સતીશ ઘનશ્યામ વ્યાસ (૧૦-૧૦-૧૯૪૩) : નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭થી કીકાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના અધ્યાપક.

‘નો પાર્કિંગ’ (૧૯૮૪) એમનો એકાંકીસંગ્રહ છે. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘આત્મકથા’ (૧૯૮૩), શોધપ્રબંધ ‘આધુનિક એકાંકી’ (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. એમના વિવેચનમાં સ્વસ્થ અભ્યાસીની મુદ્રા છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય