શું થયું? (ચલચિત્ર)
શું થયુ? એ ૨૦૧૮ની એક ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તેનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. તેના નિર્માતા એમડી મીડિયા કોર્પ ના સ્થાપક મહેશ દાણન્નાવર અને વિશાલ શાહ છે. [૫] [૬] તેમાં મલ્હાર ઠાકર, યશ સોની, મયુર ચૌહાણ, મિત્રા ગઢવી, આર્જવ ત્રિવેદી અને કિંજલ રાજપ્રિયા વગેરી અભિનય આપ્યો છે. આ ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવ અને રાહુલ મુંજારિયાએ આપ્યું છે. [૧] [૨] [૭] આ ફિલ્મ તમિલ ફિલ્મ નડુવુલ કોંજમ પક્કથ કાણમ (૨૦૧૨)ની પુનઃનિર્મિતી છે . [૮]
શું થયું? | |
---|---|
દિગ્દર્શક | કૃષ્ણદેવ યાજ્ઞિક[૧] |
લેખક | કૃષ્ણદેવ યાજ્ઞિક |
પટકથા લેખક | કૃષ્ણદેવ યાજ્ઞિક |
નિર્માતા | મહેશ દાણાન્નવર વિશાલ શાહ |
કલાકારો | મલ્હાર ઠક્કર યશ સોની મયુર ચૌહાણ મિત્ર ગઢવી આર્જવ ત્રિવેદી જલ રાજપ્રિયા |
સંપાદન | નીરવ પંચાલ |
સંગીત | પાર્શ્વ સંગીત: રાહુલ મુંજારીયા ગીતો: કેદાર ભાર્ગવ પુરોહીત[૧] |
નિર્માણ નિર્માણ સંસ્થા | બેલ્વેડર ફિલ્મ[૧] |
રજૂઆત તારીખ | ૨૪ ઑગસ્ટ ૨૦૧૮[૨][૩] |
અવધિ | ૧૩૫ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી[૧] |
બોક્સ ઓફિસ | ₹૨૧ crore (US$૨.૮ million)[૪] |
પૃષ્ઠ ભૂમિ
ફેરફાર કરોમનન ( મલ્હાર ઠાકર ) દીપાલી (કિંજલ રાજપ્રિયા)ના પ્રેમમાં પડે છે અને તેણીના માતાપિતાને લગ્ન કરવા દેવા માટે મનાવવાનો પ્રયાસ કરે છે. [૯] લગ્નની તૈયારીઓ શરૂ થતાં જ તે ક્રિકેટ મેચમાં ઘાયલ થઈ જાય છે અને પાછલા બે વર્ષોની યાદ શક્તિ ગુમાવે છે. તે ભૂલાઈ ગયેલી યાદોમાં તેની પ્રેમિકાની દીપાલીની યાદો સમાયેલી છે. ફક્ત તેના મિત્રો આ અકસ્માત વિશે જાણે છે અને તે તેના લગ્નના દિવસ પહેલા તેની યાદ પાછી મેળવે તેની આતુરતાથી રાહ જુવે છે હવે એ તેની ખોવાયેલી યાદ પાછી આવશે કે આ અકસ્માતને મનનના કુટુંબ અને દિપાલીને અને તેણીના પરિવારને અકસ્માતમાં શું થયું તે કહેવું જ પડશે. [૭]
પાત્રો
ફેરફાર કરો- મનન તરીકે મલ્હાર ઠાકર
- નીલ તરીકે યશ સોની
- ચિરાગ તરીકે મિત્ર ગઢવી
- વીરલ તરીકે અર્જવ ત્રિવેદી
- દીપાલી તરીકે કિંજલ રાજપ્રિયા
- ચૈતાલી તરીકે નેત્રિ ત્રિવેદી
- હજામ તરીકે મયુર ચૌહાણ
- ચૈતાલીના પતિ તરીકે રાહુલ રાવલ
- ડોક્ટર તરીકે જય ભટ્ટ
- દિપાલીના પિતા તરીકે પ્રશાંત બારોટ
નિર્માણ
ફેરફાર કરોઆ ફિલ્મનું ચિત્રિકરણ અમદાવાદ સહિત ૨૮ જુદાજુદા સ્થળોએ ૩૨ દિવસમાં કરવામાં આવ્યું છે. [૨][૭]
જાહેર પ્રદર્શન
ફેરફાર કરોઆ ફિલ્મ ૨૪ ઑગસ્ટ ૨૦૧૮ ના દિવસે ૨૦૧૨ જુદા જુદા સ્થળોએ પ્રદર્શિત થઈ હતી. [૩] [૨] [૭][૧૦]
સાઉન્ડટ્રેક
ફેરફાર કરોફિલ્મનું સંગીત કેદાર - ભાર્ગવે આપ્યું હતું. [૧૧]
ક્રમ | શીર્ષક | ગીત | Artist(s) | અવધિ |
---|---|---|---|---|
1. | "ભાઈબંધો ભારે ભયંકર" | ભાર્ગવ પુરોહિત | ભૂમિકા શાહ | ૨:૫૨ |
2. | "શાન ભાન ભૂલે" | ભાર્ગવ પુરોહિત | ભાર્ગવ પુરોહિત, કીર્તીદાન ગઢવી ને શ્રદ્ધા હટ્ટાંગડી મહેતા | ૩:૩૪ |
3. | "કા કા કા" | ભાર્ગવ પુરોહિત | જીગરદાન ગઢવી, વૈતરણી પુરોહિત | ૨:૫૪ |
આવકાર
ફેરફાર કરોવિવેચકોની ટીકા
ફેરફાર કરોટાઇમ્સ ઑફ ઈન્ડિયાએ મૂવીને ૫ માંથી ૩.૫ સ્ટારની રેટિંગ આપતા કહ્યું હતું કે, "ફિલ્મે તેના મનોરંજક પરિબળને એટલી સારી રીતે જાળવી રાખ્યો છે કે મલ્હાર ઠાકરના બધા ચાહકોએ તે જોવી જ જોઈએ. જાઓ, જુવો, છેલ્લો દિવસના પાત્રો દ્વારા રચાતા જાદુને એક સંપૂર્ણપણે જુદી વાર્તામાં ફરીથી જુઓ!" [૧૨] આઈ એમ ગુજરાત.કૉમ ના વિવેચક શ્રુતિ જાંભેકર ફિલ્મમાં ફરી ફરી વપરાતા એકના એક સંવાદ "શું થયું? આપણે ક્રિકેટ રમતા'તાં.." ફિલ્મને કંટાળાજનક બનાવવતા હોવાની અને એક પાત્ર દિપાલીના દિપિકા તરીકેના ભૂલ ભરેલા ઉલ્લેખની ભૂલોને ટાંકે છે. [૧૩]
બૉક્સ ઑફિસ
ફેરફાર કરોફિલ્મે તેના પ્રથમ સપ્તાહના અંતે રૂ ૫.૧૧ કરોડની કમાણી કરી હતી. [૧૪] ૧૧ દિવસમાં, આ ફિલ્મે ૧૫.૪૬ કરોડની કમાણી કરી અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરતી ગુજરાતી ફિલ્મોમાંની એક બની. ફિલ્મે તેના થિયેટરમાં કુલ ₹ ૨૧ કરોડની કમાણી કરી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૩.૦ ૩.૧ "Yash Soni announces the trailer of Shu Thayu?". The Times of India. 10 August 2018.
- ↑ "Shu Thayu Box Office collection". મેળવેલ 28 December 2018.
- ↑ "Komal Nahta in conversation With Directed Krishnadev Yagnik Produced Mahesh Danannavar Shu Thayu, On Bollywood Business".
- ↑ Mahesh, Danannavar. "IMDB Profile of Mahesh Danannavar". IMDB.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ "છેલ્લો દિવસ'ની સફળતા બાદ 'શું થયુ?'નું ટ્રેલર રીલિઝ". Divya Bhaskar. 4 August 2018.
- ↑ "Shu Thayu ? Movie Review {3.5/5}: Critic Review of Shu Thayu ? by Times of India".
- ↑ "Shu Thayu".
- ↑ "Gujarati film #ShuThayu is UNSTOPPABLE... Setting new benchmarks for #Gujarati films... Fri 1.01 cr, Sat 1.51 cr. Total: ₹ 2.52 cr. Note: 212 screens / 900+ shows". 26 August 2018.
- ↑ [૧][હંમેશ માટે મૃત કડી]
- ↑ "Shu Thayu? – Movie Review". 24 August 2018.
- ↑ TNN (2018-08-24). "Page 6 : મૂવી રિવ્યૂઃ શું થયું?". I am gujarat. મૂળ માંથી 2019-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-05.
- ↑ "Regional films continue to trump Bollywood offerings". 28 August 2018.