સત્સંગિજીવન સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કૃત સાહિત્યમાં સૌથી વધુ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથની રચના ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં શતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે.તે સંત ભગવાનની કૃપાથી ત્રિકાલજ્ઞ બનેલા,તેઓ ભુત અને ભવિષ્યને પણ વર્તમાનની જેમ પ્રત્યક્ષ નિહાળી શકતા.આ ઉપરાંત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની માન્યતા પ્રાપ્ત ગ્રંથ છે. કારણ કે આ ગ્રંથરચનામાં કર્તાએ વારંવાર ભગવાન સ્વામિનારાયણનો પરામર્શ કરીને આ ગ્રંથની રચના કરિ હોય પ્રમાણમાં મુખ્ય પરિબળ ગણાય છે.પ્રાસાદિક શૈલીમાં આલેખાયેલ આ ગ્રંથ કાવ્યરસપરિપુર્ણ છે.ભાગવતની શૈલીમાં લખાયેલા આ ગ્રંથની મનોહારિણી શૈલીને ડૉ. રશ્મીબેન વ્યાસ ભક્તિપ્રસન્નશૈલી કહે છે.
ગ્રંથમાં પાંચ પ્રકરણ ,૩૧૯ અધ્યાયો અને ૧૭૬૨૭ હજાર શ્લોકો છે.સાંપ્રદાયિક માન્યતા પ્રમાણે આ ગ્રંથ સાક્ષાત ભગવાનનું સ્વરુપ છે.તેના પાંચ પ્રકરણોમાં

  1. પ્રથમ પ્રકરણ = મુખ
  2. દ્વિતીય પ્રકરણ = હ્રદય
  3. તૃતીય પ્રકરણ = ઉદર
  4. ચતુર્થ પ્રકરણ = જાનુ અર્થાત્ ગોઠણ
  5. પંચમ પ્રકરણ= ચરણ

આ એક શ્રદ્ધાનું સ્વરુપ છે.ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભગવાન સ્વામિનારાયણનું જીવન કવન આ ગ્રંથનો વિષય છે.ગ્રંથના પ્રથમ વક્તા સુવ્રત મુનિ અને પ્રથમ શ્રોતા પ્રતાપસિંહ રાજા છે.પ્રથમ કથા સ્થળ જગન્નાથપુરીમાં આવેલ ચક્રતીર્થ છે.આ ગ્રંથનું માહાત્મ્ય મુક્તાનંદ સ્વામી એ નવ અધ્યાયોમાં લખેલું છે.

ગ્રંથની ટીકાઓ અને પ્રકાશન ફેરફાર કરો

સંસ્કૃતભાષામાં લખાયેલા આ ગ્રંથની હસ્તપ્રતો આજે પણ ઉપલબ્ધ છે.આ ગ્રંથ પર ભગવાન શ્રી સ્વામિનારાયણના અંગત સચિવપદે સેવા કરનાર સંતવર્ય શ્રી શુકાનંદ સ્વામીદ્વારા હેતુનામની અતિસુંદર ટીકાની રચના કરવામાં આવી છે,જે અત્યાર સુધી રચાયેલી ટીકાઓમાં સર્વ શ્રેષ્ઠ છે.સાથે જ વડતાલગાદીના તૃતીય આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજ દ્વારા લખાયેલી ભાવબોધિનીટિકા વિદ્વાનોમાં આદર પામી છે.પરંતુ સંસ્કૃતભાષા અનભિજ્ઞ સર્વ સામાન્ય જનતામાટે ગુજરાતી ભાષામાં સર્વ પ્રથમ ગુજરાતિ અનુવાદ વરતાલના વિદ્વાન સંત શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજી સ્વામી દ્વારા કરીને પ્રકાશિત કરવામાં આવ્યું પરંતુ તેમનુ અનુવાદ પણ સંસ્કૃત પ્રધાન હોવાથી અપેક્ષા પ્રમાણે આવકાર્ય ન બન્યો નહિ હોય તેથી તેમના જ સમકાલીન સંત શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી દ્વારા સરળ ગુજરાતી અનુવાદ તૈયાર થયો અને જેતપુર મંદિર દ્વારા તેનું પ્રકાશન થયું.
તાજેતરમાં રાજકોટ ગુરુકુલ દ્વારા તેનું પુનઃ અનુવાદ સાથે પ્રકાશન થયુ છે. સરધાર મંદિર દ્વારા પણ તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમદાવાદ સ્વામિનારાયણ મંદિર પણ મૂળ સંસ્કૃત અને નીચે અનુવાદ; એ રીતે આ ગ્રંથના પ્રકાશકોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરે છે.

  1. હેતુ ટીકા * શ્રી શુકાનંદ સ્વામી
  2. ભાવબોધિની ટિકા * આચાર્ય શ્રી વિહારિલાલજી મહારાજ
  3. ગુજરાતી અનુવાદ * શાસ્ત્રી હરિજિવનદાસ, શાસ્ત્રી શ્વેતવૈકુંઠદાસ, શાસ્ત્રી નિર્મળદાસ, જયેન્દ્ર યાજ્ઞિક