(1) ઇતિહાસ એટલે શું? તેનો અર્થ, વ્યાખ્યાઓ, અને તેનું સ્વરૂપ વિશે ચર્ચા કરો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

         ઇતિહાસનો એક જ અર્થ કરવો અથવા તેની એક જ વ્યાખ્યા આપવી તે ખૂબ જ અસ્પષ્ટ અને અપૂર્ણ કહેવાય. કોઈપણ શાસ્ત્રનો એક જ પ્રકારે અર્થ કરી શકાય નહીં. શાસ્ત્રએ માનવજીવન અને સમાજજીવનનું પ્રતિબિંબ છે. માટે જે રીતે માનવ જીવન અને સમાજ યુગ પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. તે રીતે તેને લગતું શાસ્ત્ર અને તેના લેખકનું સ્વરૂપ પણ પરિવર્તન પામે છે. આમ છતાં સામાન્ય રીતે તેને ઇતિહાસની ભૂતકાળમાં માનવ પ્રવૃત્તિમાં એહવાલ ગણવામાં આવે છે. તેને ભૂતકાલીન ઘટનાઓને વર્ણન કરતું શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. પરંતુ ભૂતકાળના બનાવોનું માત્ર યથાર્થ વર્ણન કરતું નથી. પરંતુ તેમના સાધનોની સહાયથી પુથ્થકરણ અને વિવેચન પણ કરે છે. ઇતિહાસ કોને કહેવાય. ઇતિહાસ શાસ્ત્રનું સ્વરૂપ કેવું હોય છે. આપણે તેના અર્થ અને વ્યાખ્યા નીચે મુજબ ચર્ચા કરીએ.

(B) ઇતિહાસ નો અર્થ ફેરફાર કરો

          ઇતિહાસ માટે વપરાયેલા મૂળ શબ્દો તથા ઇતિહાસ શબ્દની ઉત્પત્તિ પણ ઇતિહાસને ભૂતકાળના બનાવોના શાસ્ત્ર તરીકે સિદ્ધ કરે છે. આ શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યો. તે ચોક્કસ કહી શકાય તેમ નથી. પણ ગ્રીક શબ્દ IOROPIA માંથી HISTORY શબ્દ ઉતરી આવે છે. IOROPIA નો અર્થ Larning. યુરો-ગ્રીક ઇતિહાસકારોએ આ જ અર્થમાં ઇતિહાસ શબ્દનો ઉપયોગ કરેલો હતો. તેઓ ઇતિહાસને પ્રજાની શિક્ષણ આપવાનું સાધન માનતા હતા. તેમના મંતવ્ય પ્રમાણે ઇતિહાસ એ ભૂતકાળનું એવા પ્રકારનું જ્ઞાન છે, કે જેના વડે પ્રજાને સંસ્કારી બનાવી શકાય. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ ઇતિહાસના આ અર્થ અને હેતુ ઉપર ભાર મૂકે છે. ઇતિહાસ માટેનો જર્મન ભાષાનો શબ્દ GESCHICHTE છે. જે GESCHEHEN શબ્દમાંથી ઉત્પન્ન થયેલો છે. જેનો અર્થ To Happen થાય છે. કોઈપણ અગત્યના બનાવને જર્મન વિદ્વાનો ઇતિહાસ કહેતા હતા. ગુજરાતી શબ્દ ઇતિહાસમાંથી પણ આ જ અર્થ નીકળે છે. इति + ह + आस એટલે કે આ પ્રમાણે બન્યું. કે આ પ્રમાણે હતું. તે પણ ઇતિહાસને ભૂતકાળના બનાવોનો શાસ્ત્ર તરીકે મૂલવે છે. લેટિન ભાષામાં ઇતિહાસ માટે હિસ્ટોરીયા શબ્દ છે. જેના ઉપરથી ફ્રેંચ ભાષાનો શબ્દ HISTRIE અને તેમાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ HISTORY બન્યો છે. જેનો મૂળ અર્થ તપાસ કે સંશોધન થાય છે.

(C) ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ. ફેરફાર કરો

(1) દ્રષ્ટિબિંદુ પર આધારિત વ્યાખ્યા ફેરફાર કરો

                ઇતિહાસની ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થયેલી છે. ઇતિહાસકાર ના ઇતિહાસ વિષયના દ્રષ્ટિબિંદુ ઉપર મોટાભાગે વ્યાખ્યાનો આધાર રહેલો છે. વળી તે સમય અને સ્થિતિ પર આધારિત છે. આ બાબતે નીચેના ઈતિહાસકારો વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરે છે.

           "ફ્રેન્ચ ચિંતક વોલ્તેલ"ના મત મુજબ ઇતિહાસ એટલે "માનવ સમાજનો અહેવાલ."

           "એચ. જી. વેલ્સ"ના મત મુજબ ઇતિહાસ એટલે "વિચારોનું વિવરણ."

           "કાલ માર્કસ" ના મત મુજબ ઇતિહાસ એટલે "સમય અને સ્થળ સહિત માનવોના ભૂતકાળનું વર્ણન કરતું વિજ્ઞાન છે."

(2) અમુક ભૂલભરેલી વ્યાખ્યાઓ ફેરફાર કરો

            અમુક લેખકો અને ઇતિહાસકાર ઇતિહાસ ને માત્ર રાજ્યશાસન અથવા તો સમાજશાસ્ત્રનું એક સ્વરૂપ માને છે. આ માન્યતા દેખીતી રીતે અયોગ્ય છે.

            "એડવર્ડ ફીમેન"ના મત મુજબ ઇતિહાસ એટલે "ભૂતકાળ નું રાજકારણ અને રાજકારણ એટલે વર્તમાન નો ઇતિહાસ."

            "ઑગસ્ટ કોમ્ટ"ના મત મુજબ "ઇતિહાસ વ્યક્તિવાચક નામો સાથેનુ સમાજશાસ્ત્ર છે. જ્યારે સમાજશાસ્ત્ર વિશેષ નામો વગર નો ઇતિહાસ છે."

            આ વિધાન પણ અસ્થાને છે. સમાજશાસ્ત્ર અને ઈતિહાસને ગાઢ સંબંધ હોવા છતાં એ બંને શાસ્ત્રો અલગ છે. આમ આ કેટલીક ભૂલ ભરેલી વ્યાખ્યાઓમાં ઇતિહાસનો અર્થ સ્પષ્ટ થતો નથી. પરંતુ ઇતિહાસમાં ઇતિહાસની અતિશયોક્તિ ભરેલી આ વ્યાખ્યાઓ છે.

(3) કેટલીક નોંધપાત્ર વ્યાખ્યાઓ ફેરફાર કરો

             "લેગ્લો અને સિગ્બોન્ટ"ના મત પ્રમાણે "મનુષ્યના ભૂતકાળના ભવ્ય કાર્યોની યાદ તાજી રાખવા તથા તેમાંથી ભાવિ પેઢીને પ્રેરણા આપવા માટે ઇતિહાસ લખવામાં આવે છે."

             "ટ્રેવેલીયન"ના મત પ્રમાણે ઇતિહાસનું શાસ્ત્ર આજે એટલું બધું વિકસિત થયેલું છે કે તેની એક જ વ્યાખ્યા આપવી શક્ય નથી.

               આ વિદ્વાનોમાં કેટલીક નોંધપાત્ર વ્યાખ્યા આપી છે. પરંતુ તેમાં સંપૂર્ણપણે ઇતિહાસનો અર્થ સ્પષ્ટ થતો નથી. કાલ માર્કસ, ધર્માનંદ, કૌશમ્બી વગેરે ઇતિહાસના આર્થિક પાસા ઉપર વધારે ભાર મૂકે છે.

(4) વિશિષ્ટ વ્યાખ્યાઓ ફેરફાર કરો

               "રાન્કે" ના મત મુજબ ઇતિહાસ એટલે "જ્ઞાન માટેના સંશોધન અને સત્ય શોધી કાઢવા માટેની તૃષાને ઇતિહાસ નામ આપી શકાય છે."

              "પ્રોફેસર બિરોશ્વર પ્રસાદ"ના મત અનુસાર ઇતિહાસ એટલે "માનવ સમાજના ભૂતકાળના અહેવાલનો ઇતિહાસ નામ આપી શકાય."

‌‌‌‌‌‌‌‌‌‌.             "પ્રોફેસર આર. સી. મજમુદાર"ના મત પ્રમાણે "મનુષ્યના અરસ પરસના વર્તાવના અભ્યાસ ને તથા પરસ્પર સમાધાન અને સુમેળ સાધવા ના તેમના પ્રયાસને ઇતિહાસ ગણાવી શકાય."

               "આર્નોલ્ડ ટ્રોયમ્બી" ના મત પ્રમાણે "ઇતિહાસ એટલે ઇતિહાસની વ્યાખ્યા કરવી એ ઇતિહાસનો એક ફકરો લખવા બરાબર ગણાય છે."

(5) ગેરેધોનની સર્વગ્રાહી વ્યાખ્યાઓ. ફેરફાર કરો

               ઇતિહાસવિદ્ ગેરેધોને ઇતિહાસની વ્યાખ્યા આપતા સ્પષ્ટ કર્યું છે કે (૧) સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ (૨) સામાજિક સ્વરૂપની તથા (૩) સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિનું પ્રથમ સંશોધન કરે છે. અને ત્યારબાદ કાર્યકારણ એ વિકાસની દ્રષ્ટિએ સંશોધીત રીતે નોંધ કરે છે.

               આ વ્યાખ્યામાં ગેરેધોન ઈતિહાસને મહત્વનુ સામાજિક શાસ્ત્ર તથા તેના સામાજિક સ્તર ઉપર ભાર મૂકે છે. વળી ઇતિહાસમાં સમય એટલે કે ક્રમ અને સ્થળ એટલે કે પ્રસંગની ભૂમિને મહત્વનું સ્થાન છે. તે પણ નિર્દેશ કરે છે. મહદ્અંશે આ વ્યાખ્યા સર્વગ્રાહી વાસ્તવિક અને વૈજ્ઞાનિક રીતે કહી શકાય.

(D) ઇતિહાસ નું સ્વરૂપ ફેરફાર કરો

               ઇતિહાસની વ્યાખ્યા તો ઘણા વિદ્વાનોએ ઘણી રીતે આપી છે. તેમાં ઇતિહાસને સૌએ સ્વીકારેલી દંતકથા છે. તેવું કહી તેની હાંસી ઉડાવનાર નેપોલિયન થી માંડીને માનવ ઇતિહાસ ખરેખર વિચારસરણીનો ઇતિહાસ છે. તેવું કહેનાર એચ. જી. વેલ્સ સુધી તેનો ઉચ્ચતર દાર્શનિક મૂલ્યાંકન કરાવનારાઓ બધાનો એકમાં જ સમાવેશ થઈ જાય છે. આ બંને સામ સામા છેડાઓની વચ્ચે ઇતિહાસને જુદા જુદા દૃષ્ટિબિંદુથી મૂલવવાનો પ્રયત્ન થયો છે. પણ છતાં સામાન્ય સમજ તો એમ જ કહે છે કે ઇતિહાસ એ ભૂતકાળની કથા છે. તેને વર્તમાનમાં કે ભવિષ્ય સાથે કંઈ લેવાદેવા નથી. આખરે એ વાત પણ સાચી છે. ઇતિહાસની નોંધ લેવાની છે. ભૂતકાળના બનાવની કે જેમાં હવે કોઈથી કંઇપણ ફેરફાર ન કરી શકાય. તેવા બનાવોનો જીવન વર્તમાનને સ્પર્શ કરવાનો કે રહસ્યમય ભવિષ્યમા ડોકયુ કરી કલ્પનાની પાંખે ઉડયન કરવાનો જરા પણ અધિકાર નથી.

              આમ છતાં ઇતિહાસને વર્તમાન કે ભવિષ્ય સાથે કોઈ પણ સંબંધ નથી એમ પણ મનાય છે. ઊલટું આજે તો એમ પણ મનાય છે કે વર્તમાન તથા ભવિષ્યને ઇતિહાસની જેટલી જરૂર છે. એટલે બીજા કોઈ સમય ન હતી. કારણ કે ભૂતકાળના બનાવોમાંથી વર્તમાન પ્રેરણા તો લે છે. એક લેખકના શબ્દોમાં ભૂતકાળમાં વવાયેલા બીજની વર્તમાન ફસલ ઉતારે છે. અને ભવિષ્ય માટેની તે કેડી તૈયાર કરે છે. તે વાત કદાચ સાચી છે. પરંતુ તે ક્યારે બને ?

              પ્રશ્નનો જવાબ સહેલો છે. જો ઇતિહાસ પ્રત્યેનો આપણો રૂઢ થયેલા દૃષ્ટિબિંદુમાં જરાક ફેરફાર કરીએ, તો આજનો ઈતિહાસ એકાદ વ્યક્તિ અને તેની નાની-મોટી પ્રવૃત્તિઓ સંધિઓ, લડાઈઓ, અને સવારી ની આસપાસ વર્ણવાયેલો નથી હોતો અથવા તો ન હોવો જોઈએ. તેમાં તો સમસ્ત પ્રજાની આશા, નિરાશા, ઈચ્છા, મહેચ્છા, પ્રગતિ, પીછેહટની સહાનુભૂતિપૂર્વક નિરૂપણનો અને પ્રજા મનના દરેક લાગણી ને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવો જોઈએ. કેટલીક વખત એકાદ વ્યક્તિ સમગ્ર પ્રજા જીવન પર પોતાની જબરી અસર પાડી હોવી જોઈએ. ગાંધીજી જેવા મહાપુરૂષો આના જવલંત ઉદાહરણ તરીકે ગણાવી શકાય. અને દરેક દેશના ઇતિહાસમાં યુગેયુગે આવા યુગવિદ્યાયકો થયા છે. આ વખતે ઇતિહાસ તેમની અવગણના ન કરી શકે. પરંતુ ઇતિહાસ એટલે મહાપુરુષોની ચરિત્ર કથા એમ માનનારા અને જાણનારા ભૂલી ગયા છે, કે આવા મહાપુરુષોની કથા પણ પ્રજાજીવનના વિશાળ ફલક નીરુપવામાં આવ્યા હોય તો જ શોભે. તેમના અંગત જીવનના પ્રસંગોને ઇતિહાસ નામ આપવાથી તો ખુદ ઇતિહાસનું ગૌરવનું ખંડન થાય છે. એક વખત આ દૃષ્ટિબિંદુ સ્વીકારીએ એટલે પછી ઇતિહાસના આલેખનને પેલી પુરાણી પદ્ધતિ પણ કંઈક પરિવર્તન માંગી લે છે. સામાન્ય લેખનની પેલી પુરાણી પણ કંઈક પરિવર્તન દ્વારા સામાન્ય રીતે ઇતિહાસ આલેખન માટે વિદ્વાનોએ પદ્ધતિનો આશરો લે છે.

(1) સામાન્ય ક્રમ પ્રમાણે બનાવનું નિરૂપણ.

(2) અમુક વિચારસરણી ઉદભવથી માંડીને તેના જુદા જુદા તબક્કાઓ દ્વારા તેના વિકાસનું નિરૂપણ.

          પુરાણી પદ્ધતિ મુજબ ઐતિહાસિક બનાવોને તેમના અભ્યાસક્રમ પ્રમાણે ગોઠવી તેના તાર પકડીને ઇતિહાસકાર આગળ વધે છે. આનો એક ફાયદો એ છે કે આ રીતે ઇતિહાસનું આલેખન ચોક્કસ અને વ્યવસ્થિત બની શકે છે. કારણ કે નવા દૃષ્ટિબિંદુ મુજબ ઈતિહાસ ફક્ત રાજકીય બાબતમાં કે એકાદ વ્યક્તિ કે તેના વંશ વારસાના જીવનની તારીખ બધી જ માહિતીમાં જ પુરાઈ રહેતો નથી. એનું ફલક ઘણું વિશાળ છે. અને તેમાં રાજકીય ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓનો સમાવેશ થાય છે. જે બધા પાસાઓનું નિરૂપણ કરવા માટે કોઈપણ દેશમાં યુગે યુગે નવા નવા આકારો ધારણ કરતી રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સંસ્થાઓના ઉદ્ભવ તથા વિકાસ પાછળના પરિબળોને નિરૂપવા નું રહે છે.

         ટૂંકમાં માનવ ઇતિહાસ એટલે માનવજીવનના ઉષા કાળથી લઈને છેક આધુનિક યુગ સુધીના માનવીની સિદ્ધિઓ અને સફળતાઓ, નિષ્ફળતાઓ, આશાઓ અને નિરાશાઓ અવનવી શોધખોળ અને ભયાનક ભૂલો દ્વારા થયેલી અને ક્રિયા પ્રક્રિયાની લાંબી છતાં સંપૂર્ણ કથાઓમાં માનવીએ વિજ્ઞાન, સાહિત્ય, ફિલોસોફી, ધર્મ, સમાજશાસ્ત્ર, રાજકારણ અને કાયદા કાનુનની દિશામાં આજ સુધી સાધેલી પ્રગતિની વિગતો છે.

(E) ઉપસંહાર ફેરફાર કરો

          ઇતિહાસ આપણને ભૂતકાળનું ભાન અને જ્ઞાન કરાવે છે. અને તે દ્વારા વર્તમાન સમયના પંથમાં પ્રેરણા આપી. આવી પ્રગતિના પંથમાં કેવી રીતે આગળ વધવુ તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. કોઈપણ પ્રજા સમૂહને તેના પૂર્વજોએ કેવા પરાક્રમો, પ્રવૃત્તિઓ અને શોધો કરી, કેવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તે સર્વનો પૂર્ણતઃ પરિચયને સાંપડે છે. તેમજ તેમણે કરેલી ભૂલોનું, ત્રુટીઓનું પણ પરિચય ન મળે ત્યાં સુધી તે પ્રજા સમૂહની પોતાની શક્તિઓનો ન તો અંદાજ આવે છે કે ન તો તેમાંથી જીવન માર્ગમાં આગળ વધવા માટે કોઈ માર્ગદર્શન મળે છે. આમ ઇતિહાસ નો અર્થ તેનું સ્વરૂપ અને તેની વિવિધ વ્યાખ્યા ઇતિહાસના વિશાળ શાસ્ત્ર અને સ્પષ્ટતા આપે છે.

(2) ઇતિહાસના પ્રકારો વિશે જણાવો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

              કોઈપણ શાસ્ત્રની માફક ઇતિહાસ પણ શાખાઓ તથા પ્રશાખાઓમાં વિકાસ પામેલો છે. એટલે તેના અનેક પ્રકારો ગણાવી શકાય. પરંતુ ઇતિહાસના પ્રકારો મુખ્યત્વે બે રીતે વિભાજન થઇ શકે છે. એક પ્રમાણિક અને બીજો અર્વાચીન. પહેલા વિભાજનમાં વર્ણાત્મક, બોધાત્મક અને વિકાસાત્મક જે ઇતિહાસના મુખ્ય પ્રકારો કહી શકાય છે. બીજા વિભાજનમાં રાજકીય, લશ્કરી, બંધારણીય, રાજનીતિ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક અગત્યના પ્રકારો તરીકે ગણાવી શકાય છે. રાજકીય ઇતિહાસના સ્થાનિક વગેરે તથા બંધારણની ઇતિહાસના કાનૂની, સંસદીય વગેરે પણ વિભાગો પાડી શકાય છે. આ જ રીતે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક ઇતિહાસને ઉપ વિભાગોમાં વહેંચી શકાય છે. એક બાબત નોંધવી કે એ પ્રામાણિક તથા આધુનિક પ્રકારો એકબીજાથી તદ્દન ભિન્ન નથી. પ્રામાણિક પણ એકબીજાથી તદ્દન અલગ સંભવી શકે તેમ નથી. આવું જ વિધાન આધુનિક પ્રકારો વિશે પણ કહી શકાય. વર્ણાત્મક ઇતિહાસમાં બોધાત્મક તથા વિકાસાત્મક તત્વો રહેલા છે. પરંતુ લેખક વર્ણન ઉપર વિશેષ ભાર મૂકે છે. આથી તે વર્ણાત્મક પ્રકારે કહેવાય છે. તે જ રીતે આધુનિક પ્રકારમાં પણ રાજકીય બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને અન્ય બાબતોનો માત્ર અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે તે રાજકીય ઇતિહાસનો પ્રકાર બને. ટૂંકમાં ઇતિહાસની સરળતા ખાતર આવા જુદા જુદા નીચે મુજબ ના પ્રકારો પાડવામાં આવ્યા છે.

(B) ઇતિહાસના વિવિધ પ્રકારો ફેરફાર કરો

(1) ઇતિહાસના પ્રામાણિક પ્રકારો ફેરફાર કરો

(a) વર્ણાત્મક ઇતિહાસ ફેરફાર કરો

         ઇતિહાસનો આ સૌથી પુરાણો પ્રકાર છે. ઇતિહાસ એટલે સરળ અહેવાલ કે વાર્તા એવી ઇતિહાસની વ્યાખ્યાએ આ પ્રકારને સાર્થક કરી છે. લોકકથા, દંતકથા, રહસ્યકથા, રાસકથા, ટુચકા, કહેવતો વગેરેમાં પ્રાથમિક અને પરિપક્વ સ્થિતિમાં આ પ્રકાર વ્યક્ત થયેલો છે. ઈ.સ. પુર્વે ૫માં સૈકામાં થઈ ગયેલા ગ્રીક ઇતિહાસકાર "હેરોડોટ્સ"થી વર્ણાત્મક ઇતિહાસનો પ્રારંભ થયેલો છે, તેવુ ઇતિહાસકાર માને છે. માટે તેઓ તેને "વર્ણાત્મક ઇતિહાસના પિતા" ગણાવે છે.

           વર્ણાત્મક ઇતિહાસમાં રાજા-મહારાજાઓ તથા રાજવંશોના ઉત્થાન અને પતન, યુધ્ધ, અમીરો, ઉપલા વર્ગો તથા ધર્મગુરુના અહેવાલો આ પ્રકારના મુખ્ય લક્ષણ બન્યા છે. વળી રાજાઓ, વીરપુરુષો વગેરેની તેમની તારીખો વગેરેને પણ વર્ણાત્મક ઇતિહાસમાં ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. વ્યક્તિઓ અને બનાવવાનું વિસ્તૃત વર્ણન આ પ્રકારનું મુખ્ય લક્ષણ કહેવાય છે. હેરોડોટ્સેએ ગ્રીક અને ઈરાન વચ્ચેના યુદ્ધનો અહેવાલ આપેલો. તેમાં દંતકથાઓ અને રહસ્યકથાઓનું પ્રમાણ ઘણું હોવા છતાં બંને દેશો વચ્ચેના યુદ્ધને વાસ્તવિક હકીકતોથી દૂર છે. ખાસ કરીને વીરપુરુષોની વીરતા અને યુદ્ધના બનાવનું વર્ણન નોંધપાત્ર છે. યુરોપમાં પ્રાચીનયુગમાં અને ભારતમાં મધ્યયુગમાં વર્ણાત્મક ઇતિહાસ લોકપ્રિય પ્રકાર તરીકે ટકી રહ્યો છે.

(b) બોધાત્મક ઇતિહાસ ફેરફાર કરો

            ઈસવીસન પૂર્વે બીજા સૈકામાં થઈ ગયેલા ગ્રીક ઇતિહાસકારો કોલીબીયસ પ્રથમ આ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું મનાય છે. ઉપદેશાત્મક ઇતિહાસનું મુખ્ય આષય દ્રષ્ટાંતો સાથે ઇતિહાસનું શિક્ષણ આપવાનો હોય છે. માટે કેટલાક ઇતિહાસકારો આ પ્રકારને સદ્રષ્ટાંત તત્વજ્ઞાન પણ કહે છે. બોધાત્મક ઇતિહાસનો મુખ્ય હેતુ ભાવિ પેઢીને શું કરવું જોઈએ, અને શું ન કરવું જોઇએ, તે દર્શાવવાનો છે. તે ઉદાહરણ સહિત દર્શાવવામાં આવે તો તે વધારે અસરકારક નિવડે. માટે ગ્રીક ઈતિહાસકારો યુસીડાઈડસ તથા કોલીબિયસે રાજકીય અને લશ્કરી ઇતિહાસ લખ્યા. તેમાં તેને નૈતિક રીતે ઊંડી અસર કરે તેવા અનેક ઉદાહરણો મુકેલા છે. પ્રાચીન ભારતના પૌરાણિકો, સંસ્કૃત સાહિત્યકારો તથા મધ્યયુગના સંતો, લેખકોએ આ પદ્ધતિ અપનાવી હતી. આ ઇતિહાસનો મુખ્ય હેતુ શિક્ષણાત્મક છે. સૈકાઓ પહેલા લખાયેલા રામાયણ અને મહાભારતના દ્રષ્ટાંતો થી ભારતવાસીઓ આજે પણ પોતાના વર્તમાન જીવનની કેટલીક સમસ્યાઓનો નિકાલ થયો છે. તથા ઇલિયડ અને ઓડિસીના ઉદાહરણો આજે પણ એક ગ્રીક વાસીઓને બોધ અને પ્રેરણા આપે છે.

(c) વિકાસાત્મક ઇતિહાસ ફેરફાર કરો

          ૧૯માં સૈકા સુધી બોધાત્મક ઇતિહાસનો પ્રકાર લોકપ્રિય રહ્યા બાદ વિકાસાત્મક ઇતિહાસ વૈજ્ઞાનિક પ્રકાર તરીકે પ્રચલિત થયો. ઇતિહાસ વિશેનું આધુનિક મંતવ્ય એવું છે કે તે માત્ર ઉપદેશો અને ઉદાહરણોનો સંગ્રહ નથી. જેમ તે માત્ર બનાવો અને તારીખોનો અહેવાલ નથી. તે તેમ ફક્ત રાજકીય અને ધાર્મિક પાઠો શીખવવાનું શાસ્ત્ર પણ નથી. ઇતિહાસ કલાની સાથે વિજ્ઞાન પણ છે. અને વિજ્ઞાનનો મુખ્ય આશય બનાવના કારણ અને કાર્યનો સબંધ દર્શાવીને તેમના પરિણામોની ચર્ચા કરવાનો છે. જેમ વર્ણાત્મક પ્રકારોમાં પ્રસ્તૃત અને અપ્રસ્તુત વર્ણનોથી ઇતિહાસની ચોક્કસાઈ, વાસ્તવિકતા અને વિચારશક્તિ ધટી છે. તેવી જ રીતે બોધાત્મક પ્રકારમાં અવારનવાર દ્રષ્ટાંતો અને ઉપદેશોથી બનાવની અખંડિતતા અને વિશ્વસનીયતા તથા વાસ્તવિકતાની માત્રા ઓછી થાય છે.

           ૧૯મા અને ૨૦માં સૈકા દરમિયાન થયેલા અનેક સંશોધનો, પુરાતત્વ અને મળી આવેલા અનેક પ્રકારના અવશેષો વિકાસાત્મક ઈતિહાસની મહત્વની સામગ્રી પૂરી પાડે છે. તથા તેની વિવિધતા અને સમૃદ્ધિમાં પણ વધારો કર્યો છે. પરિણામે આ પ્રકારે 20માં સૈકા દરમિયાન સારી પ્રગતિ સાધી છે. બનાવું મૂળ અને ઉત્પતિ શોધી કાઢવું તે આધુનિક ઇતિહાસનું મુખ્ય ગણાય છે. વળી તેમાં વર્ણન કરતાં તેમજ પુથ્થકરણનું મહત્વનુ સ્થાન છે.

             હાલમાં વિકાસાત્મક ઇતિહાસ પ્રચલિત થયેલો છે. એનો અર્થ એવો નથી કે પહેલા બન્ને પ્રકારો અદ્રશ્ય થઈ ગયા છે. ઇતિહાસમાં કોઈ પણ ગ્રંથ કે દસ્તાવેજનો આધાર વર્ણન કે હકીકતની રજૂઆત છે. તેના વગર ઇતિહાસનું વર્ણન થઈ શકે નહીં. જર્મન ઇતિહાસકારો ક્લેડર, નિષ્કુપુર, ઈતિહાસકારો નો ધ્યાન ધર્યો ત્યારબાદ રાન્કેએ વિકાસાત્મક પ્રકારને વિકસાવ્યો. અને વીસમાં સૈકાના અનેક લેખકોએ તેને વૈજ્ઞાનિકતાનું સ્વરૂપ આપ્યું.

(2) ઇતિહાસના આધુનિક પ્રકાર ફેરફાર કરો

(a) રાજકીય પ્રકાર ફેરફાર કરો

          ઇતિહાસના આધુનિક પ્રકારોમાં આ સૌથી પ્રથમ મૂકી શકાય. પહેલાનો રાજકીય ઇતિહાસ માત્ર રાજાઓ અને યુદ્ધનો અહેવાલ હતો. પરંતુ હાલનો રાજકીય ઇતિહાસ એ રાજકીય સંસ્થાઓ અને તેના અંગેના ઇતિહાસ છે. માટે નિબ્બુર, રાન્કે, સ્મિથ, જદુનાથ સરકાર, સર દેસાઈ વગેરે ઇતિહાસકારોએ મુખ્યત્વે રાજકીય ઇતિહાસ લખેલો છે. માનવ અને સમાજ જીવનના નિયમન કરતી સંસ્થા રાજ્ય છે. માટે તેની જાણકારી અનિવાર્ય છે. રાજ્યોના ઉત્થાન, પતન તથા યુદ્ધે માનવ અને સમાજમાં પરિવર્તનનો કર્યા છે. માટે તેમનું જ્ઞાન જરૂરી બને છે. આજે ઈતિહાસમાં આર્થિક-સામાજિક પ્રકારો વિશેષ મહત્વના બન્યા છે. છતાં પણ રાજકીય ઇતિહાસનું મહત્વ ઓછું આંકવું જોઈએ નહીં. વર્તમાન સંદર્ભમાં રાજ્ય સરકારના અંગો, પ્રકારો, મહેસુલી નીતિ, ન્યાય પ્રથા, ચૂંટણી, મતાધિકાર વગેરેની જાણકારી આવશ્યક છે.

(b) લશ્કરી પ્રકાર ફેરફાર કરો

            લશ્કરી ઇતિહાસને રાજકીય ઇતિહાસનો એક પ્રકાર ગણાવી શકાય. છતાંય પ્રાચીન સમયથી હાલ સુધી યુદ્ધ એ રાજ્ય, સમાજ અને વ્યક્તિના જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવેલો છે. માટે ઇતિહાસકારો તેને એક અલગ પ્રકાર તરીકે વર્ણન કરે છે. લશ્કરી ઇતિહાસમાં લડાયક અને બિન લડાયક શાખાઓ સહીતની તેમની તમામ શાખાઓનો સમાવેશ થાય છે. પ્રાચીન તથા મધ્યયુગના અશ્વદળ, પાયદળ વગેરેનો તથા વર્તમાન સમયના ભૂમિદળ અને નૌકાદળ, હવાઇદળ, જાસૂસ વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ વગેરે વિભાગનો ઇતિહાસ રસપ્રદ છે. શાસ્ત્રો, લશ્કરી છાપો તથા ખિતાબો અંક વિશિષ્ટ ઇતિહાસ છે. દરેક સમય તથા દેશના ઇતિહાસના ઘડતર તથા પરિવર્તનમાં લશ્કરી પરિબળએ મહત્વનો હિસ્સો આપેલો છે. માટે તેમના અહેવાલનો ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન છે. દા.ત. તરીકે ગ્રીસ અને ઈરાન એથેન્સ અને સ્વાલ્ય, રોમ અને કેરથોજ, રાજપૂત અને મુસ્લિમ વચ્ચે ની લડાઈઓ, મુસલમાનોના વિગ્રહનો અહેવાલ, ભારતમાં મોગલ મરાઠા, પાણીપતના યુદ્ધ, નેપોલિયનના યુદ્ધો, યુરોપના ઇતિહાસમાં તથા વિશ્વયુદ્ધનો જગતના ઈતિહાસમાં ન ભૂંસી શકાય તેવું પ્રદાન ગણાય છે.

(c) બંધારણીય ઇતિહાસ ફેરફાર કરો

          બંધારણીય ઇતિહાસ પણ એક રીતે રાજકીય ઇતિહાસનો પ્રકાર છે. છતાંય કાનૂન અને લોકશાહીના વિકાસ સાથે તેનું ઇતિહાસની એક અલગ શાખા તરીકે સારી રીતે વિકાસ થયો છે. બંધારણીય ઇતિહાસમાં રાજકીય સંસ્થાઓ અને રાજ્યના કાનૂની અહેવાલ અગ્રસ્થાને હોય છે. રાજ્યની પ્રણાલિકાઓ, કાયદાઓ, સત્ર વગેરેનું વિતરણ બંધારણીય ઇતિહાસનું મુખ્ય લક્ષણ છે. 18મા સૈકા બાદ લોકશાહીના ઝડપી વિકાસની સાથે બંધારણ અને તેના પ્રકારનો ઝડપી ઉદય થયો. રાજકીય સંસ્થામાં મહત્વના ફેરફારો થયા. આજે બંધારણીય ઇતિહાસ રાજ્ય અને સમાજજીવનમાં પ્રતીક રૂપ બન્યો છે.

(d) રાજનીતિ સંબંધી ઇતિહાસ ફેરફાર કરો

          આ પ્રકાર રાજકીય ઇતિહાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વાસ્તવિક રીતે તે રાજકીય ઇતિહાસનું સ્થળ છે. પ્રાચીનથી માંડીને અર્વાચીન સમય સુધી સંધિઓ અને પ્રતિસંધિઓ તથા મુત્સદ્દીગીરી ભર્યા રાજકીય દાવપેચોએ દેશ અને દુનિયાના ઈતિહાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યના અરસપરસના ખતપત્રો અને કરારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આચાર સહિતા ઘડવામાં પણ ખાસ ફાળો આપેલો છે. દૂતો અને એલચીઓ રાજનીતિનું મહત્વનું અંગ છે. તેમના અહેવાલ ઇતિહાસની આધારભૂત દસ્તાવેજો પૂરા પાડે છે. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં આની વિસ્તૃત ચર્ચા કરેલી છે. વિયેના કોંગ્રેસ, વર્ચલ્સની સંધી, આટલાંન્ટીક ખતપત્ર અને એવા અનેક નાના-મોટા કરાર રાજનીતિ સંબંધી ઇતિહાસના પુરાવા છે.

(e) આર્થિક ઇતિહાસ ફેરફાર કરો

          શરૂઆતથી આર્થિક પ્રશ્નોએ માનવ જીવનમા અગત્યનો ભાગ ભજવ્યો છે. ક્રાંતિના વિકાસ સાથે ઝડપી યાંત્રીકરણ થયા બાદ આ પ્રકારનું મહત્વ ઘણું વધ્યું છે. રાજકારણ સમાજ તથા વ્યક્તિના જીવન ઉપર આર્થિક બાબતોની ઘેરી છાપ પડે છે. એટલે આર્થિક બાબતો માનવજીવનનો પાયો છે, તેમ કહીએ તો ખોટું નથી. ખેતી, પશુપાલન, માછીમારી, ઉદ્યોગ, વેપાર, ચલણ, વ્યાજના દર, ધંધા-રોજગાર, સરકારી સંસ્થાઓ, બેંકો, વીમા કંપની વગેરેના સિદ્ધાંતો અને કાર્યવાદના વિવરણને અર્થશાસ્ત્ર કહી શકાય. પરંતુ તેમના વિકાસના તબક્કાવાર અહેવાલને આર્થિક ઇતિહાસ ગણી શકાય. આજે માનવજીવનના આર્થિક પ્રશ્નો ઇતિહાસ સમજ્યા વગર જીવન દર્શન અપૂર્ણ રહે છે. માટે આ પ્રકારની અગત્યતા સવિશેષ છે. કાલમાર્કસ આ પ્રકારના મુખ્ય પ્રણેતા છે.

(f) સામાજિક ઇતિહાસ ફેરફાર કરો

      ‌‌‌    ઇતિહાસનો આ સૌથી વધુ વિસ્તૃત પ્રકાર છે. ડચ ઇતિહાસકાર બ્લોક તેને "માનવ જીવનનો ઇતિહાસ" કહે છે. ટ્રેવેલીયન તેને માનવજીવનની ટેવો અને પ્રણાલિકાનો અહેવાલ માને છે. મોટાભાગના ઇતિહાસકારોના મંતવ્ય પ્રમાણે રાજકીય અને આર્થિક પાસાઓ સિવાયના માનવજીવનના અહેવાલને સામાજિક ઇતિહાસ ગણી શકાય. આમ છતાંય સામાજિક ઇતિહાસમા રાજકીય અને આર્થિક ઇતિહાસનો સમાવેશ થઈ જાય છે. મનુષ્યને પોતાના ઉદગમની શરૂઆતમાં વેઠવી પડેલી મુશ્કેલીઓ, મુસીબતો, કુદરતી પરિબળો સામે ટકી રહેવાના તેના પ્રયાસો, તેને કરેલા સામાજીક સંસ્થાઓનો વિકાસ, તેમણે કેળવેલી કલા, સામાજિક સ્ત્રી પ્રત્યેના દ્રષ્ટિકોણનો અહેવાલ ઇતિહાસના કોઈપણ પ્રકારના અગત્યની ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. મનુષ્યની આહાર-વિહાર, પોશાક, અલંકાર, આનંદ પ્રમોદ વગેરેની ટેવોએ માનવ જીવનનો ઇતિહાસ ઉપર વ્યાપક અસર કરી છે. ઇતિહાસનો આ પ્રકાર સમસ્ત લોક સમુદાય તથા તેની સંસ્થાઓ સાથે કેળવાઈ હોય તો વિશેષ નોંધપાત્ર થતા ઉપયોગી છે.

(g) સાંસ્કૃતિક ઇતિહાસ ફેરફાર કરો

           આ પ્રકાર સામાજિક ઇતિહાસનો પેટાવિભાગ ગણી શકાય. લિપિ, ભાષા, સાહિત્ય, કલા, તત્વજ્ઞાન વગેરેના ઉદ્દગમ અને વિકાસના અહેવાલે ઇતિહાસની પૃષ્ઠભૂમિકા પૂરી પાડેલી. તથા તેને સમૃદ્ધ બનાવેલું હતું. લિપિ અને ભાષા વિના કોઈપણ શાસ્ત્રનું લેખન કાર્ય શક્ય નથી. ગ્રીક, લેકીન, સંસ્કૃત, અરબી, ફારસી, અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે ભાષાઓ એ ઇતિહાસનું મહામૂલ્ય ગ્રંથો સર્જવામાં કીમતી ફાળો આપેલો છે. દંતકથા, રામકથા, રહસ્ય કથા વગેરે સાહિત્યના પ્રકારો છે. આ ઉપરાંત શિલ્પ, સ્થાપત્ય, કોતરણીકામ, જેવી કલાઓએ ઇતિહાસના દ્રશ્ય સ્વરૂપને જીવંત બનાવેલું હતું. મંદિર, મહાલયો, ખંડેરો વગેરેના સ્થાપત્ય શીલ્પ, કોતરકામ તથા ચિત્રકામે ઇતિહાસને ચોક્કસ અને વ્યાપક બનાવી છે. નાટ્ય, નૃત્ય, સંગીત, વાદ્ય વગેરે ઇતિહાસની નૈતિક ભાવનાને વધારે દૃઢ બનાવેલો હતો. માટે ઇતિહાસવાદ ટ્રોયંમ્બી ઇતિહાસના સંસ્કૃતિઓના ઉદ્ભવ, વિકાસ અને પરિવર્તનો અહેવાલ માને છે.

(h) ધાર્મિક ઇતિહાસ ફેરફાર કરો

          ધર્મના ઇતિહાસ કરતા ધાર્મિક ઇતિહાસને અલગ અલગ ગણવો જોઈએ. પ્રાચીન તથા મધ્યયુગના લેખકોમાં આ પ્રકાર ઘણો સામાન્ય હતો. કારણ કે તે સમયે રાજ્ય અને સમાજ ઉપર ધર્મનો વિશેષ પ્રાધાન્ય હતું. આજે ધર્મ વ્યક્તિગત બાબત મનાય છે. એટલે આ પ્રકારનું મહત્વ ઓછું થઈ ગયું છે. છતાંય ધર્મ માનવજીવનના ઇતિહાસમાં મુખ્ય ભાગ ભજવેલો છે. દા.ત. ખિસ્તી ધર્મ અને દેવળોનો ઇતિહાસ જાણ્યા વગર યુરોપના અનેક યુદ્ધો, રાજ્યના ઉત્થાન અને પતન તથા અનેક સંસ્થાઓના વિકાસ અને પરિવર્તનમાં ખિસ્તી દેવળનો ગણનાપાત્ર હિસ્સો જોવા મળે છે. ઇસ્લામ ધર્મનો ઇતિહાસ સમજ્યા વગર મધ્યયુગના એશિયાનો ઇતિહાસ જાણવો કઠિન છે. તેને એશિયાના રાજકીય, સામાજિક, આર્થિક તથા સાંસ્કૃતિક જીવન ઉપર વ્યાપક અસર કરેલી છે. તે જ રીતે બ્રાહ્મણધર્મ, બૌદ્ધધર્મ તથા જૈનધર્મના ઇતિહાસનું અધ્યયન કર્યા વગર ભારતના મધ્યયુગના પ્રવાહો સમજવા માટે ભારતમાં ઇસ્લામનો પ્રવેશ અને વિકાસ જાણવું અનિવાર્ય છે. વળી રાજકીય, સામાજીક તથા આર્થિક બાબતો ઉપર ધર્મનું વર્ચસ્વ જોતા તેના અભ્યાસ આવશ્યક બને છે.

(i) ભૌગોલિક ઇતિહાસ ફેરફાર કરો

            સમય અને સ્થાન એ ઇતિહાસની પાયાની બાબત છે. ઇતિહાસનું ઘડતર તથા સંસ્કૃતિનો વિકાસ નદીઓના કિનારે થયેલો છે. શહેરો, ઉદ્યોગિક સ્થાનો તથા સાંસ્કૃતિક કે ધાર્મિક સ્થાનોનો ઉદગમ અને વિકાસ પણ નદી કિનારે થયેલો છે. ઇતિહાસના ઘણા ખરા બનાવો તથા યુદ્ધો પણ નદી કિનારાના મેદાનો કે પર્વતીય વિસ્તારોમાં બનેલ છે. તેમજ થયેલ છે. આ દ્રષ્ટિએ ઇતિહાસ અને ભૂગોળ અતૂટ રીતે સંકળાયેલ શાસ્ત્રો છે. ભૌગોલિક ઇતિહાસને અન્ય પ્રકારના ઇતિહાસના લેખક માટે પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. તેનું મહત્વ સવિશેષ છે.

(j) સમકાલીન ઇતિહાસ ફેરફાર કરો

             સમકાલીન ઇતિહાસ ઇતિહાસનો અલગ પ્રકાર નથી. વાસ્તવમાં તે આધુનિક ઈતિહાસનું એક પેટાપ્રકાર કહી શકાય. પરંતુ સવિશેષ દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ભારત સહિત વિશ્વના અનેક સૌરાષ્ટ્રમાં ભારે પરિવર્તન આવ્યું. એશિયા તથા આફ્રિકાના ઘણા ઘણાખરા રાષ્ટ્રો સ્વાધીન બન્યા. પરિણામે તેમ રાજકીય, આર્થિક, સામાજીક તેમજ અન્ય ક્ષેત્રોમાં ખૂબ નોંધપાત્ર ફેરફારો થયા. એ જ રીતે યુરોપના પરાજિત તથા વિજેતા રાષ્ટ્રોની પણ કાયાપલટ થઇ. અને તેમનું નવસર્જન થયું. આવું જ ભારત સહિત એશિયા તથા આફ્રિકાના ઘણા ખરા દેશોમાં બન્યું. એટલે ખાસ કરીને ૨૦મી સદીના ઉત્તરાર્ધ અને છેલ્લા પાંચ દાયકાનો ઈતિહાસ પલટ થઈ તેમનું નવસર્જન થયું. ઇતિહાસ સંબંધિત લેનીકોટો પોલે, જે. પી. બરી, ગેરેધોન, ટ્રોયમ્બી, વગેરે લેખકો તથા પુસ્તકો લખ્યા તેથી તેના આલેખનનું મહત્વ વધ્યું.

(k) સાંસ્થાનિક ઇતિહાસ ફેરફાર કરો

          આ પ્રકાર પણ રાજકીય ઇતિહાસનો એક વિભાગ કહી શકાય. ૧૫માં સૈકાથી સંસ્થાનવાદનો ઇતિહાસ શરૂ થાય છે. યુરોપે આ સમયથી શરૂ કરીને એશિયા અને આફ્રિકાના ઘણા દેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પોર્ટુગલ, સ્પેન, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, શેલેન્ડ વગેરે દેશોએ આમાં અગ્રભાગ ભજવ્યો. જાપાન અને ઈટાલી પણ તેમાં પછીથી જોડાયા. તેની પાછળ રાજકીય વિસ્તારવાદ અને આર્થિક શોષણની ભાવના હતી. સંસ્થાનવાદની પ્રવૃત્તિઓથી યુરોપ, એશિયા અને આફ્રિકાના દેશોના ઈતિહાસમાં ઘણા મોટા પરિવર્તન થયા. ધીમે ધીમે સંસ્થાનવાદમાંથી સામાન્ય સામ્રાજ્યવાદ વિકસિત થયો. જેની પકડમાંથી એશિયા અને આફ્રિકાના દેશોના ઇતિહાસમાં ઘણા મોટા પરિવર્તન થયા હતા.

(C) ઉપસંહાર ફેરફાર કરો

            સમજણની સગવડતા ખાતર ઇતિહાસના પ્રમાણિક અને આધુનિક પ્રકારો પાડવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિક રીતે જોતાં ઇતિહાસ એક જ છે. ઇતિહાસ વિશે દૃષ્ટિબિંદુ બદલાયેલું છે. હાલ કોઈ પણ પ્રકારની ઇતિહાસની એક જ જાતનું નામ આપી શકાય તેમ નથી. રાજકીય ઇતિહાસમાં પણ તે સમયના આર્થિક સામાજિક પ્રવાહોનું નિરૂપણ હોય છે. ઇતિહાસની વ્યાખ્યા સર્વગ્રાહી છે. બનાવો પરસ્પર સંકળાયેલા હોય છે. ઇતિહાસની જુદી જુદી શાખાઓ લખેલા ઇતિહાસની સમૃદ્ધ અને વ્યાપક બનાવે છે.

(3) ઇતિહાસના સહાયક શાસ્ત્રો વિશે જણાવો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

             કોઈપણ શાસ્ત્ર એકલુ એટલું ટકી કે વિકસી શકે નહીં. શાસ્ત્ર તરીકે તેને અન્ય શાસ્ત્રો સાથે સંબંધ હોય છે. ઇતિહાસ એક સામાજિક શાખા છે. જેથી અન્ય સામાજિક શાસ્ત્ર સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ છે. જુદા જુદા સામાજિક શાસ્ત્રોમાંથી પોતાને ઉપયોગી એવી માહિતી તે મેળવે છે. તેમજ બીજા શાસ્ત્રોને તે પણ ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આમ શાસ્ત્ર નો સંબંધ આપ-લે નો કહી શકાય. ઇતિહાસની સહાય કરતા કેટલાક મહત્વપૂર્ણ શાસ્ત્ર નીચે મુજબ છે.

(B) ઇતિહાસના સહાયક શાસ્ત્ર ફેરફાર કરો

(1) સૂચિ વિદ્યા ફેરફાર કરો

          ઈતિહાસ એ સંશોધનનું શાસ્ત્ર છે. અને સુચિવિધા એટલે કે પુસ્તકો અને દસ્તાવેજોની યાદી. આ સંશોધનની ભૂમિકા તૈયાર કરી આપે છે. સુચિશાસ્ત્રનો શબ્દ અર્થ પુસ્તકોનું વિજ્ઞાન કહી શકાય. વ્યાપક અર્થમાં ઇતિહાસનાં કોઈ પણ દસ્તાવેજી પુરાવાનો સૂચિવિદ્યામા સમાવેશ થઇ શકે છે.

           ગ્રંથની અવારનવાર નવી પ્રવૃત્તિ પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ઇતિહાસના અન્વેષણને લગતી તાજેતરની માહિતી મળે છે. માટે સૂચિપત્ર તૈયાર કરતાં કોઇપણ ગ્રંથની છેવટની પ્રવૃત્તિ તપાસવાનો આગ્રહ રાખવો જોઈએ. દા.ત. પ્રાચીન ભારતના ઇતિહાસની ૧૯૧૨ની પ્રવૃત્તિમાં મોહેં-જો-દડોને લગતો કોઈ ઉલ્લેખ ન હોય, પણ ૧૯૨૨ પછીની આવૃત્તિઓમાં તેનો નિર્દેશ હોય એ તપાસવું. ગ્રંથોની યાદી તૈયાર કરવા પ્રમાણભૂત ગ્રંથો જ સૂચિમાં સમાવેશ કરવાનું લક્ષમાં રાખવું જોઈએ. સામાન્ય પુસ્તકોને તેમાં સ્થાન હોઈ શકે નહીં. એ રીતે હસ્તપ્રતોના સ્થાન સુવિધામાં ખાસ મહત્વનું કહેવાય છે.

(2) પુરાતત્વ શાસ્ત્ર ફેરફાર કરો

          પુરાતનકાળ નો ઇતિહાસ પ્રકાશમાં લાવવામાં તથા તેને સમૃદ્ધ અને આધારભૂત બનાવવામાં પુરાતત્વીય વિદ્યાનોનો કીમતી ફાળો છે. શોધી કાઢવામાં આવેલા મકાનો, મંદિરો, શસ્ત્રો, સાધનો, માટીકામના નમૂનાઓનો, મૂર્તિઓ, ચિત્રો, શિલ્પો, પોષક, અલંકાર, હસ્તપ્રતોના નમુનાઓ, આભૂષણો, સિક્કા વગેરેએ ઇતિહાસને આધારભૂત અને સમૃદ્ધ બનાવ્યો છે. અને ઈતિહાસને ખૂટતી કડી પૂરી પાડી છે. દા.ત. ભારતનો પ્રાચીન ઇતિહાસ 1922 પહેલા આર્યોના આગમન થી શરૂ થયો હતો. પરંતુ 1922માં પુરાતત્વ શાસ્ત્ર દ્વારા શોધી કઢાયેલા હડપ્પા અને મોહેં-જો-દડોથી આર્ય પહેલાનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. જે ઇતિહાસમાં ખૂટતી કડી જોડી આપે છે. ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસમાં પહેલા મહાભારત યુગથી ઇતિહાસ શરૂ થતો હતો. પરંતુ રંગપુર, લોથલ, કચ્છ વગેરે જેવા શહેરો શોધાતા ગુજરાતના ઇતિહાસમાં પણ ખૂટતી કડી મળી આવી છે.

           પુરાતત્વ વિદ્યાની શરૂઆત ૧૯મા સૈકામાં થઈ હતી. અને ૨૦માં સૈકામાં તેનો ઝડપી વિકાસ થયો હતો. આમ પુરાતત્વીય શાસ્ત્રથી અનેક ઇતિહાસો ફરી વખત લખાયા. આ માટે શાસ્ત્ર ખૂબ જ મહત્વનું છે.

(3) નૃવંશ વિદ્યા ફેરફાર કરો

            મનુષ્યની ઉત્પતિને લગતા શાસ્ત્રને "નૃવંશ વિદ્યા" કહી શકાય. માનવોનો કઈ રીતે આવિર્ભાવ થયો અને વિકાસ પામ્યો તે શોધ છે. આ શાસ્ત્રની મુખ્ય ત્રણ શાખા છે.

(a) મનુષ્યની જાતિઓ, ટોળીઓના પ્રકારો અને હાડપિંજરના અભ્યાસ કરતું શાસ્ત્ર. ફેરફાર કરો

            પ્રાથમિક મનુષ્ય આ જગત ઉપર ક્યારે આવ્યો, કઈ રીતે વિકાસ પામ્યો, જાતિ કઈ રીતે ઉદ્ભવી, નામ કઈ રીતે નક્કી થયું, જે હાડપિંજરોની કદ, આકાર, પ્રકાર, ઊંચાઈ, ઉપરથી નક્કી કરે છે.

(b) માનવજાતિ અને ટોળીઓના રીવાજો, ખાસિયતો, ધાર્મિક માન્યતાઓનું અવલોકન કરતુ શાસ્ત્ર ફેરફાર કરો

            આ શાસ્ત્રમાં ટેવો, ખાસિયતો, ધાર્મિક માન્યતાઓના વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

(c) માનવજીવન ઉપર અસર કરતી વનસ્પતિ અને જીવન સાથે સંકળાયેલ વૃક્ષો વગેરેનું અધ્યયન કરતુ શાસ્ત્ર. ફેરફાર કરો

            આ શાસ્ત્રમાં અમુક વનસ્પતિ, વૃક્ષો તથા અન્ય કુદરતી તત્વ મનુષ્ય જીવનના ઉદ્ભવ વિકાસ તેમનું પછાતપણું શારીરિક-માનસિક ટેવો, પ્રવૃતિઓમાં પ્રદેશ અને વનસ્પતિઓએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

(4) લિપિ વિદ્યા ફેરફાર કરો

          પ્રાચીન લિપિ શાસ્ત્રના ઉદભવ સાથે ઇતિહાસને સહાયક એવા કીમતી શાસ્ત્રનો ઉમેરો થયો. પ્રાચીન લિપિઓના ઉકેલથી ઇતિહાસની સમૃદ્ધિમાં વધારો થયો છે. અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ જે ૧૮૩૭માં જ્હોન પ્રિન્સેપે ઉકેલી ત્યારથી ભારતમાં નીતિશાસ્ત્રનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો. ત્યાર પછી બુર્લર, ખલીફા, બરવાન લાલ, ઇન્દ્રજીત, બી.આર.ભંડારકર, જેવા વિદ્વાનોએ અભિલેખો ઉકેલીને અર્થ સમજાવીને ભારતીય ઇતિહાસના અધ્યયનનો નવો યુગ શરૂ કર્યો. તેમાંથી પણ કેટલીક પેટાશાખા આ લિપિ સાથે જણાય છે. લિપિશાસ્ત્રીથી ઈતિહાસમાં ઘણા તથ્યો ઉકેલાયા છે.

(5) દસ્તાવેજ ફેરફાર કરો

           આ શબ્દનો અર્થ અત્રે રાજ્ય નીતિશાસ્ત્રના અર્થ કરતા ભિન્ન છે. દિપ્લેમેટિક નો અર્થ અત્રે દસ્તાવેજનું વિજ્ઞાન કહી શકાય. દસ્તાવેજ (૧)ઉકેલે છે. (૨)તેનો સમય (૩) તેનું સ્થળ (૪) તેના લેખક નું નામ. નિશ્ચિત કરે છે. આ ચાર મુખ્ય સિદ્ધાંતો ઉપર કાર્ય કરતા શાસ્ત્રને દસ્તાવેજી શાસ્ત્ર કહી શકાય.

             આ શાસ્ત્ર મુખ્યત્વે પ્રાચીન અને મધ્યયુગની હસ્તલિખિત પ્રાંતોની આધારભૂત અને વિશ્વસનીયતા સાબિત કરવામાં ઉપયોગમાં લેવાય છે. ભારતમાં રોયલ એટલાન્ટિક સોસાયટી તેની સંશોધન સંસ્થાની સ્થાપના બાદ આ શાસ્ત્રનું મહત્વ પ્રતિપાદિત થયું. જેણે ઇતિહાસની આધારભૂત સામગ્રી નિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

(6) મુદ્રા અને છાપ વિદ્યા ફેરફાર કરો

            આ દસ્તાવેજોનું સહાયક શાસ્ત્ર છે. તેનાથી દસ્તાવેજ ઓળખવો સહેવો પડે છે. મુદ્રાલેખ, માટીના, ધાતુના, મીણના, પથ્થરના કે એવા બીજા પદાર્થ પર કોતરાયેલા હોય છે. આમાં તકતીનો પણ સમાવેશ થાય છે. અશોક, હર્ષ, અકબર, શિવાજી, જ્યોર્જ ત્રીજો વગેરે જે મુદ્રાની છાપ વાળા દસ્તાવેજો તેમના સમયમાં ઇતિહાસના કેટલાક પાસાઓને નક્કર સ્વરૂપ આપેલું છે. દસ્તાવેજોની ઉપયોગી એવું શાસ્ત્ર છાપ વિદ્યા પણ છે. આ શાસ્ત્ર સાધનો, પોશાક, અલંકાર વગેરે ઉપર છાપ કોતરવાની કલા મધ્યયુગમાં ખૂબ જ પ્રચલિત હતી. આના ઉપરથી માલિકી, તેની રીતભાત, લશ્કરી રીતભાત, શાસ્ત્રો સાધનો વગેરે જેવી માહિતી પ્રાપ્ત થાય છે.

(7) ક્રમાંક વિદ્યા ફેરફાર કરો

        ક્રમાંક વિદ્યા અને ભૂગોળ ઇતિહાસની બે આંખો ગણાય છે. ઇતિહાસના બનાવોની તારીખ પ્રમાણે ગોઠવનાર વિદ્યાને ક્રમાંક શાસ્ત્ર કહી શકાય. બનાવની ક્રમ પ્રમાણે ગોઠવણી ન થાય તો ઇતિહાસ અવ્યવસ્થિત અને અંધ ગણાય. પૂર્વ ઈતિહાસિક અને પ્રાગૈતિહાસિક કાળના બનાવો ગણવામાં આવ્યા છે. તેમાં ક્રમ દીઠ પ્રમાણમાં નક્કી થઈશ શક્યો છે. તેના બનાવોને ઐતિહાસિક કાળના બનાવો કહેવામાં આવે છે. આ રીતે ભારતના બૌદ્ધ સમય પહેલાના સમયને પૂર્વે ઈતિહાસિક અને પ્રાગ ઐતિહાસિક કહી શકાય. જ્યારે મૌર્ય સમયથી શરૂ થતા ભારતીય ઈતિહાસની ઐતિહાસિક યુગ તરીકે ગણી શકાય. ચંદ્રગુપ્ત મૌર્ય ભારતમાં મૌર્યવંશની સ્થાપના કરી, ત્યારથી ભારતીય ઈતિહાસની ક્રમ મુજબ ગોઠવી શકાય છે. ઇતિહાસવિદો એ મૌર્ય સમય પહેલાના બનાવોને મોહેં-જો-દડો યુગ, સિંધુખીણની સંસ્કૃતિનો યુગ, વૈદિક સમય (પ્રાચીત્ય વૈદિક કાળ), બૌદ્ધયુગમાં વિભાજીત કરેલા છે. તેમજ બંને વચ્ચે બનાવની તારીખો પણ આપવામાં આવી છે. આમ ઇતિહાસમાં ક્રમાંકવિદ્યાના લીધે ઘણા ઇતિહાસનો ક્રમ બદલાયો છે. તે ઇતિહાસની એક આધારશીલા કહેવાય છે.

(8) ભૂગોળ ફેરફાર કરો

          ક્રમાંકવિદ્યાની માફક ભૂગોળ ઇતિહાસની એક આંખ ગણાય છે. ઇતિહાસના બનાવો કોઈને કોઈ સ્થળ પર બનતા હોય છે. શહેરો, મેદાનો, નદી, સમુદ્ર પ્રદેશ, પર્વતીય વિસ્તારો, જંગલ વગેરે પ્રાચીન સમયથી અનેક બનાવો બન્યા છે. અને તેથી જ ઇતિહાસ સાથે તેમને ગાઢ સંબંધ છે. ભૂગોળ ના ત્રણ પ્રકાર પાડી શકાય. જે નીચે મુજબ છે.

(a) ભૌતિક ભૂગોળ ફેરફાર કરો

           ભૌતિક ભૂગોળમાં હવામાન, જમીનના પ્રકાર, વનસ્પતિ, ફળ-ફૂલ, પાણી, તેના સાધનો ધરતીકંપ, જ્વાળામુખી વગેરે બાબતોનો સમાવેશ થાય છે

(b) રાજકીય ભૂગોળ ફેરફાર કરો

             રાજકીય ભૂગોળ સાથે ઇતિહાસને સારો એવો સંબંધ છે. આ પ્રકારના રાજ્યના એકમો જેવા કે શહેર, ગામ, તાલુકા, જિલ્લા, વિભાગ, પ્રાંત વગેરે ક્યાં આવેલા છે? તેમનો વિસ્તાર કેટલો છે? વસ્તી કેટલી છે? મુખ્ય અધિકારી કેટલા પ્રકારના છે? વગેરે માહિતી આપે છે.

(c) ઐતિહાસિક ભૂગોળ ફેરફાર કરો

              ઇતિહાસની સૌથી ધનિષ્ઠ સંબંધ ત્રીજા પ્રકારની ભૂગોળ સાથે છે. ઇતિહાસીક ભૂગોળ ઈતિહાસને વિવિધ પ્રકારની ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ પ્રકારના મુખ્ય ચાર પરિબળો છે. જે ઇતિહાસ આલેખનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

(૧) લશ્કરી આક્રમણ

(૨) વ્યાપારી પ્રવૃત્તિ

(૩) ધાર્મિક પ્રવૃત્તિ

(૪) વૈજ્ઞાનિક સંશોધન

(9) વંશાવલી ફેરફાર કરો

           આ વંશાવલીનું શાસ્ત્ર છે. ઈતિહાસમાં આજે વંશાવલીનું ખૂબ જ મહત્વ છે. એમની સાથે વંશજોના નામ પણ ઇતિહાસના માટે અનિવાર્ય છે. વંશાવલી એકલી માત્ર રાજા મહારાજાઓના કુટુંબના નામોની યાદી નહીં. પરંતુ અધિકારીઓ, ઉમરાવો, લશ્કરી નેતા, ધર્મગુરૂ વગેરેમાં ક્રમ સાથેના નામોનો પણ આ વિદ્યામાં સમાવેશ થાય છે. પોપ, ખલીફા વગેરેના ક્રમબદ્ધ નામ અવારનવાર કેટલીક સમસ્યાના હલ કરવામાં સહાય કરે છે.તામ્રપત્રો સાથે જોડવામાં આવેલા રાજાના પૂર્વજોની વંશાવલિ ઇતિહાસની ખૂટતી કડી જોડી આપે છે. આમ વંશાવલી ઇતિહાસનું એક ઉપયોગી સાધન છે.

(10) અભિલેખો ફેરફાર કરો

           અભિલેખોનું શાસ્ત્ર મોટેભાગે ઇતિહાસનું પ્રથમ કક્ષાનું સાધન અને સહાયક શાસ્ત્ર ગણી શકાય. તેનાથી અવારનવાર ઇતિહાસની શંકાચિત બાબતો તથા તવારીખ ઉકેલી શકાય છે. તથા આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. ઇતિહાસના અન્ય શાસ્ત્રને પણ આ શાસ્ત્ર વિશ્વસનીય સામગ્રી એકત્ર કરવામાં તેમની શ્રેષ્ઠતા સાબિત કરવામાં મદદ કરે છે. અભિલેખો પથ્થર કે આરસ અથવા અન્ય ધાતુ તથા માટી કાગળ કે કોઈ પણ વસ્તુની ખંડ ઉપર કોતરવામાં આવે છે. આનાથી સાહિત્યિક બનાવટ જેવી બનાવટ થઈ શકે છે. આ અભિલેખો દેશ અને સમયની લિપિ ઉકેલવામાં, ભાષાનો પ્રકાર નક્કી કરવામાં, રાજકીય, વહીવટી, મહેસુલી, આર્થિક, સામાજિક કે ધાર્મિક વિગતો મેળવવા આ શાસ્ત્ર કીમતી સહાય પુરી પાડે છે. ભારતમાં અશોકના સમયથી છેક ઈ.સ. 1000 સુધીના શિલાલેખો, મુદ્રાલેખો વગેરે ભારતીય ઇતિહાસને ઉપર્યુક્ત પ્રકારની માહિતી પૂરી પાડવામાં સૌથી વિશેષ હિસ્સો આપ્યો છે. એટલુ જ નહીં પણ અશોકના સમય માટે તે જ વિશ્વસનીય સાધન ગણાય એમ છે. દા.ત. અશોકની મહાનતા તેના અભિલેખોથી સિદ્ધ થાય છે. સમુદ્રગુપ્તની સિદ્ધિઓ અલાહાબાદ સ્તંભલેખ દ્વારા પ્રાપ્ત થાય છે. વાંકાટક, ગુપ્ત, મૌખરી, ચાલુક્ય, પલ્લવ, ગુર્જર પ્રતિહાર, પાલ, રાષ્ટ્રકૂટ તથા ચોલ રાજવંશ અને તેમના સમયનો ઈતિહાસ પણ અભિલેખો દ્વારા મળે છે. આ અભીલેખ બૃહબદ, ભગવાનલાલ, ઇન્દ્રજીત ભંડારકર, ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ સંપાદન કરી તેમના ઉપર ટિપ્પણી કરીને ભારતીય ઇતિહાસ નહીં પણ સમગ્ર શાસ્ત્રની કીમતી સેવા કરી છે.

(11) સિક્કા શાસ્ત્ર ફેરફાર કરો

       હાલમાં શાસ્ત્રનો સારો એવો વિકાસ થયો છે. સમય અને સ્થળ પ્રમાણે સિક્કાનું વિતરણ કરતા શાસ્ત્રને સિક્કા શાસ્ત્ર કહી શકાય છે. સિક્કા ઉપરના લખાણ અને રાજ્યોના નામ તેમના શાસનના વંશ, વારસદારના નામ કે વહીવટી બાબતનો નિર્દેશ કરે છે. સિક્કાઓ અવાર-નવાર ઇતિહાસની પ્રાપ્ત કડીઓ જોડી આપે છે. સિક્કા ઉપરના લખાણ અને છાપામાંથી તે સમયના વસ્ત્રો, અલંકાર, પોષાક, ધાર્મિક માન્યતા તથા આર્થિક સ્થિતિની માહિતી પણ ઘણી વખત મળે છે. જે તે સમયના સિક્કાઓ અથવા સોનાના સિક્કા તે સમયની સમૃદ્ધિનું પ્રતીક છે. અને રાજવીના મિશ્ર ધાતુઓના સિક્કાઓ મંદ પડતી આર્થિક નીતિ દર્શાવે છે. સિક્કા ઉપર પોશાક, અલંકાર, ધાર્મિક માન્યતા, સૂર્ય, યક્ષ, ઘોડા, દેવીની છાપ જેવી અભિવ્યક્તિ સિક્કામાંથી જોઈ શકાય છે. રાજાઓના સિક્કા ગુપ્ત સમયથી પડાવવાની શરૂઆત થઈ. બેક્ટ્રીયન, શક, પલ્લવ, કુષાણ, ક્ષત્રપ, વગેરે રાજવંશનો ઘણો ખરો ઇતિહાસ સિક્કા મારફતે મળે છે. ગુપ્ત રાજાના પણ સિક્કા પ્રાપ્ત થયા છે. અમુક ગુપ્ત રાજાની સિક્કાઓની લિપિમાંથી ઇતિહાસ મળે છે. વંશાવલીને નામ પ્રાચીન નગર, પ્રાચીન યુગના અમુક સંબંધ ઇતિહાસ જાણવા ઉપયોગી થાય છે. કનિંગહામ, સ્મિત, એલન બ્રોવોન, હેલ્સન, ભગવાનલાલ, ઇન્દ્રજીત ભંડારકર, અગ્રવાલે સિક્કા શાસ્ત્રને વિકસાવ્યું છે.

(12) જાતિ શાસ્ત્ર ફેરફાર કરો

         આ શાસ્ત્ર જાતિને તેમના ઉદ્ભવ, તેમનું ભૌગોલિક સ્થાન, તેમણે કરેલા સ્થાનાંતર, વસ્તી ગણતરી, વંશ તથા રાગો તેમની નૈતિક સામાજિક ટેવો વગેરેનો અભ્યાસ કરે છે. આર્ય, ઈસાઈ, શક, યહૂદી, હુંણ, પ્પુયેનિક વગેરે સ્થળાંતરોએ ઇતિહાસમાં ઊથલપાથલ કરી છે. ઇતિહાસને વળાંક આપવામાં તેમનો હિસ્સો નોંધપાત્ર છે. તેથી આ શાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય છે.

(13) રાજ્યશાસ્ત્ર ફેરફાર કરો

        રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસનો સંબંધ પુરાણો અને ધનિષ્ઠ છે. ઇતિહાસ એટલે ભૂતકાળ નું રાજકારણ અને રાજકારણ એટલે આધુનિક ઇતિહાસ. અગાઉ ઇતિહાસ એ રાજકીય લશ્કરી બાબતોનો અહેવાલ નામની પ્રગતિ રૂપે ઇતિહાસના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે બાબતોની વિશેષ મહત્વ છે. રાજ્યશાસ્ત્ર ઈતિહાસની મહત્વની શાખા ગણાય છે. રાજ્યના ઉન્નયન, પતંન, યુદ્ધો અને વિજય રાજકીય બાબતે ઈતિહાસની મહત્વની સામગ્રી પૂરી પાડે છે.

(14) સમાજશાસ્ત્ર ફેરફાર કરો

‌          આ શાસ્ત્ર જાતિઓની ઉત્પતિ તેની સામાજિક સંસ્થાઓ જેવી કે લગ્ન, કુટુંબની મિલકત, જ્ઞાતિ, વર્ગ વગેરેનો મુખ્યત્વે અભ્યાસ કરે છે. માનવજીવનના વંશ, કુળ, કુટુંબ, મિલકત, જ્ઞાતિ, વર્ગ વગેરેનો મુખ્યત્વે અભ્યાસ કરે છે. સ્ત્રીની સ્થિતિ, સમાજમાં તેનું સ્થાન, ગુનાઓનું કારણ, અને તેનું પ્રમાણ વગેરેનો અભ્યાસ કરે છે. ઉપરાંત લગ્ન, કુટુંબની મિલકત, જ્ઞાતિ, વર્ગ જેવી સામાજિક સંસ્થાઓએ ઇતિહાસની ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે.

(15) અર્થશાસ્ત્ર ફેરફાર કરો

          માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતોનું ચર્ચા કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. મનુષ્યની શિકારી તરીકેની અવસ્થા, પશુપાલક તરીકેની સ્થિતિ, ઉદ્યાન અને વેપારી તરીકે તેનો વિકાસ, તેણે વિકસાવેલી ચલણ અને નાણાં પદ્ધતિ, તેને વ્યક્તિગત તથા સહકારી ધોરણે કરેલી આર્થિક પ્રવૃત્તિ વગેરે સાથે ઇતિહાસને ખાસ સંબંધ છે. અર્થશાસ્ત્ર ઈતિહાસના અનેક અંગો પર અસર કરી છે. ખેતી, ઉદ્યોગ, કરવેરાનું માળખું, ધંધા, રોજગાર, વ્યાજનો દર, વગેરેનો અભ્યાસ ઇતિહાસ માટે અનિવાર્ય છે.

(16) નીતિશાસ્ત્ર ફેરફાર કરો

           કોઈપણ શાસ્ત્રના સ્થાયી અને પાયાના સિદ્ધાંતો નીતિશાસ્ત્રનું તત્વજ્ઞાન છે. ધર્મશાસ્ત્ર દ્વારા મળે છે. આ શાસ્ત્રમાં મૂળભૂત તત્વો જાણ્યા સિવાય કોઇને ચાલે નહીં. પ્રાચીન ભારતીય રાજ્ય અને માનવના મૂળભૂત નિયમો નીતિશાસ્ત્ર દ્વારા મળ્યા છે. પ્રાચીન સંસ્કૃતિમાં ધર્મ એ અનેક નિતીઓ પ્રધાન તત્વો હતા.

(17) માનસશાસ્ત્ર ફેરફાર કરો

            મનુષ્યના મનમાં આવેગો અને તેની પ્રવૃત્તિનો અભ્યાસ કોઈ પણ શાસ્ત્ર માટે મહત્વનો છે. મનુષ્યની વર્તુણકના જ્ઞાન વગર કોઈપણ માનસશાસ્ત્રનું આલેખન અપૂર્ણ રહે છે. ઐતિહાસિક બનાવોમાં રાજકીય, લશ્કરી, આર્થિક, ધાર્મિક વગેરે ક્ષેત્રના ધુરંધરોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. તેઓએ અવાર-નવાર ઇતિહાસના પ્રવાહો સર્જ્યા છે. કે બદલ્યા છે. આની પાછળ તેની સત્તા લાલચા, લોલુપતા, ધાર્મિક સર્વોપરિતાની ભાવના વગેરે મહત્વનો ભાગ ભજવ્યો છે.

(C) ઉપસંહાર ફેરફાર કરો

           ઇતિહાસની સહાયક શાસ્ત્રો એકલા અટુલા વિકાસ પામી શકતા નથી. ઇતિહાસ લેખન માટે ઉપર્યુક્ત બધાં શાસ્ત્રોની જરૂર પડે છે. માનવ ઇતિહાસ લખવા માટે આ દરેક પાસાનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે. આ દરેક શાસ્ત્ર ઈતિહાસની ખૂટતી કડી જોડી આપે છે.

(4) ઇતિહાસના આધારસાધનો વિશે વિસ્તૃત નોંધ લખો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

           કોઈ પણ દેશ કે પ્રદેશના અથવા કોઈપણ યુગ કે જાતીના ઇતિહાસનું આલેખન કરવા માટે આધાર સામગ્રી એક અનિવાર્ય અંગ છે. આધાર સામગ્રી વગર કોઈપણ ઇતિહાસ લખી શકાય જ નહીં. આથી જ કહેવાય છે કે "No documents no history." અર્થાત "દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં". ઇતિહાસકાર નું કામ ધુળધોયાના જેવુ કઠિન છે. રેતી, પાણી, કચરો વગેરેને વારંવાર ધોઈને તેમાંથી સોનુ, ચાંદી જેવી કીમતી ધાતુઓ એકઠી કરવા જેવું જ અઘરું છે.

           ઇતિહાસકાર સર જદુનાથ સરકારએ મુઘલયુગનો અને તેમાંય ઔરંગઝેબના સમયનો ઇતિહાસ લખવાનો નિર્ણય કર્યો. અને પછી તેના અંગેની આધાર સામગ્રી તેવો એકત્રિત કરવા માંડ્યા, તો ગાડા ભરાય તેટલી સામગ્રી તેમણે માટે સુલભ બની. આટલી બધી વિપુલ આધારસામગ્રી એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું. અને ત્યારબાદ તેને જાણે કે ચારણીમાં ચાળીને અલગ પાડવાનું કાર્ય પણ દિવસોના દિવસો સુધી કરવું પડે. એ પસંદગીનું કાર્ય વળી એકત્રીકરણ કરતાં ઘણું અધરુ કાર્ય છે. એકત્રિત કરેલી આધાર સામગ્રીમાં કંઈ માહિતી અધિકૃત કે આધારભૂત છે, તે નક્કી કરવું પડે છે. ત્યારબાદ એ માહિતીમાંથી કઈ વિશ્વસનીય છે, તે નક્કી કરવું પડે છે. આ કાર્ય અગાઉના કાર્યો કરતાં ઘણું મુશ્કેલ છે. પરંતુ ઇતિહાસકારે તો આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. અને ત્યારબાદ ઇતિહાસકાર પોતાની ભાષા શૈલી તથા રજૂઆત વડે ઇતિહાસનું આલેખન કરી શકે છે. ઇતિહાસલેખન એ એક અઘરી અને આકરી તાલીમ જ છે.

         ઓક્સફર્ડ ડીક્ષનરી : આધાર સામગ્રી એટલે "મૂળભૂત આધાર અથવા પ્રાથમિક પુરાવો આપનાર દસ્તાવેજ".

           આધાર સામગ્રી એટલે લિખિત કે અન્ય સ્વરૂપમાં પ્રાપ્ત થતી અધિકૃત, મૂળભૂત અને વિશ્વસનીય સામગ્રી કે જેમાં સાહિત્યક સામગ્રી ઉપરાંત અવશ્ય સામગ્રી જેમાં અભિલેખો, ચિત્રો, શીલાલેખો, શિલ્પકૃતિઓ, ઇમારતો, વાસણો, પ્રતિમાઓ વગેરેને કે તેના અવશેષોનો સમાવેશ થાય છે. આ સઘળી સામગ્રીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી લેખક પોતાની કલ્પનાને તેમાં પ્રયોજીને કંઈક નવું જ અસરકારક સર્જનાત્મક પ્રદાન કરે છે.

         આમ ઇતિહાસકાર માટે આધાર સામગ્રી પાયારૂપ છે. આ આધાર સામગ્રી સાચી-ખોટી, અધિકૃત, બિનઅધિકૃત, વિશ્વસનીય, અવિશ્વસનીય, મૂળભૂત કે પાછળથી લખાયેલી કે ઉમેરાયેલી હોઈ શકે છે. એ સર્વેમાંથી તેને સાચી, અધિકૃત અને ઉપયોગી માહિતી તારવવાની છે.

(B) આધાર સાધનોના પ્રકારો ફેરફાર કરો

(1) અવશેષીય આધાર સાધનો ફેરફાર કરો

         આ વિભાગમાં પુરાતત્વીય અવશેષોનો સમાવેશ થાય છે. પુરાતત્વીય અવશેષોમા નગરો મકાનો, મહાલયો, કિલ્લાઓ, સ્તૂપો, ચૈત્યો, વિહાર, મંદિર, વાવ, તળાવ, વગેરેના અવશેષો., કબરો અને હાડપિંજરો., હથિયારો અને ઓજારો, માટીના તથા ધાતુના વાસણો અને ઘરવખરીની અન્ય ચીજવસ્તુઓ, આનંદ પ્રમોદના સાધનો, મૂર્તિઓ અને અન્ય શિલ્પો, માટીના વાસણ કે મંદિરે મહાલયોની દિવાલ ઉપર કે કાપડ ઉપર આલેખાયેલા ચિત્રો અને ભરતકામ, રાજચિહ્નો, રાજમુદ્રાઓ, સિક્કાઓ, તામ્રપત્રો વગેરેનો સમાવેશ થાય છે. આ આધાર સાધનો પોતે પ્રત્યક્ષ રીતે ઐતિહાસિક માહિતી આપતા નથી હોતા. આથી તેમનું અર્થઘટન કરીને તેમાંથી પરોક્ષ રીતે જે તે સમયની રાજકીય, સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક માહિતી પ્રાપ્ત કરવી પડે છે.

          કેટલીક વખત અવશેષીય આધાર સાધનો લેખિત આધાર સાધનો કરતાં પણ વધારે વિશ્વસનીય ગણાય છે. કારણ કે લેખિત આધાર સાધનના ક્યારેક બનાવટ કે તેની વિગતોમાં વિકૃતિ થવાનો સંભવ રહે છે. જ્યારે અવશેષીય આધારસાધનોમાં ફેરફાર કરવાની કે તેની સાથે છેડા કરવાની બહુ શક્યતા ઓછી છે. તેમ છતાં એક જ અવશેષીય આધાર સાધનના અર્થઘટનો વિધાને વિધાને જુદા જુદા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે હડપ્પા અને મોહેં-જો-દડોમાંથી મળી આવેલી માટીની સેંકડો મુદ્દાઓના ઉપયોગ વિશેનાં જુદા જુદા અર્થઘટનો આવા સંજોગોમાં લેખિત આધાર સાધનોની તુલનામાં અવશેષીય આધારસાધનોની વિશ્વસનીયતા ઓછી અંકાય છે. અને તેમનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવાનો રહે છે.

(2) લિખિત આધાર સાધનો ફેરફાર કરો

           લિખિત આધારસાધનોમાં ખડકલેખો, અભિલેખો, સ્તંભલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ તાડપત્રો ઉપર લખાયેલા લેખો અને ગ્રંથો., ઉપરાંત કાગળ પર હસ્તલેખિત તથા છપાયેલા ગ્રંથો, સરકારી અને ખાનગી પત્રો., ડાયરીઓ, સ્મરણો, આત્મકથાઓ, જીવન ચરિત્રો., પ્રવાસ વર્ણનો અને વિદેશીઓના અહેવાલો., રાજાજ્ઞાઓ અને સરકારી હુકમ., વટહુકમ અને ઠરાવો., સંસદની કે અન્ય સભાઓની કે પંચની કાર્યવાહીઓ અને તેમની નોંધો, કાયદાઓ, દરબારી ઇતિહાસકારો, તવારીખકારો વગેરે ના ગ્રંથો., ગેજેટ, ન્યાયતંત્રના ચુકાદાઓ., વર્તમાનપત્રોમાંના સમાચારો, લેખો, સામયિકો, નાટકો, કાવ્યો, નવલકથાઓ અને વાર્તાઓ વગેરે અનેક પ્રકારના અસંખ્ય આધાર સાધનોનો સમાવેશ થાય છે. આવા લિખીત સાધનો પ્રાચીનકાળમાં ઓછા, મધ્યકાળમાં તેના કરતાં વધારે અને અર્વાચીન કાળમાં તો અત્યંત વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. જોકે બધા જ લિખિત આધાર સાધનો પ્રમાણભૂત અને વિશ્વસનીય હોય છે એવું નથી. તેમાંના ઘણા બનાવટી કે શંકાસ્પદ હોઈ શકે છે. અને તેમાંની વિગતો અતિશયોક્તિથી માંડીને બીજી અનેક પ્રકારની ક્ષતિઓયુક્ત હોઈ શકે છે. તેથી સારો ઇતિહાસકાર દરેક આધારસાધનનો વૈજ્ઞાનિક પદ્ધતિમાં કસોટી કરીને જ સ્વીકાર કરતો હોય છે.

(3) મૌખિક આધાર સાધનો ફેરફાર કરો

        મૌખિક આધાર સાધનોમાં કહેવતો, દંતકથાઓ, લોકકથાઓ, ટૂચકાઓ, લોકક્તિઓ, રાસડા, ગરબા વગેરેનો સમાવેશ થાય છે. જોકે આવા મૌખિક આધાર સાધનોમાં સત્યનો કંઈક અંશ તો હોય જ., કારણ તેની સાથે સંકળાયેલી ઘટના કોઈક રીતે બન્યા વગર રહેતી નથી. આ સાધન લોકકથા વગેરેને તદ્દન કાલ્પનિક રીતે ઉપજાવી કાઢવામાં આવ્યા હોતા નથી. દા.ત. ગુજરાતમાં રાજમાતા મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ પાછળની લોકકથા, સુલતાન અહમદશાહે અમદાવાદ વસાવવા પાછળની કથા કે પાવાગઢના પતંનની ઘટનાનું નિરુપણ કરતો મહાકાળી માનો ગરબો વગેરે. તેમ છતાં માત્ર મૌખિક આધાર સાધનો ઉપર નીરૂપાયેલ પ્રસંગની સત્યતા સ્થાપિત થવા માટે તેને અન્ય આધાર સાધનોનો પુરાવો હોવો જરૂરી છે.

(4) પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના આધાર સાધનો ફેરફાર કરો

(a) પુરાતત્વીય સંશોધનથી મળેલા સાંસ્કૃતિક સાધનો ફેરફાર કરો

         અતિ પ્રાચીનયુગનો કોઈ પણ દેશનો ઇતિહાસ જાણવા માટેનાં જે સાધનો ઉપલબ્ધ છે. તેમાં એક વિશેષતા એ છે કે મોટા ભાગની સંસ્કૃતિઓ નદીઓના કિનારે ઉદ્ભવી, વિકાસ પામી, પરાકાષ્ઠાએ પહોંચી અને અંતે વિનાશ પામી. દા.ત. સિંધુનદીની ખીણની મોહે-જો-દડો અને હડપ્પા નગરની સંસ્કૃતિ, નાઇલ નદીના કિનારે વિકસેલી મિસરની સંસ્કૃતિ. યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીઓને કાંઠે વિકસેલી મેસોપોટેમીયા સંસ્કૃતિઓ જેવી કે સુમેરિયન, બેબીલોનીયન, એસીરીયન, ખાલ્ડીયન અને અક્કા્ડિયન., હોઆંગહો  અને યાંગ્સેક્યાંગ નદીઓને કિનારે વિકસેલી ચીનની સંસ્કૃતિ ઉપરાંત ઈરાનની, ગ્રીસની, રોમની વગેરે સંસ્કૃતિઓ. આ સંસ્કૃતિઓના દટાઈ ગયેલા નગરનો ઉત્ખનન કરતાં તેમાંથી ઈટો, બાંધકામની સામગ્રી, ઘર-નગરોની રચના, માટીના-ધાતુના વાસણો, રાચરચીલું, કાપડ, રમકડા, રમત-ગમતના સાધનો, ઓજારો, શસ્ત્રો, ભરતકામના નમૂનાઓ, હાડપિંજરો, કિલ્લાઓ-સ્તૂપો-ચૈત્યો-મહેલો-જળાશયો વગેરેના અવશેષો, રાજચિન્હો વગેરે પુષ્કળ પ્રમાણમાં અવશેષીય સામગ્રી મળી આવેલ છે.

(b) સિક્કાઓ ફેરફાર કરો

         કોઈ પણ દેશનો કે યુગનો ઇતિહાસ લખવા માટે લેખકને જે તે સમયના સિક્કાઓ ખૂબ જ ઉપયોગી બને છે. ભિન્ન ભિન્ન રાજવીઓના જુદી જુદી ધાતુઓના બનેલા સિક્કાઓ એક આધારભૂત અને વિશ્વસનીય માહિતીનું સાધન છે. તે મૂલ્યવાન અને સમકાલીન હોય તેનું મહત્વ ખુબ જ છે. કેમકે ઇતિહાસલેખન કલામાં તે ખૂબ જ ઉપયોગી બને છે. સિક્કાઓના અને તેમના પરનું લખાણ, છાપ, કોતરણીની કલા વગેરે અનેક બાબતો પરથી ઇતિહાસકાર આ મૂલ્યવાન અને પ્રાથમિક આધારે વિશ્વસનીય સાધનોની ઉપેક્ષા કરી શકે જ નહીં. દાત., ગુપ્તયુગ, મોગલયુગ, જેવા remarkable age નો ઇતિહાસ સમકાલીન સિક્કાઓના સાધનો ઉપયોગ કર્યા વિના એટલે અંશે સાચો લખી શકાય નહીં.

        સિક્કા વંશ પ્રમાણે રાજાઓના ક્રમનો ઇતિહાસ આપે છે. બે રાજ્યો કે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો ઉપર પ્રકાશ પાડે છે. તત્કાલીન કલાઓ અને રાજાઓના શોખ, વિજયો, કલ્યાણના કામો અને શાન પર નોંધપાત્ર પ્રકાશ ફેંકે છે. દા.ત. ગુજરાતના શાશકનો ઇતિહાસ આલેખવામાં મુખ્યત્વે તેમના રાજાઓના જુદા જુદા સમયના સિક્કાઓ જ ખૂબ ઉપયોગી બન્યા છે.

(c) અભિલેખો ફેરફાર કરો

         અભિલેખોમાં શિલાલેખો, સ્તંભાલેખો અને ગુફાલેખોનો સમાવેશ થાય છે. અભિલેખોનું સર્જન કરનારા રાજવીનું નામ, તેની તવારીખ, તેના વિષયોની યાદી, તેણે કરેલા લોકોપયોગી કાર્યો, તેને ફરમાવેલી આજ્ઞાઓ, તેના જીવનના પ્રસંગો, સિદ્ધિઓ, શાસન વ્યવસ્થા, રાજ્ય વિસ્તાર, તેના સમયની સ્થિતિ, ઇત્યાદિ બાબતનો ખ્યાલ આવે છે. દા.ત. ભારતભરમાં પથરાયેલા સમ્રાટ પ્રિયદર્શી અશોકના શિલાલેખો ન મળ્યા હોત કે તે ઉત્તીર્ણ લેખોની લિપિ ઉકેલાઈ ન હોત તો પ્રાચીન ભારતમાં આ મહાન સમ્રાટની પ્રતિભા, કલ્યાણકારી પ્રવ્રુત્તીઓ, ઉદાત ધર્મભાવના વગેરે બાબતોથી આજે પણ આપણે અજ્ઞાત જ રહ્યા હોત....! એ જ રીતે ઓરિસ્સાના હાથીગુફાનો શિલાલેખ પ્રાપ્ત ન થયો હોત તો જૈનધર્મનું અનુસરણ કરનાર રાજા ખારવેલ અને તેની સિદ્ધિઓ પ્રકાશમાં આવી ન હોત. એ જ રીતે અલ્હાબાદના લોહસ્તંભ વિના સમુદ્રગુપ્તની લશ્કરી સિદ્ધિઓના ખ્યાલ આવી શકીશ નહીં.

(d) તામ્રપત્રો ફેરફાર કરો

           તાંબાના પતરા ઉપર કોતરેલ કોઈ ધાર્મિક સંસ્થા અને બ્રાહ્મણોને, મંદિરોને, બૌદ્ધ વિહારની આપવામાં દાનની વિગત દર્શાવતો દસ્તાવેજ એટલે તામ્રપત્ર.

           તામ્રપત્રો દાનમાં અપાયેલી જમીનને સ્થળ ગામ નું કે તેની સરહદો તથા માપ સહિતનું વિગતવાર વર્ણન પૂરું પાડે છે. દાન આપનાર રાજાનું નામ, સાલ, અને રાજાના પૂર્વજોની પ્રશસ્તિ, ઉપરાંત દાન લેનાર વ્યક્તિનું નામ, ગોત્ર, અન્ય વિગતો વગેરે માહિતી પણ તેમાં હોય છે. ત્યારે દાનમાં આપેલી જમીન ઉપર રાજ્યએ માફ કરેલા કરવેરાની વિગતો અને તામ્રપત્ર કોતરવાની આજ્ઞા આપનાર અધિકારીઓના નામ, હોદ્દો, સાલ વગેરે બાબતો પણ કોતરાયેલી હોય છે.

           તામ્રપત્રોના અભ્યાસથી આપણને રાજાઓનો અને તેના વંશજોનો ઇતિહાસ, ઉપરાંત તે સમયની રાજ્યની સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિનો ઇતિહાસ પણ જાણી શકાય છે. ઈ.સ. ની 5મી 8મી સદી સુધીના મૈત્રક વંશના પ્રતાપી રાજાઓનો ઇતિહાસ તેમના તામ્રપત્રના આધારે જ રચી શકાય છે.

(e) સાહિત્યિક સાધનો ફેરફાર કરો
(૧) ધાર્મિક સાહિત્ય ફેરફાર કરો

            અનાદિકાળથી માનવી ધર્મની સાથે સૌથી વધુ સંકળાયેલ છે. ધર્મ અને માનવજીવન એ બંને ઓતપ્રોત થઈ ગયેલી બાબતો છે. ધર્મ એ માનવના આત્માની ભૂખ અને ખોરાક બંને છે. ધર્મ એ સમાજ સાથે વણાઈ ગયેલી અભિન્ન બાબત છે. આથી દરેક દેશમાં પ્રાચીનકાળમાં સૌથી વધુ ધાર્મિક સાહિત્ય રચાયેલું છે. પ્રાચીન ભારતમાં વૈદિક, અનુવૈદિક, મહાકાવ્યો, જૈન, બૌદ્ધ, ધાર્મિક સાહિત્ય રચાયેલું છે. જે પૈકી ૧૮ પુરાણો માત્ર ધાર્મિક ગ્રંથો નથી. પરંતુ સમકાલીન ઇતિહાસ છે. એ જ રીતે ત્રિપિટક તથા જાતક કથાઓ નામનું બૌદ્ધ સાહિત્ય અને આગમ ગ્રંથો અને કલ્પસૂત્ર નામનું જૈન સાહિત્ય પણ ધાર્મિક બાબતો ઉપરાંત તત્કાલીન સમયની વિભિન્ન સ્થિતિઓ ઉપર સારો એવો પ્રકાશ ફેંકે છે. એ જ રીતે દક્ષિણ ભારતમાં ચોલ, પાંડ્ય, કેરલ, સાતવાહન, ઇત્યાદિ રાજ્યોના કવિઓ, સંતો, ધર્મોપદેશકોએ રચેલું સાહિત્ય પણ ઇતિહાસ જાણવા માટેના પ્રાથમિક આધાર બની રહે છે. દાં.ત. સંગમ સાહિત્ય. એ જ રીતે મિસરની સંસ્કૃતિમાં મૃતાત્માઓ માટેનું પુસ્તક જેવું ધાર્મિક સાહિત્ય રચાયું છે.

(૨) ઇતર સાહિત્ય ફેરફાર કરો

            ધાર્મિક સાહિત્ય ઉપરાંત અન્ય સાહિત્ય જે વિશ્વમાં રચાયું હતું. તેમાં કાવ્ય, નાટક, કથાવાર્તા, જીવનપ્રસંગો, જીવનચિત્રો વગેરે મુખ્ય છે. ગ્રીસમાં ઈલિયડ, ઓડિસી, સોલોનના અને ડ્રેકોના કાયદા, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ જેવા તત્વચિંતકના ગ્રંથ, કવિયીત્રી સેફો, કવિ પીન્ડાર, ઇતિહાસકાર હેરોડોટસ અને થ્યુસિડાઈડીસ જેવા ઈતિહાસકારો., સોફોક્લિસ, યુરિપિડીસ અને એસ્કિલસ જેવા સમર્થ નાટ્યકારો, ગણિતશાસ્ત્રી પાયથાગોરસ અને હિપ્પોક્રેટીસ નામનો વેદશાસ્ત્ર વગેરેના ગ્રંથો મૂલ્યવાન સાહિત્યક આધાર છે. ભારતમાં મનુ, કાલિદાસ, કામંદક, કૌટિલ્ય, આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, વાગ્ભટ્ટ, ચરક, સુશ્રુત, હેમચંદ્રાચાર્ય વગેરે ભિન્ન વિષયો ઉપર રચેલા અદભુત ગ્રંથો પુષ્કળ ઐતિહાસિક આધાર સામગ્રી પૂરી પાડે છે. જે ચીને કાગળ, શ્યાહી અને કિત્તો(કલમ)ની શોધ કરી હતી. તેને ચિત્રલિપિમાં ભાષા પણ આપી. ત્યારબાદ સારું એવું કાવ્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન, રાજનીતિ, ખેતી, ગણિત, ખગોળ અને વૈદકશાસ્ત્ર ઉપર સાહિત્ય રચેલું હતું.

            આ ઉપરાંત પ્રાચીન ભારતમાં બાણભટ્ટ નું હર્ષચરિત્ર, કવિ બિલ્હણનું વિક્રમદેવચરિત, વાક્પતિરાજનું ગૌડવહો વગેરે રાજાઓના જીવન ચરિત્ર છે. જેમાં સાહિત્યિક રંગ અને થોડીક અતિશયોક્તિ બાદ કરીએ તો કેટલીક ઐતિહાસિક વિશ્વસનીય માહિતી મળી રહે છે.

(૩) વિદેશી પ્રવાસીઓ અને વિદ્વાનોના લખાણો ફેરફાર કરો

          દરેક દેશમાં વિદેશોમાંથી એલચીઓ, પ્રતિનિધિઓ, વ્યાપારીઓ, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ વગેરે અમુક સમયે સમયે આવતા હોય છે. તેઓ પોતાના પ્રવાસ વર્ણનોમાં જે દેશમાં ગયા હોય, ત્યાંના રાજા, રાજ દરબાર, રાજાના કુટુંબીજનો, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, લશ્કરીતંત્ર, પ્રજાનું સમાજજીવન, આર્થિક જીવન, ધર્મ, સાહિત્ય, કલા, શિક્ષણ, શિલ્પ, સ્થાપત્ય વગેરે અંગેની માહિતી નોંધ હોય છે. તેથી આ પ્રવાસનોંધો First hand and original information or sources તરીકે ખૂબ જ આધારભૂત અને ઐતિહાસિક બને છે. દાં.ત. પ્રાચીન ભારતમાં ચીનમાંથી ફાહિયાન, હ્યુ-એન-ત્યાંગ, ઇત્સિંગ વગેરે ચીની યાત્રાળુઓની પ્રવાસનિબંધોમાંથી ગુપ્તયુગના સમ્રાટો તેમજ સમ્રાટ હર્ષવર્ધનના સમયના ભારત વિશે ઘણી બધી માહિતી મળે છે. એ જ રીતે ગ્રીક સેનાપતિ સેલ્યુકસ નિકેતરના એલચી તરીકે મેગેસ્થનીસે લખેલા ઇન્ડિકા પુસ્તકમાંથી મૌર્ય સમયના ઇતિહાસ અંગેની મહત્વપૂર્ણ સામગ્રી મળી રહે છે. આ ઉપરાંત ટોલેમી નામના ગ્રીક વિદ્વાનોએ લખેલા ગ્રંથમાંથી ભારતની ભૌગોલિક માહિતી, કોઈક અનામી વિદ્વાને લખેલા "પેરીપ્લસ ઓફ ધી એરિથેનિયમ સી"નામના ગ્રંથમાંથી ભારતના સમુદ્ર કિનારાના બંદરો, વેપારી મથકો, વેપાર-વાણિજ્ય અંગેની માહિતી મળી રહે છે. ૧૧મી સદીમાં સુલતાન મહમદ ગજની સાથે આવેલા મુસ્લિમ વિદ્વાન અલબિરુનીએ લખેલા "તારીખે હિંદ" નામના ગ્રંથમાંથી ભારત વિશે અહેવાલ મહત્વના પુરવાર સાધનો ગણી શકાય.

         હિન્દુ અને સવિશેષ બોદ્ધ ધર્મ ભારતના પાડોશી દેશો તેમજ અગ્નિ એશિયાના દેશો જેવા કે તિબેટ, ચીન, નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ વગેરે દેશોમાં ફેલાવો થયો હતો. તેથી ત્યાં આવેલા મંદિરો, મૂર્તિઓ, ઉત્તમ કલા-કારીગરીના નમૂનાઓરૂપ સ્થાપત્યો, શિલાલેખો, તામ્રપત્રો કે ભારતના ગ્રંથોની હસ્તપ્રતો વગેરેમાંથી પુષ્કળ આધાર સામગ્રી મળે છે. એ સર્વે આધારસામગ્રીમાં ભારતના સામાજિક રીત-રિવાજો, ધાર્મિક વિધિઓ વગેરે અંગેની પુષ્કળ માહિતી ઐતિહાસિક આધાર રૂપે મળે છે.

(C) ઉપસંહાર ફેરફાર કરો

          ટૂંકમાં દરેક દેશની પાસે વધતા ઓછા પ્રમાણમાં સાહિત્યિક અને અવશેષીય સાધનો ઉપલબ્ધ હોય છે. જેનો તુલનાત્મક અભ્યાસ કરી, સ્વામીવિવેકબુદ્ધિથી નકામી નિરર્થક અને બિનઉપયોગી માહિતીને કાઢી નાખી સાચી તથા આધારભૂત લાગતી હોય, તે જ માહિતીને જુદી તારવી લેવી જોઈએ. આમ કરવાથી ઇતિહાસકારે પસંદ કરેલી માહિતી ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અને એ સંદર્ભમાં જ તેનું કામ ઘણું સરળ થઇ જશે. આ કામ ઘણું અઘરું છે. પરંતુ methodical, historical-writings માટે તે જ ઉત્તમ માર્ગ છે. જે અપનાવવો જ રહ્યો. ઇતિહાસ લેખન માટે ઇતિહાસકારે આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે.

(5) સારા ઇતિહાસકારના લક્ષણો જણાવો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

        સમગ્ર રીતે વિચારતા મુસીબત વગરનું જીવન અશક્ય છે. મુસીબતના પ્રકારો જુદા જુદા હોઈ શકે. પરંતુ પ્રત્યેકને કઈક મુસીબતમાંથી તો પસાર થવું જ પડે છે. આ રીતે પોતાના જીવન કાર્યને વિચારતા ઇતિહાસકારનો શુદ્ધ ઇતિહાસ લેખનમાંથી કોઈ મુસીબત ફગાવી શકતી નથી. ઇતિહાસલેખન એ ઘણું કઠિન કાર્ય છે. ભૂતકાળના બનાવોને વાસ્તવિક રીતે રજૂ કરવા તથા તેના ઉપર યોગ્ય વિવેચન કરવા માટે કેટલાક ખાસ ગુણોની જરૂર પડે છે. ઈતિહાસકારોમાં આવા ગુણો હોય તો જ તે યથાર્થ સ્વરૂપે ઇતિહાસ લખી શકે છે. જો તે નીલંબતાઓને વશ થાય તો તેની ઇતિહાસલેખનમાં ક્ષતી આવે છે. અને વૈજ્ઞાનિકતા ઘટે છે. માટે સમર્થ ઇતિહાસકારમા નીચે મુજબના ગુણો હોવા આવશ્યક છે.

(B) સમર્થ ઇતિહાસકારના લક્ષણો ફેરફાર કરો

(1) સત્ય માટે આગ્રહ ફેરફાર કરો

        સત્ય માટે આગ્રહ કરવો એ શુદ્ધહસ્ત ઇતિહાસકારનું બીજું લક્ષણ છે. ઇતિહાસનું આલેખન જ્ઞાન ઉપર આધારિત છે. જ્ઞાનનો અર્થ જ એક રીતે સત્ય થઈ શકે. ઇતિહાસકાર અધ્યયન અને સંશોધનના પરિણામે ભૂતકાળના બનાવોનું સત્ય શોધી કાઢે છે. આ કાર્યમાં તેને અનેક વિઘ્નો નડે છે. પરંતુ તેમને તે દઢતાપૂર્વક દૂર કરીને સત્યના શોધની પ્રક્રિયા ચાલુ રાખે છે. વાસ્તવિકતા એ ઇતિહાસનું હાર્દ છે. બનાવમાં કશી પણ અતિશયોક્તિ કે ક્ષતી કર્યા વગર તેનું યથાર્થ વિવરણ કરનાર ઇતિહાસકાર સત્ય માટે આગ્રહ રાખે છે. એવું કહી શકાય. આગળ વિવેચન કરવામાં આવેલું છે, તેમ કેટલાંક કારણો તથા પૂર્વગ્રહોને લીધે ઇતિહાસકાર સત્ય કહેવા ખુશ હોતો નથી. આના લીધે દસ્તાવેજોની આધારભૂતતા અને વિશ્વસનીયતા ઘટે છે. એટલું જ નહીં પરંતુ ઈતિહાસકારોમાં સત્ય જેવા આવશ્યક ગુણોનો અભાવ જોવા મળે છે. સત્ય ઇતિહાસની આધારશિલા છે. અને તેના વગર ઇતિહાસકાર પોતાનું કર્તવ્ય યોગ્ય રીતે નિભાવી શકતા નથી. રાજ્યસભાના વૃતાંત નિર્દેશકો તથા લેખકોએ સત્યનું પાલન કરેલું નથી, પરિણામે તેમના આલેખનમાં વિગતો અતિશયોક્તિ કે ક્ષતી દેખાય છે. જ્યારે બાબર તથા ગાંધીજી જેવા લેખકોના આત્મવૃતાંતમાં સત્યનું લગભગ યથાર્થ સ્વરૂપે પાલન થયેલું હોવાથી તેમના ઇતિહાસના પ્રથમ કક્ષાના દસ્તાવેજ પુરા થયેલા છે.

(2) વાસ્તવિકતાનું નિરૂપણ ફેરફાર કરો

         ઇતિહાસકારને માટે ગુણ વાસ્તવિકતા છે. આવશ્યક ગુણ વાસ્તવિકતા છે. સત્ય એ અમલમાં મૂકવાની પ્રક્રિયા છે. જો ઇતિહાસકાર ભૂતકાળના બનાવોનુ વાસ્તવિક નિરૂપણ કરવા મૂકે છે. તેના લેખનમાં કેટલીક નિર્બળતાઓ આવે છે. ઇતિહાસની અમુક હકીકતોને છુપાવે છે. પોતાના મંતવ્ય પ્રમાણે તેને રજૂ કરે છે. તો તેનું વિવરણ ખામીયુક્ત બને છે. અધ્યયન-સંશોધનને અનુસરવામાં આવે તો વાસ્તવિકતાનું વલણ ખામીયુક્ત બને છે. અધ્યયન સંશોધનને અનુસરવામાં આવે તો વાસ્તવિકતાનું વલણ કઠિન રહેતું નથી. વળી સત્યનો આગ્રહ રાખનાર કાર્યનિર્માણ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ પણ પડવો જોઇએ. પોતાના અંગત મંતવ્યની બાજુ ઉપર મૂકીને ઇતિહાસના સત્યને યથાર્થ રીતે કરવા જોઈએ. ઇતિહાસકારે ઇતિહાસ ઉપર ખાસ ભાર મૂકેલો છે.

(3) તટસ્થ અને નિષ્પક્ષપાતી વલણ ફેરફાર કરો

           શુદ્ધ ઇતિહાસની રચના માટે ઈતિહાસકાર તટસ્થ અને નિષ્પક્ષપાતી હોય તે તદ્દન જરૂરી છે. પોતાની સમક્ષ સામગ્રી નિરપેક્ષ ભાવે અધ્યયન કરીને તેની ઐતિહાસિકતા કે પ્રાગઐતિહાસિકતા સિદ્ધ કરવાનું તેનું કર્તવ્ય છે. આ રીતે તેણે ન્યાયધીશની કામગીરી બજાવવાની છે. વળી પોતાની તરફેણની હકીકતોની ભારપૂર્વક રજૂઆત કરે છે. અને વિરુદ્ધની બાબતો ઇરાદાપૂર્વક છોડી દે છે. પ્રતિવાદીઓનાથી ઉલટી રજૂઆત કરે છે. ઇતિહાસની તટસ્થવૃત્તિ ભાગ્યે જ લોકપ્રિય બને છે. પરંતુ લોકપ્રિયતા એ ઇતિહાસકારનું ધ્યેય હોઈ શકે નહીં. વૃતાંતો અને લોકકથાઓ ખૂબ જ લોકપ્રિય બને છે. જ્યારે ઇતિહાસના શ્રેષ્ઠ ગ્રંથો લોકપ્રિય ભાગ્યે જ બને છે. માટે શુદ્ધ ઇતિહાસનો લક્ષણ મુખ્ય બને છે. પરંતુ જ્યારે ઇતિહાસકાર પક્ષકાર બને તો તે માટે ઇતિહાસકારે તત્પરતા દર્શાવી અનિવાર્ય છે.

(4) જિજ્ઞાસાવૃત્તિ અને પરિશ્રમ ફેરફાર કરો

    ‌‌‌‌‌‌‌‌‌          જિજ્ઞાસાવૃત્તિ અને સખત પરિશ્રમ એ ઇતિહાસ માટે શોધખોળને શોધનાર નોંધપાત્ર બે ગુણો છે. ભીન્ન સમયે દેશોના ઇતિહાસ અનેક સ્થળોએ દટાયેલા પડ્યા હતા. ઇતિહાસકારોના ખૂબ જ મહેનતના પરિણામે ઘણી શોધખોળ કરી, ઇતિહાસને શોધી કાઢ્યો છે. આમ ઇતિહાસલેખનમાં ક્રાંતિકારી ફેરફારો થયા. ઇજિપ્ત, ભારત, ગ્રીસ, ચીન અને અન્ય દેશોમાં અનેક સંશોધનો ઇતિહાસકારના બંને ગુણોને આભારી છે. હજુયે ઘણા ઐતિહાસિક શોધો જિજ્ઞાસાવૃત્તિને પરિણામે શક્ય બની છે. ઇતિહાસકારની કુતુહલ, અનેક વિચારો, મંદિરો, કલાધામો, અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો અને ઇતિહાસના અન્ય દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. જેમાંથી ઇતિહાસનું આલેખન વિસ્તૃત કરવામાં તથા તેની અશુદ્ધિઓ નાબૂદ કરવામાં અમૂલ્ય સહાય મળેલી છે. આ વૃત્તિ તથા સતત શ્રેયને પરિણામે ઇતિહાસના બનાવનું પુનરાલેખન તથા શુદ્ધિકરણ થયા કરે છે. અને ઇતિહાસ એ રીતે વધારે સમૃદ્ધ બને છે.

(5) સર્વગ્રાહી દ્રષ્ટિ અને વૈજ્ઞાનિક વિવેચન ફેરફાર કરો

         ઇતિહાસકારને પોતે ખાસ પસંદ કરેલી શાખાનુ જ્ઞાન હોય એ રીતે અનિવાર્ય ગણાય. પરંતુ સાથે ઇતિહાસમાં સમકક્ષ તેની સાથે સંબંધિત શાસ્ત્રોનું પણ તેને જરૂરી જ્ઞાન હોય તે ઇચ્છનીય કહેવાય. સંબંધિત જ્ઞાનનો વર્તુળ વિસ્તૃત હોય તે આવશ્યક છે. કોઈપણ દસ્તાવેજમાં ઈતિહાસનું એક જ પાસું દાં.ત., રાજકીય, મહેસુલી, લશ્કરી, બંધારણીય, સામાજિક, આર્થિક કે અન્ય મુખ્ય હોય તો પણ અન્ય પાસાઓ ગૌણ સ્વરૂપે હોય છે. તેમનું યથાવત વિવેચન કરવા માટે ઇતિહાસકારની જ્ઞાનની સીમા મર્યાદિત હોય તો ચાલી શકે નહીં. નિમ્બદુર થોમસને રોમના ઇતિહાસને પોતાનું વિશિષ્ટ કાર્યક્ષેત્ર બનાવેલું હતું. પરંતુ યુરોપ અને વિશ્વનાં ઈતિહાસને લગતું જ્ઞાન પણ ઘણું નોંધપાત્ર હતું. જદુનાથ સરકાર મુધલયુગને પોતાના ખાસ કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરેલ, છતાંય પ્રાચીન ભારત, ઇંગ્લેન્ડના ઇતિહાસ અને અન્ય ઐતિહાસિક બાબતો વિશે તેમનું અધ્યયન ચોક્કસ હતું. આર.સી.મજમુદાર અને નીલકંઠ શાસ્ત્રી મુખ્યત્વે કરીને પ્રાચીન ભારતીય ઇતિહાસના વિદ્વાનો હોવા છતાં એ અન્ય ક્ષેત્રમાં તેમનું જ્ઞાન, તેમની કૃતિ દ્વારા એટલું વ્યાપક સિદ્ધ કરેલું છે. ઇતિહાસકારમાં પોતાના વિષયમાં ઊંડા ઊતરવાની દિવ્ય દ્રષ્ટિ હોય તો તે બનાવનું પર્યાય વિવેચન કરી શકે છે.

(6) પરલક્ષીપણુ ફેરફાર કરો

         ઇતિહાસકાર રાન્કે નોંધે છે તેમ ઇતિહાસ એ બનાવોના વાસ્તવિક અને યથાવત વર્ણન માત્ર છે. ઇતિહાસકારે હકીકતોને પોતાની વાત કરવા દેવી જોઈએ. અને તેમાં પોતાના અંગત મંતવ્ય મૂકીને હસ્તક્ષેપ કરવો જોઈએ. ઇતિહાસકારે પૂર્વગ્રહોથી મુક્ત રહેવું જોઈએ. તે ગમે તે પક્ષ કે ધર્મના હોય તો પણ પોતે કરેલા દસ્તાવેજો, પોતે કરેલા વિદ્વાનો નિરપેક્ષ ભાવે રજૂ કરવા જોઈએ. તેમાં પોતાની વ્યક્તિગત માન્યતા, પક્ષીય આવનાર કે ધાર્મિક વૃત્તિને આંશ આવતી હોય તો પણ તેની પરવા કરવી જોઈએ નહીં. નિર્ભયપણે અસહાયતા પૂર્વક તેને ઇતિહાસના બનાવોનુ અન્વેષણ અને આલેખન કરવું જોઈએ. મધ્યયુગના ઘણા ખરા લેખો આત્મલક્ષી દ્રષ્ટિ હોવાથી તેમના લખાણો પક્ષીય બની ગયા છે. મેકોલોનું કોઈપણ લખાણ તે પૂર્વગ્રહ બાજુનું હોવાની છાપ પડે છે. જ્યારે ક્લાઈવમાં રૂઢિચુસ્ત માલૂમ પડ્યા વગર રહેતી નથી. પુનઃ ઉત્થાન યુનિ.ના લેખકો વર્તમાન અને સુધારાના ચાહક દેખાય છે. જ્યારે રોમેન્ટિક સ્કૂલના ઇતિહાસ માત્ર ભૂતકાળની ભવ્યતા પ્રત્યે ચાહના માલુમ પડે છે. આવાં લખાણો પરલક્ષી દ્રષ્ટિ તથા સમતોલપણાનો અભાવ સૂચવે છે.

(7) ધૈર્ય અને ખંત ફેરફાર કરો

         સંશોધક તરીકે ઇતિહાસકારોનું કર્તવ્ય કઠિન છે. મૌલિક દસ્તાવેજોમાં પ્રકરણ, ઉદ્યોગિક તથા આલેખનમાં તેને ખૂબ જ ધીરજ અને ખંતથી કામ લેવું પડે છે. ઘણી વખત દસ્તાવેજ અને તિલાંજલીનો પ્રશ્ન અવાર નવાર મૂંઝવે છે. ક્યારેક પોતાના વિષય પરત્વે તેને ખૂબ સામગ્રી મળે, ત્યારે તેમાંથી પસંદ કરવાનો સવાલ ઉપસ્થિત થાય છે. જ્યારે તેને બહુ થોડી સામગ્રી મળે છે. ત્યારે પૂરતી સામગ્રી એકત્રિત કરવાની સમસ્યા ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાંથી તેને ઘણી બધી વખત પસાર થવું પડે છે. પરંતુ તેને ઘણા સમયથી ધૈર્ય અને ખંત છોડવા જોઈએ નહીં. દા.ત., નીમ્બદુર, રાન્કે, ભગવાનલાલ ઇન્દ્રજીત, ભાંડારકર જેવા કેટલાક ઇતિહાસકારોને જોઈતા દસ્તાવેજો અને પુરાવાઓ મેળવવા ભારે પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતો. પુરાતત્વવીદોએ ખંડેરો, રણપ્રદેશો, જંગલો અને નદીના ખીણ પ્રદેશોમાંથી પોતાના અન્વેષણને લગતા સાધનો મેળવવા માટે ભારે ધૈર્ય બતાવ્યું હતું. અને અનેક જોખમો ખેડ્યા હતા. આ સંજોગોમાં ઉધમ, હિંમત, નીડરતા અને સંશોધનમાં તલ્લીનતા ઇતિહાસકારને પોતાના ધ્યેય સિદ્ધ કરવા કારણભૂત બનાવે છે.

(8) એકાગ્રતા અને માનસિક ચેતના ફેરફાર કરો

        ઉપર્યુક્ત ગુણોવાળો ઇતિહાસકાર પણ જો માનસિક રીતે એકાગ્ર અને જાગૃત ન હોય તો તે પોતાનું ધ્યેય હાંસલ કરી શકતો નથી. સંશોધનકારની એકાગ્રતા તથા માનસિક ચેતનાના ભંગ કરે તેવા કેટલાક વિઘ્નો ઉપસ્થિત થાય છે. ઘણી વખત રાજ્ય તેને કાર્ય કરવાની મનાઈ કરે છે. સામાજિક પરિસ્થિતિ તેને કામ અટકાવી દેવાની ફરજ પાડે છે. કૌટુંબિક સંજોગો પ્રતિકુળ હોય. કેટલીક વખત તેની માનસિક સ્થિતિ નથી. તેનું આરોગ્ય પણ ક્યારેક અવરોધરૂપ બને છે. આ બધા પરિબળો ઇતિહાસકારની વિષય અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા, ધ્યાન, મગ્નતા અને જાગૃતિ ઓછી કરે છે. એવી જ સ્થિતિમાં ઇતિહાસકારે પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની છટા કેળવવી પડે છે. તે અવરોધોના ઈલાજ કરે છે. અથવા તેમને દૂર કરે છે. માનસિક સ્થિરતા કે તલયતાના કારણે પણ ઇતિહાસકારને પોતાનું કામ મૂકવું પડ્યું હોય તેવા દ્રષ્ટાંતો ઇતિહાસમાં છે.

(9) નવી પેઢી તૈયાર કરવાની જવાબદારી ફેરફાર કરો

        ઇતિહાસને લગતી નવી અને ફળદાયી શોધખોળ ચાલુ રહે, તો જ ઇતિહાસ ભૂતકાળના જ્ઞાનનું વિતરણ કરવાની કામગીરી યોગ્ય રીતે ભજવી શકે છે. આ માટે અધ્યયનશીલ, અનુભવી અને સંનિષ્ઠ ઇતિહાસકારો પોતાનું કાર્ય આગળ ધપાવે, તેવા ઇતિહાસની એક પેઢી ઊભી કરવી જોઈએ. સિદ્ધહસ્ત ઇતિહાસકારનું મુખ્ય લક્ષણ એ હોવું જોઈએ, કે તે પોતાના જીવનકાળ દરમિયાન સંશોધનને વરેલા હોવાં જોઈએ. તેવા ઈતિહાસકારોમાં પણ બને તો ભૂતકાળનું  વિજ્ઞાન ક્ષતી પામે નહીં કે તેનો અભિનય થાય નહીં. માટે ઇતિહાસકારોની હારમાળા સંજોગવી જોઈએ. પ્લેટો અને એરિસ્ટોટલ પોતાના જ્ઞાન, પ્રતિભા અને વિચારશક્તિથી રાજકીય અનુયાયિકા અને વિચારોનું મોટું જૂથ ઊભું કર્યું. રાન્કે શિષ્યોની હારમાળા આપતા ગયા. કનિંગહામ અને માર્શલે અન્વેશકોની આખી પેઢીને પ્રેરણા આપી. બૃહલરના લિપિને લગતા સંશોધનો અનેક લિપિશાસ્ત્રીઓને પુરાણી લિપીઓનો અભ્યાસ કરવા પ્રેર્યા. ભગવાનલાલ ઇન્દ્રજીની નિષ્ઠા ભરી શોધખોળને લીધે તેઓ અનેક ભારતીય અન્વેષકોના ધ્રુવતારક બન્યા. આ રીતે પ્રથમ કોટિના ઇતિહાસકાર હંમેશા અનુયાયીઓ મૂકતા જાય છે. તેનાથી એક નવી પેઢી તૈયાર થાય છે

(10) અધ્યયન અને સંશોધન ફેરફાર કરો

         ઇતિહાસ લેખન કરવું એ ખૂબ જ કઠિન કાર્ય છે. ભૂતકાળના બનાવોને વાસ્તવિક રીતે રજૂ કરવા તથા તેમના ઉપર યોગ્ય વિવેચન કરવા માટે કેટલાક ખાસ ગુણોની જરૂર પડે છે. જે ઇતિહાસકારમાં હોય તો જ તે યથાર્થ રીતે લખી શકે છે. ઇતિહાસકાર ઇતિહાસને પોતે પસંદ કરેલ શાખા પર એકધારુ અધ્યયન કરતો રહે તો તે તેમાં સંશોધન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. રાન્કે, મેન્સન, જદુનાથ સરકાર, સર દેસાઈએ જીવન અધ્યયન કાર્ય કર્યું. જેનાથી યુરોપ, રોમ, મોગલ અને મરાઠા વિશે નોંધપાત્ર સંશોધન કરી શક્યા. જીવનભર અધ્યયન અને સંશોધન એ સિદ્ધહસ્ત ઇતિહાસકારના બે મૂળભૂત લક્ષણો છે.

(C) ઉપસંહાર ફેરફાર કરો

        સમગ્ર રીતે વિચારતા મુસીબત વગરનું જીવન અશક્ય છે. મુસીબતોના પ્રકાર જુદા જુદા હોઈ શકે. પરંતુ દરેકને મુશ્કેલીમાંથી પસાર થવું જ પડે છે. આ રીતે પોતાના જીવનકાર્યથી વિચારતા ઈતિહાસકારો પ્રમાણિત અને શુદ્ધ ઇતિહાસમાંથી તેમને ડગાવી શકતા નથી. જ્ઞાન અને સત્યની ઉપાસનાથી તેને પોતાનું સંશોધન અને અન્વેષણ કાર્ય ચાલુ રાખવું જોઈએ. ઇતિહાસમાં એવા અનેક દ્રષ્ટાંતો છે કે ઇતિહાસકારના દસ્તાવેજની છેવટે કદર થયેલી છે. સિદ્ધહસ્ત ઇતિહાસકાર કોઈ પણ પરિસ્થિતિમાં ડર્યા વગર ધીરજ, એકાગ્રતા, પરિશ્રમ દ્વારા વાસ્તવિકતા અને તટસ્થતાનુ નિરૂપણ કરે છે. પરલક્ષીપણું ત્યાગીને સર્વગ્રાહી દ્રષ્ટિ અને વૈજ્ઞાનિક વિવેચન કરતો હોય છે.

(6) પાદનોંધ એટલે શું પાદનોંધ ના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો. ફેરફાર કરો

(A) પ્રસ્તાવના ફેરફાર કરો

        પાદનોંધ એ લેખક દ્વારા એમ સુચવવામાં આવે છે કે તેમણે કરેલું ખાસ પ્રકારનું વિધાન મૂળ આધાર વગર નથી. તેમ તે પોતાનું સર્જન પણ નથી. પ્રથમ પંક્તિના વિદ્વાન કહી શકાય તેવા પોતાની પૂર્વગામી ઇતિહાસવિદ્એ અગાઉ ઉલ્લેખ કરેલો છે. આવા પૂર્વગામી ઇતિહાસ સામાન્ય દસ્તાવેજોનો ઉદ્ભવતો સાક્ષી અને સમકાલીન હોય તો જ તેની નોંધ આપવાનો અર્થ છે. પાદનોંધમાં કોઈ ચડિયાતી કે મૂળભૂત ઉપદેશ કરવામાં આવે તો જ તેનો હેતુ સરે છે. નહીંતર તે નિરર્થક નીવડે છે. પાદનોંધ જુદી જુદી રીતે કરવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનો પાનાની નીચે નોંધ કરે છે. કેટલાક પ્રકરણ કે વીભાગને અંતે નોંધ કરે છે. તો કેટલાક પુસ્તકને અંતે કરે છે. પાદનોંધ એટલે શું? તેના ફાયદા ગેરફાયદા નીચે પ્રમાણે આપ્યા છે.

(B) પાદનોંધ એટલે શું ફેરફાર કરો

            સામાન્ય રીતે કોઇ વિશિષ્ટ કથનને મૌલિક આધાર આપવા માટે ઇતિહાસકાર પોતાના ગ્રંથ કે દસ્તાવેજના પાનાની અંતે ટૂંકનોંધ કે ઉલ્લેખ કરે છે. તેને પાદનોંધ કે પૂર્ણનોંધ કહે છે.

(C) પાદનોંધ નું સ્થાન ફેરફાર કરો

            પાદનોંધ મુકવાની ચોક્કસ પદ્ધતિ છે. કેટલાક વિદ્વાનો દ્વારા દરેક પાનાની નીચે નોંધ કરે છે. કેટલાક પ્રકરણો કે વીભાગને અંતે તો કેટલાક પુસ્તકને અંતે નોંધ કરે છે. પરંતુ પાદનોંધની સૌથી સારી પ્રથા અને સ્થાન તે પાનાને અંતે રજૂ કરવાની છે. તેનાથી લખાણોની યથાર્થતા ચકાસી શકાય છે. જેનો ઉલ્લેખ આવે કે તરત જ તેની ઐતિહાસિકતાની ખાતરી કરી શકાય છે. પરંતુ પ્રકરણ કે પુસ્તકની અંતે ટૂંકનોંધ હોય તો એક સાથે તેમની વાસ્તવિકતાની ખાતરી કરવી મુશ્કેલ પડે છે. માટે કાંતો પાનાને અંતે અથવા તે રદ કરવી જોઇએ. અથવા સંદર્ભ સૂચિમાં પોતે આધાર લીધેલા દસ્તાવેજની વિગતવાર યાદી આપવી જોઈએ. હાલમાં અમુક લેખકો લખાણની સાથે સાથે ટૂંક નોંધ બાજુમાં આપતા જાય છે. દાં.ત., અશોકનો શાસનકાળ. પરંતુ આ આવકાર પાત્ર નથી. હંમેશા આ રીતે ઉલ્લેખ કરવો શક્ય નથી. જે લખાણમાં બે-ચાર લીટીઓ પણ રોકતા હોય છે. આથી લખાણના સળંગપણામા ભંગ પડે છે. તેનાથી વીવરણમાં ક્ષતિ પહોંચે છે. માટે પાંદનોંધ પાનાને અંતે લખવાની પ્રથા સારી છે.

(D) પાદનોંધ ના ફાયદા ફેરફાર કરો

(1) કારણોની ચકાસણી ફેરફાર કરો

           પાદનોંધના અમુક લાભ છે. તથા તેના અમુક ગેરલાભ પણ છે. પાદનોંધનો મોટો લાભ એ છે કે લખાણોના કોઈપણ ભાગના વિધાનને તરત ચકાસી શકાય છે. લેખક શંકાશીલ બાબત પોતાના લખાણમાં આપી શકતા નથી. તે લખતા પહેલા પોતાની કૃતિની વિગતોની યથાર્થતા બરોબર ખાતરી કરે છે. તેના કોઈ પણ વિધાન અને પડકાર થઈ શકે તેવી સ્થિતિમાં પાદનોંધ નિર્માણ કરે છે. માટે લેખક પોતાના લખાણોમાં વધારે ચોક્કસ રહે છે. તે પોતાના તારણો પણ કાળજીપૂર્વક તારવે છે.આ પરત્વે પાદનોંધ દ્વારા તેની વિદ્વતા અને દક્ષતાની કસોટી થાય છે.

(2) ઉપયોગમાં લેવાયેલા સાધનોની ખાતરી ફેરફાર કરો

            પાદનોંધ દ્વારા વાચક જાણી શકે છે કે લેખક પોતાની કૃતિ લખવામાં કયા કયા સાધનોનો ઉપયોગ કરેલો છે. તે સાધનો મૌલિક તથા પ્રથમ કક્ષાના છે કે કેમ. તેની પણ તે ખાતરી કરી શકે છે. આ રીતે પાદનોંધ દર્શાવવામાં આવેલી છે. તો વાચક કૃતિનું યથાર્થ રીતે મૂલ્યાંકન કરી શકે છે. લેખકે માત્ર સાધનના નામ લખેલા હોય તો લખાણ પરથી બુદ્ધિશાળી વાચક તેની પણ ચકાસણી કરી શકે છે.

(3) લખાણમાં ચોક્કસાઈ ફેરફાર કરો

            પાદનોંધ અન્ય ફાયદો એ છે કે લેખક પોતાની વિગતો મેળવવામાં તથા લખવામાં વિશેષ કાળજી લે છે. તે શંકાશીલ બાબતોને પોતાના લખાણમાં સ્થાન આપતો નથી. પોતે વપરાશમાં લેવા ધારેલા દસ્તાવેજોની મૌલિકતાની વિશેષ ખાતરી કરે છે. વળી કોઈ પણ વાચક તેમને આપેલી હકીકતોની અન્ય હકીકતો સાથે તુલના કરી શકે તેમ હોવાથી તે સમકાલીન કૃતિઓ પણ અભ્યાસ કરે છે. તેમાં રહી ગયેલી ક્ષતિઓને તે સુધારે છે. પોતાના વિષયને લગતો ત્યાં મૌલિક કે આધારભૂત નિર્દેશ નોંધવા આપવાંનુ પણ લેખક પ્રયત્ન કરે છે. અને ઘણી વખત ઇતિહાસના મૌલિક સાધનોના સંશોધન તરફ પ્રેર્યા છે. તથા સંશોધન વિગતોના આયોજન પૂર્વેની ચોકસાઈ વધારે છે.

(4) પાદનોંધનું ટૂંકાણપણું ફેરફાર કરો

          પાદનોંધ લાંબી હોય તે આવકાર પત્ર નથી. લેખકે પોતે કરેલ લખાણ કયા દસ્તાવેજ અને કાર્યકર્તાઓના આધારે લખે છે. તેટલું પાદનોંધમા દર્શાવવું પૂરતું છે. તેણે આધાર લીધેલ કૃતિની અન્ય હકીકતો આપવાની તેને જરૂર નથી. વાચકોની વિશેષ અભ્યાસ માટે અવકાશ રહે તે માટે પણ લેખકે પાદનોંધ આપવામાં સંયમ રાખવો જરૂરી છે. વળી પૂરતી નોંધ દ્વારા લેખક પોતાના લખાણ માટે ચોક્કસ અને વધારે ખાતરી લાયક આધાર આપવા માગે છે. તેનાથી વિશેષ તેની ઉપયોગિતા પણ નથી. કેટલી લાંબી નોંધ આવશ્યક છે. એટલું જ નહીં. તે ગ્રંથનું કદ વધારવા માટે આપવામાં આવી છે. તેવી છાપ ઉપસ્થિત કરે છે.

(5) લેખન પદ્ધતિમાં તથા વિગતોના આયોજનની સમજૂતી ફેરફાર કરો

         લેખક પોતાના વિચારો અને હકીકતોનો કેવી રીતે આયોજન કરેલ છે. તે પણ ટૂંકનોંધ દ્વારા સમજાવી શકાય છે. ઇતિહાસકારને પાદનોંધ સામગ્રીની ગોઠવણમાં સહાય કરે છે. દલીલ કરવા પછી અહીં પણ વાચક ટૂંકનોંધ દ્વારા ટકી શકે છે. પૂર્વનોંધ હોવાથી લેખક પોતાના વિધાનની રજૂઆત વધારે દઢતાપૂર્વક કરે છે. કારણ કે તેને કોઈપણ પ્રકારના ગમે ત્યારે સામનો કરવાની તૈયારી રાખવી પડે છે. પ્રત્યેક વિગત માટે તેને આધાર આપવો પડતો હોવાથી તેના આયોજનમાં તે વધારે સજાગ રહે છે. તે સંકલનને ક્યાંય નબળું થવા દેતું નથી.

(6) ટૂંકનોંધનું પ્રમાણ મર્યાદિત ફેરફાર કરો

         ઇતિહાસકાર પોતાના લખાણમાં જો ટૂંકનોંધનો અવારનવાર ઉપયોગ કરે, તો તેનો લાભ તથા હેતુ માર્યા જાય. પાદનોંધ કોઈ વિશિષ્ટ નિર્દેશ કરવા માટે કે ખાસ બાબત સમજવા માટે છે. વાચક જેનાથી અપરિચિત હોય તથા કોઈ ઉચ્ચ કોટિના દસ્તાવેજના વાંચન તરફ લેખકે વાચકને પ્રેરવું હોય ત્યારે તેને ટૂંકનોંધો આપવી જોઈએ. સામાન્ય હકીકતો માટે પાદનોંધ આપવી જોઈએ. પ્રસિદ્ધ પામેલા બનાવો માટે ટૂંકનોંધની જરૂર નથી. વાચક જેનાથી અજાણ હોય તેવા પ્રસંગો માટે જ લેખકે પાદનોંધ આપવી જોઈએ. સામાન્ય હકીકતો માટે પાદનોંધ આપવા બિનજરૂરી છે. હકીકતના સારી રીતે પ્રસિદ્ધિ પામેલા બનાવો માટે પાદનોંધની જરૂર નથી. વાચક જેનાથી અજાણ હોય તેવા પ્રસંગો માટે જ લેખકે પાદનોંધ આપવી જોઈએ. તો તેનો ઇચ્છિત ફાયદો તથા હેતુ સરે છે. દાં.ત., ફ્રેન્ચ ક્રાંતિ, રશિયન ક્રાંતિ, હિંદ છોડો ચળવળ વગેરે નોંધો માટે જરૂરી નથી. પરંતુ ઇંગ્લેન્ડમાં કઈ કઈ વ્યક્તિ, ક્યારે ક્યારે સંસદીય કે બંધારણીય સુધારા માટે ચળવળ ચલાવી તેના માટે જરૂરી પાદનોંધ આપી શકાય.

(7) પાદનોંધ મૂળ લખાણનો પૂરક ઉલ્લેખ ફેરફાર કરો

         પાદનોંધ લખાણના પુનરાવર્તન માટે નથી. પરંતુ તેની પૂર્તિ માટે છે. લેખકને પોતે રજૂ કરેલા અમુક મૌલિક મુદ્દાઓ વાચકને સમજવાની સુવિધા રહે માટે ઉલ્લેખ નોંધ આપવામાં આવે છે. તેનાથી તેના લખાણોને વધારે આધારભૂત, વધારે સમૃધ્ધ બનાવી શકાય છે. તેને તે વધારે મહત્વ પણ આપી શકે છે. મૌલિક સાધન સાથે પોતાની લખાણનું જોડાણ સાધી શકે છે. એટલે તે પરત્વે ઉઠાવવામાં આવેલી કોઇપણ શંકાનું વિશ્વાસપૂર્વક સમાધાન કરી શકે છે.

(8) ઉતારા કે ભાષાંતર પાદનોંધ નહીં ફેરફાર કરો

         લેખકે કોઈપણ જાતના દસ્તાવેજના અમુક ભાગોમાં ઉતારા કે ભાષાંતર પાદનોંધ તરીકે આપવા જોઈએ નહીં. પાદનોંધ ટૂંકી અને નિર્દેશાત્મક હોય તો જ સામાન્ય વાચક તેનો લાભ ઉઠાવી શકે. જે કોઈ ખાસ અવતરણો કે ભાષાંતરો, પોતાની હકીકતોના સમર્થન માટે આપવા ઇતિહાસકારને આવશ્યક લાગે તો તે મૂળ લખાણના અનુસંધાનમાં કૃતિના લખાણના એક ભાગ તરીકે તેને મૂકવા જોઈએ. જો કે આવા અવતરણોને તે વિશેષ સ્થાન હોય નહીં. પોતાના લખાણોને વધારે મક્કમ બનાવવા પૂર્તીલખાણો તરીકે લેખક તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ પાદનોંધ તેને મૂકવાથી ગ્રંથની તેનો લખાણ સાથેનો સીધો સંપર્ક તૂટી જાય છે. તથા પાદનોંધ લાંબી બનવાથી વાચકને તેમાંથી રસ ઊડી જાય છે.

(9) વિશેષ વાંચન માટે માર્ગદર્શક ફેરફાર કરો

           પાદનોંધ વિશેષ અધ્યયન માટે ઘણી વખત વાચકને પ્રેરણા આપે છે. કૃતિની પૂર્તિ જવામાં અવારનવાર ઉચ્ચ દસ્તાવેજ અને લખાણીનો ઉલ્લેખ કરવામાં આવે છે. આવા નિર્દેશો વાચકને વિશેષ વાંચન માટે માર્ગદર્શક બને છે. એક પુસ્તક લખવા માટે ઘણા આદર્શોનો ઉપયોગ કરવો પડે છે. વાચકને બધાનો ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે. વળી બધા આધારો આગળ અધ્યયન માટે તેને જરૂરી પણ ન લખતા હોય તેમ પણ બને. પરંતુ અમુક આધારો તેના ક્ષેત્ર તથા વિષયને માટે આવશ્યક હોય તેમ બને. તો પોતે વાંચેલા પુસ્તકના નિર્દેશકને આધારે વિશેષ વાંચન કરી શકે છે. આ રીતે પાદ કે પૂર્તિનોંધો વિશેષ અધ્યયન અને જ્ઞાનના પ્રકરણને પરોક્ષ રીતે સત્ય કરે છે. પુસ્તકમાં કરવામાં આવેલ અવશેષ, અભિલેખ, સિક્કા કે હસ્તપ્રતના નીર્દશનના આધારે વાચક આ મૂળ સાધનોનો પ્રત્યક્ષ પરિચય સાધી શકે છે. તથા પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે અસરકારક સાધનોમાં ઉમેરો કરી શકે છે.

(E) પાદનોંધના ગેરફાયદા ફેરફાર કરો

(1) ઉચ્ચશ્રેણીના દસ્તાવેજ તેમજ સામાન્ય પાઠ્યપુસ્તક બંને માટે નિરર્થક ફેરફાર કરો

          ઉચ્ચકોટિના ગ્રંથ તેમ જ સામાન્ય પ્રકારના પાઠ્યપુસ્તક તેમ બંને માટે ટૂંકનોંધ બિનઆવશ્યક છે. ઉચ્ચકોટિના દસ્તાવેજનો અભ્યાસ કરનાર વાચક ચોક્કસ ધોરણવાળો હોય છે. તેનો તે પરત્વેનો અભ્યાસ પણ લગભગ નિશ્ચિત હોય છે. તેને દસ્તાવેજના મૂળાધારનો ખ્યાલ હોય છે. એટલે તેને પાદનોંધ દ્વારા મૂળ સાધનની માહિતી કે સમજૂતી આપવાની પણ જરૂર નથી. તે પોતાની મેળે જ લખાણના કોઈપણ વિભાગને તપાસી શકે છે. આમ તેના માટે પૂર્તીનોંધ નિરર્થક સાબિત થાય છે. સામાન્ય કોટિના પાઠ્યપુસ્તકોને વાચકવર્ગ પણ સામાન્ય કક્ષાનો હોય છે. તેને કૃતિના લખાણમાં રસ હોય છે. તેને મૂળ સાધનોમાં ખાસ રસ હોતો નથી. એટલે તે પાદનોંધ જોતો નથી. ચકાસણી, પડકાર તથા તેના મૂળમાં ઊંડા ઊતરવાની શક્તિ પણ હોતી નથી. તેને માટે તે નિરર્થક સાબિત થાય છે.

(2) દંભ અને જુઠાણને ઉત્તેજક ફેરફાર કરો

        કૃતિકાર પોતાની કૃતિ પાદનોંધોમાં જે મૂળ સાધનોનો ઉલ્લેખ કરતો હોય તેનો અભ્યાસ ખરેખર તો મોટાભાગે તેને ઘણી વખત કરેલો હોતો નથી. પોતાની પહેલાં લખાયેલા અને સમકાલીન તથા અવિવાદિત ગણાતા ગ્રંથોમાંથી અવાર નવાર નિર્દેશો લેતા હોય છે. આ મૂળ સાધનનો અધ્યયન માત્ર પોસાય છે. વળી આવી ટૂંકનોંધ જો આગળ લખાયેલા પ્રમાણિત દસ્તાવેજો આપેલી હોય છે. એટલા તેમાં કંઈ નવું નથી. આ રીતે એક પ્રકારના દંભ અને જૂઠાણાં ને પોસે છે.

(3) દસ્તાવેજની સામગ્રી ઉપર કોઈ નવો પ્રકાશ નહીં ફેરફાર કરો

         ટૂંકનોંધ સામાન્ય રીતે દસ્તાવેજોને ગ્રંથની કોઈ હકીકત ઉપર નવો પ્રકાશ પાડી શકતી નથી. તે વિગતોની કોઈ નવી સમજૂતી રજુ કરી શકતી નથી. સિદ્ધહસ્ત ઇતિહાસકાર પોતાના વિશેષ રજૂઆત વિસ્તારથી કરે છે. એટલે તેની માટે કોઈ વિશેષલેખના જરૂર રહેતી નથી. વળી સમર્થ ઇતિહાસકાર પોતે અવારનવાર લીધેલા મૂળ સાધનોની પોતાના લખાણોમાં યથાર્થ રીતે સ્થાને ચર્ચા કરતો હોય છે. એટલે તેમાંથી પણ વાચકને લખાણના મૂળ આધાર મળી રહે છે. તેને કોઈ પણ મુદ્દાની ચકાસણી કરાવવા હોય તો તે કરી શકે છે. તેમાં વિશેષ અધ્યયન માટે કોઈપણને પુરતી તક મળી રહે છે. માટે અલગ ટૂંકનોંધની આવશ્યકતા રહેતી નથી.

(4) સામાન્ય વાચકને પાદનોંધ માં રસ નહીં ફેરફાર કરો

           સામાન્ય વાચકને કૃતિની આંતરિક હકીકતમાં જ રસ હોય છે. તેને પાદનોંધમાં રસ હોતો નથી. તેને મૂળાધાર જાણવાની જિજ્ઞાસા ભાગ્યે જ હોય છે. અધ્યયનની વિશેષ અધ્યયનવૃત્તિ ને સંતોષવા માટે તો તેની તે વિગતો કે પરિપત્રોમાંથી જોઈતા સાધનોની યાદી મળી રહે છે. એટલે તેના માટે ટૂંકનોંધ નિરર્થક નીવડે છે. તેની વિગતોની ચકાસણી કરવામાં, શંકા રજૂ કરવામાં કે પોતે વાંચેલી કૃતિને આધારે સંશોધન કરવામાં ભાગ્યે જ રસ હોય છે. તે રીતે પણ પાદનોંધથી કોઈ હેતુ સરતો નથી.

(5) તમામ પ્રકારના મૂળ સાધનોનું નિદર્શન અશક્ય ફેરફાર કરો

        પોતાની કૃતિની વિગતો માટે લગભગ સર્વ પ્રકારના સાધનોનો ઉપયોગ કરેલો છે. તે દર્શાવવા લેખક ટૂંકનોંધનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો આ આશ્રય સિદ્ધ થતો નથી. કોઇ ગ્રંથ કે દસ્તાવેજના તમામ પ્રકારના સાધનોના નિર્દેશન એક જ કૃતિમાં કરવો લગભગ અશક્ય છે. માટે બેલોંગ નોંધે છે તેમ પાદનોંધ મોટાભાગે અપૂર્ણ રહે છે. તે મૌલિક દસ્તાવેજોની સંપૂર્ણ રીતે આપી શકતો નથી. આમ કંઈ નોંધો લખવી અને કઈ છોડી દેવી તે ઇતિહાસકાર માટે સમસ્યા બને છે. તેમાં અગત્યની કેટલીક નોંધો રહી જાય છે. તે પૂરે પૂરો સંભવ છે. માટે ટૂંકનોંધના ઉલ્લેખ વ્યર્થ છે. ઉચ્ચશ્રેણીના ગ્રંથોમાં વાસ્તવિક રીતે જોતાં સંદર્ભમાં નોંધની જરૂર નથી. કારણ કે તેના વિવેચનમાં મૌલિક સાધનોના પૂરતા ઉલ્લેખો હોય છે.

(6) પાદનોંધ મોટાભાગે નકલ તેમાં મૌલિકતા ફેરફાર કરો

        પાદનોંધનુ તારણ કાઢતા માલુમ પડે છે, કે મોટા ભાગની ઈતિહાસીક કૃતિઓને ઘણી ખરી પાદ કે પૂર્તીનોંધો તેના વિવેચનમાં મૌલિકતાના સાધનોના પૂરતા ઉલ્લેખો હોય છે. જે કૃતિમાંથી ટૂંકનોધ તારવવામાં આવે છે. તેઓ પણ લેખક ભાગ્યે જ ઉલ્લેખ કરે છે. આમ કોઇના સંશોધનને પોતાના સંશોધન તરીકે બતાવવા ટૂંકનોંધ મા પ્રયત્ન કરવામાં આવે છે. તે ઐતિહાસિક રીતે અયોગ્ય છે. પાદનોંધ સંશોધનની ઉત્તેજન આપવાને બદલે તેના દેખાવને ઉત્તેજન આપે છે. માટે પણ તેની જરૂર નથી.

(7) છાપકામની અવરોધક ફેરફાર કરો

         ટૂંકનોધો અવારનવાર છાપકામની અવરોધક બને છે. એકધારા લખાણોને અને નાના અક્ષરોમાં છપાતી પાદનોંધ જુદી તરી આવે છે. કોઈપણ પાના ઉપર એક પણ ટૂંક નોંધ આવતી નથી. આમ લખાણ કે છાપકામની એકસૂત્રતા જળવાતી નથી. માટે ખાસ અવશ્ય એવી ટૂંકનોંધ પ્રકરણને અંતે મૂકી શકાય. પરંતુ દરેક પાને કે દરેક પ્રકરણમાં તેની જરૂર નથી. તેનાથી વાચકને મુખ્ય હકીકત વાંચવામાં ખલેલ પડે છે. વળી તે કૃતિને અમુક ભાગ વ્યર્થ રીતે રોકે છે. માટે તે પણ રદ્દ થવી પડે છે.

(F) ઉપસંહાર ફેરફાર કરો

        પાદનોંધને યોગ્ય રીતે નિર્દેશ કરવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય પાઠ્યપુસ્તકમાં તેની આવશ્યકતા નથી. પરંતુ ઉચ્ચ શ્રેણીના પુસ્તકના કર્તા માટે પોતે આધારભૂત લખાણ ક્યાંથી મેળવવું તે દર્શાવવા જરૂરી છે. સૂચિપત્રમાં બધા જ જરૂરી ઉલ્લેખોનો સમાવેશ થઈ શકે નહીં. વાચકની કક્ષા જોતા પણ લેખક ગ્રંથો માટે પૂર્તીનોંધ આપવી અનિવાર્ય છે. પોતાના વિધાનોને ચકાસી જવાની, કોઈપણ લખાણોને તક આપવાની તથા અસલમાં સાધનો ઉપર આધારિત છે. તે શિવાય આવકાર પાત્ર દેખાય માત્ર તેનું પ્રમાણ તથા ધોરણો જાળવવું જોઈએ.


જીવન માં ખૂબ સફળ થાવ તેવી શુભકામનાઓ....,સહ...., જયેશકુમાર ચુડાસમા.