સંક્ષિપ્ત સંદેશા સેવા (શોર્ટ મેસેજ સર્વિસ-એસએમએસ) એ જીએસએમ (GSM) મોબાઈલ સંચાર વ્યવસ્થામાં પૂરી પાડવામાં આવતી એક નિયત સેવા છે. આ સેવામાં નિશ્ચિત સંચાર વ્યવસ્થાના નિયમો (communications protocols) અનુસાર મોબાઈલ ટેલિફોન સાધનો (mobile telephone devices) વચ્ચે સંક્ષિપ્ત લેખિત સંદેશાની આપ-લેને સ્વીકૃતિ આપવામાં આવી છે.એસએમએસ લેખિત સંદેશા એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપક રીતે વપરાતી માહિતીની આપ-લે માટેની પદ્ધતિ છે. કુલ મોબાઈલફોન ધારકોમાંથી ૭૪% લોકો અથવા તો ૨.૪ બિલિયન લોકો સક્રિય રીતે તેમના ફોનથી લેખિત સંદેશાઓ મોકલે અથવા સ્વીકારે છે. [સંદર્ભ આપો]એસએમએસની પદ્ધતિ/પ્રૌદ્યોગિકીથી લેખિત સંદેશા વ્યવહાર (text messaging)માં વૃદ્ધિવિકાસ થયો છે.લેખિત સંદેશાની આપ-લે અને તેની પાછળ રહેલી ટેકનોલોજી એટલી હદે જોડાઇ ગયા છે કે વિશ્વના અમુક ભાગમાં તો "એસએમએસ" શબ્દ લેખિત સંદેશાનો કે લેખિત સંદેશો મોકલવાની ક્રિયાના પર્યાય રૂપે વપરાવા માંડ્યો છે, ભલે પછી એ કોઈ બીજી તકનીકથી મોકલવામાં કેમ ન આવ્યો હોય.

મોટરોલાના આરએઝેડઆર મોબાઈલ ફોન પર એસએમએસ મળ્યો
ઈ. ૧૬૧ (E.161) એ સૌથી વધુ પ્રચલિત એવી મોબાઈલ કીપેડ વર્ણમાળા (alphabet) ગોઠવણી છે.

મૂળભૂત રીતે જીએસએમ (GSM) શ્રેણીના ૧૯૮૫[]ના માનાંકો અનુસાર તૈયાર થયેલા આધુનિક મોબાઈલ-સાધનોમાં એસએમએસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીએસએમ મોબાઈલ સાધનો પરથી ૧૬૦ અક્ષરની (બે શબ્દ વચ્ચે છોડાતી ખાલી જગ્યા સહિત) મર્યાદા ધરાવતા લેખિત સંદેશાઓ મોકલવા-સ્વીકારવા માટે એસએમએસનો ઉપયોગ થતો હતો.[]ત્યારથી, એએનએસઆઈ સીડીએમએ નેટવર્ક (ANSI CDMA networks), ડિજિટલ એએમપીએસ (Digital AMPS) તેમ જ સેટેલાઈટ (satellite), લૅન્ડલાઈન (landline) નેટવર્ક જેવા અન્ય વૈકલ્પિક મોબાઈલ સંચાર વ્યવસ્થાઓમાં પણ આ સેવા પૂરી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.[સંદર્ભ આપો]મોટા ભાગના એસએમએસ સંદેશાઓ એક મોબાઈલ પરથી અન્ય (એક કે તેથી વધુ) મોબાઈલ પર મોકલવામાં આવે છે, પરંતુ એ સિવાય અન્ય પ્રકારે સંદેશા પ્રસારણ માટે પણ જે-તે વ્યવસ્થા સક્ષમ હોય છે.

જીએસએમના ભાગ રૂપ એસએમએસ

ફેરફાર કરો

૮૦ના દાયકાના પૂર્વાધમાં મોબાઈલધારકોને લેખિત સંદેશાની સુવિધા/સેવા પૂરી પાડવાનો વિચાર મોબાઈલ સંચાર સેવાઓ પૂરી પાડતી ઘણી કમ્યૂનિટીઓમાં અવ્યકત હતો.ડિસેમ્બર ૧૯૮૨માં સેપ્ટ (સીઈપીટી) ગૂ્રપ જીએસએમ (GSM)ની આ અંગેની પહેલી રૂપરેખા મંજૂર થઈ. તેમાં લખ્યું હતું, "જાહેર કળવાળા દૂરધ્વનિ નેટવર્ક અને જાહેર માહિતી નેટવર્ક દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સવલતો મોબાઈલ વ્યવસ્થામાં પણ ઉપલબ્ધ થવી જોઈએ."[]તેમાં લેખિત સંદેશાઓની આપ-લેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંદેશાઓની આપ-લે કાં તો મોબાઈલ સ્ટેશનો વચ્ચે સીધી થાય અથવા તો ૮૦ના દાયકાના પૂર્વાધથી વ્યાપક રીતે પ્રચલિત સંદેશા સંભાળવા માટેની વ્યવસ્થાઓ (Message Handling Systems) થકી તેનું પ્રસારણ થાય. []

એસએમએસની શોધમાં જે નાવીન્ય હતું તે સંક્ષિપ્ત "સંક્ષિપ્ત(શોર્ટ)" શબ્દને આભારી હતું. પણ જયારે અબાધિત લંબાઈનો લેખિત સંદેશો મોકલવા માટે વ્યવસ્થા સક્ષમ હોય (દા.ત. સંદેશા સંભાળવા માટેની વ્યવસ્થાનો ઉપયોગ કરીને) ત્યારે સંદેશાની લંબાઈ ૧૬૦ અક્ષરોમાં મર્યાદિત બનાવવાનું શું કારણ?જીએસએમ વ્યવસ્થા મુખ્યત્વે ધ્વનિજન્ય સંદેશાઓના વ્યવહાર માટે બનાવવામાં આવી હતી અને તેને જ તેનું મુખ્ય કાર્ય ગણવામાં આવ્યું હતું.જયારે એસએમએસ પાછળનો મુખ્ય વિચાર ધ્વનિજન્ય સંદેશાના પ્રસારણ માટેની આ સક્ષમ વ્યવસ્થાનો અને ધ્વનિ તરંગો માટેના માર્ગ પર જયારે કોઈ પ્રકારનું પ્રસારણ ન થતું હોય ત્યારે એ માર્ગનો ઉપયોગ લેખિત સંદેશાઓના પ્રસારણ માટે કરવાનો હતો. આ રીતે કોઈ જ પ્રકારના વધારાના ખર્ચ વિના, વ્યવસ્થાના ઉપયોગમાં ન હોય તેવા સ્રોતોનો ઉપયોગ કરીને લેખિત સંદેશાની આપ-લે કરી શકાય તેમ હતું. પરંતુ સંદેશાને ૧૨૮ બાઈટ્સ પૂરતો (પાછળથી સુધારીને તેને ૧૬૦ અક્ષરો જેટલો કરવામાં આવ્યો હતો) મર્યાદિત કરવો જરૂરી હતો, જેથી હાલમાં પ્રસારણ માટેના જે સ્રોતો ઉપલબ્ધ હતા તેના થકી જ આ સંદેશાઓ પણ પ્રસારિત થઈ શકે.તેથી આ સેવાને "સંક્ષિપ્ત સંદેશા સેવા (શોર્ટ મેસેજ સર્વિસ)" એવું નામ આપવામાં આવ્યું.

આ વિભાવનાના પરિણામે, પ્રતિ એકમ કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચ વિના, માત્ર એક રોજિંદા સોફટવેરથી પ્રત્યેક મોબાઈલ સ્ટેશન એસએમએસની સુવિધા આપી શકવા માટે સમર્થ બન્યું.આ વિભાવનાના અમલ માટે નેટવર્કમાં કોઈ પણ પ્રકારનો વર્ધમાન દર વિનાના એક સોફટવેરની જ આવશ્યકતા હતી.આખા દેશમાં ફેલાયેલ નેટવર્ક માટે વિશિષ્ટ સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર એમ એક જ નવા નેટવર્ક ઘટકની જરૂરિયાત હતી.એસએમએસની વધતી જતી આપ-લેના પરિણામે તેનું વિસ્તરણ અને ક્ષમતાવર્ધન જરૂરી બન્યું છે.છેક શરૂઆતના દિવસોથી શરૂ કરીને પ્રત્યેક નેટવર્કમાં અને અત્યાર સુધીમાં નિર્મિત પ્રત્યેક મોબાઈલ સ્ટેશનોમાં એસએમએસની સેવા અમલી બનાવવામાં આ વિભાવના નિમિત્તરૂપ રહી હતી. પરિણામે, વપરાશકર્તાઓએ જયારે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરવો શરૂ કર્યો ત્યારે એસએમએસની વિશાળ ક્ષમતા ધરાવતા ટર્મિનલ્સ અને નેટવર્ક ઉપલબ્ધ હતાં. []

કોઈ એક વ્યકિત/નિષ્ણાત કે એકાદ કંપની, એસએમએસની "જનેતા" કે "રચયિતા" હોવાનો દાવો કરી શકે તેમ નથી. સમગ્ર જીએસએમ પ્રોજેકટ જાતે જ ખરેખર એક સુંદર બહુરાષ્ટ્રીય જોડાણનો નમૂનો છે. એટલે એસએમએસની શોધનું શ્રેય કોઈ એક વ્યકિતના ભાગે નહીં પરંતુ જેમણે એસએમએસની શોધ કરી તેવી નિષ્ઠા અને સહકારથી જોડાયેલી વ્યકિતઓના નેટવર્કના ભાગે જાય છે.તેમણે આખા વિશ્વમાં એસએમએસ ટૅકનોલોજિને આધારભૂત તંત્રોના ઢાંચાનો ઉપયોગ કરીને અને આ તંત્રો થકી જ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી. નીચેના વિભાગોમાં આ બાબતોનું વિવરણ તથા પુરાવોઓ થકી પુષ્ટિ આપવામાં આવી છે. []

ફેબ્રુઆરી ૧૯૮૫માં ઓસ્લો ખાતે મળેલી જીએસએમ બેઠકમાં, જર્મની અને ફ્રાન્સના યોગદાનથી જીએસએમ જૂથમાં એસએમએસ વિકાસ અંગેનો પ્રથમ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. []આ પ્રસ્તાવ પર વધુ વિસ્તૃત ચર્ચા જર્મનીના યોગદાનના આધારે જીએસએમ પેટાજૂથ ડબ્લ્યુપી૧ સેવાઓ (માર્ટિન અલ્વેર્ન્હે, ફ્રાન્સ ટેલિકોમના પ્રમુખ પદે) અંતર્ગત કરવામાં આવી. જૅન યુદેસ્તાત (ટેલિનોર)ના અધ્યક્ષસ્થાને પેટાજૂથ ડબ્લ્યુપી૩ નેટવર્ક સંબંધી પાસાઓ અંગે પણ પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી.જૂન ૧૯૮૫ના દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબ અંતિમ પરિણામ જીએસએમના મુખ્ય જૂથ દ્વારા મંજૂર કરવામાં આવ્યું જે ઈન્ડસ્ટ્રીને વિતરિત પણ કરવામાં આવ્યું હતું. []ફ્રાઈડહેમ હિલેબ્રાન્ડ(જર્મન ટેલિકોમ)-એ બેર્નાર્ડ ઘિલ્લેબાર્ટ (ફ્રાન્સ ટેલિકોમના સહયોગથી એસએમએસ પર આગત દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

જીએસએમ જૂથમાં એસએમએસને નવા ડિજિટલ સેલ્યુલર તંત્ર માટેની એક સંભવિત સેવા તરીકે વિચારવામાં આવી હતી. જીએસએમ દસ્તાવેજમાં, "જીએસએમ તંત્ર હેઠળ પૂરી પાડવામાં આવનાર સેવાઓ અને સવલતો"- []મોબાઈલથી શરૂ કરાયેલા કે અધવચ્ચેથી કાપી નંખાતા સંક્ષિપ્ત સંદેશોઓ જીએસએમ ટેલિસર્વિસના ટેબલમાં દશ્યમાન થાય છે.

જીએસએમ સેવાઓ અંગેની ચર્ચાઓ એ પછી જીએસએમ ૦૨.૦૩માં ભલામણ રૂપમાં પરિણમી- "જીએસએમ પીએલએમએન (PLMN)ની સહાયથી ચાલતી દૂરધ્વનિ સેવાઓ". []અહીં આ ત્રણે સેવાઓનું પ્રાથમિક વિવરણ આપવામાં આવ્યું હતુંઃ

  1. મોબાઈલ વિચ્છેદિત સંક્ષિપ્ત સંદેશા સેવા (શોર્ટ મૅસેજ મોબાઈલ ટર્મિનેટેડ- એસએમએસ-એમટી) / બિંદુથી બિંદુ સુધીઃ મોબાઈલ ફોન પર સંક્ષિપ્ત સંદેશો પ્રસારિત કરવાની નેટવર્કની ક્ષમતા. આ સંદેશો ફોન દ્વારા અથવા સોફટવેરની મદદથી મોકલી શકાય.
  2. મોબાઈલ ઉદ્ભવિત સંક્ષિપ્ત સંદેશા (શોર્ટ મૅસેજ મોબાઈલ ઓરિજિનેટેડ એસએમએસ-એમઓ)/ બિંદુથી બિંદુઃ મોબાઈલ ફોન દ્વારા મોકલવામાં આવેલા સંક્ષિપ્ત સંદેશાને પ્રસારિત કરવાની નેટવર્કની ક્ષમતા.આ સંદેશો ફોન દ્વારા અથવા સોફટવેરની મદદથી મોકલી શકાય.
  3. સંક્ષિપ્ત સંદેશાનું સેલ બ્રોડકાસ્ટ (Cell Broadcast)

જીએસએમ અને તેના પેટાજૂથો ડબ્લ્યુપી૧માં ઝીણવટપૂર્વક વિગતવાર તૈયાર કરવામાં આવેલ સામગ્રી ૧૯૮૭ના વસંતમાં આઈડીઈજી (ઈમ્પલિમેન્ટેશન ઓફ ડેટા એન્ડ ટેલિમેટિક સર્વિસીઝ ઍકસપર્ટ્સ ગ્રૂપ) નામના નવા જીએસએમ સંગઠનને સોંપવામાં આવી, જેમાં મે, ૧૯૮૭માં ફ્રાઈડહેમ હિલ્લેબ્રાન્ડ (જર્મન ટેલિકોમ)ની અધ્યક્ષતા હેઠળ તેની શરૂઆતને બહાલી આપવામાં આવી. બે ભલામણો જીએસએમ ૩.૪૦ (બિંદુથી બિંદુ સુધીની બંને સેવાઓ ભેગી કરી દેવાની) તથા જીએસએમ ૩.૪૧ (સેલ બ્રોડકાસ્ટ) મુજબ આજે આપણને જે સ્તરની સુવિધાઓ મળે છે તે મુખ્યત્વે આઈડીઈજી (પાછળથી ડબ્લ્યુપી૪) દ્વારા નિર્મિત છે.

ડબ્લ્યુપી૪ દ્વારા એસએમએસની તમામ લાક્ષણિકતાઓ માટે જવાબદાર એવા એક ડ્રાફિંટગ ગ્રૂપ મૅસેજ હેન્ડલિંગ (ડીજીએમએચ)-ની રચના કરવામાં આવી. ફિન ટ્રોસબાય (ટેલિનોર)-એ તેનું અધ્યક્ષસ્થાન લીધું.ડીજીએમએચમાં લગભગ ૫થી ૮ સહભાગીઓ હતા (વોડાફોનના ઍલન કોકસનો ફિન ટ્રોસબાયે એક યોગદાતા તરીકે ઉલ્લેખ કર્યો છે.)પ્રથમ ઍકશન પ્લાન[૧૦]માં સૌથી પહેલી વખત તાંત્રિક લાક્ષણિકતાઓ ૩.૪૦નો ઉલ્લેખ કરવામાં આવ્યો, "સંક્ષિપ્ત સંદેશા સેવાનું તાંત્રિક મૂર્તસ્વરૂપ."ફિન ટ્રોસબાય તેના તંત્રી હતા. નવેમ્બર ૧૯૮૭[૧૧]માં તાંત્રિક લાક્ષણિકતાઓનો પ્રથમ મુસદ્દો પૂર્ણ થયો.

લાક્ષણિકતાઓના આ મુસદ્દા પર બીજાં થોડાં વર્ષો કામ ચાલુ રહ્યું, જેમાં સેલનેટ (હવે O2)ના કેવિન હોલેયે અગત્યની ભૂમિકા ભજવી.મુખ્ય લાક્ષણિકતાઓ જીએસએમ ૩.૪૦ની સાથે સાથે એકબીજાની સાથે સંપર્કમાં આવનારી વ્યવસ્થાઓની વિગતવાર આચાર સંહિતા પણ પૂર્ણ કરવી જરૂરી હતી.

એસએસ૭ (SS7)ની મોબાઈલ એપ્લિકેશન પાર્ટ (Mobile Application Part) (એમએપી) આચાર સંહિતામાં સંક્ષિપ્ત સંદેશાનો જયાંથી આરંભ થયો હોય તે નેટવર્કના હાર્દ થકી પરિવહનની બાબતને સમાવી લેવામાં આવી છે. [૧૨]એમએપીનો બીજો તબક્કો મોબાઈલ વિચ્છેદિત સંક્ષિપ્ત સંદેશાના વહન માટે અલગથી ઓપરેશન કોડનો આરંભ કરીને એસએમએસની સેવાઓ વિસ્તારે છે.[૧૩]બીજા તબક્કા પછી, એમએપીમાં સંક્ષિપ્ત સંદેશાઓના ઓપરેશન પેકેજમાં કોઈ પ્રકારના બદલાવ આવ્યા નથી, પરંતુ સીએએમઈએલ એસએમએસ નિયમનને સક્ષમ એવા અન્ય ઓપરેશન પેકેજ વિકસાવવામાં આવ્યા છે.

૯૯ અને ૪ પછીની ૩જીપીપી (3GPP) રીલીઝિસથી [[મોબાઈલ નેટવર્કોના વધુ સજ્જ તર્ક માટે અનુરૂપ એપ્લિકેશન્સ (કસ્ટમાઈઝ એપ્લિકેશન્સ ફોર મોબાઈલ નેટવકર્સ ઈન્હાન્સ્ડ લૉજિક)|સીએએમઈએલ]] (CAMEL)ના ત્રીજા તબક્કામાં મોબાઈલ ઉદ્ભવિત સંક્ષિપ્ત સંદેશા સેવાના વિવિધ પાસા પર નિયમન રાખવા માટે બુદ્ધિગમ્ય (ઈન્ટેલિજન્ટ) નેટવર્ક (આઈએન) (Intelligent Network (IN))ની ક્ષમતાનો આરંભ કર્યો, જયારે ૩જીપીપીના ભાગ રૂપ [૧૪]સીએએમઈએલ તબક્કો ૪ મોબાઈલ વિચ્છેદિત સંક્ષિપ્ત સંદેશા સેવા પર નિયમન રાખવા સક્ષમ આઈએન પૂરું પાડે છે.[૧૫]સીએએમઈએલે સંક્ષિપ્ત સંદેશાઓની રજૂઆત (મોબાઈલ ઉદ્ભવિત-એમઓ) અથવા વિતરણ (મોબાઈલ ટર્મિનેટેડ- એમટી) રોકવા, વપરાશકર્તાએ નિર્ધારિત કરેલા અંતિમો સિવાય અન્ય અંતિમો પર સંદેશા મોકલવા અને સેવાના ઉપયોગ સામે તત્ક્ષણ બિલ માટે જીએસએમએસસીપી (gsmSCP)ને મંજૂરી આપી. સંક્ષિપ્ત સંદેશા સેવા માટે સીએએમઈએલ નિયમન પ્રમાણભૂત બન્યું તે પહેલાં આઈએન નિયમન, એસએસ૭ના ઈન્ટેલિજન્ટ નેટવર્ક એપ્લિકેશન પાર્ટ (આઇએનએપી) (Intelligent Network Application Part (INAP)) પર વેચાણકર્તા મુજબ નિશ્ચિત એકસટેન્શનો ફેરબદલ (switch) કરવા પર આધાર રાખતું હતું.

૩ ડિસેમ્બર (3 December) ૧૯૯૨ (1992)ના યુનાઈટેડ કિંગડમ (United Kingdom)માં વોડાફોન (Vodafone) જીએસએમ નેટવર્કના ઉપયોગથી સૌથી પહેલો એસએમએસ[૧૬] મોકલવામાં આવ્યો હતો. આ સંદેશો અંગત કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને સેમા જૂથ (Sema Group)(હવે એરવાઈડ સોલ્યુશન્સ (Airwide Solutions))ના નેઈલ પાપવર્થ તરફથી ઓરબીટેલ (Orbitel) ૯૦૧ હેન્ડસેટ પર વોડાફોનના રિચાર્ડ જાર્વિસને મોકલવામાં આવ્યો હતો.આ લેખિત સંદેશાના શબ્દો હતા- "મૅરી ક્રિસમસ- શુભ આનંદદાયી ક્રિસમસ." [૧૭]૧૯૯૩માં નોકિયા (Nokia) ખાતે રીકુ પિહકોનેન નામના એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ જીએસએમ ફોન પર ટાઈપ કરીને સૌથી પહેલવહેલો એસએમએસ કર્યાનો દાવો છે.[૧૮]

[૧૯]૧૯૯૩માં સ્વિડનમાં તેલિયા (Telia) સાથે અલ્ડીસ્કોન (Aldiscon) (હવે એસીસિઓન) દ્વારા સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર (Short Message Service Centre) (શોર્ટ મેસેજ સર્વિસ સેન્ટર- એસએમઅસેસી)નો વ્યાપારી ધોરણે પહેલવહેલો પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમના પછી ૧૯૯૩ના ઉત્તરાર્ધમાં યુએસના ફિલટ કોલ (હવે નેકસ્ટેલ (Nextel))[સંદર્ભ આપો], નોર્વે[સંદર્ભ આપો]ના ટેલિનોર અને બીટી સેલનેટ (હવે O2 યુકે)[સંદર્ભ આપો]-એ પણ એ દિશામાં પ્રયાણ કયુર્ં હતું.

શરૂઆતમાં વિકાસ દર ધીમો હતો. ૧૯૯૫માં દર મહિને માંડ સરેરાશ ૦.૪ સંદેશાઓ પ્રતિ જીએસએમ ગ્રાહકો મોકલાતા હતા.[૨૦]એસએમએસની ધીમી શરૂઆત પાછળ ઓપરેટર્સની અક્ષમતા એક રીતે કારણભૂત રહી એમ કહી શકાય. જેમ કે ઓપરેટર્સ ચાર્જિંગ બાબતે ધીમા રહેતા, પરિણામે ખાસ કરીને પ્રિ-પેઈડ ગ્રાહકોને તકલીફ વધતી અને એ ઉપરાંત બિલમાં છેતરપિંડી જે વ્યકિતના હેન્ડસેટ પર એસએમએસસી (SMSC) સેટિંગ્સ બદલીને બીજા ઓપરેટર્સના એસએમએસસી વાપરવા શકય બનાવતું હતું[સંદર્ભ આપો].

સમય જતાં, આ નબળાઈઓને જુદી જુદી રીતે નિવારવામાં આવી; જેમ કે એસએમએસસી પર બિલિંગને બદલે સ્વિચ-બિલિંગમાં ફેરવી નાખવામાં આવ્યું અને એસએમએસસીમાં પણ વિદેશી વપરાશકર્તાઓને મોકલાતા સંદેશા અટકાવતી નવી લાક્ષણિકતા ઉમેરવામાં આવી, જેથી છેતરપિંડીને ઝાઝો અવકાશ રહ્યો નહીં.વર્ષ ૨૦૦૦ના અંતમાં પ્રતિ વપરાશકર્તા એસએમએસની સંખ્યા ૩૫ પ્રતિ માસ પહોંચી ગઈ [૨૦] અને ૨૦૦૬ની ક્રિસમસ પહેલાં તો માત્ર યુકેમાં જ ૨૦૫ મિલિયન લેખિત સંદેશાઓ મોકલવામાં આવ્યા. [૨૧]

એવું પણ કહેવાય છે કે શરૂઆતમાં બહારગામ/વિદેશ ગયેલા ગ્રાહકોને તેઓ રજા માણીને પાછા ફરે ત્યારે ભાગ્યે જ તેમના બિલમાં એસએમએસની ગણતરી થયેલી હોય. આ કારણથી પણ મોબાઈલ ફોન પર વાતચીતના બદલે લેખિત સંદેશો મોકલવાની પદ્ધતિને વેગ મળ્યો.[સંદર્ભ આપો]

જીએસએમ બહાર લેખિત સંદેશાઓ મોકલવા

ફેરફાર કરો

એસએમએસની રચના મૂળભૂત રીતે જીએસએમના હિસ્સા તરીકે થઈ હતી, પરંતુ હવે તે અનેક પ્રકારના નેટવર્કમાં ઉપલબ્ધ છે, ૩જી (3G) નેટવર્કમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. જો કે તમામ લેખિત સંદેશાઓ માટેની વ્યવસ્થાઓ એસએમએસ ઢાંચાનો ઉપયોગ કરતી નથી, મૂળભૂત વિભાવનાનું અન્ય રીતે નોંધપાત્ર અમલીકરણ કરનારામાં જાપાન (Japan)ના જે-ફોન્સ (J-Phone)નું સ્કાયમેલ અને એનટીટી ડીઓ.સીઓ.એમઓ. (NTT Docomo)નું શોર્ટ મેલ ગણી શકાય. ફોનથી ઈમેલ સંદેશો પાઠવવા-સ્વીકારવા માટે લોકજીભે ચઢેલાં એનટીટી ડીઓ.સીઓ.એમઓ.નો આઈ-મોડ (i-mode) અને આરઆઈએમ બ્લેકબેરી (BlackBerry) પણ એસએમટીપી (SMTP) અને ટીસીપી/આઈપી (TCP/IP) જેવી નિશ્ચિત મેલ આચારસંહિતા અનુસરે છે.

એસએમએસ ટુડે

ફેરફાર કરો

વ્યાપારી દષ્ટિએ, ૨૦૦૬માં એસએમએસ એ વૈશ્વિક ધોરણે ૮૧ બિલિયન ડોલર્સ જેવી જંગી રકમની ઈન્ડસ્ટ્રીમાં પલટાઈ ગઈ હતી.[૨૨]વૈશ્વિક ધોરણે એસએમએસની એકંદર કિંમત ૦.૧૧ યુએસ ડોલર છે, જેમાં લગભગ ૯૦% જેટલો નફાનો ગાળો છે.

તાંત્રિક/તકનિકી વિગતો

ફેરફાર કરો

જીએસએમ ૦૩.૪૦ ભલામણમાં સંક્ષિપ્ત સંદેશા સેવા- બિંદુથી બિંદુ (એસએમએસ-પીપી)ને નિશ્ચિત કરવામાં આવી છે. []જીએસએમ ૦૩.૪૧માં સંક્ષિપ્ત સંદેશ સેવા સેલ બ્રોડકાસ્ટ (એસએમએસ-સીબી)નું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેના પ્રમાણે સંક્ષિપ્ત સંદેશા સેવા સેલ બ્રોડકાસ્ટથી અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં તમામ મોબાઈલધારકોને સંદેશા (જાહેરાતો, જાહેર માહિતી, વગેરે) મોકલી શકાય છે. [૨૩] સંદેશાઓ સૌ પ્રથમ સંગ્રહ અને ફરીથી મોકલવાની (store-and-forward) પદ્ધતિ અનુસરતાં સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર (Short Message Service Centre) (એસએમએસસી) પર જાય છે. એ સંદેશો જેના માટે છે તેમને સંદેશા મોકલવાના પ્રયત્નો કરે છે. જો કોઈ કારણસર સંદેશો સ્વીકારનાર પહોંચમાં ન હોય તો એસએમએસસી તેને ફરીથી કોશિશ કરવા માટે અલગ કતારમાં ગોઠવે છે. [૨૪]કેટલાક એસએમએસસી "મોકલો અને ભૂલી જાવ" જેવો વિકલ્પ પણ પૂરો પાડે છે. આ વિકલ્પમાં માત્ર એક જ વાર સંદેશો પ્રસારિત કરવામાં આવે છે. મોબાઈલ હેન્ડસેટ પર મોકલવામાં આવતા સંદેશાઓ માટે મોબાઈલ વિચ્છેદિત (મોબાઈલ ટર્મિનેટેડ- એમટી) અને મોબાઈલ હેન્ડસેટથી મોકલવામાં આવતા સંદેશોઓ માટે મોબાઈલ ઉદ્ભવિત (મોબાઈલ ઓરિજિનેટિંગ- એમઓ) એમ બંને ક્રિયાઓ માટે તે સક્ષમ છે.સંદેશા વિતરણ માટે "શ્રેષ્ઠ પ્રયત્ન (best effort)" ગોઠવવામાં આવ્યો હોય છે, પણ એથી સંદેશો ખરેખર જે-તે નિશ્ચિત વ્યકિતને પહોંચશે જ તેવી કોઈ ખાતરી રહેતી નથી. વિશેષ કરીને જયારે બે નેટવર્ક વચ્ચે આપ-લેની વાત હોય ત્યારે સંદેશો મોડા પહોંચવાના કે પછી કયારેક સંપૂર્ણ સંદેશો જ ન મળવાના કિસ્સાઓ ઓછા સામાન્ય નથી. વપરાશકર્તાઓ ઇચ્છે તો વિતરણ/પહોંચનો અહેવાલ મંગાવવો પસંદ કરી શકે છે (તમારા લેખિત સંદેશાની પહેલાં માત્ર *0# અથવા *N# ઉમેરવાથી પહોંચનો અહેવાલ મળી શકશે.) તમે મોકલેલો સંદેશો નિર્ધારિત વ્યકિત સુધી પહોંચ્યાની માહિતી આ સેવાથી મેળવી શકાય છે.

જીએસએમ ૦૩.૩૮
એકસ૦ એકસ૧ એકસ૨ એકસ3 એકસ૪ એકસ૫ એકસ૬ એકસ૭ એકસ૮ એકસ૯ એકસએ એકસબી એકસસી એકસડી એકસઈ એકસએફ
૦એકસ @ (@) £ (£) $ ($) ¥ (¥) è (è) è (é) ù (ù) ì (ì) ò (ò) Ç (Ç) એલએફ (LF) Ø (Ø) Ø (ø) સીઆર (CR) Å (Å) å (å)
૧એકસ Δ (Δ) _ (_) Φ (Φ) Γ (Γ) Λ (Λ) Ω (Ω) Π (Π) Ψ (Ψ) Σ (Σ) Θ (Θ) Ξ (Ξ) ઈએસસી (ESC) Æ (Æ) æ (æ) ß (ß) É (É)
૨એકસ એસપી (SP) ! (!) " (") # (#) ¤ (¤) % (%) & (&) ' (') ( (() ) ()) * (*) + (+) , (,) - (-) . (.) / (/)
૩એકસ 0 (0) (1) (2) (3) (4) (5) 6 (6) (7) (8) (9) : (:) ; (;) < (<) = (=) > (>) ? (?)
૪એકસ ¡ (¡) (A) બી (B) સી (C) ડી (D) (E) એફ (F) જી (G) એચ (H) આઈ (I) જે (J) કે (K) એલ (L) એમ (M) એન (N) (O)
૫એકસ પી (P) કયુ (Q) આર (R) એસ (S) ટી (T) યુ (U) વી (V) ડબ્લ્યુ (W) એકસ (X) વાય (Y) ઝેડ (Z) Ä (Ä) Ö (Ö) Ñ (Ñ) Ü (Ü) § (§)
૬એકસ ¿ (¿) (a) બી (b) સી (c) ડી (d) (e) એફ (f) જી (g) એચ (h) આઈ (i) જે (j) કે (k) એલ (l) એમ (m) એન (n) (o)
૭એકસ પી (p) કયુ (q) આર (r) એસ (s) ટી (t) યૂ (u) વી (v) ડબલ્યૂ (w) એકસ (x) વાય (y) ઝેડ (z) ä (ä) ö (ö) ñ (ñ) ü (ü) à (à)
૧બી 0એકસ એફએફ (FF)
૧બી ૧એકસ ^ (^)
૧બી ૨એકસ { ({) } (}) \ (\)
૧બી ૩એકસ [ ([) ~ (~) ] (])
૧બી ૪એકસ | (|)
૧બી ૫એકસ
૧બી ૬એકસ ()
૧બી ૭એકસ

સંદેશાની સાઈઝ

ફેરફાર કરો

એસએસ૭ (SS7) સંહિતા મુજબ, એસએમએસસી અને મોબાઈલ સાધન વચ્ચે મોબાઈલ એપ્લિકેશન પાર્ટ (Mobile Application Part) (એમએપી)ના ઉપયોગથી સંક્ષિપ્ત સંદેશાનું પ્રસારણ થાય છે. એમએપી એમઓ- અને એમટી- ફોરવર્ડએસએમ ઓપરેશન્સ દ્વારા મોકલાતા સંદેશાઓની લંબાઈ સિગ્નલિંગ સંહિતા મુજબ ચોક્કસપણે ૧૪૦ અષ્ટક (ઓકટેટ) (octet) પૂરતી મર્યાદિત હોય છે. (૧૪૦ ઓકટેટ = ૧૪૦ ૮ બિટ= ૧૧૨૦ બિટ).વિવિધ વર્ણમાળાઓના ઉપયોગથી સંક્ષિપ્ત સંદેશાઓને સંકેતમાં ફેરવી શકાય છેઃ જેમ કે સામાન્ય જીએસએમ ૭-બિટ (bit) વર્ણમાળા (ઉપર બતાવ્યા મુજબ), ૮-બિટ ડેટા વર્ણમાળા અને ૧૬-બિટ યુટીએફ-૧૬/યુસીએસ-૨ (UTF-16/UCS-2) વર્ણમાળા.[૨૫]ગ્રાહકે પોતાના મોબાઈલ સાધનમાં કઈ વર્ણમાળા ગોઠવી છે તેના આધારે તેના વ્યકિતગત સંક્ષિપ્ત સંદેશાની મહત્તમ સાઈઝ નિશ્ચિત થાય છે. જેમ કે ૭-બિટ (bit) વર્ણમાળા હોય તો ૧૬૦ અક્ષરો, ૮-બિટ વર્ણમાળા હોય તો ૧૪૦ અક્ષરો અથવા ૧૬-બિટ વર્ણમાળા હોય તો ૭૦ અક્ષરો (બે શબ્દો વચ્ચેની જગ્યા સહિત).તમામ જીએસએમ મોબાઈલ-સાધનો અને નેટવર્ક ઘટકો જીએસએમ ૭-બિટ વર્ણમાળા માટે ફરજિયાતપણે સક્ષમ હોય છે,[૨૫] પણ અરબી, ચાઈનીઝ, કોરિયન, જાપાનીઝ અથવા સાયરિલીક વર્ણમાળા ધરાવતી ભાષાઓ (દા.ત. રશિયન) માટે માત્ર ૧૬-બિટ યુસીએસ-૨ (UCS-2)ના ઉપયોગથી અક્ષર-સંકેતો (character encoding) બનાવવા શકય છે (જુઓ યુનિકોડ (Unicode)).એસએમએસની પેલોડ સાઈઝમાં માર્ગનિર્ધારણ (Routing) માટેની માહિતી તથા અન્ય મેટાડેટા (metadata) અલગથી ઉમેરાય છે.

લાંબા, વધુ માહિતી ધરાવતા સંક્ષિપ્ત સંદેશાઓ (શ્રેણીબદ્ધ એસએમએસ (Concatenated SMS), બહુ-ભાગયીય અથવા વિભાગોમાં મોકલાયેલા અથવા તો "લાંબા એસએમએસ") અનેક ટુકડાઓમાં વહેંચીને મોકલી શકાય છે. આવા કિસ્સામાં દરેક સંદેશો યુઝર ડેટા હેડર (યુડીએચ)થી શરૂ થાય છે.હવે યુડીએચની ગણતરી પેલોડમાં થતી હોવાથી પ્રત્યેક એસએમએસના ટુકડાઓમાં અક્ષરોની સંખ્યા ઘટે છેઃ ૭-બિટ સંકેતો માટે ૧૫૩ અક્ષરો, ૮-બિટ સંકેતો માટે ૧૩૪ અક્ષરો અને ૧૬-બિટ સંકેતો માટે ૬૭ અક્ષરો.પછી આ સંદેશાઓના ટુકડાઓ ભેગા કરવાના અને તેને ફરીથી એક લાંબા સંદેશા તરીકે રજૂ કરવાના કાર્ય માટે સંદેશો સ્વીકારનાર મોબાઈલ-સાધન જવાબદાર હોય છે. સૈદ્ધાંતિક રીતે તો ૨૫૫ વિભાગો સુધીના સંદેશાઓ મોકલી શકાય,[૨૬] પરંતુ વાસ્તવિક રીતે વધુમાં વધુ ૬થી ૮ વિભાગોમાં સંદેશા મોકલી શકાય છે. આ લાંબા સંદેશાઓને તે જેટલા એસએમએસમાં વહેંચાયેલા હોય તે પ્રમાણે મોટા ભાગે પ્રતિ એસએમએસ મૂલ્ય ગણવામાં આવે છે.વધુ માહિતી માટે જુઓ શ્રેણીબદ્ધ એસએમએસ (Concatenated SMS)

એસએમએસ સંકોચન

ફેરફાર કરો

માયમોબાઈલ એગ્રોનોમિકસ નામના એક ભારતીય સાહસે ફોન પર કલેવર ટેકસટીંગ અને પાનિનિ કીપેડ જેવા પોતાનાં ઉત્પાદનો થકી એસએમએસ સંકોચનની પહેલવહેલી શરૂઆત કરી છે, તેઓ અનુક્રમે એસએમએસની ક્ષમતામાં ૪૦% અને ૩૫૦% જેટલો વધારો આપે છે.એમાં એસએમએસનો એક પરિવહન લેયર તરીકે ઉપયોગ કરીને પોતાની એપ્લિકેશનથી ફોન પર જ તેનું સંકોચન અને વિસંકોચન કરવામાં આવે છે.

એસએમએસ ગેટવે પ્રોવાઈડર

ફેરફાર કરો

એસએમએસ ગેટ વે પ્રોવાઈડર્સ મુખ્યત્વે ધ્યેયલક્ષી-કટોકટીના સંદેશાઓ, ઉદ્યોગો માટેના સંદેશાઓ, માહિતી વિતરણ અને એસએમએસનો ઉપયોગ કરતી મનોરંજનની સેવાઓ માટેના સંદેશાઓ(દા.ત. ટીવી મતદાન)ના વહન માટે જવાબદાર હોવાથી તેઓ મોબાઈલધારકો અને બિઝનેસ સંગઠનો વચ્ચેના એસએમએસ ટ્રાફિકને સંભાળે-સરળ બનાવે છે. એસએમએસની આપ-લેનો દેખાવ અને કિંમત તથા સંદેશા સેવાઓના સ્તરના આધારે એસએમએસ ગેટ વે પ્રોવાઈડર્સને એકત્રિત કરનારા (એગ્રીગેટોર્સ) અથવા એસએસ૭ (SS7) પ્રોવાઈડર્સ એમ બે વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય.

એગ્રીગેટર મોડલ, મોબાઈલ ધારકોથી લઈને ઓપરેટરના એસએમએસ પ્લેટફોર્મ (સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર (Short Message Service Centre)- એસએમએસ-સી), જે સ્થાનિક પ્રસારણ મોડલ તરીકે પણ જાણીતું છે, તેમાં અંદર અને બહાર એમ બે-પક્ષીય એસએમએસ ટ્રાફિકની આપ-લે માટે બહુવિધ સમજૂતીઓ પર આધારિત હોય છે. એગ્રીગેટર્સ જયાં એસએમએસ સંદેશાઓની આપ-લે થાય છે તે એસએસ૭ સંહિતાનો સીધો સંપર્ક કરી શકતા નથી.આ કિસ્સામાં સંક્ષિપ્ત સંદેશાઓ સીધા ગ્રાહકના મોબાઈલ-સાધન પર પહોંચતા નથી પરંતુ ઓપરેટરના સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર (એસએમએસ-સી) પર પહોંચે છે અને પછી આ કેન્દ્ર એસએસ૭ નેટવર્કના ઉપયોગથી સંદેશો ગ્રાહકના મોબાઈલ ફોન સુધી પહોંચાડે છે.

બીજા પ્રકારનો એસએમએસ ગેટવે (SMS gateway)પ્રોવાઈડર એસએમએસ પહોંચાડવા માટે એસએસ૭ આધારિત જોડાણનો ઉપયોગ કરે છે, જે ઈન્ટરનેશનલ ટર્મિનેશન મૉડલ તરીકે પણ જાણીતો છે. આ મૉડલ એસએસ૭નો સીધો ઉપયોગ કરી શકતું હોવાથી તેમાં એસએમએસ માર્ગનિર્ધારણની સમગ્ર પ્રક્રિયા જોઈ શકાય છે તેમ જ તેના પર નિયમન ધરાવી શકાય છે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે વચ્ચે અન્ય મોબાઈલ ઓપરેટર્સના સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્રો પર ગયા સિવાય એસએમએસ સીધા ગ્રાહકોના મોબાઈલ-સાધનો પર પહોંચી શકે છે. જેના કારણે સંદેશાના વિતરણમાં થતો વિલંબ અને કયારેક સંપૂર્ણ ભૂંસાઈ જતા સંદેશાઓ નિવારી શકાય છે; એટલે કે આ સેવા સંદેશાઓના વિતરણની તથા સંદેશા માટે શ્રેષ્ઠ માર્ગનિર્ધારણ માટે સંપૂર્ણ ખાતરી આપે છે. ધ્યેયલક્ષી-કટોકટીના સંદેશાઓ અને કોર્પોરેટ પ્રત્યાયનોમાં આ મૉડલ વિશેષરૂપે કાર્યક્ષમ સાબિત થઈ શકે છે.

અન્ય નેટવર્કો સાથેનું આંતરિક જોડાણ

ફેરફાર કરો

સંદેશા સેવા કેન્દ્રો, જાહેર ભૂમિગત મોબાઈલ નેટવર્ક (પીએલએમએન) (Public Land Mobile Network (PLMN)) અથવા પીએસટીએન (PSTN) સાથે આંતરિક રીતે અને ગેટવે એમએસસી (MSCs) થકી સંપર્કમાં રહે છે. ગ્રાહક-ઉદ્ભવિત સંદેશાઓ, તેમના મોબાઈલ-સધાન પરથી સેવા કેન્દ્ર પર જાય છે. આ સંદેશાઓ અન્ય મોબાઈલ ધારકો, સ્થાયી નેટવર્કના ગ્રાહકો અથવા મૂલ્ય-વર્ધક સેવાઓ પૂરી પાડનાર (વીએએસપી) (Value-Added Service Providers (VASPs)) માટે નિર્ધારિત કરીને મોકલાવેલા હોઈ શકે. આ પ્રક્રિયાને એપ્લિકેશન-વિચ્છેદન પણ કહેવામાં આવે છે. ગ્રાહક-વિચ્છેદિત સંદેશાઓ, સેવા કેન્દ્ર પરથી તેમના નિર્ધારિત સાધન પર મોકલવામાં આવે છે. આ સંદેશાઓ મોબાઈલધારકો, સ્થાયી નેટવર્ક ધરાવતા ગ્રાહકો કે પછી અન્ય વીએએસપી પરથી આવ્યા હોઈ શકે.

કેટલાક સંવાહકો પર, ગ્રાહક ન હોય તેવા લોકો પણ ઈ-મેલનો ઉપયોગ કરીને ગ્રાહકના ફોન પર સંદેશો મોકલી શકે તે પણ શકય છે. એટીએન્ડટી, ટી-મોબાઈલ (T-Mobile)[૨૭], સ્પ્રિન્ટ (Sprint)[૨૮], વેરીઝોન વાયરલેસ (Verizon Wireless)[૨૯] તેમના વેબસાઈટના મેલ સર્વર દ્વારા આ પ્રકારની સેવા આપે છે. ઉદાહરણ તરીકે, ૫૫૫-૫૫૫-૫૫૫૫ નંબર ધરાવતો એટીએન્ડટીનો ગ્રાહક લેખિત સંદેશારૂપે ૫૫૫૫૫૫૫૫૫૫@txt.att.net પર ઈ-મેલ મેળવશે.આ રીતે કોઈ જ શુલ્ક વિના સંદેશા મોકલી શકાય છે પરંતુ તેમાં સંદેશાની સામાન્ય લંબાઈ-મર્યાદાનું ધ્યાન રાખવું રહે છે. પ્રિમસ કૅનેડા (Primus Canada) એ એક એવો વાહક છે જે આ સેવા/લાક્ષણિકતા ધરાવતો નથી.

સ્થાયી ફોન-લાઈન ધરાવતા લેખિત સંદેશા માટે સક્ષમ એવા સાધનો લેખિત સ્વરૂપે જ સંદેશા મેળવે તે આવશ્યક છે. છતાં, જયાં લેખિત સંદેશા માટેનાં સક્ષમ ફોન-સાધનો નથી ત્યાં લેખિત સંદેશાને ધ્વનિમાં પરિવર્તિત (text-to-speech conversion) કરીને સંદેશાઓ પહોંચાડી શકાય છે. [૩૦]

રિંગટોન (ringtone)અથવા લોગો તેમ જ ઓવર-ધ-ઍર પ્રોગ્રામિંગ (Over-the-air programming) (ઓટીએ) અથવા કન્ફિગ્યુરેશનને લગતી માહિતી જેવી બાઇનરી કન્ટેન્ટ પણ સંક્ષિપ્ત સંદેશાઓ થકી મોકલી શકાય છે.જીએસએમ લાક્ષણિકતાઓના જે-તે ચોક્કસ વેચાણકર્તા સુધીના વિસ્તરણથી આ પ્રકારનો ઉપયોગની સુવિધા મેળવી શકાય છે. આ પ્રકારની સુવિધાઓ આપતા વેચાણકર્તાઓ વચ્ચે બહુવિધ સુવિધાઓની હરીફાઈ ચાલતી હોય છે, જેમાં અત્યાર સુધીમાં નોકિયા (Nokia)નું સ્માર્ટ મૅસેજિંગ (Smart Messaging) સૌથી વધુ પ્રચલિત બન્યું છે.આવી દ્વિગુણ વિષયવસ્તુઓ મોકલવાનો બીજો વૈકલ્પિક રસ્તો ઈએમએસ (EMS) સંદેશાનો છે. આ સંદેશાઓ વેચાણકર્તાઓ પર આધારિત નથી તથા પ્રમાણિત છે.

આજે એમ૨એમ (મશીનથી મશીન- યંત્રથી યંત્ર (Machine to Machine))ના પ્રત્યાયન માટે પણ એસએમએસનો ઉપયોગ કરવામાં આવે છે.દાખલા તરીકે, આજે એસએમએસથી નિયંત્રિત થતું એલઈડી ડિસપ્લે મશીન જોવા મળે છે. અને કેટલીક વ્હીકલ ટ્રેકિંગ (vehicle tracking) કંપનીઓ પોતાની માહિતીના પરિવહન (transport) માટે અથવા તેમની વૈજ્ઞાનિક માહિતી-વાપરવાની સૂચનાઓ વગેરે જેવી ટેલિમિટ્રિ (telemetry) જરૂરિયાતો માટે એસએમએસનો ઉપયોગ કરતી જોવા મળે છે.જો કે પોતાની એકંદર નીચી કિંમતના કારણે જીપીઆરએસ (GPRS) સેવાઓ, એસએમએસના આ પ્રકારના ઉપયોગનું સ્થાન ધીમે ધીમે લઈ રહી છે[સંદર્ભ આપો].

એટી આદેશો

ફેરફાર કરો

હાયેસ આદેશોના સેટ (Hayes command set)ની સુધારેલી વિસ્તૃત આવૃત્તિનો ઉપયોગ કરીને ઘણા મોબાઈલ અને ઉપગ્રહ ટ્રાન્સસીવર એકમો એસએમએસ મોકલવા અને સ્વીકારવા માટે સક્ષમ બન્યાં છે. મુખ્ય સાધન અને ટ્રાન્સસીવર વચ્ચે તારથી (એટલે કે યુએસબી (USB)થી), બલ્યૂટૂથ (Bluetooth)થી, ઈન્ફ્રારેડ (infrared) વગેરેથી જોડાણ સાધી શકાય છે. સામાન્ય એટી આદેશોમાં નીચેના આદેશોનો સમાવેશ થાય છેઃ એટી+સીએમજીએસ (સંદેશ મોકલવા માટે), એટી+સીએમએસએસ (સંગ્રહમાંથી સંદેશો મોકલવા માટે), એટી+સીએમજીએલ (સંદેશાાોની યાદી માટે) અને એટી+સીએમજીઆર (સંદેશ વાંચવા માટે).[૩૧] જો કે, તમામ આધુનિક સાધનો સંદેશાઓ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, ઉદાહરણ તરીકે જો સાધનની સંદેશા-સંગ્રહસ્થાન સુધી કે સાધનની આંતરિક સ્મૃતિ સુધી એટી આદેશોથી પહોંચી શકાય તેમ ન હોય તો સંદેશા સ્વીકારી શકાતા નથી.

પ્રીમિઅમ રેટના સંક્ષિપ્ત સંદેશાઓ

ફેરફાર કરો

ટેલિફોન નેટવર્કના ગ્રાહકોને પ્રીમિઅમ રેટ સેવાઓ આપવા માટે સંક્ષિપ્ત સંદેશાઓનો ઉપયોગ થઈ શકે. સમાચાર, નાણાકીય માહિતી, લોગો અને રિંગટોન જેવી ડિજિટલ વિષયવસ્તુઓ પહોંચાડવા માટે મોબાઈલ વિચ્છેદિત સંક્ષિપ્ત સંદેશાઓનો ઉપયોગ થઈ શકે. મૂલ્ય-વર્ધક સેવાઓ આપનાર (Value-added service provider) (વીએએસપી) પોતાની વિષયવસ્તુ, સરખેસરખા માટેના સંક્ષિપ્ત સંદેશા સંહિતા (short message peer-to-peer protocol) (એસએમપીપી) જેવી ટીસીપી/આઈપી (TCP/IP) સંહિતા અથવા એકસટર્નલ મશીન ઈન્ટરફેસ (ઈએમઆઈ) (External Machine Interface (EMI))ના ઉપયોગથી મોબાઈલ ઓપરેટરના સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્રો પર પહોંચાડે છે. પછી સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્રો આ લેખિત માહિતી સામાન્ય મોબાઈલ વિચ્છેદિત વિતરણ વ્યવસ્થાના ઉપયોગથી વિતરિત કરે છે.આ પ્રકારની પ્રીમિઅમ વિષયવસ્તુ મેળવવા માટે ગ્રાહકોએ વધારાની કિંમત ચૂકવવી પડે છે. આ રકમ મોબાઈલ નેટવર્ક ઓપરેટર (mobile network operator) અને મૂલ્ય-વર્ધક સેવાઓ પૂરી પાડનાર કંપની (વીએએસપી) વચ્ચે કાં તો નિયત વહનની ફી તરીકે કે પછી આવકના હિસ્સા રૂપે વહેંચવામાં આવે છે.

ટેલિમતદાન (televoting) જેવા કિસ્સાઓમાં, મોબાઇલ પરથી મોકલવામાં આવતા, મોબાઈલ ઉદ્ભવિત સંક્ષિપ્ત સંદેશાઓને પણ કેટલીક વખત આ રીતે પ્રીમિઅમ રેટમાં ગણવામાં આવે છે. આ કિસ્સામાં મૂલ્ય-વર્ધક સેવાઓ પૂરી પાડનાર કંપની/સેવાએ ટેલિફોન નેટવર્ક ઓપરેટર પાસેથી એક સંક્ષિપ્ત સંકેત (Short Code) મેળવવાનો રહે છે, અને ગ્રાહકોએ આ નંબર પર લેખિત સંદેશા મોકલવાના હોય છે. વાહકોને ચૂકવાતું મહેનતાણું વાહકો મુજબ બદલાતું રહે છે અને સૌથી ઓછી કિંમતની પ્રીમિઅમ એસએમએસ સેવાઓ પર સૌથી વધુ ટકા ચૂકવાય છે. મોટા ભાગના માહિતી પૂરી પાડનારાઓ, વાહકને પડતી પ્રીમિઅમ એસએમએસની પડતર કિંમતના ૪૫% ચૂકવે તેવી અપેક્ષા રહે છે.સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્રો પર આવતા આવા લેખિત સંદેશાઓ, સામાન્ય મોબાઈલ ઉદ્ભવિત સંક્ષિપ્ત સંદેશા જેવા જ હોય છે, પણ એકવાર આ સંદેશા સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર પર પહોંચે એટલે તેના સંક્ષિપ્ત સંકેતને ઓળખીને સેવા કેન્દ્ર તેને પ્રીમિઅમ સર્વિસ તરીકે અલગ તારવે છે.ત્યારબાદ સેવા કેન્દ્ર એ લેખિત સંદેશની વિષયવસ્તુને એસએમપીપી અથવા ઈએમઆઈ જેવી ચોક્કસ આઈપી (IP) સંહિતાના ઉપયોગથી જે-તે મૂલ્ય-વર્ધક સેવાઓ પૂરી પાડનારને મોકલે છે.આ પ્રકારના સંદેશા મોકલવા માટે ગ્રાહક પાસેથી અલગથી (પ્રીમિઅમ) કિંમત વસૂલ કરવામાં આવે છે અને આ રકમ/આવક નિશ્ચિત સમીકરણ અનુસાર નેટવર્ક ઓપરેટર અને વીએએસપી વચ્ચે વહેંચી લેવામાં આવે છે. આ પ્રકારના સંક્ષિપ્ત સંકેતોને રાષ્ટ્રીય સરહદોની મર્યાદા લાગુ પડે છે (જે જે દેશોમાં અભિયાન હાથ ધરાય ત્યાં સંક્ષિપ્ત સંકેત સક્રિય કરાવવાનાં રહે છે) તેમ જ મોબાઈલ ઓપરેટર્સની સાથે સાઈન અપ કરવું ઘણું ખર્ચાળ રહે છે.

લાંબા આંકડાઓ (Long numbers) (આંતરરાષ્ટ્રીય નંબરના ફોર્મેટ, દા.ત.+44 7624 805000) આધારિત બંધાયેલા એસએમએસ તેના વિકલ્પ તરીકે કામ આપી શકે છે. ટીવી મતદાન, ઉત્પાદન માટેની જાહેરાતો અને અભિયાનો વગેરે માટે એસએમએસ સ્વીકારવા માટે સંક્ષિપ્ત સંકેતની જગ્યાએ આ લાંબા આંકડાઓ વાપરવાના હોય છે.લાંબા આંકડાઓ (Long numbers) આંતરરાષ્ટ્રીય ધોરણે ઉપલબ્ધ હોય છે તથા ઘણી કંપનીઓ/બ્રાન્ડ વચ્ચે વહેંચાયેલા એક જ સંક્ષિપ્ત સંકેતથી વિપરીત, જે-તે કંપની/બિઝનેસ પોતાના માટે અલગથી આ પ્રકારનો લાંબો આંકડો મેળવી શકે છે.વધુમાં, લાંબા આંકડાઓ (Long numbers) પ્રીમિઅમમાં ન ગણાય તેવા ઈનબાઉન્ડ આંકડાઓ છે.


ઉપગ્રહ ફોન નેટવર્કમાં એસએમએસ

ફેરફાર કરો

એસીઈએસ (ACeS) અને ઓપ્ટસસૅટ (OptusSat) સિવાયના તમામ ધંધાદારી સૅટેલાઈટ ફોન (Satellite phone) નેટવર્કો પૂરેપૂરી રીતે એસએમએસ સક્ષમ છે[સંદર્ભ આપો]. ઈરીડીમ (Iridium) હેન્ડસેટ શરૂઆતમાં માત્ર એસએમએસ સ્વીકારવા પૂરતા જ સક્ષમ હતા પણ પાછળથી સુધારેલા મૉડલ એસએમએસ મોકલી પણ શકે છે. જુદા જુદા નેટવર્ક અનુસાર પ્રતિ સંદેશ કિંમત બદલાય છે, પરંતુ સામાન્ય રીતે આ કિંમત ૨૫થી ૫૦ સેન્ટની વચ્ચે હોય છે. જયારે કેટલાક મોબાઈલ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય એસએમએસ મોકલવા પર અથવા તો કોઇ જુદા જ સૅટલાઈટ ફોન નેટવર્ક પર સંદેશો મોકલવા માટે કોઈ વધારાની કિંમત વસૂલવામાં આવતી નથી.જે વિસ્તારમાં નેટવર્કના તરંગો ખૂબ ઓછા પકડાતા હોય ત્યાંથી પણ ઘણીવાર એસએમએસ મોકલી શકાતો હોય છે.

સૅટેલાઈટ ફોન નેટવર્કો સામાન્ય રીતે વેબ-આધારિત અથવા ઈ-મેલ આધારિત એસએમએસ પૉર્ટલ ધરાવે છે. આવા નેટવર્ક ધરાવતાં ફોન પર કોઈ શુલ્ક વિના એસએમએસ મોકલી શકાય છે.

સંવેદનશીલ બાબતો

ફેરફાર કરો

સૌથી વધુ સંખ્યામાં ગ્રાહકો ધરાવતું ગ્લોબલ સર્વિસ ફોર મોબાઈલ કમ્યૂનિકેશન્સ (જીએસએમ (GSM)) સલામતી સંબંધી કેટલીક સંવેદનશીલતાઓ સામે નમતું જોખે છે. જીએસએમમાં, મોબાઈલ મથક (Mobile Station) (મોબાઈલ સ્ટેશન- એમએસ) અને પાયાના પ્રસારણ મથક (Base Transceiver Station) (બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન- બીટીએસ) વચ્ચેનો એકમાત્ર ઍર વે ટ્રાફિક, નબળા અને તૂટી જતા પ્રવાહ સંકેત (stream cipher) (સ્ટ્રીમ સાઈફર) (એ૫/૧ (A5/1) અથવા એ૫/૨ (A5/2))માં ફેરવાય છે. પ્રમાણભૂતતા (authentication) એકપક્ષી હોવાથી તે પણ નાજુક કે જોખમી કહેવાય. સલામતીને લગતી બીજી પણ ઘણી સંવેદનશીલ બાબતો તથા મર્યાદાઓ છે[૩૨]. જીએસએમ (GSM) નેટવર્કોમાં આખા વિશ્વમાં ઉપલબ્ધ, ચઢિયાતી અને ખૂબ સારી અજમાવાયેલી સંક્ષિપ્ત સંદેશા સેવા (Short Message Service) (એસએમએસ (SMS))ને સારી બાબતો સાથે સાથે આ સંવેદનશીલતાઓ પણ વારસામાં મળી છે. સંગ્રહ અને ફરીથી મોકલવાની તેની લાક્ષણિકતાને કારણે એસએમએસ (SMS) સુવિધા સુરક્ષાને લગતી કેટલીક અન્ય સંવેદનશીલતાઓ પણ ધરાવે છે. ઈન્ટરનેટ દ્વારા બનાવટી એસએમએસ (SMS) પણ મોકલી શકાય છે.જયારે ગ્રાહક બહારગામ હોય ત્યારે એસએમએસ (SMS)માંનો લેખિત સંદેશો જુદા જદુા નેટવર્કમાંથી પસાર થાય છે અને કદાચ ઈન્ટરનેટ તેને વિવિધ સંવેદનશીલતાઓ અને હુમલાઓ સામે લાવી દે છે. આ ઉપરાંત જયારે કોઈ અનિચ્છનીય વ્યકિતના હાથમાં ફોન આવી જાય ત્યારે તે પાછલા અસુરક્ષિત સંદેશાઓ વાંચી શકે તે ચિંતા પણ છે[૩૩].
ઑકટોબર ૨૦૦૫માં, પેનન્સુલ્યવેનિયા સ્ટેટ યુનિવર્સિટી (Pennsylvania State University)ના સંશોધકોએ એસએમએસ-સક્ષમ સેલ્યુલર નેટવર્કોની સંવેદનશીલતાઓ અંગે એક વિશ્વ્લેષણ પ્રકાશિત કયુર્ં. [૩૪]સંશોધકોના અનુમાન મુજબ, આ નેટવર્કોનો ખુલ્લી કાર્યપ્રણાલીનો ફાયદો ઉઠાવીને આક્રમણખોરો કદાચ રાષ્ટ્રીય સ્તરે આ નેટવર્કો તોડી પાડી શકે અથવા તો તેમને નિષ્ફળ બનાવી શકે તેવી સંભાવના છે.

એસએમએસ છેતરપિંડી
એસએમએસ સેવાનો દુરુપયોગ કરીને મોબાઈલ નેટવર્કો પર થતા સંભવિત છેતરપિંડીભર્યા હુમલાઓને જીએસએમ ઇન્ડસ્ટ્રીએ અલગ તારવ્યા છે. આ સહુમાં એસએમએસ છેતરપિંડી સૌથી ગંભીર લેખાય છે. જયારે કોઈ પોતાના સરનામાની વિગતો બદલીને પોતાને વિદેશથી આવ્યો હોય તેવા કોઈ ગ્રાહક તરીકે દર્શાવે છે અને પછી સ્વદેશી નેટવર્ક થકી સંદેશાઓ પાઠવે છે ત્યારે એસએમએસ છેતરપિંડી થઈ ગણાય છે. મોટા ભાગે, આ સંદેશાઓ સ્વદેશ બહારના સ્થળોએ મોકલવામાં આવે છે, અને ત્યારે સ્વદેશી એસએમએસસી (સંક્ષિપ્ત સંદેશા સેવા કેન્દ્ર)નો અન્ય નેટવર્કોમાં સંદેશો મોકલવા માટે ચોક્કસ રૂપે "કબ્જામાં લઈ" દુરુપયોગ થાય છે.

છેતરપિંડીભર્યા સંદેશાઓ શોધવાનો અને રોકવાનો ૧૦૦% ખાતરીપૂર્વકનો એક જ રસ્તો છે- અંદર આવતા મોબાઈલ ઉદ્ભવિત તમામ સંદેશાઓને ચાળીને, તે પ્રમાણભૂત ગ્રાહક તરફથી જ મોકલવામાં આવ્યા છે, તેટલું જ નહીં પણ સંદેશા પ્રમાણભૂત અને સાચા સ્થળ પરથી આવી રહ્યા છે તેની ખાતરી કરવી.સંદેશો વિતરણ માટે મૂકવામાં આવે તે પહેલાં એચએલઆરમાંથી ગ્રાહકસંબંધી વિગતો સરખાવીને ચકાસી શકે તેવી એક ચતુર પ્રક્રિયા નેટવર્ક માર્ગનિર્ધારણમાં દાખલ કરવાથી આ સમસ્યા હલ થઈ શકે તેમ છે. આ પ્રકારની ચતુર માર્ગનિર્ધારણ પ્રક્રિયા સંદેશા પ્રસારણના વારસાગત માળખાની ક્ષમતાઓ બહારની વાત છે.[૩૫]

આ પણ જોશો

ફેરફાર કરો

સંબંધિત નિયમો/સંહિતા

ફેરફાર કરો

સંબંધિત ટૅકનોલૉજી

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જીએસએમ ડોક ૨૮/૮૫ "જીએસએમ વ્યવસ્થા હેઠળ પૂરી પાડવામાં આવનારી સેવાઓ અને સવલતો" રેવ ૨, જૂન ૧૯૮૫
  2. ૨.૦ ૨.૧ જીએસએમ ૩.૪૦, સંક્ષિપ્ત સંદેશા સેવા (એસએમએસ)નું તાંત્રિક સ્વરૂપ
  3. ઈટીએસઆઈ (ETSI)ના દસ્તાવેજોના સંગ્રહમાં જીએસએમ દસ્તાવેજ ૦૨/૮૨ ઉપલબ્ધ છે.
  4. સંદેશો સંભાળવા માટેની આ વ્યવસ્થાઓ ઈટીયુમાં નિર્ધારિત થયેલી છે, વિગતવાર વર્ણન માટે જુઓ X.400 શ્રેણી
  5. ઈટીએસઆઈ (ETSI)ના પુરાણા દસ્તાવેજોમાં સંગ્રહિત જૂન ૮૫નો જીએસએમ દસ્તાવેજ ૨૮/૮૫ આરઈવી.૨ દસ્તાવેજ તથા જીએસએમ ડબ્લ્યુપી૧ દસ્તાવેજ ૬૬/૮૬ જોશો.
  6. ફ્રાઈડહેમ હિલેબ્રાન્ડ કૃત "જીએસએમ ઍન્ડ યુએમટીએસ, ધ ક્રિએશન ઓફ ગ્લોબલ મોબાઈલ કમ્યુનિકેશન", વિલે ૨૦૦૨, પ્રકરણ ૧૦ અને ૧૬, આઈએસબીએન ૦૪૭૦ ૮૪૩૨૨ ૫ પણ જોશો.
  7. જીએસએમ દસ્તાવેજ ૧૯/૮૫, ઈટીએસઆઈ (ETSI)ના પુરાણા દસ્તાવેજોના સંગ્રહમાં ઉપલબ્ધ છે.
  8. જીએસએમ દસ્તાવેજ ૨૮/૮૫આર૨, ઈટીએસઆઈ (ETSI)ના પુરાણા દસ્તાવેજોના સંગ્રહમાં ઉપલબ્ધ છે.
  9. જીએસએમ ટીએસ ૦૨.૦૩, જીએસએમ પબ્લિક લૅન્ડ મોબાઈલ નેટવર્ક (પીએલએમએન)ની સહાયથી ચાલતી દૂરધ્વનિ સેવાઓ
  10. જીએસએમ આઈડીઈજી ૭૯/૮૭ r૩ દસ્તાવેજ, જે ઈટીએસઆઈ (ETSI)ના પુરાણા દસ્તાવેજ સંગ્રહમાં ઉપલબ્ધ છે.
  11. જીએસએમ ૩.૪૦, ડબ્લ્યુપી૪ દસ્તાવેજ ૧૫૪/૮૭, જે ઈટીએસઆઈ (ETSI)ના પુરાણા દસ્તાવેજ સંગ્રહમાં ઉપલબ્ધ છે.
  12. એમએપી પ્રથમ તબક્કાની લાક્ષણિકતાઓ, ૩જીપીપીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  13. એમએપી બીજા તબક્કાની લાક્ષણિકતાઓ, ૩જીપીપીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  14. સીએએમઈએલ ત્રીજા તબક્કાની લાક્ષણિકતા, ૩જીપીપીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  15. સીએએમઈએલ ચોથા તબક્કાની લાક્ષણિકતા પણ ૩જીપીપીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  16. આઈ પુટ ધ Gr8 ઈન બ્રિટન, મે ૨૦૦૭, લંડન મૅગેઝિન.
  17. યુકે એસએમએસની ૧૦મી વર્ષગાંઠ ઉજવે છે, ડિસેમ્બર ૨૦૦૨, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
  18. ફોટો ફોન જુવાળની ખોટી શરૂઆત, જાન્યુ. ૨૦૦૩, ધ સ્કોટ્સમૅન.
  19. "લેખિત સંદેશા (એસએમએસ)નો સૌથી પહેલો વ્યાપારી પ્રસાર". મૂળ માંથી 2008-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  20. ૨૦.૦ ૨૦.૧ જીએસએમ વર્લ્ડ પ્રેસ રીલીઝ
  21. Crystal, David (2008-07-05). "2b or not 2b?". Guardian Unlimited. મેળવેલ 2008-07-08. Text "By genre" ignored (મદદ); Text "guardian.co.uk Books" ignored (મદદ)
  22. ITU Internet Report 2006: digital.life, Chapter 3 PDF (451 KiB)
  23. જીએસએમ ૦૩.૪૧, શોર્ટ મેસેજ સર્વિસ સેલ બ્રોડકાસ્ટ (એસએમએસસીબી)નું તાંત્રિક મૂર્તસ્વરૂપ
  24. ગિલ હેલ્ડઃ "ડેટા ઓવર વાયરલેસ નેટવકર્સ" પૃષ્ઠ નં. ૧૦૫-૧૧૧, ૧૩૭-૧૩૮. વિલે, ૨૦૦૧
  25. ૨૫.૦ ૨૫.૧ ૩જીપીપી ટીએસ ૨૩.૦૩૮, વર્ણમાળાઓ અને ભાષાકીય માહિતી
  26. આઈન ગ્રુવ્સઃ "મોબાઈલ સિસ્ટમ્સ", પૃષ્ઠક્રમાંક ૭૦, ૭૯, ૧૬૩-૧૬૬. ચાપમૅન એન્ડ હોલ, ૧૯૯૮
  27. "t-zones text messaging: send and receive messages with mobile text messaging". T-mobile.com. મૂળ માંથી 2008-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-18. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૭ ના રોજ વેબેક મશિન
  28. "Support - How do I compose and send a text message to a Sprint or Nextel customer from email?". Support.sprintpcs.com. મૂળ માંથી 2008-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-18. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન
  29. "Answers to FAQs - Verizon Wireless Support". Support.vzw.com. મૂળ માંથી 2008-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-18.
  30. બીટી દ્વારા મોબાઈલ એસએમએસની લેન્ડલાઈન પર ધ્વનિમાં રૂપાંતરણની અજમાયશ, જાન્યુઆરી ૨૦૦૪, ધ રજિસ્ટ્રાર.
  31. એસએમએસ માર્ગદર્શિકાઃ એટી આદશોનો પરિચય, પાયાના આદેશો અને વિસ્તૃત આદેશો
  32. Mohsen Toorani, and Ali Asghar Beheshti Shirazi, (2008). Solutions to the GSM Security Weaknesses,Proceedings of the Second IEEE International Conference on Next Generation Mobile Applications, Services, and Technologies (NGMAST2008), pages=576-581, University of Glamorgan, Cardiff, UK. Unknown parameter |month= ignored (મદદ); Missing pipe in: |title= (મદદ); External link in |title= (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  33. Mohsen Toorani, and Ali Asghar Beheshti Shirazi, (2008). SSMS - A Secure SMS Messaging Protocol for the M-Payment Systems, Proceedings of the 13th IEEE Symposium on Computers and Communications (ISCC'08), pages=700-705, IEEE ComSoc, Marrakesh, Morocco. Unknown parameter |month= ignored (મદદ); Missing pipe in: |title= (મદદ); External link in |title= (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  34. "એસએમએસ સક્ષમ સેલ્યુલર નેટવર્કોનું વિશ્વ્લેષણઃ એસએમએસ સક્ષમ સેલ્યુલર નેટવર્કની ખુલ્લી લાક્ષણિકતાઓનું શોષણ (સપ્ટેમ્બર ૨, ૨૦૦૫)". મૂળ માંથી 2005-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
  35. "મોબાઈલ ઓપરેટર નેટવર્કોમાં એસએમએસ છેતરપિંડી કઈ રીતે રોકી શકાય તેનાં સર્વસામાન્ય નીરિક્ષણો (સપ્ટેમ્બર ૯, ૨૦૦૮)". મૂળ માંથી 2008-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન

અન્ય લિન્ક

ફેરફાર કરો