અનિલ ચાવડા ફેરફાર કરો

(ગુજરાતી કવિ)

જન્મઃ 10 મે, 1985 (કારેલા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર)


પુસ્તકોઃ

1. સવાર લઈને (ગઝલસંગ્રહ)

2. એક હતી વાર્તા (લઘુકથાસંગ્રહ)

3. મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ)

4. સુખ-દુઃખ મારી દૃષ્ટિએ...

5. શબ્દ સાથે મારો સંબંધ (હર્ષ બ્રહ્મભટ્ટ સાથે)

6. પ્રેમ વિશે (હર્ષ બ્રહ્મભટ્ટ સાથે)


એવોર્ડઃ

1. ગુજરાત સરકાર દ્વારા યુવાગૌરવ પુરસ્કાર

2. INT (ઇન્ડિયન નેશનલ થિયેટર - મુંબઈ) દ્વારા શયદા એવોર્ડ

3. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષક

4. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર


ઇ-મેઇલઃ info@anilchavda.com વેબસાઇટઃ www.anilchavda.com thumbnail અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ છે.

હું આ કવિને અવાર નવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. ‘સવાર લઈને’ પાઠકને – વાચકને – ગાયકને અને શ્રાવકને ‘બાગ’ આારામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. - મોરારિબાપુ

ઉર્દૂના – હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ જ મોટા નક્કાદ અર્થાત વિવેચક પ્રો. વારિસ અલવીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - ચિનુ મોદી

ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - હર્ષ બ્રહ્મભટ્ટ

અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. - સૌમ્ય જોશી