શ્રી.49.213.61.197, આપ સારૂં કાર્ય કરી રહ્યા છો. ધન્યવાદ. જો આપ સભ્યપદ દ્વારા કાર્ય કરતા હો તો આપને સીધો સંદેશ મોકલી શકાય પણ એ આપની મરજીની વાત છે. હાલ આપનાં આઈ.પી. એડ્ડ્રેસ પર સંદેશ મુકીએ છીએ. માત્ર એક નમ્રસૂચન હતું કે "ગામનાં નામના ઢાંચા"માં માત્ર ત્રણ કોલમને બદલે છ કોલમ રખાય તો ઢાંચો આડી જગ્યામાં ફેલાશે (જ્યાં આમે કોરી જગ્યા વધે છે) અને ઊભી જગ્યા ઓછી જોઈશે. (જેથી પાનાંઓની સંખ્યા ઘટશે) તો, કૃપયા ત્રણ ને બદલે છ કોલમ રખાય તેવો તકનિકી ફેરફાર કરી જોશો. નમૂનારૂપે મેં આ ફેરફાર ઢાંચો:પોરબંદર તાલુકાના ગામમાં કર્યો છે તે ચકાસી જોશો. સુંદર કાર્ય બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૭, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

અશોકભાઇ, વચ્ચે ટાપશી પુરવા બદલ માફી ચાહુ છુ પણ મારા સ્કીન પર તો ઉલટાની આ પ્રકારના (પોરબંદર પ્રકારના ઢાંચામાં વધારે ખાલી જગ્યા રહે છે.) જેમકે એનું પહેલું ગામઅડવાણા (તા. પોરબંદર) જ જોઇ તો ગામ વિષેના છ વાક્યો છે. જમણી બાજુ, લાંબો ગામની વિગતનો ઢાંચો છે અને પછી મસ મોટી ખાલી જગ્યા છુટે છે અને પછી છેક નિચે ઢાંચો ઇન્ફોબોક્ષ પત્યા પછી ઢાંચો પોરબંદર તાલુકાના ગામો દેખાય છે. આ ઢાંચો ૧૦૦જ્ઞ જગ્યા રોકવાનો આગ્રહ રાખતો હોવાને કારણે એમ થાય છે. જ્યારે વલ્લભીપુરનાં કોઇ પણ ગામમાં વચ્ચેની ખાલી જગ્યા છુટતી નથી. કેમકે ઢાંચો ગામની ઓળખની text પતે કે તરત ચાલુ થઇ જાય છે. છતા પણ આપ સહુને ગમે તેમ કરવા બંદા તો તૈયાર છે. --મકનભાઇ હાથી ૧૬:૪૫, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
હું મકનભાઇ સાથે સહમત --146.185.23.27 ૧૬:૪૯, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
ઉપરાંત, એમાં (પોરબંદર વાળાઢાંચામાં) ભૌગોલીક સ્થિતિની આકૃતિ પણ નથી. --146.185.23.27 ૧૬:૫૨, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
હું પણ સહમત, જો કે મેં માત્ર પ્રયોગના ધોરણે એ ફેરફાર કરેલો. પણ એ ઓછી વિગતો વાળા લેખમાં આપ કહો છો તેમ ઉલટાનું વધુ જગ્યા રોકે છે. ઢાંચાઓ વિશે હું પણ શિખાઉ જ છું ! જો કે મને ઢાંચો:ઉમરાળા તાલુકાના ગામો (અને એવો જ ફેરફાર થયેલો બીજો ઘોઘા તાલુકાનો) એકદમ યોગ્ય જણાયા છે. એમાં ગામનાં નામો થોડા જીણા અક્ષરે દેખાય છે પણ એ ચાલેબલ છે. ઢાંચો પોરબંદર એ તરેહ પર કરવાનો પ્રયાસ હું જ કરૂં છું (મને પણ શિખવા મળે, બાકી આપ સૌ તો છો જ). નવબોક્ષ વિશે કંઈક તરકીબ લડાવવા પ્રયાસ કરૂં, બાકી એ વિના ચલાવીશું. (અને નહિ તો ધવલભાઈ અને અન્ય મિત્રોને દ્વારે પોકાર પાડીશું !!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.