ષડ્જભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો પ્રથમ સ્વર છે. આ સ્વર નો ઉચ્ચાર 'સા' છે. સંગીત શાસ્ત્ર મુજબ આ સ્વરનું ઉચ્ચારણ નાસિકા, કંઠ, ઉર, તાળવુ, જીભ અને દાંતના સંયુક્ત ઉપયોગથી થાય છે. સંસ્કૃત ભાષામાં તેનો અર્થ છ (૬) એવો થાય છે. આ માટે તેનું નામ ષડ્જ પડ્યું છે. ભરતનાટ્યમમાં સાતેય સ્વરોના ભાવ રસનું વર્ણન કરાયું છે તે મુજબ ષડ્જ સ્વર ઉત્સાહ અને વિસ્મય રસનો દ્યોતક છે.[]