sacharoff, Shanta (૧૯૯૬). Flavors of India: Vegetarian Indian Cuisine. Book Publishing Company. પૃષ્ઠ ૧૯૨. ISBN 9781570679650.