બોધકથા.
      ૩ માર્ચ, ૧૯૩૧ ના દિવસે ભગતસિંહને તેમના પરિવારજનો મળવા ગયા. આ તેમની અંતિમ મુલાકાત હતિ. મુલાકાત સમયે માતા,પિતા,દાદા,કાકી અને ભાઇ મળવા આવ્યા હતા. સૌથી આતુર હતા દાદા અર્જુનસિંહ, જેમને આ કુળમા ક્રાંતિનુ બિજ રોપ્યું હતુ અને ભગતસિંહરૂપે તેનુ ફળ તેમની સામે હતુ.
     દાદા ભગતસિંહ પાસે આવ્યા, તેના માથે હાથ ફેરવ્યો. તે ઇચ્છતા હતા કે પોતે કંઇક બોલે પણ તેમના મૉંમાંથી શબ્દો જ ન નિકળ્યા માત્ર હોઠ ફફળ્યા અને દુર જઇ ને સજળ નેત્રે ઊભા રહ્યા.
     જન્મદાત્રી માતા અને કાકી તો માનો પથ્થર બની ગયાં હતા. બિજી બાજુ ભગતસિંહ હમેશાંની જેમ શાંત અને પ્રસન્ન હતા. તે પરિવારજનોને તેમના વજનમાં થયેલા વધારાનિ અને હવે હું જવનો છું તેની વાત કરતા હતા.
     બધા વિચારતા હતા કે ફરિ પણ મુલાકાત થશે પણ ભગતસિંહને વિશ્વાસ હતો કે આ અંતિમ મુલાકાત જ છે. તેમને માતા ને કહ્યુકે બેબેજી,દાદાજી હવે વધુ દિવસ નહીં જીવું. તમે બંગા જઇને બધાં સાથે રહેજો. બધાંને ધૈર્યની વાત કરી સાંત્વના આપી.

અંતમાં માંને પાસે બોલાવીને હસતાં-હસતાં મસ્તીભર્યા સ્વરમાં કહ્યુ:'લાશ લેવા માટે તમે ના આવશો, કુલબીરને મોકલજો. કદાચ તમે રડશો તો લોકો કહેશે કે ભગતસિંહની મા રડી રહી છે.' આટલુ કહીને તે પોતે એટલી જોરથી હસ્યા કે જેલના અધીકારીઓ જોતા રહી ગયા....

                                                                                                     સંકલન: મિતેશ.એ.શાહ.