શબરી

રામાયણમાં ઉલ્લેખિત વૃદ્ધ સ્ત્રી

શબરીહિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા પ્રમાણે વનમાં રહેતી એક વૃદ્ધ ભીલ સ્ત્રી હતી[].[]. વનવાસ વેળા ભગવાન રામની મુલાકાત થઈ ત્યારે શબરીએ બોર ધરાવીને એમનું સ્વાગત કર્યું હતું. ભગવાનને ખાટાં બોર ન ખાવાં પડે તેથી તેણે ચાખીચાખીને ભગવાનને માત્ર મીઠાં બોર ખવડાવ્યાં હતાં. રામે તેના સદ્વ્યવહાર અને નિષ્ઠા જોઈ તેને પરમધામ જવાનું વરદાન આપ્યું હતું. આજે પણ રામ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતી શબરીને યાદ કરવામાં આવે છે. શબરીની કથા રામાયણ ઉપરાંત ભાગવત, રામચરિતમાનસ, સૂરસાગર, સાકેત વગેરે ગ્રંથોમાં જોવા મળે છે.[સંદર્ભ આપો] શબરીની ભક્તિભાવના વર્ણવતાં ઘણાં પદો પણ ભક્ત કવિઓએ રચ્યાં છે.

રામને બોર ખવડાવતી શબરી
  1. Keshavadas 1988, p. 121
  2. Dodiya 2001, p. 148