સંત દેવીદાસ એ લગભગ ૩૫૦ વર્ષ પહેલાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત હતા. તે સમયમાં રક્ત પિત્ત, ક્ષય જેવા લાઈલાજ ગણાતા રોગોથી પીડાતા રોગીઓની તેઓ સેવા કરતાં હતાં. તેમના મઠ કે આશ્રમમાં તેમની સમાધિ હતી, તેને હવે તીર્થધામ તરીકે વિકસાવાયું છે જેને પરબધામ તરીકે ઓળખવામાં આવે છે.

શરૂઆતનું જીવન ફેરફાર કરો

સંત દેવીદાસ સંબંધે કોઈ ઐતિહાસિક લેખન ઉપ્લબ્ધ નથી તેમ છતાં લોકવાયકા અને સાહિત્ય રચના અનુસાર અમુક માહિતી મળી રહે છે. અમુક લેખકો સંત દેવીદાસનો કાળખંડ ૩૫૦ વર્ષ પૂર્વે (૧૮મી સદી) બતાવે છે જ્યારે અમુક લેખકો છ સદી પહેલાનો જેટલો બતાવે છે.[૧][૨][૩] દેવીદાસનો જન્મ પુંજા ભગત અને સાજણબાઈ નામના એક શ્રદ્ધાળુ રબારી દંપ‍ત્તિને ઘેર થયો હતો. સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત અથવા દેવાયત હતું.

સેવાકાર્ય ફેરફાર કરો

દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્‍મા હતા જેમણે તેમને દેવીદાસ નામાઅપ્યું અને તેમના આશ્રમથી દશ ગાઊ દૂર આવેલા મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમને સ્થળે સેવા યજ્ઞ શરૂ કરવા જણાવ્યું.

તે સમયમાં રક્ત પિત્ત, ક્ષય જેવા રોગો લાઈલાજ ગણાતા અને તેમનો ચેપ લાગવાના ભયે આવા રોગીઓને તેમના કુટુંબો ત્યજી દેતાં. આવા ત્યજેલા પીડિતોની સેવાનું કાર્ય સંત દેવી દાસે એક ઝૂંપડીથી શરૂ કર્યું. આસ પાસના ગામોમાંથી ભિક્ષા લાવી તેઓ પીડિતોને ખવડાવતા. આગળ જતાં અમરબાઈ નામની મહિલા તેમની શિષ્યા બની અને તેમના આ યજ્ઞમાં જોડાઈ.

ઈ.સ.ના ૧૮માં સૈકામાં કચ્‍છ અને સિંધ પ્રાંતમાં દુષ્‍કાળ પડ્યો હતો દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્‍ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતાં. તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો.[૧][૨][૩]

લોકવાયકા ફેરફાર કરો

એક લોકવાયકા એવી પણ છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દીધા અને કઇંક વરદાન માગવા કહ્યુ ત્યારે દેવીદાસ બાપુએ એટલું યાચ્યું હતું કે પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્ઠારોગી માનસીક,શારિરીક, કે સામાજીક વેદનાથી પિડાતા જીવાત્માપનાં કષ્ટય ભંજન થાય. અને તેમની સમાધિના દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવું. તેમની સમાધિ પરબધામમાં અષાઢીબીજે મોટો મેળો ભરાય છે.[૧][૨][૩]

અવસાન ફેરફાર કરો

રક્તપિતાના દર્દીની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો. રોગી તરીકે સેવા લેવાનું તેમને પસંદ ન હતું અને તેમણે સમાધિ લીધી હતી.[૧][૨][૩]

પરબધામ ફેરફાર કરો

તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે. આ સ્‍થાન મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે.[૧][૨][૩]

સાહિત્યમાં ઉલ્લેખ ફેરફાર કરો

ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક પુરાતન જ્યોતમાં સંત દેવીદાસની કથા વણી લીધી છે.

બિરદાવતા દોહા ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "સેવાભાવની અમર ગાથા રજુ કરતુ કાઠીયાવાડનું પરબધામ". www.indiannewstv.in. મેળવેલ 2018-12-03.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "પરબધામ નો ઈતિહાસ". Share in India (અંગ્રેજીમાં). 2017-06-27. મેળવેલ 2018-12-03.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Kapuriya, Jivan Laljibhai. "accommodation facility in Parab Dahm | પરબધામ". www.divyabhaskar.co.in. મેળવેલ 2018-12-03.