શ્રી. 116.203.43.107. આપે ધવલભાઈના સભ્ય પાને કરેલું (જે ત્યાંથી હટાવી અહીં લખ્યું) લખાણ નીચે આપ્યું છે:

"ધવલભાઈ, તમે [૧૮:૦૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ Dsvyas (ચર્ચા | યોગદાન) દ્વારા પાનું ઘનશ્યામ ઠક્કર દૂર કરવામાં આવ્યું (પ્રશસ્તિ અને બાયોડેટા જેવી માહિતી, વિકિપીડિયા માટે અસંગત)]

તમે ઉપર જણાવેલ બહાનાં આપી બીજાનાં વિકિપિડિયાનાં પાનાં રદ કરો છો. ખરેખર તો ૧૪ સપ્ટેમ્બરના ઉપરોક્ત પાનામાં મારા વિષે લઘુત્તમ માહિતી હતી, અને ક્યાંય પશસ્તિ હતી નહી. તમે તમારું વિકિપિડિયાનું પાનું તમારી જાતે બનાવ્યું છે. તમારી પાસે કોઈ ખાસ ટેલેન્ટ નથી તેનાં પણ બણગાં ફૂંક્યાં છે. જેની પાસે કોઈ ટેલેન્ટ ના હોય તે પોતાનું પાનું મૂકે તે શોભ? અને જે ટેલેન્ટેડ માણસ હોય તેનાં પાનાં તમે રદ કરો છો. શક્ય છે કે તમે યેનકેન પ્રકારેન વિકિપિડિયાની કોઈ પોઝીશન લીધી હશે પણ તમે વિકિપિડિયાના રાજા નથી. શરમ આવવી જોઈએ."

અને હવે પ્રત્યુત્તર. તો, વિકિ પર વ્યક્તિપાનું બનાવવા માટેના માર્ગદર્શક નિયમો છે. તે ઉપરાંત કોઈ વ્યક્તિ પોતાનું પાનું બનાવી ન શકે. તમે ધવલભાઈને જાતે પોતાનું પાનું બનાવ્યાનું કહો છો તે વાસ્તવમાં તેમનું "સભ્ય પાનું" છે. જે દરેક સભ્ય પોતાના વિશે જણાવવા વાપરી શકે. એ પાનાની સાથે જ "સભ્યની ચર્ચા"નું પાનું હોય છે તેમાં જ અન્ય લોકો પ્રશ્નો કે અન્ય ચર્ચા લખી શકે. સભ્ય પાનું સંપાદન કરવાનો અધિકાર મહદાંશે જે તે સભ્યનો જ હોય છે. તો કૃપયા હવે પછી સભ્યની ચર્ચાના પાને જ લખાણ કરશો. તમને પણ તમારા વિશે પાનું બનાવવું હોય તો સભ્ય તરીકે લોગઈન થઈ (સભ્ય ન હોય તો નવા સભ્ય બની શકો છો, તમારું સ્વાગત છે) અને "મારા વિશે" કે "સભ્ય પાનું" પર પોતાના વિશે જે માહિતીઓ લખવી હોય તે લખી શકો. પ્રથમ થોડો અભ્યાસ કરશો તો "સભ્ય પાનું" અને વ્યક્તિ વિષયક લેખ વચ્ચેના અંતરની જાણકારી થશે. સીધું જ કોઈપણ માન. પ્રબંધકશ્રી/સભ્યશ્રી/સંપાદકશ્રી પર આવી અણછાજતી ભાષામાં ટિપ્પણીઓ કરવા દોડી જવું એ શોભાસ્પદ નથી જ. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.