શિંદે છત્રી, પુના
શિંદે છત્રી એ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેર નજીક વાનવડી ગામ ખાતે આવેલ એક ઐતિહાસિક સ્મારક છે. આ સ્મારક ઈ. સ. ૧૮મી સદીમાં મરાઠા સામ્રાજ્યના મુત્સદ્દી સેનાની મહાદજી શિંદેની સ્મૃતિમાં બંધાવવામાં આવેલ છે.
પાણિપતના ત્રીજા યુદ્ધ પછી મહાદજી શિંદેએ મરાઠા સામ્રાજ્ય ફરી ઊભું કરી એકત્રિત કરવાનું કાર્ય કર્યું હતું. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધમાં તેમના નેતૃત્વ હેઠળ મરાઠા સૈન્ય દ્વારા બ્રિટિશરોને નિર્ણાયક રીતે હરાવવામાં આવ્યા અને અંગ્રેજોને સંધિ કરવાની ફરજ પડી હતી. ૧૨ ફેબ્રુઆરી, ૧૭૯૪માં તેમનું નિધન થયું હતું.
ઈ. સ. ૧૭૯૪ના વર્ષની આસપાસ વર્તમાન શિંદે છત્રી સ્મારકની જગ્યાએ મહાદજીએ બંધાવેલ શિવાલય હતું. મહાદજીના અવસાન પછી તેમના અગ્નિ-સંસ્કાર આ જ જગ્યાએ કરવામાં આવ્યા હતા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |