શૈલેષ રાઠોડ નામ : રાઠોડ શૈલેષકુમાર જન્મ તારીખ : ૦૧/૦૬/૧૯૭૨ જન્મસ્થળ :ઉમરેઠ અભ્યાસ :ડીપ.ઈલેક્ટ્રીકલ ઈજનેર,બી.એન્ડ.બી.પોલીટેકનીક,વિદ્યાનગર વ્યવસાય:શિક્ષક,લેખક,પત્રકાર,વક્તા અને સામજિક કાર્યકર નોકરી સ્થળ :ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ,ખંભાત સન્માન:ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક-2018 પ્રવૃત્તિ : લેખક,કર્મશીલ,શિક્ષક,ફ્રીલાન્સ પત્રકાર એવા સાહિત્ય જગતમાં “અભિધેય” ના ઉપનામથી જાણીતા શૈલેષ રાઠોડ ખંભાતની ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલમાં છેલ્લા ૨૬ વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઉદ્યોગ શિક્ષક તરીકે સેવાઓ બજાવે છે.તેઓના ઇનોવેશન, સામાજિક પ્રવૃતિઓ, લેખન કાર્યોને બિરદાવી શિક્ષણ વિભાગે વર્ષ 2018 ના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના વરદ ના વરદ હસ્તે એનાયત કરેલ છે.સાહિત્ય ક્ષેત્રે તેમના ૫૫ જેટલા પુસ્તકો લોકઉપયોગી બન્યા છે. તેમનું પુસ્તક 51-innovative-experiments-in-education ખુબ જ પ્રસિદ્ધ છે.

જન્મ: શૈલેષ રાઠોડનો જન્મ ૧ જુન ૧૯૭૨માં ઉમરેઠ,તાલુકા-ઉમરેઠ,જીલ્લો આણંદ(ગુજરાત)ખાતે શિક્ષક પિતા સેમ્યુલભાઈ રાઠોડ અને શિક્ષિકા માતા કરુણાબેન રાઠોડના ધાર્મિક અને સેવાભાવી પરિવારમાં થયો હતો.મોટી બહેન ઈલા રાઠોડ શિક્ષિકા છે.અન્ય બહેન ભરતી રાઠોડ નૈરોબી ખાતે ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે.નાનો ભાઈ વિપુલ રાઠોડ પ્રસિદ્ધ રેડીંગન્ટન કંપનીમાં નૈરોબી ખાતે મેનેજર છે. તેમણે પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૪ ડાભસર,તાલુકો ઠાસરા ખાતેથી અને ધોરણ ૫ થી ૧૦ નું શિક્ષણ ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું.વર્ષ ૧૯૮૮માં ધો.૧૦ ની પરીક્ષા પાસ કરી વિદ્યાનગરની બી.એન્ડ.બી.પોલીટેકનીક ખાતે ડીપ્લોમાં ઇન ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગનું શિક્ષણ મેળવ્યું હતું.ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે ધો.૧૧ અને ૧૨ માં ઈલેક્ટ્રીકલ ગેજેટ્સ વિષયના શિક્ષક તરીકે ૧૯૯૨ માં નોકરી શરુ કરી હતી.શિક્ષક યાત્રા દરમ્યાન લેખન પ્રવૃત્તિ ચાલુ રાખી અને ૧૯૯૪મા ૨૦ વર્ષની નાની વયે પ્રથમ કાવ્ય સંગ્રહ "પરખ"પ્રકશિત થયો હતો.ત્યાર બાદ રાતરાણીનું ધાર્યું થાય,અપરાધચક્ર.હૈયાની વેદના જેવા પુસ્તકો પ્રકશિત થયા હતા.શાળામાં બાળકોને નાટ્ય અને સાહિત્ય પ્રવૃત્તિ કરાવવા ઉપરાંત તેઓ ઇનોવેશનને વિશેષ મહત્વ આપતા.જેને કારણે તેમના દ્વારા તૈયાર કરેલ "હાઈટેક ટાઉન"પ્રોજેક્ટ નેશનલ કક્ષાએ વિજયી બન્યો.જેને જવાહર નહેરુ પારિતોષિક મળ્યું.તેમના અવનવા પ્રયોગોને કારણે શિક્ષણ વિભાગે પાયલોટ પ્રોજેક્ટ સોંપ્યા.તતેઓએ પોતાના અનુભવો અને વિચારો અખબારોમાં લખવાનું શરુ કર્યું.

શૈલેષ રાઠોડ રાજ્ય અને કેન્દ્ર સરકારના NCERT, COBSE, INSPIRE, STEP,SKILL INDIA, CNRI, GCRT, GSEB, DIET સહિતની સંસ્થાઓના કાર્યક્રમોનું સંચાલન, આયોજન અને પ્રચાર પ્રસારનું કામ કરે છે.આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ, SKILL INDIA અંતર્ગત તાલીમો,COBSEના તારુણ્ય પ્રોજેક્ટનું સંચાલન, INSPIRE અંતર્ગત વિધાર્થીઓને વિજ્ઞાનની તાલીમ અને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત- વ્યાખ્યાન,રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં અનોખી સિદ્ધી,ગરીબ મેળા, કૃષિ મેળા, રાષ્ટ્રીય પર્વની ઉજવણી,વ્યવસાયલક્ષી તાલીમ કાર્યક્રમ,ખેડૂત શિબિરનું સંચાલન તેમજ આ કાર્યક્રમોમાં પ્રચાર પ્રસાર,સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અને સંચાલન સંભાળે છે. તેઓએ ગુજરાત સમાચાર,સંદેશ,નાયપડકાર,દિવ્યભાસ્કરમાં હાલમાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે  તેમજ હાલમાં અભિયાન મેગેજીનમાં લેખક તરીકે સેવાઓ બજાવે છે.

ગ્રામ્ય શાળાઓમાં શિક્ષણના પ્રયોગો, અને નવતર પદ્ધતિઓ, ગ્રામ્યજીવન આલેખન,ખોવાયેલી સંસ્કૃતિ,અભાવગ્રસ્ત વિસ્તારોને સુવિધા માટે સંઘર્ષ સહિતની પ્રવૃતિઓ અને લેખન કાર્ય સંભાળે છે. તેઓ ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, નયા પડકાર જેવા અખબારોમાં સિનિયર જર્નાલિસ્ટ તરીકે કામ કરી ચૂકેલ શૈલેષ રાઠોડ ઉત્તમ લેખક છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર"માં સંપાદક છે. મહત્વની કામગીરીઓ:

છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું અને પત્રકાર તરીકે હમેશા વિપક્ષમાં બેસવું.તે તેમનો મુખ્ય ધ્યેય છે.તેઓ એક ઉત્તમ સર્જક અને પ્રતિષ્ઠિત પત્રકાર છે.બાળપણથી જ સાહિત્ય પ્રત્યે અભિમુખ હોય તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિ. થયા છતાં સાહિત્યને હૈયે રાખી સર્જનકાર્ય ચાલુ જ રાખ્યું.તેમણે ગુજરાતી સાહિત્યમાં ૫૬ જેટલા પુસ્તકોની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણારૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલેશન કાર્યક્રમ અંતર્ગત “આર્શ પાયલોટ પ્રોજેકટ”ની જવાબદારી સંભાળી પાઠ્યપુસ્તક રચનામાં મહત્વનુપ્રદાન અર્પણ કરેલ છે.આ ઉપરાંત તારુણ્ય શિક્ષણ, IIMના ઇનોવેશન સેમીનાર,ઇનોવેશન બેંક,રાષ્ટ્રીય કક્ષાના સ્વૈચ્છિક સંગઠનોના કાર્યક્રમો,લઘુ ઉદ્યોગ મંત્રાલયના તાલીમી કાર્યક્રમોમાં ભાગ લઇ ખંભાત જેવા છેવાડાના તાલુકામાં પ્રચાર- પ્રસાર કરે છે.

 ખંભાત જેવા છેવાડાના ઉપેક્ષિત વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી કાર્યરત રહી આ વિસ્તારમાં ચેકડેમ નિર્માણ લડત અને સિલિકોસીસ પીડિતોને સહાયમાં મહત્વની ભૂમિકા ભજવેલ છે.આ વિસ્તારમાં રસ્તા,મીઠા પાણી અને સિંચાઇ સુવિધા માટે સતત કાર્યરત રહી સુવિધાઓ અપાવેલ છે.માજી મંત્રી જયેન્દ્ર ખત્રી(આર.ટી.આઈ.એક્ટિવિષ્ટ સાથે રહી લોક પ્રશ્નોને આર.ટી.આઈ તેમજ અખબાર દ્વારા વાચા આપી અનેક યોજનાઓ અને સુવિધાઓ અપાવેલ છે.જેમાં 78 જેટલી ખેતતલાવડી, ત્રણ ચેકડેમ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, કોઝ વે, રસ્તાઓ નિર્માણ પામ્યા છે.

શૈલેષ રાઠોડ નિર્મિત 31 જેટલા વિજ્ઞાન પ્રોજેકટ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પ્રસિધ્ધ થયા છે.તેમના 16 નાટકો પ્રદેશ રાજ્ય કક્ષાએ પ્રસિધ્દ થયા છે. દરવર્ષે તેમના દ્વારા લેખેલી વિજ્ઞાન નાટિકાઓ રાષ્ટ્રીય રોલ પ્લે સ્પર્ધામાં પ્રદર્શિત થાય છે. તેમના દ્વારા તૈયાર કરાયેલા બાળકો નિબંધ, વ્ક્તૃત્વ,કાવ્ય-ગઝલ લેખન,પોસ્ટર સ્પર્ધામાં દરવર્ષે રાજયકક્ષાએ સિધ્ધિઓ મેળવે છે.તેમના માર્ગદર્શન 9 વિધાર્થીઓ યોગસનમાં રાષ્ટ્રીય કક્ષાએ,2 વિધાર્થીઓએ આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિજયી બનેલ છે.નિયમિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત અને વાલી સંપર્કને કારણે 238 દીકરીઓ ગ્રામ્ય વિસ્તારમાથી શાળામાં શિક્ષણ લેવા આવે છે.શાળામાં શિક્ષણ સહાયક મંડળ બનાવી પ્રવૃતિ દ્વારા દર વર્ષે 80 થી વધુ વિધાર્થીઓને ફી,યુનિફોર્મ,નોટબુક સહિતની સુવિધા આપવામાં આવે છે.68 જેટલા માતપિતા વિનાનાં બાળકોને મફત શિક્ષણ અને સુવિધા માટે ફંડ ઊભું કર્યું છે.

શાળામાં શુધ્ધ મીઠા પાણી માટે આરઓ પ્લાન્ટ,આર્યુવેદિક ઉપવન,બ્લોક ,કોમ્પ્યુટર સેન્ટર,આઇટી ક્લાસ સહિતની સુવિધાઓ ઊભી કરી પ્રાઈવેટ શાળાઓને સારમાવે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.શાળામાં છેલ્લા 5 વર્ષમાં 311 જેટલા બાળકોએ ખાનગી શાળા છોડી શ્રી માધવલાલ શાહ હાઈમાં અભ્યાસ માટે આવ્યા છે.શાળાના શિક્ષકો પણ આજ શાળામાં પોતાના બાળકોને ભણાવે છે.શાળામાં ઉત્તમ શિક્ષણને કારણે રાજ્યની બોર્ડની પરીક્ષામાં ત્રણ વિધાર્થિનીઓ ટોપ ટેનમાં વિજયી બની છે. ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સાથે જોડાઈને આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ,રાજ્ય ગરબા મહોત્સવ,રાજ્ય યુવા ઉત્સવ,બાળ નાટ્ય તાલીમ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું છે.સંસ્થાના શતાબ્દી મહોત્સવમાં બ્રોશર તૈયાર કરી તેમજ શાળા-સંસ્થા વિકાસના લેખો લખી દેશ વિદેશમાથી દાન એકઠું કરવા મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં શાળાઓમાં સર્વપ્રથમ કોમ્પ્યુટર સેન્ટર 1993 માં ખંભાતની 6 શાળાઓમા શરૂ કરી સર્વપ્રથમ ગુજરાતમાં કોમ્પ્યુટર પાઠ્યપુસ્તક -1994 માં લખી રાજયભરમાં શાળાઓમાં અમલમાં આવ્યું.સરકારે આ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર્યું હતું.શૈલેષ રાઠોડે એડોલેશન પ્રોજેકટ હેઠળ પણ ‘તારુણ્ય શિક્ષણ’ અંગે પુસ્તક લખેલ છે. તેમણે માત્ર પોતાની શાળાઓ પૂરતું શિક્ષણ અને સેવા કાર્ય સીમિત ન રાખતા તેમણે અનેક શાળાઓમાં ફંડ અને સુવિધાઓ ઊભી કરવા મદદ કરી છે.જેમાં મોરજ તા.તારાપુર ખાતે જર્જરિત મકાનમાં ટપકતા વરસાદ વચ્ચે ભણતા બાળકોની સુવિધાસભર શાળા અને મેદાન મળે તે માટે વર્ષ 2001 માં “અમારું સ્વપ્ન” પુસ્તક લખી તેમાં શાળાની વાસ્તવિકતા અને અપેક્ષા રજૂ કરી અધ્યતન મકાનનો પ્લાન રજૂ કર્યો.આ પુસ્તકને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ-ચરોતરવાસીઓ સુધી પહોચડ્યું જેના પરિપાક રૂપે 78 લાખ જેટલી રકમ એકઠી થઈ જેમાથી મોરજ કેળવણી મંડળે એલ. ડી વિદ્યા વિહારનું નિર્માણ કર્યું.શૈલેષ રાઠોડને આ સંસ્થા દત્તક શાળા તરીકે સોપવામાં આવી છે.જેમાં 18 ગામોના બાળકો શિક્ષણ લઈ રહ્યા છે.

વ્યવસાયે ઉત્તમ અધ્યાપક અને કર્મે ઉત્તમ વ્યક્તિ શૈલેષ રાઠોડ ગુજરાતની પ્રતિસ્ઠિત સંસ્થા ઓમેગા એજ્યુકેશનના ડાયરેકટર છે.તેમણે ઓમેગા સંસ્થાના માધ્યમથી ગુજરાતનાં છેવાડાના વિસ્તારોમાં 122 કોમ્પ્યુટર સેન્ટર ઊભા કરી 1 લાખ 29 હજાર બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપ્યું છે.ગુજરાતમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો અને સ્ત્રી જન્મદરનું પ્રમાણ અંગે ચિંતા કરી લોકજાગૃતિ કાર્યક્રમ યોજી રાજ્યના અખબારો,મેગેઝિનોમાં આ અંગે લેખો લખતાં તત્કાલિન જિલ્લા કલેક્ટર ડોક્ટર અવંતિકા સિંઘે શૈલેષ રાઠોડને ‘ખંભાત તારાપુર તાલુકામાં સ્ત્રી જન્મદર અને ડ્રોપ આઉટ રેશિયો વધારવા’ અંગેના અભિયાનમાં જોડી અહેવાલ બનાવડવી એક્શન પ્લાન તૈયાર કરાવ્યો.જેને પગલે પંથકમાં 7 સરકારી શાળા,2 બહેનો માટે હોસ્ટેલ અને નિવાસી શાળાનું નિર્માણ થયું. છેલ્લા 7 વર્ષમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો અને સ્ત્રી જન્મદર વધ્યો.
જનહિત દિવ્યાંગ શાળાનું નિર્માણ કરી 65 જેટલા બાળકોને તાલીમ આપવા સુવિધાઓ ઊભી કરી છે.માનસિક વિકલાંગ બાળકો માટે સ્કૂલ બસ વસાવી અને નિયમિત અંતરિયાળ વિસ્તારમથી બાળકોને ખંભાત લાવી શિક્ષણ આપવામાં આવે છે.જેમથી 11 બાળકોને રોજગારી અપાવી છે.તેઓ જનહિત ચેરિટેબલ ટ્રષ્ટ સંસ્થાના ડાયરેક્ટર છે.સંસ્થાના કર્મશીલ પ્રમુખ મુકેશભાઈ રાઠોડ સાથે તેઓ સેવાઓ બજાવે છે.
પીપલ્સ ટ્રેનિગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સલાહકાર છે.જેના માધ્યમથી અકીકના વ્યવસાયમાં સિલિકોસિસ નામની જીવલેણ બીમારીનો ભોગ બનતા પરિવારો માટે કાર્ય કરે છે.153 જેટલા અકીક કારીગરો સિલિકોસિસ મૃત્યુ પામતા તેમના બાળકો માટે સરકાર સામે ન્યાયિક લડત લડે છે.લેખન અને ફિલ્મ બનાવી આ મૃતકના દરેક પરિવારને 3 લાખની સહાય ઉપલબ્ધ કરાવી છે.શૈલેશ રાઠોડ લિખિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ the the heart of darkness પ્સુરચલિત બની હતી.સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે ચુકાદાનું પાલન કરાવવા સંસ્થાના નિયામક જગદીશ પટેલ સાથે સતત સક્રિય છે.

 ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો સંપર્ક કરી ઇન્સપાયર(INSPIRE)પ્રોજેકટ દ્વારા ૧૨ લાખની ગ્રાન્ટ મેળવી ભારતના ૧૨ વૈજ્ઞાનિકો ખંભાત બોલાવી ધો.૧૨ સાયન્સના ૨૦૦ વિધાર્થીઓને તાલીમ આપી ગુણવતાયુક્ત શિક્ષણ આપેલ છે.સતત બાળકો માટે સરકારી યોજનાઓ લાવી સહાયક સેવાઓ આપેલ છે.

 પ્રકૃતિ ચેરિટેબલ સંસ્થાના માનદ મંત્રી છે.જેના થકી પર્યાવરણની જાળવણી અને વૈજ્ઞાનિક અભિગમથી ખેતી માટે સેમિનાર,ખેડૂત તાલીમ કાર્યક્રમો યોજે છે.જેટલા ગામોમાં સંસ્થાના કાર્યોનો વિસ્તાર થયો છે.આ ગામોના બાળકોને માધ્યમ બનાવી ખેડૂતો સાથે જીવંત સંપર્ક કરેળ છે.ખેડૂતોના બાળકો માટે કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમ,સીવણ તાલીમ,સંચા વિતરણ કરાય છે.

 તેમના લેખનમાં શિક્ષણ,જીવન પ્રેરણા,સફળ ઘડતર,આદર્શ વ્યક્તિ વિશેષ અને ખૂણામાં જીવતા મનુષ્યો -તેમનો મહત્વનો વિષય છે.હાલમાં તેઓ ખંભાત ખાતે અધ્યાપન કાર્ય તેમજ લેખન કાર્ય સંભાળે છે.તેઓએ માધ્યમિક શિક્ષણ સેંટ ઝેવીયર્સ-ઉમરેઠ ખાતે મેળવ્યું હતું.તેમનાં પુસ્તકોમાં આત્માનું સૌંદર્ય, પ્રેરણા સ્પર્શ, યસ!આઈ.એમ.ડિફરંટ, રાતરાણીનું ધાર્યું થાય, કોમ્પ્યુટરના સાનિધ્યમાં, આર્યુવેદ-ઉત્તમ ઉપચાર, ક્ષણનું સરનામું, પ્રેરક કથાઓ-આજે પણ વાચકોના હૈયે છે.  “વિદેશ પ્રવાસ અને વિદેશી લેખકો-કર્મશીલોથી પ્રભાવિત બની સફળ થયા છે.” તેમ માને છે.  શૈલેષ રાઠોડ દ્વારા નિર્માણ પામેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ “ધ હાર્ટ ઓફ ડાર્કનેસ” રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રચલિત બની છે.આ ફિલ્મમાં તેમણે અકીક કારીગરોના જીવનની વ્યથાને આલેખી છે. ઉપરાંત,ચુંટણીની તાલીમ માટેની ફિલ્મ”ઈ.વી.એમ”,સરદાર:જીવન ઝરમર જેવી ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવેલ છે.આઈ.આઈ.એમ,એન.આઈ.ડી,જેવી પ્રતિસ્ઠિત સંસ્થાના યુવાનો તેમનાથી પ્રભાવિત છે.આ સંસ્થાઓમાં કેમ્પસ ઇન્ટરવ્યુ લઈ યુવાનોને સમજે છે. લેખક સમય આપે છે.વંચિત અને પીડિતોના ન્યાય માટે તેમની કલમ વધુ ચાલે છે.

સન્માન :  યુવા વયે લોકજાગૃતિ અને યુવા પ્રવૃતિઓ બદલ ભારત સરકાર,નવી દિલ્હીના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા “શ્રેષ્ઠ યુવા કાર્યકારનો” રાષ્ટ્રીય પરિતોષિક યેનાયત કરાયો હતો.  ભારત સરકારના સાયન્સ વિભાગ દ્વારા “હાઈ ટેક ટાઉન” કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ કૃતિ તરીકે પસંદ કરી સન્માન કરાયું હતું.  કેથોલિક સમાજ દ્વારા “સ્વ.ઉરૈયા પત્રકારત્વ પરિતોષિક” એનાયત કરાયેલ  કાલુપુર કોમર્શિયલ બેન્ક દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ અર્પણ કરાયો હતો.  મૂક બધિર વિદ્યાલય, નડિયાદ દ્વારા “યુવા ગૌરવ” પુરસ્કાર  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉત્તમ સેવા પ્રવૃતિ બદલ સન્માન  તેઓના ઇનોવેશન, સામાજિક પ્રવૃતિઓ, લેખન કાર્યોને બિરદાવી શિક્ષણ વિભાગે વર્ષ 2018 ના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીના વીએઆરડી ના વરદ હસ્તે એનાયત કરેલ છે.


SHAILESH RATHOD-BOOKS NAME AND ISBN NUMBERS

1. THE USE OF TECHNOLOGY IN EDUCATION. 9781646788750 2. TEACHER,EDUCATION AND EXCELLENCE ISBN 9781646789030 3. AATMA NU SAUNDARYA ISBN 9781647833366 4. PREARAK SPARSH. ISBN 9781646784042 5. How TO STUDY. ISBN 9781646783625 6. PARAKH. ISBN 9781646783663 7. JO PACHA HASYA. ISBN 9781646783847 8. .AYUTVEDIC HOME REMEDIES. ISBN 9781646784325 9. SUCCESS FORMULAS. ISBN 9781646788859 10. THE USE OF TECHNOLOGY IN EDUCATION ISBN 9781646788750 11. NOBEL PRIZE WINNER- ABHIJIT  BANERJEE. ISBN 9781647330323 12. 22 MORAL STORIES. ISBN 9781647330651 13. THE SUCCESS OF THE WORLD FAMOUS SCIENTISTS AND THEIR DISCOVERIS PART -1 (BM EDITION) ISBN 9781647331306 14. PRARANATMAK VARTAO ISBN 9781646783878 15. KSHANNU SARNAMU ISBN 9781646783878 16. THE GREAT GENERAL KNOWLEDGE BOOK – GUJARATI VERSION. ISBN 9781647334600 17.WITNESSES OF SUCCESS ISBN 9781647332044 18. THE BEST STORIES FROM PANCHATANTRA(BW EDITION). ISBN 9781647331030 19. THE BEST STORIES FROM PANCHATANTRA ( FULL COLOUR EDITION) ISBN 9781647331405 20. FACTS SCIENCE-FULL COLOUR EDITION ISBN 9781647334321 21. 51 MORAL STORIES FULL COLOUR EDITION ISBN 9781647332860 22. FANTASTIC FACTS SCIENCE ISBN 9781647334383 23. TEACHING VALUES THROUGH CHILDRENS STORIES -FULL COLOUR EDITION ISBN 9781647331573 24. GENERAL KNOWLEDGE (GK SMALLER VERSION). ISBN 9781647334697 25. YES! I CAN AND I WILL – BW EDITION ISBN 9781647337735 26. PATH TOWARDS SUCCESS 9781647336899 27. THE RISE OF KNOWLEDGE TALENTED GUJARATIS. ISBN 9781647338190 28. FLOWER BASKET FAMOUS CHILDREN’S SONGS -ACTION SONGS COLLECTION. ISBN 9781647337308 29. KALRAV ISBN 9781647337858 30. GUJARATI BAL VARTA ISBN 9781647337278 31. 51 MORAL STORIES 9781647332839 32. YES ! I CAN AND I WILL – FULL COLOUR EDITION ISBN 9781647337728 33. ONE LIFE ONE CHANCE ISBN 9781646788170 34. TEACHING VALUES THROUGH CHILDREN’S STORIES. ISBN 9781647331528 35. SUCCESS SURROUNDS YOU ISBN 9781647338831 36. THE GREAT GENERAL KNOWLEDGE BOOK 9781647334314 37. THE SUCCESS OF THE WORLD FAMOUS SCIENTISTS AND THEIR PISCOVERIS PART-2 (FULL COLOUR EDITIONS ) ISBN 9781647331368 38. THE SUCCESS OF THE WORLD FAMOUS SCIENTIST AND THEIR DISCOVERIES PART – 2 (BW EDITION). ISBN 9781647331313 39. THE SUCCESS OF THE WORLD FAMOUS SCIENTIST AND THE DISCOVERIES PART- 1 (FULL COLOUR EDITION) ISBN 9781647331315 40.THE SECRET OF CHRISTMUS (GUJARATATI) ISBN 9781647609665

પ્રકાશનો: ક્રમ પુસ્તકનું નામ સ્વરૂપ પ્રકાશન વર્ષ 1 પરખ કાવ્યસંગ્રહ ૧૯૯૨ 2 કોમ્પ્યુટરના સાનિધ્યમાં શૈક્ષણિક ૧૯૯૪ 3 હૈયાની વેદના વાર્તા સંગ્રહ ૧૯૯૫ 4 અપરાધચક્ર નવલકથા ૧૯૯૬ 5 અંગ્રેજી ગ્રામર શૈક્ષણિક ૧૯૯૮ 6 રાતરાણીનું ધાર્યું થાય નવલિકા સંગ્રહ ૨૦૦૧ 7 આત્માનું સૌંદર્ય ચિંતનાત્મક ૨૦૦૫ 8 પ્રેરણા સ્પર્શ ચિંતનાત્મક ૨૦૦૮ 9 અભ્યાસ કરવાની પદ્ધતિ શૈક્ષણિક ૨૦૧૦ 10 આર્યુવેદ એક ઉત્તમ ઉપચાર આર્યુવેદિક ૨૦૧૨ 11 તંદુરસ્તી તમારા હાથોમાં આર્યુવેદ ૨૦૧૪ 12 યશ!આઈ.એમ.ડીફરન્સ ચિંતનાત્મક ૨૦૧૬ 13 પ્રેરણાત્મક વાર્તાઓ ચિંતનાત્મક ૨૦૧૭ 14 જો પાછા હસ્યા હાસ્ય ૨૦૧૭ 15 ક્ષણનુ સરનામું ચિંતનાત્મક ૨૦૧૮ 16 શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ