સચિન–જીગર
સચિન-જીગર બોલિવુડ સંગીતકાર બેલડી છે. સચિન સંઘવી અને જીગર સરૈયા બંને મૂળ ગુજરાતી છે. તેમણે બોલિવુડની તાજેતરમાં આવેલી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. સ્વતંત્ર સંગીતકાર તરીકે બોલિવુડમાં પદાર્પણ કરતા પહેલા તેઓ પ્રખ્તાત સંગીતકાર પ્રિતમ સાથે સહાયક તરીકે કામ કરતા હતા.
સચિન-જીગર | |
---|---|
પાર્શ્વ માહિતી | |
મૂળ | ગુજરાત, ભારત |
શૈલી | ફિલ્મ સાઉન્ડટ્રેક, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક, પોપ મ્યુઝિક, રોક મ્યુઝિક, હિપ-હોપ મ્યુઝિક |
વ્યવસાયો | સંગીત દિગ્દર્શક, ગાયક, ગીત નિર્માતા, પ્રોગ્રામર, રેકોર્ડ પ્રોડ્યુસર, કંપોઝર |
સક્રિય વર્ષો | ૨૦૦૯થી આજપર્યંત |
કારકિર્દી
ફેરફાર કરોસચિન-જીગર બોલિવુડની ફિલ્મોમાં આવતા પહેલા થિએટર અને ટેલિવિઝન ધારાવાહિક શ્રેણી માટે સંગીત આપતા હતા. આ ઉપરાંત તેઓએ ઘણી વિજ્ઞાપન ફિલ્મો માટે પણ જીંગલ્સ બનાવી છે. તેઓએ લગભગ ૫૦૦ કરતા પણ વધુ નાટકો અને ધારાવાહિક શ્રેણીઓ માટે સંગીતના વિવિધ પાસાઓ ઉપર કામ કર્યુ છે. જીગર સરૈયા રાજેશ રોશનની સાથે સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હતા. આ સમયે તેમના મિત્ર અમિત ત્રિવેદીએ જીગરની મુલાકાત સચિન સંઘવી સાથે કરાવી હતી. ત્યારબાદ બંને ભેગા મળીને પ્રિતમ સાથે મ્યુઝિક એરેન્જ્મેન્ટ માટે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.
ઉપરાંત તેમણે બોલિવુડના વિશાલ-શેખર, એ. આર. રહેમાન, અનુ મલિક, નદીમ શ્રવણ જેવા ખ્યાતનામ સંગીતકારો સાથે પ્રોગ્રામર તેમજ એરેન્જર તરીકે કામ કર્યુ છે.
૨૦૦૯માં તેમણે ફિલ્મ પાર્ટનર માટે સૌપ્રથમવાર ગીત કંપોઝ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે એક સ્વતંત્ર સંગીતકાર તરીકે ૨૦૧૧માં આવેલી ફિલ્મ ફાલતુ માટે સંગીત દિગ્દર્શન કર્યુ હતુ. આ ફિલ્મના બે ગીતો "તેરે સંગ" તથા "ચાર બજ ગયે લેકીન પાર્ટી અભી બાકી હૈ" હીટ થયા હતા. વર્ષ ૨૦૧૧માં તેમણે "હમ તુમ ઔર શબાના" તેમજ "શોર ઇન ધ સિટી" માટે સંગીત નિર્માણ કર્યુ હતુ.