સંથાલ પરગણા ભારત દેશના ઇશાન ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા વહીવટી એકમો પૈકીનો એક છે. આ ઝારખંડનું એક કમીશન છે. જેનું મુખ્ય મથક દુમકા નગરમાં આવેલું છે. આ વિભાગીય ક્ષેત્રમાં ઝારખંડ રાજ્યના છ જિલ્લાઓ જેમાં ગોડ્ડા, દેવઘર, દુમકા, જામતાડા, સાહિબગંજ અને પાકુડ જિલ્લાઓ સામેલ છે. બ્રિટિશ રાજમાં પહેલાં સંથાલ પરગણા નામથી જ સંયુક્ત બિહારમાં એક જિલ્લો હતો, જેને ઇ. સ. ૧૮૫૫ના વર્ષમાં બ્રિટિશરો દ્વારા જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો હતો અને આ જિલ્લો તે સમયમાં બંગાળ પ્રેસિડન્સીનો એક હિસ્સો હતો. સંથાલ પરગણા નામ બે શબ્દો સંથાલ (જેને કેટલાક લોકો સંતાલ તથા સાંથાલ પણ કહે છે) - જે એક આદિવાસી સમુદાય છે, અને પરગણા એક ઉર્દૂ શબ્દ છે - જેનો અર્થ પ્રાંત અથવા રાજ્ય એવો થાય છે - થી બનેલું છે. સંથાલ પરગનામાં સામેલ બધા છ જિલ્લાઓમાં સાંથાલ આદિવાસીઓની વસ્તી બહુમતી ધરાવે છે. આ આદિવાસીઓ ઓસ્ટ્રો એશિયાટિક ભાષા પરિવારમાં આવતી સાંથાલી] અને ભારતીય આર્ય ભાષા પરિવારમાં આવતી અંગિકા ભાષાનો ઉપયોગ સામાન્ય વહેવારમાં કરતા હોય છે. બ્રિટિશ રાજના સમયકાળ દરમિયાન આદિવાસીઓ દ્વારા અહિયાં કેટલાય વિદ્રોહ થયા હતા, જેમાં તિલકા માંઝી, વિરસા મુંડા, કાન્હૂ મુર્મૂ તથા સિદ્ધૂ મુર્મૂ વગેરે આદિવાસી નેતાઓએ ખૂબજ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

બાહ્ય કડી

ફેરફાર કરો